અસ્મિતાપર્વ-કલાપર્વ – કવિ રાવલ
[ રીડગુજરાતીને અસ્મિતાપર્વના અહેવાલ રૂપ આ વિશેષ લેખ લખી મોકલવા બદલ કવિબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. અસ્મિતાપર્વની વી.સી.ડી, ડી.વી.ડી. માટે આપ આ સરનામે સંપર્ક કરી શકો છો. Sangeet Ni Duniya Parivar, Nilesh Sangeet Bhavan. MAHUVA-364290. Dist : Bhavnagar. Gujarat. India. Phone : (02844) 222864 / 222613 Fax : 224912 email : sangeetniduniya@yahoo.com આ લેખમાં આપેલા બધા ફોટોગ્રાફ્સ ના કોપીરાઈટ “સંગીતની દુનિયા પરિવાર” ના છે. રીડગુજરાતીને આ પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ આભાર. અસ્મિતાપર્વ અંગે મારા સંસ્મરણો ટૂંક સમયમાં…. – તંત્રી. ]
“વન વગડામાં એ જ સંભળાય છે આઘે આઘે
ફૂલ ભમરાને ડાળો બોલે છે રાધે રાધે…”
દર વર્ષે હનુમાન જયંતિ નિમિત્તે મહુવા-ગુરૂકુળ ખાતે પરમ પૂજ્ય શ્રી મોરારિ બાપુના આશિર્વાદથી આયોજિત થતું અસ્મિતા પર્વ એટલે એક એવું કલા પર્વ જેનો મુખ્ય હેતુ પ્રવર્તમાન સંજોગોમાં કલાને જીવંત રાખાવાનો તથા આજની પેઢીમાં આપણા સાહિત્ય-સંસ્કૃતિ અને કલા પ્રત્યે જોવા મળતી વિમુખતા સામે સાહિત્ય-સંસ્કૃતિ અને કલાનો પરિચય કરાવીને તેની ભવ્યતાનું દર્શન કરાવવાનો છે. સાથે સાથે તેના પ્રવર્તમાન સ્વરૂપને તેના મૂળભૂત સ્વરૂપની રૂબરૂ મૂકી તપાસવાનો છે તથા તેને ચકાસવાનો, પામવાનો અને તેના પ્રત્યેના આપણા અહોભાવને પ્રદર્શિત કરવાનો પણ છે.
હજુ હમણાં જ સંપન્ન થયેલા અસ્મિતા પર્વ સહિત અત્યાર સુધીમાં કુલ 10 પર્વ ગુરૂકુળ ખાતે યોજાઈ ચૂક્યા છે. અસ્મિતા પર્વમાં દર વર્ષે જુદા-જુદા વિષય પર સંગોષ્ઠિ, કવિ સંમેલન તથા અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. હમણાં જ યોજાઈ ગયેલા અસ્મિતા પર્વ દસમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના વિદ્વાનો દ્વારા મારી પ્રવાસ કથા, ગુજરાતી જીવનકથા, ગુજરાતી આત્મકથા જેવા વિષયો પર સંગોષ્ઠિ તથા બે કાવ્યાયનની બેઠકો ઉપરાંત તલગાજરડા ખાતે સંગીત-નૃત્ય મહોત્સવમાં સૌ પ્રથમ પંડિત જસરાજનું કંઠ્ય સંગીત જેમાં તબલા પર સંગત કરી હતી ઉસ્તાદ ઝાકિર હુસેન સાહેબે તથા બીજા દિવસે શ્રી સોનલ માનસિંહ દ્વારા શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શ્રી સોનલબેન ઓડીસી નૃત્યક્ષેત્રે ઘણી સિદ્ધિઓ ધરાવે છે તથા ઘણું જ સારું ગુજરાતી પણ બોલી શકે છે અને 65 વર્ષની વયે પણ કોઈ યુવાન નૃત્યાંગનાને શરમાવે તેવું નૃત્ય પ્રસ્તુત કરે છે. ત્રીજે દિવસે પંડિત શિવકુમાર શર્મા દ્વારા સંતુર વાદનનો લાભ મળ્યો જે એક અવર્ણનીય, આહલાદક અને અદ્દભુત અનુભવ હતો. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ પણ કહી શકાય કે આ એક આધ્યાત્મિક અનુભવ હતો.
વિસ્તૃતરૂપે જોઈએ તો પ્રથમ દિવસે સવારે પ્રવાસકથાની બેઠક યોજવામાં આવી હતી જેમાં શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી ભાણદેવ તેમજ શ્રી અમૃતલાલ વેગડે વકતવ્ય આપ્યું હતું. શ્રી ભોળાભાઈ પટેલે ભારતના વિવિધ પ્રદેશોના પ્રવાસો, આસામના પ્રદેશો તેમજ વિદેશ પ્રવાસો પર પોતાના અનુભવો સુંદર રીતે રજૂ કર્યા હતા. શ્રી ભાણદેવે હિમાલયના ઉંચા પ્રદેશો, ગંગોત્રીની ઉત્તરે આવેલા પ્રદેશો તેમજ બદ્રિનાથથી આગળ જતા આવેલા માના-ગામના પ્રદેશોની રસપ્રદ વાતો પોતાના સ્વાનુભવે વર્ણવી હતી. શ્રી અમૃતલાલ વેગડ તો નર્મદા નિવાસી જ છે. તેમણે નર્મદાના અનેક વિસ્તારો અને પોતાના અનુભવો રસાળ શૈલીમાં રજૂ કર્યાં હતા. સાંજે કાવ્યાયન-1 ની બેઠકમાં દિનેશ કાનાણી, કાજલ ઓઝા, અશોક ચાવડા, દિલીપ રાવલ, આશા પુરોહિત, ચંદ્રેશ મકવાણા, ગૌરાંગ ઠાકર તેમજ સ્નેહલ જોશીએ સુંદર કાવ્યો, ગઝલોનું પઠન કર્યું હતું.
બીજે દિવસે સાહિત્ય સંગોષ્ઠિ-2 નું સંચાલન કાન્તિ પટેલે કર્યું હતું જેમાં શ્રી રાજેશ ભાઈએ રમેશ પારેખ રચિત ‘લાખા સરખી વારતા’ નો આસ્વાદ કરાવ્યો હતો. આ ઉપરાંત શ્રી મણિભાઈ પટેલે ચિનુમોદી ની ‘વિનાયક’ તેમજ શ્રી નીતિન વડગામાએ સુરેશ જોશી ની ‘એક ભૂલા પડેલા રોમેન્ટિક કવિનું દુ:સ્વપ્ન’ પર વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું. સાંજની બેઠકમાં ‘વીર નર્મદ’ (રચાયતા : વિશ્વનાથ ભટ્ટ) પર શ્રી સતીશભાઈ વ્યાસે, ‘કવીશ્વર દલપતરામ’ (રચાયતા : ન્હાનાલાલ) પર કાન્તિભાઈ પટેલે તેમજ ‘મારું જીવન એજ મારી વાણી’ (રચાયતા : નારાયણ દેસાઈ) પર દક્ષાબહેન પટ્ટણીએ પોતાના વક્તવ્યો આપ્યાં હતાં, જેમાં દક્ષાબહેનનું વક્તવ્ય વિશેષ ધ્યાન ખેંચે તેવું અને અત્યંત રસપ્રદ રહ્યું હતું.
ત્રીજા દિવસની બેઠકનો આરંભ ‘ગુજરાતી આત્મકથા’ થી થયો હતો. જેમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ લખેલું પોતાના આત્મવૃતાંત પર શ્રી ધીરુભાઈ ઠાકરે વકતવ્ય આપ્યું હતું. નાનાભાઈ ભટ્ટ રચિત ‘ઘડતર અને ચણતર’ પર શ્રી મનસુખભાઈ સલ્લાએ તેમજ શ્રી ભરતભાઈ મહેતાએ, શ્રી ચંદ્રકાન્ત બક્ષી લિખિત ‘બક્ષીનામા’ પર પોતાનું વિશ્લેષણ રજૂ કર્યું હતું. કાવ્યાયન-2 ની સાંજની બેઠકનું સંચાલ કાજલબેન ઓઝાએ કર્યું હતું અને તેમાં અમિત વ્યાસ, નિનાદ અધ્યારુ, છાયા ત્રિવેદી, કિરણ ચૌહાણ, કિરીટ ગોસ્વામી, અનિલ ચાવડા, હરજીવન દાફડા તેમજ હરદ્વાર ગોસ્વામી જેવા નવોદિતોએ પોતાની કૃતિઓનું પઠન કરીને શ્રોતાઓને રસતરબોળ કરી દીધા હતા.
અંતિમ દિવસ એટલે કે હનુમાન જયંતિનો દિવસ. આ દિવસે તલગાજરડા ચિત્રકુટધામ ખાતે, પંડિત જસરાજને શાસ્ત્રીય કંઠયસંગીત માટે (ઉત્તર હિંદુસ્તાની), પંડિત શિવકુમાર શર્માને શાસ્ત્રીય વાદ્યસંગીત માટે (સંતૂર), સુશ્રી સોનલ માનસિંહને શાસ્ત્રીય નૃત્ય માટે (ઓડિસ્સી) તેમજ ઉસ્તાદ ઝાકિર હુસેનને શાસ્ત્રીય વાદ્યસંગીત માટે (તબલાં) હનુમંત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂ. બાપુએ હનુમાન જયંતિ પર વિશેષ પ્રાસંગિક વક્તવ્ય આપીને ઉપસ્થિત તમામ સાહિત્યકારોના કાર્ય માટે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
અસ્મિતા પર્વમાં આમંત્રિતો માટે રોકાણની અને આમંત્રિતો તથા અન્ય રસિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. અને જ્યારે પૂ. બાપુ પોતે રસ પીરસવા માટે આવે છે, ત્યારે તો વિશેષ હર્ષની લાગણી તથા ધન્યતાનો અનુભવ પણ થાય છે.
આજે જ્યારે દેશ અને સંસ્કૃતિ એવા મોડ પર ઊભા છે જ્યારે વિશ્વની સાથે કદમ મીલાવવા માટે સમયની સાથે આવતા પરિવર્તનોને જીવનમાં સ્થાન આપવા માટે આપણે આપણાં મૂળભૂત તત્વો, લક્ષણો અને સંસ્કૃતિને પાછળ મૂકી દીધા છે અને જ્યારે રાજકારણ પણ એક ચિંતાજનક સપાટીએ પહોંચી ગયું છે ત્યારે કલા એ એક માત્ર એવી વસ્તુ છે જે માણસને શાંતિ અને સરળતાનો અનુભવ કરાવી શકે. આવા સમયે કલાને યોગ્ય અવકાશ, ગતિ, પ્રોત્સાહન અને પ્રેરણા મળે તે ખૂબ જરૂરી છે. સમય જતાં સારી અને ખરાબ વસ્તુઓ ભૂંસાતી જાય છે જેમાંની સારી વસ્તુઓને ભૂંસાતી અટકાવવા માટે તેને યોગ્ય રીતે ઘૂંટતા રહેવું જરૂરી બને છે અને બાપુના આશિર્વાદથી અસ્મિતા પર્વ એ જ કાર્ય કરે છે. ખાસ કરીને પૂ. બાપુ આવો સાંસ્કૃતિક અભિગમ દાખવી તેના માટે કાર્યરત છે તે ખૂબ જ આનંદપ્રદ અને મનને રાહત મળે એવી બાબત છે કારણકે સત્યને અને તેના સૌંદર્યને ચાહવું તથા લોકભોગ્ય બનાવવું એ જ સંતોની સામાજિક જવાબદારી છે અને સત્યના સૌંદર્યનો એક અર્થ – એક સ્વરૂપ, એ કલા છે. પૂ. બાપુ દ્વારા કલાની આરાધનાને સન્માનિત કરવાનો તથા કલાને અને કલાકારની અસ્મિતાને સન્માનિત કરવાના ઉપક્રમની એક કલાપર્વ-અસ્મિતાપર્વ તરીકે ઉજવણી થાય છે. જે માત્ર પ્રશંસનીય જ નહીં વંદનીય પણ છે.
ગુરૂકુળના પવિત્ર વાતાવરણમાં યોજાતું અસ્મિતા પર્વ એ તો જાણે કલા અને આધ્યાત્મ, સૌંદર્ય અને પવિત્રતાના સંગમ સમાન છે. ગુરૂકુળના વૃક્ષો પર અને આજુબાજુ ઘણી વખત રાધે અથવા તો રામ લખેલ વાંચવા મળે ત્યારે એવો અનુભવ થાય કે આખું વાતાવરણ જાણે કે રામમય છે અને રામ એટલે નીતિ અને મર્યાદાનો પર્યાય અને રાધા, રાધા એટલે પ્રેમ નહીં તો બીજું શું ? પ્રેમ-પ્રકૃતિ અને રમણીયતા એ જ રાધા છે અને ગુરૂકુળનું તો દરેક ઝાડ, દરેક પાન, અરે વાતાવરણ આખું રાધામય હોય તેમ લાગે છે.
“વન વગડામાં એ જ સંભળાય છે આઘે આઘે
ફૂલ ભમરાને ડાળો બોલે છે રાધે રાધે…”
Print This Article
·
Save this article As PDF
બાપુના આ ઉમદા કાર્યની મહેક ફેલાવવામાં રીડગુજરાતી.કોમ સહભાગી થયું એનો વિશેષ આનંદ
અસ્મિતા પર્વ વિશે જાણીને તેમા ભાગ લેવાની ઇચ્છા થઇ આવી…
આવા સરસ કાર્યક્રમમાં હાજરી ન આપી શકાયા નું દુ:ખ થાય છે અને … ભાગ લઈ શકનારાઓની મિઠી જલન થાય છે.!!
અસ્મિતા પર્વ વિશેની આટલી સરસ માહિતિ આપવા બદલ કવીબેનનો આભાર.
મ્રુગેશજી – આપના લેખનો કાગ-ડોળે (અને ઊંટ-ડોકે !!) ઇંતેજાર.
આભાર, સ-રસ !
Ninadbhai tamari gazal, kavita ane muktako amane badhane khubaj gamya
excellent pics and article.
many thanks.
અસ્મિતાપર્વ વિશે સચિત્ર માહિતિ વાંચીને આનંદ થયો…
આભાર મોટાભાઇ…
અસ્મિતાપર્વનું જીવંત પ્રસારણ “સંસ્કાર” ચેનલ પરથી કરવામાં આવ્યું હતું. રવિવારની બપોરે કાજલ ઓઝા-વૈદ્યના સંચાલનમાં રજૂ થયેલા કાવ્ય સંમેલનને માણવાનો મોકો મળ્યો. કિરણ, નિનાદ, અનિલ -સૌની કૃતિઓ સુંદર હતી… અને આ આખા કાર્યક્રમને આટલી સુંદર રીતે કલમબદ્ધ કરવા બદલ કવિને ખાસ અભિનંદન… કવિઓના અને અન્ય ફોટોગ્રાફ્સની નીચે લાગતાવળગતા નામ લખ્યા હોત તો આ બહુમૂલ્ય લેખ અમૂલ્ય બની રહેત.
અરે, આ પર્વમાં હાજરી આપવાનું શક્ય ન બન્યું એનો ઘણો અફસોસ થાય છે… કાશ, ગુજરાત માં હોત હું ….
વિસ્તૃત અને સચિત્ર માહિતી વાંચવા મળી.
આભાર મૃગેશભા ઇ!!
Shri Ninadbhai Adhyaru ane Shri Kiranbhai Chauhan ame tamne asmita parva ma sambhalya ane amne tamari krutio khubaj gami, bas aavij rite tame navi navi krutio rachi gujarat ni garima vadharsho, tame khubaj aagal vadho tevi shubh kamna sathe.
Chhayaben Trivedi tamari gazal prerana saman hati
મજા આવિ ગૈ કવ્યાયન-૨ મા વધુ મજા આવિ
કિરન ચૌહાન અને નિનાદ અધ્યારુ ને અભિનન્દન્
Bapu hoy tyare koi vatno vandhoj na hoy.Dhyan,Gnan,Bhajan ane tuchaka thi man bharai jay.Tal gajardama hanumanjayanti ne divse lagbhag tran divas sudhi avanava ane namankit sangeetna khano ave chee. Hu pan ava ek jalsama temni mahemangatine sangeet saaabha mani avyo chhu.mari pase shabdo nathi.
I accidently stumbled upon this site today. I am very happy to find some connection to Gujarati literature and cultural activities. I have left Gujarat 22 years ago but I still read Gujarati novels and poetry whenever I get a chance.
આપે તો, મારા માતા પિતા ના પ્ર્ત્યક્ષ દર્શન કરાવી આપ્યા, I can see them in Photpgraphs…
thanks a lot Mrugeshbhai…….
zarmar hemal.
today i m very happy suddenly i click upon sangget ni duniya & found the great literature of gujrati culture . my hertiest wishes to meet bapuji so earlier may god give the chance.
જ્યરે પન મુ બપુ ન અગ પન દર્શન નથિ કર્તો મને ચૈન નથિ અવ્તુ
bapu ni sharan ma rahi ne maju chu
sri ram jai ram jai jai ram
! JAY SHREE RAM !
jay siyaram jay sitaram
jay siyaram jay sitaram
vaah kavi !!!!! sundar lekh lakhyo chhe ho!!!!
abhinandan-
dr.mahesh rawal
http://drmaheshrawal.blogspot.com
nice one…………!!
પૂ. બાપુના આશીર્વાદ મળ્યા હોય એટલો જ આનંદ……..!!
Yellow swarm with ephedra….
Twinlab with ephedra. Ephedra….
સરસ,
તમરો પ્રોગ્રમ બહુઉ જ સરસ હતો. we would like it to be televised on Astha channel as well. Sanskar channel is not easily available everywhere. 🙂 અમરે matey ઘર baitha ગન્ગા હતિ
Great, We dont Know Gujrati Writer Is Wrote This Type of Word ….? Thanks 2 you also.
Pujniya,bapuji ramram, mujhe na tho gujrati phadni athi hai, na hee lekhni athi hai,mujhe base app hee har sthan par nazar athe hai yaha app nazar aya, aur maine dekha ki log app ke kitne nazdik hai kya mujhe meri jeevan maiy aisa moka milaga.
Bapuji,main aapko lagatar sune rahi hoin aaj kal app bihar [bacsar]main pravachan dai rahi hai,pujniya Bapuji kuch mahine pahle mai apko sune rahi thi ,meri hirdya mai vichar aaya ki aaj se aap mere pujniya guruji hai ,aur maine apke dawara bole jane wale maha mantra ko guru mantra manliya aur mala ka japp karna shuru ker diya,kuch 4 dino ke bade maine sapna dekha ke app sakshat mere ghar pher aye hai ,chair par bathiya hai meri rasoi main chulhi ki taraf muhe karke aur maire dono bache padhaee kar rahe hai.pujniya pitaji yadi sambhav hoo too meri is sawapna ka uttar daney ka kasht karey.
hi
I need price list and details of morari bapu’s katha dvd or vcd. and i need all katha’s list from morari bapu. please contact me for my inquiry thanks
thanking you
jitendra chokshi
ખરેખર આજના પસ્શિમિકરનના વાયરા વચ્ચે આપનુ આ સન્સક્રુતિ રકશાનુ કાર્ય બિર્દાવવા માટે મારિ પાસે શબ્દો નથિ.