પનાહ માગું છું – આબિદ ભટ્ટ

[‘નવનીત સમર્પણ’ માંથી સાભાર.]

પાંપણોમાં પનાહ માગું છું,
બસ, કરમની નિગાહ માગું છું.

આચરું તોય પાપ ના લાગે,
એક એવો ગુનાહ માગું છું.

શબ્દ લઈ દ્વાર દ્વાર ભટકું છું
માંહ્ય બેઠો ગવાહ માગું છું

નામ મુજ ચિત્તમાં રહે ભમતું,
અન્ય બાકી તબાહ માગું છું.

ના ઘટે પણ વધે સમય સરતાં,
દર્દનો એ પ્રવાહ માગું છું.

મ્હેકવું છે મને સુમન થઈને,
ફૂલ પાસે સલાહ માગું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેવો ફસાવ્યો છે મને ? – બરકત વિરાણી ‘બેફામ’
સ્વાદ – સંજવ કપૂર Next »   

17 પ્રતિભાવો : પનાહ માગું છું – આબિદ ભટ્ટ

 1. અમી says:

  ના ઘટે પણ વધે સમય સરતાં, દર્દનો એ પ્રવાહ માગું છું.

  ખુબ સરસ.

 2. neeta says:

  khub saras

 3. Bimal says:

  સરસ રચના ……..આભાર મૃગેશભાઈ….

 4. kaushik says:

  શુ લખુ આ રચના ના વિશે….વામણો છુ હુ લખવા એના વિશે…નથી શબ્દૉ લખવા માટે…છતા આ મારૉ એક પ્રયાસ છે આ રચના ને સહવાનો…
  કૌશિક

 5. rachit says:

  hi this is really a buetiful poem.i m love in it.i m really impressed with this.

 6. Maharshi says:

  lovely!

 7. Amar says:

  સ ર સ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.