સ્વાદ – સંજવ કપૂર

[‘દિવ્યભાસ્કર-મધુરિમા’ માંથી સાભાર.]

recipes ઈન્સ્ટન્ટ ગુલાબજાંબુ

સામગ્રી :
દૂધનો પાઉડર – 1 કપ, 2 ચમચા. મેંદો-1 ચમચો,
સોડા બાયકાર્બોનેટ – પા ચમચી, એલચીનો પાઉડર – અડધી ચમચી,
ઘી- 4 ચમચી તળવા માટે, ખાંડ – 1 કપ, લીંબુનો રસ – 1 ચમચી.

રીત :
દૂધનો પાવડર, મેંદો, સોડા બાયકાર્બોનેટ, એલચીનો પાઉડર અને ચાર ચમચી ઘીને એક બાઉલમાં મિક્સ કરો. ખાંડમાં એક કપ પાણી ઉમેરી પેનમાં ગરમ કરી તેની ચાસણી તૈયાર કરો. તેમાં લીંબુનો રસ નાખો જેથી બધો મેલ કપાઈ જાય. ચાસણીને સર્વિંગ ડિશમાં કાઢી તેને ગરમ જ રહેવા દો. કડાઈમાં પૂરતું ઘી ગરમ કરો. દૂધના પાવડરના મિશ્રણમાં પૂરતું પાણી ઉમેરી નરમ કણક બાંધો. તેમાંથી નાના નાના ગોળા વાળો. આ ગોળાને ઘીમાં ધીમી આંચે તળો. ગુલાબજાંબુ આછા બ્રાઉન રંગના થાય એટલે તેને કાઢીને ચાસણીમાં બોળી દો. આ ગુલાબજાંબુને ગરમ અથવા ઠંડા કરીને સર્વ કરો.

થ્રી ચીઝ સમોસા

recipes સામગ્રી :
કવરિંગ માટે : સમોસાની પટ્ટી – 16 નંગ, સ્ટફિંગ માટે : મોઝેરેલાનું છીણ – અડધો કપ,
ચીઝનું છીણ – અડધો કપ, પનીરનું છીણ – અડધો કપ, મરચું – 1 ચમચી,
સમારેલી કોથમીર – 3 ચમચા, મીઠું સ્વાદ મુજબ

રીત :
એક બાઉલમાં મોઝેરેલાનું છીણ, ચીઝનું છીણ અને પનીરનું છીણ લઈને મિક્સ કરો. તેમાં મીઠું, મરચું અને સમારેલી કોથમીર ભેળવો. હવે સમોસાની એક પટ્ટી લઈ તેથી બધી બાજુએ સહેજ પાણી લગાવો. સ્ટફિંગમાંથી થોડો ભાગ લઈને સહેજ દબાવો. તેને પટ્ટીની એક સાઈડ પર મૂકી પટ્ટીને વાળી સમોસાનો આકાર આપો. કિનારીઓને સીલ કરી દો. આ રીતે બધાં સમોસા તૈયાર કરો. ત્યાર બાદ એક કડાઈમાં તેલને પૂરતું ગરમ કરી સમોસાને આછા બ્રાઉન રંગના તળી લો. નિતારીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢી ગરમાગરમ ખાવ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પનાહ માગું છું – આબિદ ભટ્ટ
ગાંધી-ગંગા – સં. મહેન્દ્ર મેઘાણી Next »   

18 પ્રતિભાવો : સ્વાદ – સંજવ કપૂર

 1. અમી says:

  શુ છે આ બધુ રવિવારની સવારમાં? શું કામ સવારમાં “સુગમ”ની ડેરી પર દોડવો છો?

  ચા મોળી થઈ ગઈ .. પણ .. સવાર મિઠી કરી દીધી .

 2. મોઁમા પાણી છૂટી ગયુ

 3. KRUNAL CHOKSI says:

  waahhhhhhhhhh………shu vaat che….experiment karva ni mjaaa aai gai…..em laagyu k aatle door mommy na haath na gulaabjambu khadha….thnks a lot…

  krunal
  USA

 4. Upendra says:

  Excellent for us in NZ. Will anyone give receipe for How to make ,’Penda’
  using Milk Powder without using ‘Meva’ as not available here.
  Thanks

 5. Mr. Patel says:

  Hello.
  Thanks for the all yammyyyyy receipes. We r in australia, the group of surti students. We r really missing the mohanthal. So, plz send the receipe of mohanthal. The think is ‘Mavo’ (mevo) is not available in melbourne.

  Thanks.

 6. Amit says:

  yaaaaami !!! lovely! sweet!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.