મારું વેકેશન – મૃગેશ શાહ
‘ઉનાળાની બપોર’ એ મારો મનગમતો વિષય. શાળામાં જ્યારે પણ ગુજરાતી ભાષાની પરીક્ષાનું પેપર હોય ત્યારે એક વિચાર મનમાં હંમેશા રહ્યા કરે કે ‘ઉનાળાની બપોર’ નિબંધ પૂછાય તો કેવું સારું ! અને એટલે જ એકવાર તો વગર પૂછ્યે જ લખી આવ્યો હતો !!
પ્રકૃતિના અનેક જુદા જુદા રંગો અને તેની છટાઓ છે. આપણે ત્યાં ‘શિયાળાની સવાર’, ‘ઉનાળાની બપોર’ અને ‘ચોમાસાની સાંજ’ એમ કહેવાય છે. શિયાળાની સવાર અને ચોમાસાની સાંજના અનેક રસિકો છે. ચુસ્તી, સ્ફૂર્તિ અને તંદુરસ્તી આપનારી શિયાળાની સવાર બધાને ગમે અને એ પ્રમાણે ગાજવીજ કરીને તૂટી પડેલા મેઘ અને તે પછી મેઘધનુષ દ્વારા રચાતું આકાશી સૌંદર્ય નિહાળવું કોણ પસંદ ન કરે ? ચોમાસાની સાંજ એટલે મિત્રો સાથે ફરવા નીકળી, રોડની એક બાજુ બાઈક મૂકી, નાનકડી એવી કોઈ લારી પર ગરમ ગરમ ભજિયાં ખાવાની મોસમ !
પણ ઉનાળાની બપોર કોને ગમે ? ગરમ ગરમ લૂ, આગ દઝાડે એવી ગરમી, પંખાનો પવન ના અડકે એવી પરસેવે રેબઝેબ હાલત ! તમને થશે ઉનાળાની બપોર તે વળી કોને ગમે ? ગમે… જરૂર ગમે….. એક વર્ગ એવો છે જેને ઉનાળાની બપોર ખૂબ જ ગમે. અને એ છે…., વિદ્યાર્થીઓનો વર્ગ. વિદ્યાર્થીઓને મન ઉનાળો એટલે જ વેકેશન, ઉનાળો એટલે લીલાલહેર, ઉનાળો એટલે મામાનું ઘર અને ઉનાળો એટલે બીજું ઘણું બધું.
ઉનાળાની બપોર એટલી વિસ્તૃત છે કે એની શરૂઆત છેક સવારથી થઈ જાય છે અને સાંજે ક્રિકેટ રમીને હાથપગ ના ધોઈએ ત્યાં સુધી એનો અંત આવતો નથી ! મને ઉનાળો એટલા માટે ગમે કે એ દિવસોમાં અગાશી પર સૂવા મળે અને એથીયે વિશેષ મોડે સૂધી કોઈ ઉઠાડનાર જ ના હોય ! સવારે છ વાગ્યે બધા ઊઠીને પોત-પોતાના કામ પરવારવા નીચે ચાલ્યા ગયા હોય અને આપણે જાણે બાદશાહની જેમ સવારના ઠંડા પવનમાં ગોદડું ઓઢીને અગાશીમાં સૂતાં હોય. આવો વૈભવ બીજી કોઈ ઋતુમાં ક્યાં માણવા મળે ? સવારના આઠ વાગ્યા સુધીની એ મીઠી શૈશવકાળની ઉનાળી ઊંઘ, સ્વર્ગની તુલનામાં જરાયે કમ નથી લાગતી ! ન કોઈ જવાબદારીઓ, ન ભણવાની ચિંતા. એમાંય વેકેશનના પહેલા દિવસની તો કોઈ મજા જ ઓર હોય. ઘરમાં જોરદાર બૂમો પડે કે કોઈ ઊઠાડવા માટે આવે તો જ ઊઠવાનું !
મારો એક મિત્ર મને કહે કે બાળપણમાં સવારે બધા એને વારાફરતી ઉઠાડવા આવે એની ખૂબ મજા પડતી. સૌથી પહેલા એને બહેન ઊઠાડવા આવતી. ‘ચલો રાજકુંવરજી, ઊઠો સવાર પડી….’ અનેક પ્રયત્નો કરવા છતાં તે નિષ્ફળ જતી. હવે મમ્મીનો વારો હતો. એ પણ લાડ લડાવતા કહેતી : ‘ચલો રાજા, ઊઠો, પછી નાહીને આજે આપણે બેટ ખરીદવા જવાનું છે. ચાલ, તારે આવું છે ને ? ઊઠો બેટા….’ એ પ્રયત્નોમાં માંડ થોડી આંખ ખૂલતી અને પાછી મીંચાઈ જતી.’ મિત્ર કહે કે પછી પપ્પા નો વારો આવતો અને એમને મારા લીધે હંમેશા ઑફિસ જવાનું મોડું થઈ જતું એટલે ખૂબ અકળાતા. અગાશી પર આવે એવા ગોદડું ખેંચીને એક લાત ફટકારીને કહેતા ‘બુધિયા, ઊઠે છે કે એક બીજી ફટકારું ?’ અને હું સીધો બાથરૂમ ભેગો થઈ જતો !!’
ઊઠીને પછી આખા ઘરમાં બ્રશ લઈને ફરવાની પણ એક મજા. ઠંડા પાણીએ નહાવાનો લ્હાવો તો ઉનાળો જ આપી શકે ને ! નાહીને તરત પપ્પા જોડે જમવા બેસી જઈને ગરમ ગરમ ફૂલકાં ખાવાનો જે આનંદ…ઓહોહો ! વચ્ચેથી બે-ચાર રોટલી વધારે ઝાપટીને પપ્પાને ઑફિસ જવાનું મોડું ન કરાવું ત્યાં સુધી ચેન ના પડે. બપોરે બાર વાગે એટલે ઊનાળાનું સામ્રાજ્ય ચારેકોર વર્તાય. મમ્મી જમી પરવારીને આડાં પડે, પેપર વાંચે – પણ આપણું તો મન ઉનાળાની બપોરને માણવા થનગને.
કોઢિઓ અને છીપલાં ની કોથળીઓ ખૂલે, પત્તાંના ઘર બને અને કેટકેટલીય રમતો ના ખોખાં ક્યાંક ક્યાંકથી નીકળી આવે. આખો રૂમ વેરણછેરણ થઈ જાય. એમાં વચ્ચે વચ્ચે મમ્મીને ખબર ના પડે એમ ફ્રિઝરમાંથી બરફના બે-ચાર ચોસલા ખાઈ આવવાનો આનંદ તો જુદો ! એવામાં ક્યાંકથી ચણીબોર વાળો આવે એટલે વાડકી અને બે-રૂપિયા લઈને ચણીબોર ખાવા દોડી જવાનું. મીઠુ-મરચું અને સંચળનો સરસ મજાનો મસાલો બોર પર ભભરાવાનો અને ગેલેરીમાં હિંચકા પર પગ લાંબા કરીને એક હાથમાં ચંપક-નિરંજન-ફૂલવાડી વાંચતા વાંચતા એક-એક ચણીબોર ખાવાના ! બોલો આ વૈભવ કંઈ ઓછો છે ?
રાજા-રાણીની વાર્તા, ચોરડાકૂની વાર્તા, અકબર-બીરબલની વાતો અને કેટકેટલીય વાર્તાઓમાં મન કલ્પનાના રંગે રંગાયું હોય. પરંતુ એક બીજુ મન પણ હોય, એ સતત વિચારતું હોય કે ક્યારે બે વાગે અને પેલા બરફના ગોળા વાળા કાકા આવે. બે વાગે અને કાકાની લારીની ઘંટડી વાગે. સોસાયટીના બધા ટેણિયાઓ હાથમાં ડિશ અને રૂપિયો લઈને ગોળો ખાવા લાઈનમાં ઊભા રહી જાય. ‘કાકા મને કાલાખટ્ટા, કાકા મને ઑરેન્જ, કાકા મને ચોકલેટ….’ બધાંની માંગો શરૂ થાય અને કાકા બરફ ઝીણતાં ઝીણતાં ઠંડોગાર જેવો હાથ કોઈ બાળકના ગાલે મૂકે અને બધા ખડખડાટ હસી પડે….. સળી વડે ગોળો ખાતા ખાતા અને લાલ લાલ ગાલ અને હોઠ કરીને સીસકારા બોલાવતા સહુ બાળકો વિખેરાય. બધી મમ્મીઓ બાળકોને બૂમ પાડી રૂમમાં અંદર બોલાવી લે. બારી-બારણાં અને પડદાં વસાઈ જાય અને અંધારામાં “નથી ઊંઘવું…. નથી ઊંઘવું….” એમ કરતાં એક કલાકની ઊંઘ તો લેવાઈ જાય.
સાંજના પાંચ વાગ્યે ગરમીનો પ્રકોપ કંઈક ઓછો થાય અને તરત યાદ આવે સાયકલની. એ વખતે પોતાની સાયકલ પણ નહીં એટલે મમ્મી પાસેથી બે રૂપિયા લઈને સામેની સોસાયટીના નાકે ભાડે સાયકલ ફેરવવા આપતા રહિમચાચાની સાંભરી આવે. એક કલાકના બે રૂપિયા. બે રૂપિયા આપીને જ્યારે સાયકલ પર બેસવા મળે ત્યારે જાણે પ્લેન ઉડાડવા મળ્યું હોય એવો આનંદ આવે. પછી તો સોસાયટીની તમામ ગલીઓ સાયકલ લઈને ખૂંદી વળવાની. એમાં વળી કોઈવાર સાયકલ કોઈના ઓટલેય ચઢી જાય અને ક્યાંક ઠોકાય, પડે પણ ખરી અને હાથપગ છોલાય. પણ તોય શું ! વેકેશન એટલે વેકેશન ! એક કલાક ધમધમાવીને સાઈકલ ચલાવવાની અને આવીને પછી બે ગ્લાસ ઠંડુ પાણી પી જવાનું ! આહાહા…. કેવી ઠંડક થઈ જાય….
ઉનાળાની સાંજનો વધેલો કલાક એટલે મિત્રોની ટૂકડી સાથે ક્રિકેટ કાર્યક્રમ. ગઈકાલનો દાવ આપવાનો બાકી હોય ત્યાંથી મેચો શરૂ થાય. કોના કેટલા રન કરેલા એનો વિગતવાર હિસાબ લખાય. ‘આજે તો 100 રન મારીશ’ એવા ઉત્સાહ સાથે જ બેટ લઈને મંડી પડવાનું અને પછી કોઈ ખોટો આઉટ આપે તો થોડું રડી પણ લેવાનું ! “જા મારે નથી રમવું” એમ મોઢું ચઢાવીને બેસી જવાનું તો કોઈકવાર ગેલમાં આવીને કોઈની બારીનો કાચ……… ‘કોણ હતો એ ? મેદાનમાં જઈને રમોને…. આખો દિવસ મંડી પડો છો….’ “પણ ભાઈ, હોય તો દેખાય ને…” ફટકો મારીને પાછળની સોસાયટીમાં દોડી જવાનું અને પછી અગાશીઓ કૂદતા કૂદતા, છાનામાનાં ઘરમાં આવીને બેસી જવાનું.
સાત વાગ્યે એટલે પપ્પા ને ઑફિસેથી આવવાનો સમય. ‘પપ્પા આવશે… પપ્પા આવશે’ એવા ઉત્સાહમાં સોસાયટીના નાકે જઈ ઊભા રહેવાનું. મમ્મીએ રોડ પર જવાની ના કહી હોય તો પણ દૂરથી પપ્પા આવતા દેખાય એટલે દોડીને વળગી પડવાનું. એમના હાથમાંથી બેગ લઈને ઝટ ઝટ દોડતા દોડતા ઘેર ભાગવાની જે મજા આવે તે અવર્ણનીય હોય કારણકે ‘હમણાં બેગ ખુલશે અને મને કંઈક મળશે’ એવો છૂપો આનંદ હોય. રોજ બેગ ખૂલે અને રોજ કંઈક નવું મળે. બૅન્કિંગની અંગ્રેજી ચોપડી કે નવા ઈન્કમટેક્ષના રેટનું રેકનર હોય, કંઈ સમજ ના પડે, પણ તોય નવી વસ્તુને અડકવાનો જે આનંદ આવે એમાં તરબતર થઈ જવાય.
રાત પડે એટલે ભાખરી અને દૂધ ખાઈને મમ્મી પપ્પા જોડે હિંચકે બેસવાનું અને અલકમલકની વાતો પૂછ્યા કરવાની. ‘પપ્પા આ વાર્તામાં રાજા અદ્રશ્ય કેવી રીતે થઈ ગયો ?’ , ‘મમ્મી, તારી પાસે આ કુંવરી જેવો હીરાનો હાર છે ?, ‘પપ્પા આ સાત પગથિયાંવાળો ભૂતિયો બંગલો ક્યાં આવ્યો ?’ – વગેરે વગેરે… હિંચકો ખાતા ખાતા મમ્મી પપ્પા વચ્ચે સૂઈ જવાનું તો વળી ક્યારેક જમ્યા પછી તડબૂચ અને કેરીની મહેફિલ માણવાની. પપ્પા વળી ક્યારેક આઈસ્ક્રિમ લાવ્યા હોય તો એ ઝાપટવાનો. મહેમાનો આવ્યા હોય તો બધા બાળકોએ પકડા પકડી રમવાની. સોસાયટીના બાળકો સાથે ક્યારેક ‘આઈસપાઈસ’ કે ‘સતોડિયું’ રમવાનું.
‘હવે બધાને ઊંઘ ચઢી છે’ એમ જાણીને પપ્પા અગાશીમાં જઈને પથારી કરે તે પછી સૂતાં સૂતાં વિરાટ આકાશનું દર્શન કરવાનું. પપ્પા એક એક તારાઓને ઓળખાવે. ધ્રુવનો તારો, વ્યાધનો તારો અને કેટલાંય. ‘પપ્પા, આકાશની ઉપર શું છે ?’ એવા અઘરા સવાલો પૂછી ને જવાબો ના મળે એટલે આંખો મીંચીને સૂઈ જવાનું.
પ્રકૃતિની સમીપે રહેવું એ જ ખરેખર જીવન છે. ઋતુ ઋતુ પ્રમાણેના ફળ આરોગવા, વ્રતો-તહેવારોની મજા માણવી, સહૃદયો સાથે ગોષ્ઠી માંડવી, થોડું રખડવું-ફરવું અને આઠેય પહોર આનંદમાં રહેવું એ તો જીવનરસનો અનુપમ લ્હાવો છે. ઉનાળો પ્રકૃતિના સૌંદર્યને અલગ રીતે મૂકે છે. એક જુદા પ્રકારની જમાવટ કરે છે. ઋતુઓના આ સૌંદર્યની માણવાની આપણી દ્રષ્ટિ સતત જાગૃત રહે એ જ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના.
Print This Article
·
Save this article As PDF
આ ઉનાળાની બપોર જ હતી કે ઉનાળાનો આખો દિવસ???
પણ મજા આવી . એક વાત છે કે લગભગ બધીજ જગ્યા એ બાળપણ માં ઉનાળુ વેકેશન લગભગ આ રીતે જ વીતે છે બધાનું.
ચાલો – એ.સી. ચાલુ કરીને બેસુ – ગરમી લાગે છે હવે!!
બહુ જુની અને મનગમતી વાતો યાદ કરાવી દીધી , મ્રુગેશભાઇ. બાળપણ તો સ્મરણ-તીર્થ છે…
ઊનાળો આવ્યો ઍટ્લે સ્રરસ મઝાની વાત લખાઈ ગઈ ને
ઉનાળાની બપોર અને દિવસો અને વેકેશન બધું યાદ કરાવી દીધું તમે તો મૃગેશભાઈ……. અને આ દિલ્લીનો ઉનાળો મારે પહેલીવાર જોવાનો છે.. ખબર નઈ કેવો હશે !!! 🙂
bahuj saras lekh khare khar past life, vacation baduj yaad aavi gaiyu….thanx mrugeshbhai….
I think we all hold similar memories of childhood and vacation in particular. Enjoyed revisiting my school days. thanks a lot…
reminded me of my childhood vacation – thks
બહુ સરસ. અફ્સૉસ કે આજના છોકરાઓ આ બધુ ંમાણતા નિ.થ્
thanda gola ni jagyaA.C> saikalni jagya cybercafe ke videoparlour,cricket ni jagya T.V. ke Comp. lai lidhi che,Ma bap sathe julvano samay mall khai gayo che.kam se kam avu vanchavano moko pan gujarati ne badle english e lai lidho che,.sunder nibandhno aanand.
ઘણો સરસ મજાનો લેખ છે.
બાળપણ યાદ આવી ગયું.
સૌથી વધારે મજા તો બપોરે કેરી (૨) ખાવાની આવતી, બાકીની કેરી મમ્મી સ્ટોરમા લોક મારીને રાખતી.
આવી મજા આજે એસી ઓફિસમાં પણ નથી આવતી.
બાળપણ એટલે બાળપણ.
પ્રાથમિક સ્કુલના વેકેશનની મજા માણી જાણે, મન એ જુની શેરીઓમાં જઇ આવ્યુ… 🙂
એ કેન્ડી અને ગુલ્ફીના સ્વાદ હવે ના માણવા મળે હો… 🙂
aa lekh saache bachpan yaad karavi gayo. ame pan aamanu thodu ganu manyu chhe. pan aaj na balko ne aavu kai nathi maltu.
Very nice….. U just put my childhood in front of my eyes……but right now my eyes with full of tears…Because i have no more vacation…. 🙁
Godd article keep writting…
“To mama ne ghare kyare Avochho ?” 🙂
બહુજ સરસ લેખ. બાળપણ યાદ આવી ગયુ. ..ઃ)
એ આ ઑફીસો મ વેકૅશન કેમ નૈ આપતા હોય , કોઇ એવી પ્રથા શરુ કરો ને ઃ)…
મ્રુગેશ ભાઇ તમે તો flash back મા મોકલી દીધી…બાળપણ માં ડૂબકી મારવા ની મજા પડિ.
અમિતએ કેરીની યાદ કરાવી દીધી.
કેરીનો રસ, ઘી-સુંઠ ઉમેરીને પીવાનો અને ઘસઘસાટ સુઈ જવાની મજા પણ કંઇક અલગ છે.
વાહ! મૃગેશભાઈ,
તમે તો અમારું બાળપણ યાદ કરાવી દીધું!
ઉનાળાની કેરીની જેવો મીઠો અને રસાળ લેખ.
ખુબ મજા આવી…
બાળપણની મીઠી યાદોં કી બારાત નજર સામે સિનેમાના દ્રશ્યોની જેમ આવીને મજા કરાવી ગઈ
good essay.
i remembered india in America
Very Good Artical Mrugeshbhai, I was also a student of Gujarati Litrature. When I read this Essay, You do not belive I was totally in my imagination in my home town. And you describe for whole summer vacation.
” Good Job”
Vaah Mrugeshbhai vaah, this article reminds me my childhood days and my country also.
“GOOD”
મૃગેશ ભાઈ, કેરી ખાવા ની મઝા વિશે લખવા નું રહી ગયું. કંઈ વાંધૉ નહિ, બીજા નિબંધ માં.
શું કહો છો? 😉
જેણે આવુ ઉનાળાનુ સુખ માણયુ હોય એને અત્યારના ડિસ્કો અને પબમાં સુખ ક્યાથિ મળે. આ લેખ વાચીનો નશો થઈ ગયો. કુદરત જોડે રમવાની મજા તો કઈ જુદી જ છે.
ખુબ જ મજા આવી…
excellent!very touchyyyyyy……reminded old days which will never come againnnnn!
ઉનાલુ વેકેશન મ બાલપન મ ખુબ ધિન્ગામસ્તિ કરિ તિ બધિ જ યદ આવિ ગયી આભાર
વાહ મૃગેશભાઈ વાહ.
તમે તો જગજીતસિંહની ગઝલ “યે દોલતભી લે લો યે શોહરતભી લે લો, ભલે છીન લો મુઝ સે મેરી જવાની, મગર મુજકો લોટાદો બચપન કા સાવન યે કાગઝકી કસ્તી યે બારિસ કા પાની” યાદ કરાવી દીધી.
ખુબ સરસ લેખ. તમે તો ઉનાળાની ગરમીમાં આટલા સરસ લેખથી નાનપણની સ્મૃતિ તાજી કરાવી ટાઢક વાળી દીધી.
Bahu j saras lekh che Mrugeshbhai, Balpan na divaso, je have fari kyarey pacha nahi male, e divaso ni tame bahu saras nondh lidhi api, really i can see a whole picture in front of my eye now.
Thanks for sharing this article with us.
Very good article. Remember my childhood. The kids of the current era are really missing all these that we enjoyed. Of course they get lot of things to play with like TV,computer etc. But I still believe that nature and company of good people are the best things to enjoy in the world rather than electronic equipments.
પહેલાં હું બાળકનાં રોલમાં આમાંની લગભગ બધી મજા માણી ચૂકી હવે માતાનાં રોલમાં સામેની બાજુએ આવી ગઇ છું!!! પણ આજની પેઢી પાસે આ વૈભવ નથી જોવા મળતો એનું થોડો અફસોસ પણ છે…
Mrugeshbhai,
“Dil Dhundta Hai, Fir wohi, Furasat ke Rat Din”..
હજુ ઘણુ બધુ રહિ ગયુ, એવુ લાગે છે.
ઉનાળો એટલે, ઘઊ વિણવાનિ મોસમ અને ઘઊ વિણ એટલે શેરડી નો રસ પિવા મળે, તે કેમ ભુલાય. ગમ્મત મા ઘઊ પણ વિણઈ જાય અને મજા પણ પડે.
મૃગેશભાઈ,
તમે તો વડિલ અમેરિકા મા લખોટિ, છાપો ને ફોટા યાદ કરાવી દીધા. ગરમી મા મસ્ત ગંદા પરસેવા વાલા થઇને ઠંડા પાણી મા નહાવાનુ.
વાહ ભાઈ વાહ.
I AM VERY IMPRESS WITH YOUR WEB SITE.
PLZ. GIVE ME SOME WEB SITES NAME OF GUJARATI HEALTH BOOK DOWNLOAD FREE.
FOR MY FATHER.
PLZ CONTACT ME ON THIS MY E-MAIL ID.
PLEASE. GIVE.
OKKKKKKKKKKKKKKKKKK
ખરેખર મ્રુગેશભાઈ મજા આવી ગઇ. બાળપણના સ્મરણો તાજા થઇ ગયા. બાળપણ નો નિખાલસ પ્રેમ્ મસ્તિ, લડાઈ ફરી યાદ આવી ગયા.
વેકેશનમાં ટ્રેઇનમાં બેસીને મામાને ઘેર જવાની યાદો ઉમેરી હોત તો મજા પડી જાત.
આ તો એ બાળપણ છે જેને કદી ના વિસરાય્ ખૂબ જ મજા કરાવી તમે મ્રુગેશભાઈ….
ભૂલાયે નહી ભૂલ સકતા હે કોઈ,
વોહ છોટી સી રાતેં વો લંબી કહાની…..
કૉઈ લૌટા દે મેરે બીતે હુએ દિન
બિતે હુએ દિન વો મેરે પ્યારે પલછીન ……
I am Karan.A student .my didi told me about your website.i came rushing towards the computer .she translated me in simple language .really it was enjoyable.really in my vacations it go at gujarat .there i feel cool about the gollas & keri.really i liked this essay very muchhhhhhhhhh!
I am Karan.A student .my didi told me about your website.i came rushing towards the computer .she translated me in simple language .really it was enjoyable.really in my vacations it go at gujarat.really i liked this essay very muchhhhhhhhhh!
Very nice article indeed! Remembered old days and realized what I am missing here in USA.
જલસા પડી ગયા……
ખરેખર મ્રુગેશભાઈ,,
તમે તો એ દીવસો ફરીથી યાદ કરાવી ગયા,, આ હદયને ફરીથી બાળપણની દસ્તક આપી ગયા..
very nice article
ankh ma pani avi gaya jyare baraph no golo yad avyo. saykal pan unala vacation maj shikhela. pag no nalo lilo thai gayelo pan saykal nahoti chhodi. sikhya pachhij chhodeli. e umedgadh nu vadinath mahadev nu mandir ane e lakhoti badhu yaad avi gayu.
tame lekhako ne lagani zanzolta saru avde chhe. khub radavi didho….ketal varse hu radyo…
thanks for my tears.
avjo. jay shree krishna
યે દોલત ભી લેલો યે શોહરત ભી લેલો……
મગર મુઝકો લૌટા દો બચપન કા સાવન….અને ઉનાળાનુ વેકેશન…..
અત્યારનેી પેઢેી પણ જો આ વાઁચે અને કુદરતનેી મજા માણે તો તો ઉત્તમ. ધન્યબવાદ.
અત્યારની પેઢી પણ જો આ લેખ વાઁચે અને કુદરતની મજા માણે તો તો ઉત્તમ.
ધન્યવાદ.
मृगेश भाई
मजा आ गया आपकी यादों को पढ़कर , ऐसा ही एक लेख मैने कुछ दिनों पहले तरकश पर लिखा था। यहाँ देखिये
http://www.tarakash.com/content/view/145/159/
जब अपने और अपने आसपास बच्चों को देखता हूँ तो तरस आता है, बेचारे इन मासूमों के भाग्य में पेड़ पर चढ़ना, पानी में खेलना कुछ भी नहीं है। जैसा बचपन हाने जीया आजकल के बच्चे नहीं जी पाते।
ज्यादा से ज्यादा कम्प्यूटर या वीडियो गेम खेल लेना ही आज के बच्चों की नियती है। 🙁
પ્રિય મ્રુગેશભાઈ,
બાળપણ યાદ અપાવવા માટે ખુબ ધન્યવાદ. આંખોમા પાણી અવડાવી દીધા.
ક્યાં તે ખરા તડકા નાં ગીલ્લી-દંડા આને ક્યા આજની A.C. INDOOR GAMES.. તડકામાં પણ રમવા તો ખુલ્લા પગે જ જવાનુ. ચપ્પલ લેવા જઈએ તો મમ્મી ન જવા દે.
રડાવવા માટે ખુબ ધન્યવાદ. ઘણાં સમયથી તમારી Web Visit કરુ છુ પાણ Comment પહેલી વાર મોકલુ છુ.
આભાર
મનિષ
ખરેખર્
મૃગેશ ભાઇ બહુ મજા આવિ ગયિ.
it’s realy amezing!!
હુ નાનિ હ્તી ટ્યારે મારા brother સાથે લખૉતી રમવા તૅમજ ગલૂડીયાને રમાદડવાનિ બહુ મજા આવતી.
અનૅ પગથીયા રમવાનિ બહુ મજા આવતી.
બપૉરૅ દાદા પાસૅ બૅસી વાર્તા સાંભડ્વાન બહુ મજાવ્તી.
too good
which i would like to express it all mantioned in all comments .. i think i m too late to read this great aarticle
Excellent mrugesh bhia…Thanks…!
Mrugesh Bhai,
I really like your articles and essays. In fact I got lots of motivation from your articles. Specially I like “Mansik Tandurasti”, “Manav Yantra” and “Adhunik Shishan”. And special thanks for remind me old memories of “Summer Vacation”.
My experience of “Summer Vacation” is as similar as yours.
I really appreciate you.
All my good wishes are always with you.
Excellent.
My childhood popped up in front of my eyes. How marvellous those days were…!
Really…
Thank you very much Mrugeshbhai.
Mrugeshbhai, did you ever spent your summer noon on the branch of a mango tree in the farm of an interior village? I recommend this. I am sure, you will never want to end your memories.
kharekhar gano j saras lekh chhe. mane maru balpan yaad avi gayu ane maru gam pan. aminandan Mrugesh bahi
અરએ મજા આવિ ગઇ. મ્રુગેશ્ભઇ મને તો અથાનાનિ પાથારેલિ કેરિ પન યાદ આવિ ગઇ.
ઉનાલાનિ બપોર મરો પન પ્રિય નિબન્ધ હતો પન ખાલિ સમજવા વાલા જ સમાજિ સકે કેમ કોઇને ઉનાલાનિ બપોર પન અતલિ ગમે શકે. સાન્જ પદે અને ફુલ રેકેત રમવનિ પન બહુ જ મજા આવે.
In earlier times even without money you seem to enjoy life and now with money and all the facility you wish to go back to older days…..
જબરદસ્ત મજા આવી ગઈ, રીવર્સ ગિયરમાં યાત્રા કરવાની.
શું દિવસો હતા એ?
અને વેકેશનમાં એ ઉંમરે તો ન ભણવાનુ, ન નોકરીનુ, ન છોકરીનુ કે અન્ય કોઈ સામાજિક જવાબદારીઓનુ ટેન્શન.
નયન
india – ahmedabad ni yaad aavi gai!!
thanks
Nice story Mrugeshbai.
Have kya e divso pachha avana hata bus yado j rahi gai 6.
Topuchy story.
વાહ વાહ શુ લખાણ છે, જાણે એક જુનિ જિન્દગિ જ કોઇકે લખિ દિધિ છે…!!
મારા પપ્પા દ્રાક્શ ને તડબુચ લાવતા તેના સિવાય નુ બાકિનુ મોટા ભાગનુ જાણે કે મેજ લખ્યુ હોય તેમ લાગે છે….!!
જય વાળીનાથ દાદા
અને હા……સૌથી વધારે મજા તો બપોરે કેરી ખાવાની અને પિતરાઇ ભાઇ-બહેનો જોડ મસ્તી કરવાની આવતી
વિદેશ મા આ બાળપણ નો અહેસાસ કરાવા માટે ખુબ ખુબ ધન્યવાદ.
પ્રકૃતિની સમીપે રહેવું એ જ ખરેખર જીવન છે………nice article……..i learn something new from here about summer vacation…….and i remember my childhood.
ખુબ સરશ ઉનાળાનિ સવર
બાળપણ યાદ અપાવવા માટે ખુબ ધન્યવાદ
it is really very nice. ilke it very much. i think u have written about me only. it tooks us into the vista of years.
ખરેખર મને ફરિથિ બાલપન મા જાવાનુ મન થઈ ગયુ …
ખુબ સરસ …
when I was chil , I real like summer…and eagrly wait for summer ….( sorry summer vacation ) as during that time only I was allowed to go to my village….and play cricket full afternoon….!!!!!
mara pitaji mane patra lakhe tyare ghani badhi vato lakhe.aje pan mara par patro ave tyare dikario mate saras majani upadeshatmak vato hoyaj. khas karine tema rutuoni vat hoy, juda juda faloni vat hoy,sanskaritani vat hoy…..
mane khas yaad chhe ke teo unalama ‘keri galo ‘
કેરી ગાળૉ vishe achuk lakhe.aje pan 87 varshni ummare pan teo amara karta pan vadhu sakriy chhe.temnu nam chhe શમ્ભુભાઈ યોગી. અમારા સૌના લાડીલા દાદા chhe.keri galani vato dhwara teo juna jamanama apanne lai jay. pahela unalama loko shu karta, keri kevi majathi loko khata eni ghani badhi vato temna dhwara janva male chhe.amne ane amara balakone chinta e chhe ke bhavishyama aa badhu amne kon kaheshe?ame3 amara dadane shatayu jova mangie chhie.
apni rachana khub khub maza karavi gai.abhinandan aavi saras rachna amara sudhi pahonchadava badal.
kanu yogi ,rajpipla,narmada.
માનનિય સાહેબ
it was very good
i enjoyed much
yours dedicated reader
gargi
આ ઉનાળાની બપોર જ હતી કે ઉનાળાનો આખો દિવસ???
પણ મજા આવી . એક વાત છે કે લગભગ બધીજ જગ્યા એ બાળપણ માં ઉનાળુ વેકેશન લગભગ આ રીતે જ વીતે છે બધાનું.
amazing.got really refreshed.
ઉનાળાની બપોર અને દિવસો અને વેકેશન બધું યાદ કરાવી દીધું તમે તો મૃગેશભાઈ……. બપોરે ૧૨-૧૨ વાગ્યા સુધિ nightdress મા ફરવાનિ મજ્જા ઓહોહો…..
I’m missing that N-joyment yaar…..
“Dil Dhundta Hai, Fir wohi, Furasat ke Rat Din”..
very goos portray of summer,frankly speaking,I never like summer as i can not tolerate heat, sweating and sunburns. but this story reminds me of my childhood in which i have really enjoyed summer. I m presently in USA and this made me missed India again…….there is nothing like India and Indian festivals…..seasons…..food or anything……