તમે કોઈને પ્રેમ કર્યો છે ? – જયવદન પટેલ

તમે કોઈને પ્રેમ કર્યો છે ખરો ? કોઈએ તમને પ્રેમ કર્યો છે ખરો ? લગ્ન પહેલાં ? લગ્ન પછી ? કોઈ તમારી આંખોમાં વસી ગયું હતું ખરું ? તમે કોઈની તરફ લાગણીથી ખેંચાયા હતા ખરા ?

યાદ નથી આવતું ? તમારી યાદદાસ્તને જરા ઢંઢોળો – હજુય યાદ નથી આવતું ? તમારા અંતરના કોઈ એકાન્ત – ખાનગી ખૂણાને જરા ફંફોસો. જરૂર યાદ આવી જશે. ભૂતકાળના બારણે ટકોરા મારો અને છતાં જવાબ જડે નહીં તો માનજો કે દુનિયામાં તમારા જેવો બીજો કોઈ કમનસીબ માણસ નથી. કોઈને માટે તમને પ્રેમ જાગ્યો ન હોય, કે કોઈને તમારા માટે પ્રેમનો ભાવ પેદા થયો ન હોય, એના જેવું કમભાગ્ય બીજું હોઈ શકે ખરું ? આવા માણસની તો દયા ખાવી જોઈએ.

સ્ત્રી હોય કે પુરુષ હોય, એ ક્યારેક તો કોઈની તરફ આકર્ષાયો હોય છે. ક્યારેક તો એ સ્ત્રી કે પુરુષ કોઈની તરફ ખેંચાયા હોય છે. કોઈને માટે તો હૃદયમાં પ્રેમનાં અંકુર ફૂટ્યાં હોય છે. કોઈને માટે તો હૈયું બેચેન બની ગયું હોય છે. કોઈને પોતાના કરવાની તીવ્ર ઝંખના જાગી ગયેલી હોય છે.

લગ્ન પહેલાં કે લગ્ન પછી પણ કોઈને માટે પ્રેમ જાગી ગયો હોય છે. એ પ્રેમનું આયુષ્ય કેટલું હતું, એનું બહુ મહત્વ નથી. એ પ્રેમની ઉંમર દિવસોની હતી, મહિનાઓની હતી કે વરસોની હતી એનું પણ ખાસ મહત્વ નથી. પ્રેમ થઈ ગયો હતો, પ્રેમ જાગી ગયો હતો કે નહીં, એ જ વાતનું મહત્વ છે. ક્યારેક થોડી ક્ષણોનો પ્રેમ, વરસોના પ્રેમ કરતાં પણ વધારે ઉત્કટ અને સુદઢ હોય છે. થોડી ક્ષણોના પ્રેમની એટલી તો મધુરતા હોય છે, એટલી તો સચ્ચાઈ હોય છે કે જિંદગીભર એ યાદ રહી જાય છે. પ્રેમનું આયુષ્ય કદી પૂછવાનું હોય નહીં. પ્રેમની તો જન્મતિથિ હોય છે, પણ તમે કોઈ પ્રેમીને પૂછો : તમારા પ્રેમની જન્મતિથિ કઈ ? તો એ મૂંઝવણમાં મુકાઈ જશે. એને એ પ્રશ્નનો જવાબ જડશે નહીં.

પ્રેમ થઈ જાય છે ખરો, પણ પ્રેમ ક્યારે થઈ ગયો, કઈ રીતે થઈ ગયો, ક્યા કારણે થઈ ગયો, એકાએક થઈ ગયો કે સમય લાગી ગયો હતો, મનના કેવા માહોલ વચ્ચે પ્રેમ જન્મી ગયો હતો, એ બધા પ્રશ્નો કોઈ પૂછે તો એનો કોઈ જવાબ મળશે નહીં. પ્રેમ પદારથ એ તો એક એવો પદારથ છે, જે સમજ્યો સમજાતો નથી. તમે જરૂર પ્રેમ કર્યો હશે. કદાચ કોઈ છોકરો કે છોકરી ગમી ગયા હશે, અને આકર્ષણ ઊભું થયું હશે. મનમાં ને મનમાં તો જરૂર એ છોકરો કે છોકરીને મળવાની, એની સાથે વાતો કરવાની ઝંખના જાગી ગઈ હશે. ક્યારેક એવું પણ બને છે, કોઈ જરા પણ જાણે નહીં, એ રીતે મનોમન પ્રેમ થતો હોય છે. એનો પ્રેમ પામવાનું અને એને પ્રેમ આપવા મન અંદર ને અંદર થનગની રહ્યું હોય છે. દરેક છોકરા-છોકરીના જીવનમાં આવી નાજુક ક્ષણો આવી જતી હોય છે. આ પ્રીતને કુંવારી પ્રીત કહેવામાં આવે છે. પ્રેમ હોય છે ખરો, પણ એકબીજાને પામવાના અરમાન બધા અધૂરા રહી જતા હોય છે. હોઠ અને હૈયું બન્ને કુંવારાં રહી જતાં હોય છે.

અને પહેલા જ પ્રેમમાં જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે કેટલાક એવા હોય છે, જેમને જિંદગીમાંથી રસ ઊડી જાય છે. જેમને જીવન અળખામણું બની જાય છે, એ આપઘાત કરવા સુધી દોડી જાય છે. કાં તો દેવદાસ કે મજનૂ બની જાય છે કાં તો પાગલ બનીને આમથી તેમ ભટકે છે. પણ કેટલાક એવા હોય છે જે પ્રેમની નિષ્ફળતાના એ આઘાતને જીરવી લે છે. ઝેરના એ ઘૂંટડાને હસતાં હસતાં પી જાય છે. ભગ્ન હૃદયની એ વેદનાને ભીતરમાં જ ગોપાવી દે છે. કોઈને જરાજેટલીય ગમ પડવા દેતા નથી. પ્રેમ થઈ ગયો, અને પ્રેમ તૂટી ગયો એથી શું ? એથી જિંદગીને અળખામણી બનાવી દેવાય ખરી ?

પ્રેમમાં બહુ ઓછાને સફળતા મળે છે. પ્રેમમાં નિષ્ફળતા મેળવનારાઓની સંખ્યા ઝાઝી હોય છે. પણ એ બધા કાંઈ આત્મહત્યા કરી લેતા નથી. એ બધા કાંઈ શરાબની લતે ચડી જઈને રોમિયો બની જતા નથી. એ બધાં કંઈ દોડતી આવતી ટ્રેનની નીચે પડતું મૂકતા નથી. પ્રેમની નિષ્ફળતાના ભૂકંપ નીચે એ કચડાયા જરૂર હોય છે, પણ તરત જ બેઠા થઈ જતા હોય છે અને જિંદગીને નવેસરથી જીવવાની શરૂઆત કરતા હોય છે. એ મનની પીડાને મનમાં જ સંઘરી રાખતા હોય છે. જે પ્રેમ કર્તવ્યને ભુલાવી દે છે એને પ્રેમ કહી શકાય ખરો ? પ્રેમ અને કર્તવ્ય એકબીજા સાથે જોડાયેલા છે. ક્યારેક તો એવું પણ બને છે, કર્તવ્ય માટે પ્રેમનું બલિદાન આપવું પડતું હોય છે. કર્તવ્ય આગળ પ્રેમ ગૌણ બની જાય છે.

સુમંતની આ વાત છે. આજે તો એ મોટો બિઝનેસમૅન છે. એનું બહુ મોટું નામ છે. પ્રતિષ્ઠા છે. ઉદ્યોગના ક્ષેત્રે એની બહુ મોટી શાખ છે. પત્ની છે. બે બાળકો છે. કોઈ ફુરસદની વેળા એ મિત્રોની વચ્ચે બેઠો હોય, જીવનની જૂનીનવી વાતો ચાલતી હોય, હળવી મજાક-મશ્કરી થતી હોય ત્યારે એ પણ ખીલી ઊઠે છે અને કબૂલ કરે છે : કૉલેજમાં હું ભણતો હતો ત્યારે એક છોકરીના પ્રેમમાં હું પડ્યો હતો. એ છોકરી પણ મને ચાહતી હતી. એના પિતા શ્રીમંત હતા. મોટા બિઝનેસમૅન હતા. અમે બન્ને છૂપાંછાનાં એકબીજાને મળતાં હતાં. એ મને કોઈ કોઈ વાર એની મોટરમાં ફરવા લઈ જતી હતી. હું મનમાં ને મનમાં વિચાર કરતો : મારે પણ મોટર હોય તો કેવું ? હું પણ એના બાપની જેમ મોટો બિઝનેસમૅન હોઉં તો કેવું ?

અમારી વચ્ચે જરૂર પ્રેમ હતો, પણ વાસ્તવિકતા હું બરાબર સમજતો હતો. એ છોકરી પણ બરાબર સમજતી હતી. અમે બન્ને લગ્ન કરી શકીએ એમ તો હતા જ નહીં. એ બીજાને પરણી ગઈ. મારા દિલને જરૂર ઘેરી ચોટ પહોંચી ગઈ હતી. મને કાળજે ઘા લાગી ગયો હતો, પણ મેં એ દુ:ખ જીરવી લીધું હતું. એના બાપની જેમ મારે પણ બિઝનેસમૅન બનવું છે. મારે પણ બંગલો-મોટરગાડી વસાવવાં છે. એ વાત મનમાં એવું તો ઘર કરી ગઈ હતી કે એ દિશામાં હું આગળ વધતો ગયો હતો. એક સરસ છોકરી સાથે લગ્ન થયું. સફળ બિઝનેસમૅન થવાનું સ્વપ્ન પણ સાકાર થઈ ગયું.

સુમંત કહે છે : જે છોકરીને હું પ્રેમ કરતો હતો, એ છોકરી અને એના પતિ સાથે આજે મારે એવો ને એવો મીઠો સંબંધ છે. અમે એકબીજાના નજીકના મિત્રો છીએ.

એવી જ વાત મુંજાલની છે. એ કૉલેજમાં પ્રોફેસર છે. એ પણ પરિણીત છે. એને પત્ની છે. એક બાળકી પણ છે. એની વાત પણ જાણવા જેવી છે. એ એક છોકરીના પ્રેમમાં હતો ત્યારે તો એ કુંવારો હતો. એક અવેતન નાટ્ય સંસ્થામાં બન્ને કામ કરતાં હતાં. બન્ને નાટકના જીવ હતા. નાટકમાં કામ કરતાં કરતાં બન્ને વચ્ચે પ્રેમ જાગી ગયો હતો. બન્ને એકબીજાના ભરપૂર પ્રેમમાં હતાં. બન્ને વચ્ચેનો પ્રેમ જગજાહેર થઈ ગયો હતો અને એ છોકરી મુંજાલને બિલકુલ અંધારામાં રાખી એ પૈસાદાર પુત્ર સાથે લગ્નથી જોડાઈ ગઈ હતી.

આ ઘટનાએ મુંજાલના હૃદયને જબરદસ્ત આંચકો આપ્યો હતો. એ આપઘાત કરવા પણ દોડી ગયો હતો, પણ એને વિચાર આવ્યો હતો. આપઘાત એ તો કાયરતા છે. મારે શું કામ આપઘાત કરવો જોઈએ ? મેં કોઈ ગુનો તો નથી કર્યો ને ? મેં કોઈ ખોટું કામ તો નથી કર્યું ને ? મેં ચોરી કે છિનાળવું તો નથી કર્યું ને ? મેં એ છોકરીને છેતરી કે દગો તો નથી દીધો ને ? દગો દીધો હોય તો એણે મને દીધો છે. મારે શું કામ આત્મહત્યા કરવી જોઈએ ?

અને મુંજાલે મનને મજબૂત બનાવી દીધું હતું. એણે કોઈ છોકરીને ચાહી હતી. એ વાત જ એ ભૂલી ગયો હતો. એણે એમ.એ કર્યું. એ ફર્સ્ટ કલાસ આવ્યો. પેલી છોકરી કરતાંય વધારે સુંદર છોકરી એને મળી ગઈ. પતિ-પત્ની આજે સુખી છે. કોઈ વાર હસતાં હસતાં એ એની પત્નીને કહે છે : ‘સારું થયું, એ છોકરીએ મને દગો દીધો, નહીં તો, તારા જેવી પ્રેમાળ અને ઉમદા પત્ની મને મળત ક્યાંથી ?

મંજરીબહેન પ્રૌઢ છે. એક હાઈસ્કૂલનાં પ્રિન્સિપાલ છે. જાજરમાન સ્ત્રી છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. આ ઉંમરે પણ તેઓ અપરિણીત છે. એકલાં રહે છે, આનંદથી જીવે છે. ખેલદિલ છે એટલાં જ ખુશમિજાજ પણ છે. એમના જીવનની પણ એક કહાની છે.

મંજરીબહેન એમ.એ.બી.એડ થઈ શિક્ષિકા તરીકે અને હાઈસ્કૂલમાં જોડાયાં હતા ત્યારે એ હાઈસ્કૂલના એક શિક્ષક સાથે લાગણીના સંબંધથી ગૂંથાયાં હતાં. બન્ને વચ્ચે પ્રેમ-સંબંધ ઊભો થયો હતો. બન્ને ખૂબ નજીક આવી ગયાં હતાં. પાછળથી એમને ખબર પડી કે એ શિક્ષક તો પરિણીત હતો. એમને એ શિક્ષક માટે ગુસ્સો તો આવી ગયો પણ મનમાં ને મનમાં એ સમસમી રહ્યાં હતાં. એમણે એ શિક્ષકને પૂછ્યું, ‘તેં મારાથી સાચી વાત શું કામ છુપાવી રાખી હતી ?’ ત્યારે એ આંખમાં આંસુ સાથે બોલ્યો હતો : ‘મને મનમાં બીક હતી. હું સાચી વાત કરું અને તમે મને છોડી દો તો ! તમે મને પ્રેમ કરતાં બંધ થઈ જાવ તો ? હું તમને એટલો બધો ચાહું છું કે મારે તમને ગુમાવવાં ન હતાં. એટલે તમને સાચી વાત કહી શક્યો ન હતો. હું તમારી માફી માગું છું. હવે તમે મને કદાચ તિરસ્કારશો તોય હું તો તમને ચાહતો જ રહેવાનો છું.’

એ શિક્ષકના જવાબથી મંજરીબહેનનું હૃદય દ્રવી ઊઠ્યું હતું. એ પણ મનમાં તો ઊંડા મંથનમાં પડી ગયાં હતાં. આ માણસ માટે મને પ્રેમ હતો. એને હું ચાહતી હતી. એ પરિણીત છે એ વાતની મને જાણ થઈ અને હું એને પ્રેમ કરતી બંધ થઈ જાઉં તો મારો પ્રેમ કેવો ? એ જે હોય તે. પરિણીત હોય કે કુંવારો હોય, એનો શો ફરક પડે છે. હું એને ચાહું છું એ જ મુખ્ય વાત છે.

અને એ સ્ત્રીએ પેલા શિક્ષકનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું હતું : ‘હું તને ચાહું છું.’ એ પછી ત્રણ ચાર મહિના પછી, એ શિક્ષકનું મોટર અકસ્માતમાં અવસાન થયું હતું. મંજરીબહેન આજે પણ એ શિક્ષકની વિધવા પત્નીની સંભાળ રાખે છે. પોતાની બહેનની જેમ એને સાચવે છે. એના દીકરાને પોતાની સ્કૂલમાં જ રાખી ભણાવે છે.

પ્રેમ-સગાઈ એ તો એક ઊંચામાં ઊંચી સગાઈ છે. પ્રેમ થયો એટલે લગ્ન થઈ જાય, એવું થોડું છે ? પ્રેમ હોય અને લગ્ન ન પણ હોય. પ્રેમમાં સફળતા મળે કે નિષ્ફળતા મળે, પ્રેમમાં કોઈ વાર છેતરાઈ પણ જવાય કે કોઈ વાર ઠોકર પણ લાગી જાય. પ્રેમ તો પ્રેમ જ રહે છે. પ્રેમ કદી છીછરો હોઈ શકે નહીં. પ્રેમમાં તો દરિયાની ઊંડાઈ હોય છે. પ્રેમને વરસો સાથે સંબંધ નથી. પ્રેમને તો ક્ષણો સાથે પણ એટલો જ ઉત્કટ સંબંધ હોય છે. પ્રેમ તો ઘડી – દો ઘડીનો પણ હોઈ શકે, પણ એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અકબંધ રહે, ધબકતો રહે.

પ્રેમ એક સરોવર નથી, પ્રેમ તો એક નદી છે, વહેતી નદી. સતત વહેતી નદી. પ્રેમ કદી સરોવરની જેમ પાળો વચ્ચે કેદ રહી શકે નહીં. પ્રેમને તો વહેવા જોઈએ. વહેતા રહેવું એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમ એ દુનિયાના બજારમાં જાહેર કરવાની કોઈ ચીજવસ્તુ નથી. પ્રેમનાં ઢોલ-નગારાં વગાડવાનાં હોતાં નથી. પ્રેમના વરઘોડા કે ફુલેકાં પણ હોતા નથી. પ્રેમ એ તો અંતરના એકાન્ત ખૂણામાં અમૂલ્ય મોતીની જેમ સાચવી રાખવાની, જાળવી રાખવાની એક ચીજ છે. એટલે તો કહેનારે કહ્યું છે કે, પ્રેમનાં મોતી કોઈ ઝવેરીની દુકાને વેચાતાં મળતાં નથી. કોઈના દિલના દરિયામાં ડૂબકી મારવાનું જેના નસીબમાં હોય, એને જ આ મોતી પ્રાપ્ત થાય છે.

તમે કોઈને છાનો-છૂપો પ્રેમ તો જરૂર કર્યો હશે. તમારા ભાગ્યમાં જુદાઈ લખાઈ હશે. તમારું એ પ્રિયજન આજે કદાચ દૂર દૂર હશે, દરિયાપાર હશે, એને જોયે અને એને મળ્યે વરસો વીતી ગયાં હશે, પણ એથી થઈ શું ગયું ? એનું સ્મરણ તો તમારા હૈયામાં ગોપાયેલું છે ને ? કોઈ વાર નિરાંતની પળોમાં એને યાદ કરી જોજો. પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એ યાદગાર સાંજ – સોનલ મોદી
બિચારા… સુદામા – વલ્લભ મિસ્ત્રી Next »   

107 પ્રતિભાવો : તમે કોઈને પ્રેમ કર્યો છે ? – જયવદન પટેલ

 1. Uday Trivedi says:

  પ્રેમનો માર્ગ એ મુક્તિનો માર્ગ છે. પ્રેમ ખરેખર તો આપણા આંતરીક ઉર્ધ્વિકરણની પ્રક્રિયા છે. સાચો પ્રેમ એ જે સર્વને પ્રેમ કરવાની પ્રેરણા આપે…

  I Love you
  Remove I and you, what remains is Love
  I want Peace
  Remove I and want, what remains is Peace

 2. manisha says:

  jayubhai,

  Koi ni yaad maani sapati paar aavi ne radavi gayi…….

  Thanks !

 3. zankhana says:

  really. a vaat ekdam khari chhe.koi tamara manma koi pan sambandhe koi vasi gayu hoi tene kayarek yaad karvani pan ek maja hoi chhe.a sambandh matra ek j person purto simit nathi hoto.

 4. urmila says:

  love is unconditional – it has no boundries – more you give more you get

 5. KEYUR says:

  LOVE CANOT BE DEFINE… IT CAN BE FEEL ONLY…
  LOVE CANNOT BE DONE… IT HAPPENS ONLY…

 6. bharat says:

  “પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે. ” આ છેલ્લા વાક્યમાજ આખી જિંદગી જિવી જવાય છે.

 7. sandip says:

  prem sabd j atlo hufalo che ke anu matra nam levai tyaj rady ma kanpan anubhavai che ,prem ni mithi yad ma jivavani pan ek maja che

 8. કલ્પેશ says:

  આ લેખ વાંચીને મને સવાલ થાય છે કે
  આજે પણ લોકો (સગા-સંબંધીઓ) પ્રેમીઓની વિરુદ્ધ કેમ છે?

  બીજાના છોકરા-છોકરી પ્રેમ કરે, આપણા નહી – કદાચ એવી ગ્રંથિ લાગે છે. આપણે (મા-બાપ) પ્રેમીની પણ ન્યાત-જાત જોઈને એને સ્વીકારીએ છીએ.

  હજી ઘણું સુધારાની જરુર છે આપણામા અને સમાજમા.

 9. riddhi says:

  પ્રેમ અને આકર્શણ વચ્ચે ભેદરેખા હોય ચે, અને એ સમજાવી બહુ જરુરી ચે.
  Love in itself is a holy spirit which brings positive energy to a person’s life, but infatuation does not have any value.

 10. medha patel says:

  you have written a very practical article, Last paragraph is very affective. Thanks for the article.

 11. પ્રેમ જેવી ઉમદા ચીજ સાથે જોડાયેલા બે શબ્દો “પ્રેમમાં પડ્યો” અને “પ્રેમ કર્યો” બંન્ને ખોટા છે.

  પ્રેમમાં પડવું (falling in love) એ વાક્ય પ્રયોગજ ખોટો છે. ઓશોએ કહ્યું તેમ પ્રેમમાં ઉગ્યો (rising in love) કે પ્રેમમાં ઉંચે ચડ્યો એમ હોવું જોઈએ. (ઉદયભાઈએ એજ મતલબની વાત કરી)

  અને પ્રેમ સાથે જોડાયેલો બીજો શબ્દ “કર્યો” પણ ખોટો છે. (કેયુરભાઈએ કહ્યું તેમ) પ્રેમ કરી શકાતો નથી થઈ જાય છે.

  લેખકે પ્રેમ માટે “લગ્ન પહેલાં? લગ્ન પછી?” શબ્દો પ્રયોજ્યા છે, તે પણ ખોટા છે. કેમકે પ્રેમને અને લગ્ને કંઇ લાગતુ વળગતું નથી. પ્રેમ કોઈ પણ ઉંમરે અને ક્યારેય પણ અને કોઈની પણ સાથે થઈ શકે છે.

  મારી વાત તમને ગમી હોય અને તમે સહમત હો તો લખજો અને સહમત ન હો તો ટોકજો હો…

 12. Disha says:

  અનીમેશ ભાઈ, હુ તમારી વાત થી બીલકુલ સંમત છુ.

  મારા જીવનની જ વાત કરુ તો, મારા જીવન મા મને પ્રેમ નો અનુભવ બરાબર થઈ ગયો છે.એક રીતે કહુ તો હુ પ્રેમ ને બહુ નજીક થી ઓળખુ છુ.

  મારા લગ્ન ને આજે ત્રણ વર્ષ થયા. અમેરીકા આવ્યા પછી અમારુ લગ્ન છુટાછેડા સુધી આવી ગયુ હતુ.
  સંજોગો જ એવા આવી ગયા કે તે સીવાય બીજો કોઇ રસ્તો જ ન હતો.બંનેના હાથ મા પેપર પણ હતા.પણ કોણ જાણે કેમ અમે બન્ને સહી ના જ કરી શક્યા.
  જો અમને કોઇએ બચાવ્યા હોય તો માત્ર અમારો પ્રેમ જ છે.
  અમારે બંને ને છુટ્ટા થવુ હતુ પણ અમારા વચ્ચે રહેલા પ્રેમે તે ના જ થવા દીધુ. છેવટે અમારા થી અમારી વચ્ચે રહેલો પ્રેમ જીતી ગયો.
  કોઈએ કહ્યુ છે ને કે “પ્રેમ પર કોઇનુ જોર ના ચાલે ,અરે પોતાનુ પણ નહિ.”

  માત્ર પ્રેમ ના આધારે તમે ઘણા બધા નિર્ણય બદલી શકો છો. જો પ્રેમ અને ધીરજ સાથે હોય તો તમે તમારા સમય ને પણ બદલી શકો તેમ છો.

  મારા અનુભવ પરથી હુ અમારા જેવા ઘણા બધા ને સમજાવુ છુ.

 13. Disha says:

  એક વાત રહી ગયી કહેવા ની કે,

  એક સમય માટે મે વિચાર્યુ કે ભલે તે મને પ્રેમ ના કરે પણ હુ તો તેમને કરુ છુ ને.
  બસ આ જ વાત તેમણે પણ વિચારી હતી.

  તમે નહિ માનો કે લગ્ન પછી પણ બંન્ને ને ખબર્ ના પડી કે એક બીજા માટે કેટલો પ્રેમ હતો. પણ જ્યારે છુટા પડવાનુ થયુ ત્યારે તે પ્રેમ ને બન્ને એ અનુભવી લિધો.
  આજે દુનિયા સાથે જોઇએ ત્યારે સ્વર્ગ જેવિ લાગ છે.

 14. અમી says:

  આહ!! અરે મને કોઈ ભુતકાળમાંથી બહાર લાવો. જયવદન સાહેબ – ઘણુ બધુ યાદ કરાવી દીધું તમે તો.

  પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે. અને એ જ જીવવાનું જોમ પુરુ પાડે છે.

 15. છુટાછેડા લગ્ન નામના ‘કરાર’ના થઈ શકે છે, પ્રેમના નહિ, પ્રેમનો કોઈ છેડો જ નથી, પ્રેમ અનંત છે.

  અને પ્રેમ ક્યારય પણ થઈ શકે છે, છુટાછેડાના પેપર્સ સબમીટ કરતાં કરતાં પણ…પ્રેમ થઈ શકે છે!

 16. Parthiv says:

  આજના જમાનામા પ્રેમ કરનારા ઓછા અને પ્રેમલીલા કરનારા વધારે જોવા મલે છે.
  આજના પ્રેમીઓ LOVE અને LUST ને સરખા સમજે છે.

 17. Hiral Thaker 'Vasantiful' says:

  Realy great…..!

  Thanks…..for such a nice article….!

  “Prem Ma hoy Laganiyo Na hoy Koi Maganiyo…!”

  “Yes….Ek khangi Kuno Mara Hraday No……” 🙂

  No one else can see it or feel it…

  Thanks

 18. Moxesh Shah says:

  રેખાઓ કા ખેલ હૈ મુકક્દર,
  જન્માષરો સે માત ખા રહે હો.

  Why Lovestories are in Flashback only?
  Love to Nature, Nature loves you.

 19. NARENDRA says:

  રાત દિવસનો રસ્તો વાલમ નહિ તો ખુતે કેમ
  તમે પ્રેમની વાતો કરજો અમે કરીશુ પ્રેમ્

  એણે પૂછયો પ્રેમનો અર્થ અમે અલીગન દઇ બેઠા

 20. Supriya says:

  સાત્વિક પ્રેમ નુ સુન્દર નિરુપણ.. સાત્વિક પ્રેમ… છે આ દુનિયામાં હજુ?

 21. payal says:

  jaywadan bhai tame ekdam j sachi vaat kari che prem ne koi seema nathi aaje prem ni paribhasha badlai che pan prem ni anubhuti tej che. Prem kyare thai jay che ane kem thay che te pan khabar nathi padti pan jyare anubhavay che tyare tema thi bahar nikadvu bahu mushkil thai jay che tema pan jyare khabar pade ke jeni jode prem thayo che te vyakti tamari thai nathi sakvani pan to pan man mantu nathi ane teni pachad j dode che ane tene chodvu mushkil ke pachi ashakya j bani jay che.

 22. ninad adhyaru says:

  એક બુદબુદા થવાનુ હોય છે,
  પ્રેમમા ખુદા થવાનુ હોય છે.

 23. Pravinchandra Joshi says:

  They say Love is blind and I think it is true because you do not wish to see the colour, shape,attire and what not. You want to feel it from within.One can also never forget his first love.ભુલાઓ શે પ્રથમ કવનનિ રમ્ય શિ પ્રેરન તુ.

 24. Pravinchandra Joshi says:

  They say Love is blind and I think it is true because you do not wish to see the colour, shape,attire and what not. You want to feel it from within.One can also never forget his first love.ભુલાઓ શે પ્રથમ કવનનિ રમ્ય શિ પ્રેરના તુ.

 25. SAMIR PANDYA says:

  hi
  read this article by the refrence of one of my friends manisha….simply wonderfull.

  nice presentation for such a typical subject

  samir pandya

 26. ninad adhyaru says:

  ગમવુ કે ન ગમવુ એના હાથમા,આપણૅ ફિદા થવાનુ હોય છે

 27. ninad adhyaru says:

  આપણે દેખાવ કરવાનો ‘નિનાદ’, આપણે પરદા થવાનુ હોય છે.

 28. Alok R Dave says:

  પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે. ” આ છેલ્લા વાક્યમાજ આખી જિંદગી જિવી જવાય છે.

  ખુબ જ સરસ લેખ્

  ધન્ય છે
  આભાર

 29. ritesh says:

  સાચિ વાત ચ્હે તમે મને બહુ બધુ યાદ અપાવિ દિધુ.
  કોઇ ને પન્ પ્રેમ કરો તો સાચો પ્રેમ જ કર્જો કોઇ નિ જિન્દગિ બરબાદ ના કરવિ જોઇએ. તે જ સાચો પ્રેમ કહેવાય

 30. Manisha says:

  very nice.
  But whatever u r doing, just be honest to ur partner,
  It might me happen that someone taking it as a game but
  ur love is taking it as a life. love is all for her or him.
  it’s very easy to say that u don’t trust me so i left u,
  but there might be some reaon behind it.
  don’t play with other feelings.It hearts a lot.

 31. phal says:

  this is the first time i m sending comment on any article, but i m regular visiter of this site and i really like this blog.thanx.Prem, e bahuj adbhut che, ghani vato yaad karavi gayo aa lekh.aaje potanu kasuk share karvu che.mara lagna thai gaya che, emna bi lagna thaya che, chatai aa prem ocho nathi thato.aaje amne malya ne almost fifteen years thaya.infact emne to love marraige karya che.i dont stay in india, but he is in india. after many years this time we all friends thought of ke jene varso thi apde nathi malya e badha no contact kariye……and he was one of them.we all decided ke atleast now we all will stay in contact with eachother.just as friends.and thats all.aaje e vaat ne char mahina thaya.we use to talk witheachother as friends, my family also knows him as my friend.ek evu relation jema koi iccha nathi.now allof sudden his wife tells ke ‘woman should think about her husband not someone else’s huband’.i dont understand this, he loves his wife so much ke he shows her all my mess. all my mails everyting.we just want to be friends.but why people are so narrow minded.i m not a poet but like to read them.kadach kyarek kasuk laku chu pan not that good.although after that mess. what i received from his wife i have decided not to be in touch with him because i dont want because of me his family life gets disturb.i hope i have done right thing.pan aaje tamaro lekh vanchi ek vaat kehvani iccha thai che, poet nathi hun chatai, “tapakyu ek aansu,tamari yaad nu,kharu nathi?mithu che.” thanx to all of you to give me this opportunity to talk because i dont think ke i will ever talk about this with any one.

 32. payal dave says:

  jeni sathe prem hoy teni j sathe lagan thay te jaruri nathi…matra ek bija mate nisvarth prem jaruri che….
  ” koi no prem ocho nathi hoto aapni apexao j vadhare hoy che……”
  “prem thay tyar pachi prem ne samjvo j jruri che” jo loko khrekhar prem ne samje to aatmahatya na kissa ghana ocha thai jay…..

  payal dave

  “prem aetle k sav khulli aankhothi thato malvano vaydo”

  પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે.
  bahu j saras che…:)

 33. payal dave says:

  jeni sathe prem hoy teni j sathe lagan thay te jaruri nathi…matra ek bija mate nisvarth prem jaruri che….
  ” koi no prem ocho nathi hoto aapni apexao j vadhare hoy che……”
  “prem thay tyar pachi prem ne samjvo j jruri che” jo loko khrekhar prem ne samje to aatmahatya na kissa ghana ocha thai jay…..

  payal dave

  “prem aetle k sav khulli aankhothi thato malvano vaydo”

  પ્રેમની ક્ષણોના સ્મરણનો પણ એક અનોખો આનંદ હોય છે.
  bahu j saras che…:)

 34. payal dave says:

  jeni sathe prem hoy teni j sathe lagan thay te jaruri nathi…matra ek bija mate nisvarth prem jaruri che….
  ” koi no prem ocho nathi hoto aapni apexao j vadhare hoy che……”
  “prem thay tyar pachi prem ne samjvo j jruri che” jo loko khrekhar prem ne samje to aatmahatya na kissa ghana ocha thai jay…..

  payal dave

  “prem aetle k sav khulli aankhothi thato malvano vaydo”

  bahu j saras che…:)

 35. સાચે પ્રેમની અનુભૂતિ અદભૂત છે. પ્રેમ તો જીવનની પારાશીશી છે.

 36. mimansa joshi says:

  પ્રેમ પ્રેમ સહુ કરે પ્રેમ ના જાને કોઇ જો જાને પ્રેમ ને તો જગ મા જુદા ના રહે કોઇ,,,,,,,,,,,,,,
  gr8 simply gr8

  ache j ek var prem karavo joi e .prem manas ne vadhare saro banave 6

 37. anu says:

  પ્રેમ તો મે પણ કર્યો છે કે થયો છે આ તમને થોડુ અટપટુ લાગ્યુ હશે આનુ કારણ છે .

  મારા પ્રેમ ને સમાજ મા કોઇ ભુલ કહે છે , કોઇ સાચો પ્રેમ કહે છે , કોઇ નાદાનિ કહે છે અને કોઇ પાપ કહે છે.
  કેમકે આ પ્રેમ થયા પછિ અમને ખબર પડી અમે બન્ને એક જુ કુળ ના છિએ અને સમ્બન્ધિ છિએ.

  પણ અમે એકબિજા ને ખરા દિલ થિ પ્રેમ કરિએ છે. અને અમે કોઇ દિવસ પણ પ્રેમ નુ અપમાન કર્યુ નથિ અને અમારો પ્રેમ નિર્દોષ છે.

  વાચક મિત્રો તમેજ કહો કે આ પ્રેમ મારે આગળ વધાર્ર્વો જોઇકે કે પછિ પુર્ણવિરામ લગાવિ દેવો જોઇએ .

 38. anu says:

  for advise and comments you can send on this email popat_2007@yahoo.co.in

  હુ તમારા મેઇલ નિ રાહ જોઇ રહ્યો છુ.

  આભાર્

 39. vinod gundarwala says:

  I think this is the besg gujarati web site something like blog and i really like to read the same
  thanks writers and composers

  with regard
  vinod gundarwala

 40. yogesh kavishvar says:

  hello 1 vat kahoo? ghana varsho pahela ni vat chhe.hu shala ma abhyas karto.prem kadach purvjanmna sabandho ne lidhe hoy chhe.hu tene jota j aakarshayelo.pratham najar no a prem nahoto ugo juni olkhan hoy tem lagtu hatu.pan hay re kismat aaj wo muje shayad bhul gai he -i love you sonal

 41. jignasa says:

  PREM J PREM CHE JEEVAN
  PREM THI VISHESH KAI NATHI.

 42. vinod gundarwala says:

  તમને જાનિ ને હુ સમનો થઇ ગઓ
  પ્રેમ નો ૫ર૫ટા બમનઓ થઇ ગઓ

  Kadach Tame Mane Prem Nahi Kro,
  Parantu Mane Prem Karta Roki Nahi Sako

 43. પ્રતિ અનુ,

  તમારા સંબંધ વિશે કહેશો તો હું તમને વૈજ્ઞાનિક રીતે કહી શકીશ કે શું કરવું, આગળ વધવું કે પુર્ણવિરામ મુકી દેવુ?

  મારું ઈમેઈલ આઈડીઃ animeshantani@gmail.com

 44. ચેતન પંચાલ says:

  આફરીન

 45. Nimish Jani says:

  True love is so hard to find. And I’ve found it. These days relationships are so fickle I feel our generation has too many choices.

  If we don’t change our father mother or sibling why must we change the person whom we want to spend our life with? The prospect of the soul-mate being replaceable is so wrong. Once you know you can change priorities in your life you stop investing your complete self into the relationship.

  Above I have read somewhere. just to add one point of view

 46. harsha says:

  nothing to say about love.
  it’s very big word , if everyone understand.

  su kahu hu prem mate.

 47. Bindiya says:

  બધા નિ comments વાચિ ને એક જ પ્રાથ્ના
  ” હે, Lord, મને પન કોઇ નિ સથે પ્રેમ કરાવો “.
  સરસ લેખ હતો.

 48. Tejas says:

  સાચો પ્રેમ !
  પ્રેમ શબદ એટલો સસ્તો થૈઈ ગયો છે કે તેનિ કોઇ કિમ્મત નથિ રહિ.
  આપણો સમાજ પૈસા, સત્ત્તા, ખોટી શાન માટે પ્રેમનુ ખુન કર્તો આવ્યો છે.

  I tried writing in gujarati it is a good editor but very hard to write fast. I would have love to finish my thoughts and feelings in gujarati but neverthless what I am trying to say is this.

  Based upon my life experiences and observing people and families around me I could really see clearly that “absence of love” is the main factor in unhappiness in people.

  This is not something that is a secret but still it is not valued at all. Deprived of love and affection people either run towards money and power or crime and power whatever way he or she finds it.

  Blindly following or rather mimicking the western culture has already shown its disastrous effect on our society and it will get worse.

  The gift of love is free from God and we have made it so expensive that it is almost too difficult to get these days.

  If love was traded on wall street its shares would be ….

 49. sweetu says:

  two more points

  u get the person whom u love its gr8 thing

  but the most beautiful thing is

  u got the person who loves u more than u

  and in practical life,

  many times ppl find their soulmates fir bhi log unhe milne nahi dete

  thats the fact of life

 50. Radhika says:

  દિવસ બદ્લાય, રાત બદ્લય ,મહિનઓ….વર્સો ….પ્રકુરતિ માનેી દરકે વસ્તુ બદ્લય્………બસ તારી માટૅ નો વિચર ના બદ્લયો………

 51. dhurvi says:

  hello
  nice n good di best ek dum sharu lakhyu chy tamy,pan hu mari reall life thi jay many janvha malyu chy tay kav chu kay prem tay ek bija ni shamjan ek bija no trust any vafadar jo atli vastu hoy nay to tamy prem nay jiti lidho chy,,,prem apday jity to tay prem na hoy pan jayre apnay prem nay jiti nay tay sacho prem……. it’s true love m i rite???????

 52. Gira says:

  Hmm… Wow… So many thoughts on love! lol. Yes, love is never-ending. It cannot be delineating… no one can… because it’s perpetual …
  anyways… it’s not a bad or good thing to be in love, to fall in love, to love, or to be loved…but it’s a nature thing… yup!! as long as it doesn’t become deceiving… =)

 53. saurabh desai says:

  thanks to author…so many memories comes again in mind…heart is blowing now…pachho samay na chakravat ma sapdayi gayo..viteli yado ma hu khovai gayo…

 54. Jitendra says:

  Thanks for such a gr8 blog…… but u have discussed the problem but emathi bahar nikalvana rasta pan batavi didha hot to vadhare saru rahe…. m saying this bcoz many of the readers must b in the same situations as described…. what should one do when some one is in love and cannot let the other person go….. its very very very hard for them to let go…

 55. piyush says:

  thanks for a such a nice story.
  tame farithi radavi didho hato.
  mane pan ek ane only 1chokri sathe sakhkhat prem 6. chella 5.5 varsh thi. ene mari sathe vishwasghat pan karyo hato pan pachi thodi badlai pan khari and mane teni jat pan sonpi didhi .sachu kahu to mane kain j khabar j nathi padti mane biji koi chokri kyarey gami j nathi. main 32 chokrione lagna mate na padi dihi hati. hoon ene pan bhuli shakto nathi. i m still unmarried and willing to ne unmarried for lifetime.eni sagai bije thai gai che. chella 1 vrshthi ame chuta padya tyarthi hoon radi radine thaki gayo chu. ene mane marriage karvanu kahyu hatu tyare mari career ne karane main na padi thodi rah jova kahyu .3 mahina ..ha pan maro prem sacho hato ane 6.. and hoon atyare kahu 6u to a na pade che.
  mare shu karvu. mane ena sivay kyany nahi fave karanke mare mate patni,girlfriend,premika badhu te ek ane matra ek j che….. baki koi nahin……. please suggest me for furhter
  piyush_28682@yahoo.com.

 56. rakesh says:

  થન્સ ઓથેર તમરા લેખ બેન્મુન હતો. હુ તો તમારો ફેન બનઈ ગયો

 57. shruti says:

  khub sarasa lekha che.aa vanchee mane maru kaink yaad avi gayu je hu mara ma shodhti hati thanks to you for remebering my love.

 58. Hardik says:

  આજના જમાના મા લોકો પ્રેમ નો મતલબ બિજો જ કાધે ચ્હે…આજ ના જમાના મા પ્રેમ એટલે ફકત પ્રેમ નહિ પણ શારિરિક સંબંધો જ સમજવા માં આવે ચ્હે…બહુ જ થોડા લોકો પ્રેમ ને શારિરિક સંબંધો થિ પર સમજે ચ્હે…આ વાર્તા દ્રારા એ સત્ય દર્શાવવા બદલ લેખક નો આભાર…

 59. Anil patel says:

  Dear,

  if you love someone then don’t expect any thing from him. it is a good virtue with you that you can love. think about those who don’t know the meaning of love, to love means forgive.

  Anil Patel

 60. Anil patel says:

  Dear friend

  if want any suggestion from me then you can write me i am also a lover of some one and by nature today she is with me, we have faced lot of problem of financial and social but still we are very very happy to day.

  Anil Patel

 61. kuky says:

  Really, somebody has said true that “Love sees no boundaries, it just happens without any prior knowledge.”

  Love is really a wonderful feeling. One becomes a good person when he/she is in love with someone.

  The person who is loved or who has been in love with someone is really a lucky person.

 62. PRIYA says:

  this was a wounderful article and i liked it alot. ya e vaat 100% saachi che k koie ne mate saacho prem kyare oocho thato nathi..aane pyaar ne khoya pachi duur revo vadhare easy che paan e j pyaar ne aakh saame rakhavu baav difficult che e maro personal experience che…

 63. Deepal says:

  કદાચ બધા પ્રેમ ને આટલુ મહ્ત્વ આપતા હોત તો ……………………………

  yes……..love is every thing in life bt sometime love became sweet & slow poison

  love is really bliand bt love is feeling from inner soul in human

  i belive in love if love is pure

  Deepal

 64. kalpesh says:

  બઘા નયનમા કયાક કૉય સાચો પ્રેમ સોધે

 65. haresh says:

  love is the greatest feeling which is not explain in words.sorry……

 66. saloni says:

  pream a zindgina aant ni saruaat che

 67. saloni says:

  pream a zindgina aant ni saruaat che મારા મતે

 68. lalit says:

  સરસ લેખ

 69. Chintan Desai says:

  પવિત્ર જયોત ઇશ્વર ની સમીપ જવાનો સુદર રસ્તો છે તેમ સાચો પ્રેમ અંતર ની લાગણી સુધી જવાનો રસ્તો છે અને એ લાગણી થી જ આ હદય ધબકતુ રહે છે.

 70. kantibhai kallaiwalla says:

  If one is matured enough to realize the difference between love and sexual attraction then nothing harm to make honest love.There are many types in love. Eternal love, platonic love,love at first sight. If both sides are honest and free to think about circumstances and consequences thereof, then nothing is wrong.Both sides should be frank and honest . In married couple. if man is allowed to make love elsewhere(pure love), woman too should be allowed openly. However, it is essential to think once twice and hundred times because attitude of one side will affect children in our society. We are not western cultured people.

 71. RIDDHI says:

  પ્રેમ તો અનન્ત હોય્, એને કદિ શબ્દો મા વર્નવિ ના શકાય્……

 72. PERM says:

  SACHU PREM KUBJ SARI ASTU CHE…EKMEK NA SATH SABANDH THI PREM MA NE VISVAS MA J AAKHI JINDGI NIKLI JAY CHE…PREM THAVO AE PREM KARVA KARTA THAVO AE MAHATAV NU CHE…

 73. PREM VYAS says:

  PREM TO PREM J CHE

  PREM THI J JIVAN CHE

  PREM THI VESHESH KAI J NATHI…..

 74. Gargi says:

  પ્રેમ-સગાઈ એ તો એક ઊંચામાં ઊંચી સગાઈ છે.

 75. NAYAN MODI says:

  TUJ ME RAB DIKHATHA HAI

  I M ALWAYS IN LOVE

 76. dipali says:

  this story indicates the true meaning of love

 77. RAMESH MEHTA says:

  સિર્ફ અહેસાસ હૈ યે, રુહ સે મહેસુસ કરો,
  પ્યારકો પ્યાર્ હી રહેને દો, કોઇ નામ ન દો.

  પ્રેમ આપવાનો પણ નથી હોતો,
  લેવાનો પણ નથી હોતો એ તો
  ફક્ત પચાવવાનો હોય.

 78. VISHAL says:

  IF YOU FIND YOUR LOVE. THAT MEANS YOU HAVE FIND THE GOD. LOVE IS FOREVER.

 79. anil says:

  સલામ સહેબ્…………મે તો તમારા દાસ થિ ગયા …….બહુ દિવ્સો થિ જે વાત સમ્જઐ નહોતિ રહિ…….તે હવે સમજ મા આવિ ગય ………………………

  પન મે પન કદિ તેનથિ કોઇ ચાહ નથિ રાખિ….
  બસ તેનિ રાહ જોઇ રહ્યો ચ્હુ …………

 80. Nikhil Sheth says:

  I really feels it’s true.And thatmuch TRUE,its happens only in India.
  I feel Guajarati atle gujarati.
  Ano prem.Ani maheman gati.
  Agtaswagta,Manvi j Rahi.

 81. ketan says:

  જયવદનભાઇ તમારી વાત એકદમ સાચી છે.
  ખરેખર પ્રેમ ની લાગણી અદભૂત છે.

 82. PATEL DILIP says:

  ખુબ મજા આવિ

 83. Nisha says:

  Vanchi ne ghanu badhu yaad Avi gayu.I was in love with him,I am in love with him and I’ll be in love with him fore-Ever 🙂 I don’t expect him to love me but I Love him…truely….

 84. Vanraj Dodia says:

  Really nice article….people are teling here that they remember past….I would like to tell how u can forget someone whom u really love….!!!!!! Pls tell me that technique so I also can do the same……just kidding….

  But really nice article….

 85. khyati says:

  Prem ee bahu moto shabd che.

  prem lagna pehla hoy k prem lagna pachi hoy pan prem ma sachi lagani hovi joi.

  Mata Pita no prem hu duniya no sacho prem manu chu Mata Pita anand ni vat ma khush pan thay ane dukh ni vat ma dukhi pan thay jo rasto bhatkay jay to sachu margdarshan pan karave.Maru manvu che k premi pan evaj hova joie neswarth prem hovo joie.

  Prem sukhi thava mate nay pan koik ni jindgi ma sukh bhari deva mate karvo joie.

  Sir, mane ek vat no reply karjo k jo Lagan pachi prem thay to shu ee Jivan sathi sathe dago karelo na kehvay? jo jivansathi tamne prem kartu hoy ne tame bija ne prem karta hov to shu ee anyay na kehvay?

 86. Bakhalakiya Aashish says:

  Koi ni yaad a to dil ma rakhava ni 1 lagni che
  Akant no shath che……………………………………………
  bakhalakiya ashish

 87. nit says:

  સચિ વાત પ્રેમ નિ ક્યરે પન વ્યખ્યા ના થાય.

  પ્રેમ યે એમજ એક પવિત્ર ધર્મ ચે.

 88. mayuri raval says:

  prem ne koi bandahna nathi

  kharekhar

  jene prem kari e te mali jat te success che
  je male tene prem karvo ae karar che
  ane na male chatay tene j chahta rrehvu aej sacho prem che

 89. sangita says:

  artical is good. wanted to know they can forward copy to our libriary so other

 90. sangita says:

  artical is good. need to know how you can forward to our libriary?

 91. Girish says:

  પ્રેમના કયારેય દ્સ્તાવેજ નથિ થતા
  કારણ એનુ કોઇ માપ નથિ હોતુ
  માટેજ તો પ્રેમના કોઇ મલિક નથિ હોતા………
  જો અનુભવિ સકાય તો જાગિર ન્હિતો ???!!!!!!

 92. PREM VYAS says:

  really. a vaat ekdam khari chhe.koi tamara manma koi pan sambandhe koi vasi gayu hoi tene kayarek yaad karvani pan ek maja hoi chhe.a sambandh matra ek j person purto simit nathi hoto.

 93. rajesh says:

  good story . love u friends……

 94. ketan parikh says:

  હેન્ર્ય વન દયક નિ લવ પોએમ યાદ આવિ ગયિ

  Time is too slow for those who wait,
  too swift for those who fear,
  too long for those who grieve,
  too short for those who rejoice,
  but for those who love,
  time is eternity.

 95. KETAN SOLANKI says:

  વાચીને ઘણો આનંદ થયો. જુની યાદો તાજી થઇ ગઈ.

 96. Jak says:

  Love is everything

 97. vastav ma hu prem ni su vat kahu
  ae na maliya pan amanu maan to maliyu….

  prem me pan kariyo pan….pan……

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.