એ યાદગાર સાંજ – સોનલ મોદી

sonal modi[ લેખિકા તેમજ અનુવાદ તરીકે શ્રીમતી સોનલબેન મોદીનું નામ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતું છે. તેમણે શ્રીમતી સુધામૂર્તિ લિખિત ‘Wise and otherwise’ નું ‘મનની વાત’ રૂપે સુંદર અનુવાદ કર્યો છે જે લેખો ‘ગુજરાત સમાચાર’માં ધારાવાહી સ્વરૂપે પ્રગટ થયા બાદ પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે. આ પુસ્તકની કુલ 10 આવૃત્તિ સાથે 30,000 થીયે વધુ નકલો વેચાઈ ચૂકી છે. તે જ પ્રમાણે તેમણે તેઓના અન્ય પુસ્તકોનું અનુવાદ કરીને ગુજરાતી સાહિત્યને એક ઉત્તમ જીવનલક્ષી સાહિત્ય પૂરું પાડ્યું છે. શ્રીમતી સોનલબેનના પોતાના લેખો પણ ગુજરાતી વર્તમાનપત્રો અને સામાયિકોમાં પ્રકાશિત થતા રહ્યા છે જે હવે પુસ્તક સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. તેમના એક પુસ્તક ‘એ યાદગાર સાંજ’ માંની આ એક વાર્તા રીડગુજરાતી ને મોકલવા બદલ સોનલબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો : smodi1969@yahoo.co.in]

અમારાં લગ્નને એકવીસ વર્ષનાં વહાણાં વાઈ ગયાં છે. લગ્નજીવનમાંય વખત જાય એમ બધું થાળે પડતું જાય છે. દૂધમાં ઊભરો શમે, તેમ લાગણીઓ અને ઊર્મિઓ શમતી જાય. વધતી જાય ફકત એક જ વસ્તુ…. અપેક્ષાઓ. અમે બંની અમારા લગ્નજીવનમાં પ્રેમની નજાકત ટકાવી રાખવાનો એક સરસ ઉપાય શોધ્યો છે. જો કે એ, આઈડિયા મારો જ હતો.

મેં ‘એમને’ એટલે કે મારા પતિને – એક બીજી સ્ત્રી સાથે થોડો સુંવાળો સમય ગાળવાનું સૂચન કર્યું છે. પ્રિય વાચકો, ‘છી છી’ શું કરો છો ? મારા પર ફિટકાર ન વરસાવો. મેં જ્યારે મારા પતિ યોગિનને આ સૂચન કર્યું ત્યારે તે પણ ઊકળી ઊઠ્યા હતા. મને કહે, ‘અરે, મીરાં, તું ય દાઘારંગી જ છું ! આપણું લગ્નજીવન એકધારું, નીરસ ન થઈ જાય તે માટે તું મને બીજી સ્ત્રીને ફરવા લઈ જવાનું, રેસ્ટોરાંમાં લઈ જવાનું, ગિફટ અને કંપની આપવાનું શીખવે છે ? ગાંડી થઈ ગઈ છે કે શું ?’ અને હા, એ ‘બીજી સ્ત્રી’ છે કોણ ?’

‘હં… હવે લાઈન પર આવી ગયા ને ! તરત પૂછી લીધું કે એ બીજી સ્ત્રી છે કોણ ?’ સાચું કહું તો તમે એ સ્ત્રીને ખૂબ સારી રીતે ઓળખો છો. તમે તેને ખૂબ પ્રેમ કરો છો પણ મારી સામે બોલતા નથી. મને તો લાગે છે, યોગિન, કે ભગવાને આપણને એક જ મનુષ્યજીવન આપ્યું છે. એ વર્ષો આપણે આપણાં ગમતાં, પ્રિયજનો વચ્ચે વિતાવવાં જ જોઈએ ને ! શા માટે આ સોનેરી સમય વેડફી નાંખવો ?’
‘અરે પણ મીરાં, હું ફક્ત તને જ પ્રેમ કરું છું.’
‘ના, મને ખબર છે કે, તમે તેમને પણ પ્રેમ કરો છો. તમે નિયમિતપણે તેમની સાથે થોડો સમય વિતાવશો તો આપણા લગ્નજીવન માટે પણ આશીર્વાદરૂપ થશે. આપણને વધુ નજીક લાવવામાં મોટો ભાગ ભજવશે.’

અને મારી વાત સાચી નીકળી. જે બીજી સ્ત્રીની હું વાત કરું છું તે મારાં સાસુ રેણુકાબહેન. એ જમાનામાં એમ.એ થયેલાં. સાહિત્યનાં શોખીન. વર્ષો સુધી યોગિનના પિતાએ ગવર્નમેન્ટની બદલીની નોકરીઓ કરી હતી, તેથી એકલા રહેવા ટેવાયલાં અને સ્માર્ટ. ચારેક ભાષાઓ બોલે, પાર્ટટાઈમ નોકરી કરતાં, પણ ઓગણીસ વર્ષ પહેલાં યોગિનના પિતાજીનું અવસાન થયું ત્યારથી એકલાં જ રહેતાં હતાં. ઘરે લાલજીની મોટી સેવા હોવાથી બધું જ કામ જાતે જ કરવાની તેમની પહેલેથી જ આદત. વળી હું પરનાતની હોવાથી મને તેમણે એ ‘પળોજણ’ થી દૂર જ રાખી હતી. અમારાં લગ્ન બાદ યોગિનની બદલી તરત જ હૈદરાબાદ થઈ હતી. છેલ્લા પાંચ વર્ષથી અમે મુંબઈ પાછાં આવ્યાં હતાં. જ્યારે અમે મુંબઈ રહેવા આવી ગયાં ત્યારે યોગિને મારાં સાસુને હોંશે હોંશે કહ્યું હતું, ‘મમ્મી, હવે તો તું અમારી સાથે જ રહેવા આવી જા….’ પણ મમ્મી રહ્યાં સ્વમાની. કહે દીકરા, મુંબઈનાં નાનાં ઘરોમાં તારાં છોકરાંઓને ભણવાની અગવડ પડે. મારે બધું સારું ગોઠવાયેલું છે અને અગવડ-સગવડે તો તું ને મીરાં છો જ ને ?’

અમે બંનેએ ખૂબ આગ્રહ કર્યો, પણ મમ્મી પ્રેક્ટિકલ હતાં. ત્યારે જ યોગિને તેમને પ્રોમિસ આપ્યું : ‘મમ્મી, હું અઠવાડિયે એક વાર તને જરૂર મળવા આવીશ.’ પછી તો અઠવાડિયાના પંદર દિવસ થયા, તે પછી તો મહિને એક વાર પણ મમ્મીને મળાતું નહીં. યોગિનનો જીવ તો ઘણો બળતો પણ ઑફિસના કામની ધમાલ, મુંબઈના જીવનની દોડધામ અને ટ્રાવેલિંગમાં જોતજોતામાં પાંચ વર્ષ વીતી ગયાં. મમ્મી દૂર થતાં ગયાં. હું અઠવાડિયે એકાદ વાર તેમની સાથે ફોન પર વાત કરી લેતી. લગ્ન, જનોઈ, મરણ કે એવા કૌટુંબિક પ્રસંગે મમ્મી મળી જતાં. યોગિનને મારી વાતમાં તથ્ય લાગ્યું. કેટલાય વખતથી તેણે મમ્મી સાથે શાંતિથી વાત પણ નહોતી કરી ! તેણે મમ્મીને ફોન કર્યો, ‘મમ્મી, કાલે સાંજે તું ઘરે જ છે ને ? બાગમાંથી ચાલીને કેટલા વાગે આવે છે ? હું ઑફિસેથી સીધો તારે ત્યાં આવું ? ફાવશે ને ?’

પણ માનો જીવ કોને કહ્યો !! યોગિનનો અવાજ સાંભળીને મમ્મી કહે, ‘શું થયું દીકરા ? કાંઈ પ્રોબ્લેમ તો નથી ને ? છોકરાંઓ તો મજામાં છે ને ? અને મીરાં ? એની સાથે ઝઘડો કર્યો હોય તો અહીં ન આવતો. એને સમજાવીને જોડે લઈને જ આવજે.’ મમ્મીને સમજાવતાં યોગિનને નાકે દમ આવી ગયો કે અમારે કોઈ પ્રોબ્લેમ નથી. તે ફક્ત મમ્મીને મળવા માગતો હતો. તેમની સાથે થોડો સમય ગાળવા, પાંચ વર્ષનું સાટું વાળવા માગતો હતો. હવે ની વાત યોગિનના શબ્દોમાં જ સાંભળીએ….

‘બીજે દિવસે હું મમ્મીના ઘરે પહોંચ્યો ત્યારે તે બાલ્કનીમાં જ મારી રાહ જોઈને ઊભી હતી. મને ખૂબ ગમતા એવા લાઈટ ગુલબાશ કલરની સાડીમાં. પપ્પાના ગયા પછી કદાચ તેણે પહેલી વાર એ સાડી બહાર કાઢી હશે ! હું ઉપર પહોંચ્યો. મનમાં વિચારતો હતો કે મમ્મી સાથે શું વાત કરીશ ?’
પણ હું ઉપર પહોંચ્યો ત્યારે મમ્મી ખુશખુશાલ થઈ મને કહે, ‘સાંજે ચાલતાં-ચાલતાં અમારાં લેડિઝ ગ્રૂપનાં બધાં જ બહેનોને મેં તો કહી દીધું, કે આજે તો મને મારો યોગિન મળવા આવવાનો છે. અમે બહાર જમવા જવાનાં છીએ…. તને ખબર છે, દીકરા, બધાંને મારી ઈર્ષ્યા થઈ ગઈ. પેલાં વીણાબહેન તો મને કહે, ‘રેણુકાબહેન, કાલે સાંજે ‘તમારી યાદગાર સાંજ’ વિશે બાંકડા પર તમારે બોલવાનું છે. તૈયારી કરીને આવજો.’

મેં મમ્મીના ‘ઘર’ માં નજર ફેરવી. કેટલાં વર્ષો આ ઘરને હું શાંતિથી નિહાળી રહ્યો હતો ! અમે ત્રણેય ભાઈ-બહેન નાનાં હતાં ત્યારે બાપુજી-મમ્મી અમને નૈનિતાલ-બિનસર ફરવા લઈ ગયાં હતાં ત્યારનો સરસ ફોટો, પપ્પા-મમ્મીનો અમેરિકા ટ્રિપ વખતનો ફોટો, મારી મોટી બહેનનાં લગ્ન વખતનો અમારો ગ્રૂપ ફોટો… અને બાપુજીના મૃત્યુના ત્રણ જ મહિના પહેલાં પડાવેલ તેમનો ફોટો…. જેની પર મમ્મીએ જાત બનાવેલ તાજો હાર પહેરાવેલો હતો…. કેટકેટલી યાદો ! મારા ગળે ડૂમો બાઝ્યો. મમ્મી પાણીનો બોટલ લઈને મારી સામે ઊભી હતી. આટલાં વર્ષેય તે ભૂલી ન હતી કે મને બાટલામાંથી સીધું જ પાણી ગટગટાવા જોઈતું હતું. તે ખૂબ આનંદમાં હતી.
મેં પૂછ્યું : ‘બોલ મમ્મી, ક્યાં જઈશું ? તને હજીએ ઢોંસા એટલા જ ભાવે છે ? કે કલબમાં જવું છે ?’
મમ્મી કહે : ‘તું જ્યાં નક્કી કરે ત્યાં જઈએ, ભાઈ.’ તેણે મારો હાથ પકડી લીધો. તે અશક્ત નહોતી, ફક્ત વહાલની ભૂખ હતી. નાનપણમાં તેની મમતામાં અમે નહાયા હતા. હવે મારો વારો હતો.

અમે નજીકની જ એક રેસ્ટોરાંમાં ગયાં. બેરર મેનુ આપી ગયો, પણ મમ્મીને ખાવામાં રસ નહોતો. તે તો આંખના ખૂણેથી વારંવાર મને જ જોયા કરતી. તેના આનંદનો પાર નહોતો. કાલે કદાચ ગ્રૂપનાં બહેનો તેને પૂછશે કે ‘રેણુકાબહેન, શું જમ્યાં દીકરા સાથે ?’ તો તેને કાંઈ જ યાદ નહીં હોય.
મમ્મી મને કહે : ‘યોગિન, બેટા તમે નાનાં હતાં ત્યારે આપણે હૉટેલમાં ખાસ ગયાં જ નથી. પપ્પાએ સીધા રસ્તે જ કમાણી કરી, તેમાં હોટલ-નાટક-ફિલ્મોના ખર્ચા આપણને ખાસ પોસાતાં ન હતાં. આજે તમે સરસ રીતે રહો છો તેનો મને ખૂબ ખૂબ આનંદ છે, દીકરા.’
મેં નક્કી કર્યું હતું કે મમ્મીને ડિનર પછી ફિલ્મ જોવા લઈ જઈશ, પણ એટલી વાતો નીકળી કે, પિક્ચર તો વિસરાઈ જ ગયું. મેં અગિયાર વાગે મમ્મીને ફલેટ પર ઉતારી.

‘એ યાદગાર સાંજ’ પછી તો દર મહિને બે થી ત્રણ વાર હું મમ્મીને શાંતિથી મળું છું દર વખતે બહાર ન જઈએ, પણ બેસીએ, વાતો કરીએ, ક્યારેક પપ્પાની જગમોહન કે સી.એચ.આત્માની રેકોર્ડો સાંભળીએ, જૂના ફોટા જોઈએ. ભવિષ્યની પણ ચર્ચા થાય. મારાં બાળકો અને પત્ની વિષે હું તડાકા મારું. મમ્મી સંતોષથી સાંભળે.

એક દિવસ મમ્મી મને કહે, ‘યોગિન, બેટા, હવે મારે જલ્દી મરવું નથી. તારા દીકરાઓને મોટા થયેલા જોવા છે. મારે કસરત કરી, શરીરને ફરતું રાખવું છે.’ ખરેખર મીરાંનો આભાર માનું એટલો ઓછો છે. આજના ઝડપી, સંઘર્ષના યુગમાં મોકળાશની થોડી પળો અને અપેક્ષા વગરના સંબંધો ઑક્સિજનરૂપ છે. મમ્મી જોડે સમય વ્યતીત કરતાં એક સત્ય પણ સમજાયું છે કે It is important to slow down. જીવનની રફતાર ક્યારેક ધીમી કરવામાંય મજા છે. મીરાં અને મારાં બાળકો સાથે પણ ‘સોનેરી સમય’ જેને ‘Quality Time’ કહે છે – તે ગાળતાં હવે હું શીખ્યો છું. ખરેખર, મીરાંની વાત કેટલી સાચી હતી ! બીજી સ્ત્રી સાથે ‘સુંવાળો સમય’ વિતાવતાં હું સારો પતિ કે પિતા તો બની ગયો છું, પણ ‘ઉત્તમ પુત્ર’ કદાચ બની શક્યો છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારું વેકેશન – મૃગેશ શાહ
તમે કોઈને પ્રેમ કર્યો છે ? – જયવદન પટેલ Next »   

52 પ્રતિભાવો : એ યાદગાર સાંજ – સોનલ મોદી

 1. Uday Trivedi says:

  ખુબ સાચી વાત ! આવી જ એક વાત અંગ્રેજી વાર્તામા
  વાંચ્યા હોવાનુ યાદ આવે છે. આપણા મા-બાપ સાથે વિતાવેલો થોડો સમય પણ એમના માટે અમૃત સમાન છે એની ખરી અનુભૂતી તો આપણે વડીલ બનીયે ત્યારે જ થાય…

 2. hitu pandya says:

  ઉદયભાઇ સાથે ૧૦૦% સહમત છું.

 3. gopal says:

  સમયોચિત વાત સોનલબેને કરી, આજની પત્નિ પતિને તેની મા પાસે મળવા મોકલે એ વાત જ અતિસુખદ ગણાય.

 4. Pankti says:

  વાર્તા વાન્ચેીને મે આવુ સુચન મારા પતિને પન કર્યુ.

 5. sandip says:

  માતા પુત્રના સમ્બન્ધ નિ એક અજોડ વાત સોનલબેને કરી

 6. vinodbhai says:

  I really liked this story sonalben. Unfortunately my mother is not alive to give her the most important moments. It is really heart touching and when i see the photo of my mother i always remeber your story.
  thanks for the same.
  take care all of you,
  vinod gundarwala

 7. કલ્પેશ says:

  દરેક માણસને પ્રેમ-હુંફ આપણે આપી શકીએ તેથી વધુ સારુ શું હોઇ શકે?

  બાળક હોય કે વડીલ – છેવટે તો હ્ર્દય અને લાગણી ધરાવતો જીવ છે ને?

 8. Komal says:

  very very very nice. I will try to do the same thing now on.

 9. YOGENDRA K.JANI. says:

  Parents don’t expect anything from their children except good treatment in the old age.
  The story is an eye-opener for all-hardly we sit with them or talk with them. Many many thanks to Sonalben for such a story.
  Yogendra Jani/Newyork

 10. Ruju Rathod says:

  I am studying at the Carnegie mellon university in Pittsburgh, USA and one of my only means of keeping my interest in Gujarati literature alive is by reading such articles on the internet.
  Thanks to readgujarati for that.Apart from that I have read Man ni vaat and sambhaarna ni safar.This article along with both those books, in the form of short stories have been extremely successful in bringing to the forefront the shifting trends in ideologies (individual’s dreams and aspirations, quality of life and self-centredness) and the concepts of morals,values, right ,wrong, appropriate and inappropriate among
  people today.

 11. Ritesh says:

  ખરેખર બહુ જ સરસ વાત કહી છે…

 12. Swati says:

  I always wish to give love and care to elderly people in the family. But I found that many people are interested in getting money from their NRI sons, rather than their love and affection. They wanted them not to come to India frequently, save more money and send them, so they can do showup in the society.

 13. અમી says:

  આજના ઝડપી, સંઘર્ષના યુગમાં મોકળાશની થોડી પળો અને અપેક્ષા વગરના સંબંધો ઑક્સિજનરૂપ છે.

  એક ઉચ્ચ કક્ષાની વાર્તા. ફરી એક વાર કહુ તો રીડગુજરાતી આવા લેખોને લીધે ખુબ જ લોકપ્રિય બની રહ્યુ છે.

  અભિનંદન સોનલબેન અને આભાર મૃગેશજી.

 14. preeti hitesh tailor says:

  અત્યંત ભાવવાહી વાત !!
  આભાર સોનલબેન અને મૃગેશભા ઇ!!

 15. urmila says:

  this is a beautiful article but I also agree with Swati – where elderly parents many times do not care for children’s love but only money – and as long as they get the money from children – they are happy

 16. Vishal says:

  ખરેખર્ વાર્તા વાન્ચિને ખુબ આનન્દ થયો. મન હલ્વુ થૈ ગયુ. હુ પન અત્યારે ઘર થિ દુર હોવાથિ આ વાર્તા વાન્ચિને ઘરનાને યાદ કરિ લૌ. આભાર્

 17. sonal modi says:

  I am extremely thankful to readgujarati and all the readers for reading this story and taking out precious time to send comments. This is a beautiful bridge beetween readers and writers. Without knowledgable readers, writing has no meaning. thanks all.

 18. સોનલ બેન, ખુબ જ ઉત્તમ વાત….

  અને મૃગેશભાઈ, તમારો પણ આભાર …

 19. hitisha says:

  khubaj saras vat kari tame

 20. Alka says:

  બહુ જ સરસ વાત કહી
  જીવન બહુ જ સરસ ચ્હે
  આભાર સહ

 21. Paresh says:

  મને આ આઈટ સારી લાગી. can u give more article written by Dr. Sharad Thakkar. You had done excelent job.
  again thanks.

 22. Naliniben says:

  આભાર સોનલબેન .આપે જાણે મારા જ મનની વાત કહી.આવી બીજી સુન્દર વાતોની રાહ જોતા આપના વાચકો

 23. neeta says:

  prem badhane ek bija sathe hoy che pan ene dekhadvo pan pade che . eni mate samay pan kadhvo pade che. ane jindgi mate e jaruri che.

 24. deven says:

  tears came out of my eyes.please supply such stories as many as possible.

 25. Rajesh upadhyay says:

  Excellent..article..keep it up..

 26. jigar says:

  ખુબ જ સરસ કહેવત પણ એ જ કહે છે કે મા તે મા બીજા બધા વન વગડા ના વા.

 27. सोनलबेन के लिख इस संस्मरण को पढ़ कई बातें याद आ गई, मन में कई प्रश्नों ने जन्म ले लिया कि क्या वाकई मैं एक कुशल पुत्र बन सका हूँ???
  और जवाब यही मिला कि नहीं ….
  यह लेख पढ़ते समय यूं लगा मानो हम इस कथा के ही एक पात्र हों।
  इतनी उम्दा शैली में लिखने के लिये सोनलबेन और मृगेश भाई को धन्यवाद।

 28. Divya says:

  SO TRUE!!!!!!!!
  We all need to slow down & spend QUALITY TIME with our loved ones.
  Very touching article……Thank You!!!!!!!!

 29. JITENDRA TANNA says:

  ખુબ સરસ વાર્તા. આવી જ વાર્તા તથા આ પ્રકારનુ સાહિત્ય રોજ્બરોજ વાચ્યા કરીએ તો પછી દરેક માણસ હમેશ માટે સારો રહી શકે. આભાર મૃગેશભાઈ. આવી વાર્તા દ્વારા આ વેબ સાઈટ સારા સઁસ્કારોનુ સિઁચન કરે છે.

 30. SNEHAL R SHAH says:

  VERY GOOD AND TOUCHING TO HEART.PL GIVE SOME TRUE STORIES BY DR.SHARAD THAKER.

 31. Dhiren Chauhan says:

  Very True..but how many of realise this thing…” It is important to slow down”..very meaningfull sentence……life is to short ..either u can achieve..name,fame,money or u can achieve moments spents with ur dear n near ones..choice is yours……very inspirational storey sonal ben..keep it up

 32. Manhar M.Mody ('mann' palanpuri) says:

  ખુબ જ સરસ વાત અને એવી જ સરસ માવજત. દરેક દીકરાએ અને વહુ એ વાંચવા જેવી અને અમલમાં મૂકવા જેવી trick છે.

  CONGRATS SONAL MODI AND MRUGESH SHAH TOO.

  KEEP IT UP.

  – મનહર એમ.મોદી

 33. poonam vijay joshi says:

  Very good Sonal Ben i m good fan of good writting that u write i hope every BAHU r think like u & told their hubby to do like that also for SASHUMA to behave like MOM not like SASHU.

 34. kasundra priyanka says:

  Very nice article. I like it. i like your thiking.

 35. Pinki says:

  નવો જ વિચાર જીવનને નવી શૈલી તરફ પ્રેરતો….!!
  સાહિત્ય પણ સમાજસુધારકનું પાત્ર બખૂબી નિભાવી શકે …..!!

 36. 1800s currency value vs. 2000 currency value….

  United states currency. E-currency exchange. 1800s currency value vs. 2000 currency value. Currency. Currency conversions. Currency calculator. Currency exchange. Mexican currency….

 37. ajay says:

  excellent.

 38. Anil says:

  Nice Inspirization Article…..

  THanks a lot to SONAL MODI

  Very Nice……..

 39. NARESH HOKSHI says:

  HUBJ SUNDER LEKH..

  ADHUNIK ANEK VISANGATA THI BHARELA, VIBHAKT KUTUM ANE TETHI PIDATA BE VYAKTI ETALE MATA ANE PITA NI NISHKAM KALJI (CARE) ANE TE PAN DIKRA NI PATNI MARFAT.

  AATLA SARAS LEKH MATE ABHINANDAN.

 40. ખુબ જ સરસ વાત અને એવી જ સરસ માવજત. દરેક દીકરાએ અને વહુ એ વાંચવા જેવી અને અમલમાં મૂકવા જેવી trick છે

  આજના ઝડપી, સંઘર્ષના યુગમાં મોકળાશની થોડી પળો અને અપેક્ષા વગરના સંબંધો ઑક્સિજનરૂપ છે.

  એક ઉચ્ચ કક્ષાની વાર્તા. ફરી એક વાર કહુ તો રીડગુજરાતી આવા લેખોને લીધે ખુબ જ લોકપ્રિય બની રહ્યુ છે.

  અભિનંદન સોનલબેન અને આભાર મૃગેશજી.

 41. Hardik Panchal says:

  bahu j mast che….. apana parents apana prem na j bhukhya che….

  bahu j mast che

 42. janak bhagat says:

  I feel it is a very touching narration. May be every person in his late forties or fifties will feel the same- or feel he missed this. Guys- if you are young – your mum- dad are around try to feel their emotions they are always ovewhelming.
  This beautiful narration spread the message of love may be missed by us in our rush to keep pace with the world of speed today.

  excellent work.

 43. piyush says:

  such a very nice story didi.

  actually i have ur two books 1 to manni vat j.
  kharekhar tame saras lakho 60.

  chalo hon tamne mari j ek vat kahun. j tamari sathe related 6. tyare hoon ek consultansy man enggiener hato. amare bapore lunch karvu pade pan road ni site atle hoon thode j dur urban area man jaine maru tifin jami lau. site par free time man lagbhag vanch to j hooun .a divaso man ni vat manin navi j kharidi hati. main mari girlfrind ne phone karyo ane tamari articles/story kidhi.. ene book vanchva apva nu kahyu. etlaman ek garib mans avyo ballpen vechto hato. mane puchyu anhi sabji malshe main kidhu k khabar nahi …. mare ballpen nahoti levi to pan eni pase thi pen lidhi mane thayu ene 10 rs. ektha thai jashe.pan eni ankho ane paristhiti joi mari ankhman ansu avi gaya.karanke tifin na hoy to hoon bahu monghu lunch pan koik var kari leto.mane thayu k bicharo kyan jamshe. lunch hour hato etle nitya kramni jem mari girlfriend ne phone karyo pan maru man tyanj hatu. main ene kidhu k baka te kevi rite jamshe.main umeryu ke mane thayu k maru tifin ene api daun.. mari girlfrind replied “ke are yar ema shu vicharvanu..api av am pan tu bhar ghani var jame j j che ne main kidhu ha…ene mane encourage karyo..hoon tarat pacho gayo ane maru tifin emne api didhu.pachi hoon bhar faryo. and mara team leader avya. mane bhar java mate kahyu main kahyu 1 minute maru khali tifin lai avu. pachi ame akho divas site par farya. hoon kain j na jamyo…mari girlfrined mari sathe jhaghdi karanke hoon jamyo nahin etle..pan sachu kahu mane etlo santosh malyo hato k bhukh j na lagi….am to ame bhar jata tyare pan sari hotel manthi bhar nikalta hoiye tyare mangnara chokrane paisa apiye j. e mari sathe jhaghde k avu na karay baka.e loko am ne tem…. hoon jawab apto k baka apne shokh mate j 2 jan 200 rs. nu jami avya j vadhare kehvay . e loko to sapnaj joshe emne khabar pan nahi hoy ke pizza k paneer rava dosa etle shu… apne emne jamadiye nahi to kani nahi pan thodi madad to kariye ne….pachi ene pan tev padi gai…
  thaks a lot…for giving nice inspiration to the younger generation like us……..

 44. nayan panchal says:

  ‘સુંવાળા સમય’ની આટલી શુધ્ધ અને નવતર વ્યાખ્યા સમજાવવા બદલ આભાર.

  હ્રદયસ્પર્શી વાર્તા. જેમણે ‘મનની વાત’ વાંચી હોય તે તો સોનલબેનની લેખનક્ષમતાથી પરિચીત છે જ.

  નયન

 45. shruti suthar says:

  very very nice

 46. payal says:

  I have no words……… just gr8..

 47. vanraj -Bangalore says:

  Simply gr8….No words….Really touching story…..

 48. Jagruti says:

  simply great….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.