નીરોગી રહેવા માટેના નિયમો – સં. ડૉ. રસિક એન. વાડદોરિયા
[ચાલુ એપ્રિલ માસના અખંડ આનંદમાં આરોગ્યને લખતા સોનેરી નિયમોનું આ સુંદર સંકલન માણવાનું મળ્યું અને તે સાથે ડૉ. રસિકભાઈએ રીડગુજરાતી પર તે લેવાની પરવાનગી આપી તે માટે તેમનો ઘણો આભાર. આપ તેમનો આ નંબર પર +91 9998869123 (નરોડા, અમદાવાદ) પર સંપર્ક કરી શકો છો.]
[1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈએ.
[2] ખોરાકમાં વધારે પડતા તીખા (લાલ/લીલું મરચું) ખાટા (લીંબુ / આમલી), ખારા (મીઠું-સોડા) તથા તળેલા પદાર્થોનો ઉપયોગ ટાળવો.
[3] ઉપરોક્ત તીખું-તળેલું વગેરે 15 દિવસમાં એક વાર ખાવું જોઈએ.
[4] પાણી હંમેશાં ઉકાળીને પીવું જોઈએ. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડું કરેલ પાણી પીવું જોઈએ.
[5] શક્ય હોય ત્યાં સુધી ફ્રીજની ઠંડી દરેક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ.
[6] ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી વસ્તુઓનો બાહ્ય ઉપચાર કરવો. જેમ કે ઠંડા પાણીથી સ્નાન, ખસ/ચંદનનો લેપ વગેરે પરંતુ ખોરાકમાં ઠંડી વસ્તુઓનો ઉપયોગ માફકસર કરવો અથવા ન કરવો.
[7] જમ્યા પછી તુરત જ ખૂબ પાણી ન પીવું, પણ એકાદ કલાક પછી પીવું. તે પણ હૂંફાળું ગરમ પીવું.
[8] આઈસક્રીમ માત્ર ઉનાળાની ઋતુમાં તે પણ દિવસના ભાગમાં ખાવો, ઉનાળામાં પણ રાત્રિના ઠંડી વસ્તુઓના સેવનનો ત્યાગ કરવો.
[9] નાનાં બાળકોને વધારે પ્રમાણમાં ખાટા તથા ગળ્યા પદાર્થો તથા ઠંડી વસ્તુઓ ન આપવી. આપવી પડે તો સામે તેટલા પ્રમાણમાં તીખા / કડવા પ્રદાર્થો પણ આપવા.
[10] બહાર જવાનું થાય ત્યારે હંમેશાં નાકમાં ગાયનું ઘી, વૅસેલિન, સરસિયું તેલ કે કોપરેલ આંગળીમાં લઈ બન્ને નસકોરામાં લગાવવું જેથી બહારની દૂષિત હવા (પ્રદૂષણ) નાક વાટે ફેફસાંમાં જતી અટકે.
[11] શિયાળાની ઋતુમાં કાન, પગ તથા માથું ઢાંકેલું જ રાખવું, કારણકે ઠંડી હવા તેના દ્વારા જ શરીરમાં જાય છે.
[12] અઠવાડિયામાં એક વાર લોટ (અનાજ) વગરનો ખોરાક ખાવો જોઈએ. જેમ કે મગ/મગની દાળ, ખીચડી, ભાત, મગના લોટનો હાંડવો-ઈડલી-થેપલા-પરોઠા, શાકભાજીનાં સૂપ, ફળો-ફળોનો રસ-છાશ વગેરે લેવું. જેથી આંતરડાનું શોધન થાય તથા પાચનક્રિયા વ્યવસ્થિત રહે.
[13] શક્ય હોય ત્યાં સુધી ખોરાકમાં ગાયનાં દૂધ-ઘીનો ઉપયોગ કરવો.
[14] બટેટામાં તીખા (કાળા મરી) તથા સંચળ અને ભીંડાની સાથે લસણનો ઉપયોગ કરવો જેથી પચવામાં સરળતા રહે તથા વાયુનો પ્રકોપ ન થાય.
[15] નાનાં બાળકોની શરદી-ખાંસીમાં તાત્કાલિક દવા ન લેવી પણ આદું + તુલસીનો રસ મધ સાથે આપવો. અજમા તથા લસણની પોટલી બનાવી તેના નાક પાસે સૂંઘવા આપવી. ઠંડી તથા ગળી-ખાટી વસ્તુ ખોરાકમાં ન આપવી.
[16] હમેશાં ઋતુ મુજબનાં ફળો ખાવાં. ઋતુ વિરુદ્ધ ફળો ન ખાવાં. જેમ કે શિયાળામાં દ્રાક્ષ/તરબૂચ, ચોમાસામાં મોસંબી/તરબૂચ/સંતરા, ઉનાળામાં પપૈયાં વગેરે. શિયાળાની શરૂઆતમાં પપૈયાં તથા ત્યાર બાદ સફરજન વગેરે લેવું જોઈએ. ઉનાળાની શરૂઆતમાં દ્રાક્ષ/સંતરાં તથા ત્યાર બાદ તરબૂચ, કેરી વગેરે લેવાં જોઈએ. બધાં જ ખાટાં ફળો ખાતી વખતે તેમાં તીખા તથા સંચળ અથવા સિંધાલૂણનો પાઉડર નાખવો જોઈએ. ફળો સાથે દૂધ કદી પણ ન લેવું.
[17] ખોરાકમાં હંમેશાં મગ-મગની દાળ, ભાત, ઘઉંની થૂલી, જવના લોટની ભાખરી, ગાયનું ઘી, ચોખ્ખું જૂનું મધ, ગાયનું દૂધ વગેરેનો નિત્ય ઉપયોગ કરવો જોઈએ.
[18] તાજા જન્મેલા બાળકને બહારનું દૂધ આપવું પડે તો માત્ર અને માત્ર બકરીનું દૂધ આપવું અને તે ન મળે તો ગાયનું દૂધ સમભાગે પાણી મેળવી, સાકર નાખી ઉકાળી આપવું. છ-માસથી દોઢ વર્ષ સુધીના બાળકને બકરીનું દૂધ આપવાથી તેનું પાચનતંત્ર તથા શ્વસનતંત્ર મજબૂત થાય છે. તેને શરદી, ખાંસી, ઝાડા, ઊલટી વગેરે રોગો થતા નથી અને થાય તો ઓછા પીડાદાયક હોય છે.
[19] શિયાળાની ઋતુમાં બાળકોને સવારે નાસ્તામાં ગાયનું ઘી 1/2 ચમચી તથા ચોખ્ખું મધ 1/4 ચમચી મિક્સ કરીને દૂધ સાથે આપવું જોઈએ.
[20] બીજાના દુર્ગુણો જોવાનું છોડી પોતાના અવગુણો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
[21] બાળકોને કાજુ, બદામ, અખરોટ વગેરે આપવાં હોય તો પાંચ વર્ષથી નીચેના બાળકને ખૂબ બારીક લસોટીને દૂધમાં મિક્સ કરી આપવાં. સીધાં ચાવવા માટે ન આપવાં. કારણ કે સૂકો મેવો ઓછામાં ઓછો સો વાર ચાવીને ગળા નીચે ઉતારવો જોઈએ. તો જ તેના ગુણોનો લાભ મળે.
[22] નાના બાળકને દાંત આવતા હોય ત્યારે તુલસીનો રસ+મધ મિક્સ કરી તેના પેઢાં ઉપર દિવસમાં બેથી ત્રણ વાર લગાવવાથી કોઈ પણ જાતની તકલીફ વગર દાંત આવી જાય છે.
[23] દહીંનો ઉપયોગ માત્ર ઉનાળામાં જ કરવો જોઈએ. દહીં એકલું કદી ન ખાવું, તેમાં મધ, સિંધાલૂણ, ઘી, સાકર કે જીરું આ બધામાંથી કોઈ પણ મિક્સ કરીને ખાવું. રાત્રે દહીં કદી ન ખાવું.
[24] હમેશાં ગરમ ખોરાક ખાવો. એક વાર ઠંડી થયેલ વસ્તુ ગરમ કરીને કે વાસી ખોરાક ક્યારેય ન ખાવો.
[25] હમેશાં ચિંતાનો ત્યાગ કરવો, સદાય ઉત્સાહમાં તથા પ્રસન્ન રહેવું. જો કોઈ પણ પ્રશ્ન કે ચિંતા હોય તો તેનો ઉકેલ કરવો. ચિંતાનું ચિંતન કરવું સ્વાસ્થ્ય માટે હાનિપ્રદ છે.
[26] સામાન્યત: સાંજે 8.00 વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ.
[27] ચોમાસા દરમ્યાન મેલેરિયાથી બચવા માટે ચોમાસાની શરૂઆતમાં ત્રણ અઠવાડિયાં રોજ મહાસુદર્શનચૂર્ણ 1/2 કપ ઉકળતા પાણીમાં 1/2 ચમચી રાત્રે પલાળી સવારે તેને સહેજ ગરમ કરી ગાળી નરણા પીવું જોઈએ.
[28] મૂળા સિવાય કોઈ પણ શાકભાજી કાચાં ન ખાવાં જોઈએ. હંમેશાં બાફીને સૂપ બનાવી પીવો જોઈએ.
[29] ખોરાકમાં શિયાળામાં તથા ચોમાસામાં લસણ, કુમળા મૂળા, આદું, લીલી હળદર, આંબા હળદર, ફુદીનો વગેરેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો.
[30] જે દિવસે બપોરે અથવા સાંજે જમવામાં મિષ્ટાન્ન વગેરે લીધું હોય તે દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો અથવા લોટ વગરનું હળવું ભોજન લેવું. (મગ, દાળ, ખીચડી, પુલાવ વગેરે)
[31] દરરોજ સવારે, બપોરે, સાંજે જમ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા જોઈએ.
[32] મહાન પુરુષો, સત્પુરુષો, સંતો, મહાત્માઓ તથા મહાન વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રો તથા પ્રેરક પ્રસંગોનું વાંચન કરવું જોઈએ.
[33] દિવસમાં અર્ધો કલાક પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવી. અઠવાડિયામાં એક વાર કોઈ પણ સત્કાર્ય કરવું જોઈએ. અથવા સત્કર્મમાં મદદ કે સેવા આપવી જોઈએ.
[34] કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવો જોઈએ નહિતર આપણે પણ ભગવાન પાસે એવા મજબૂર થઈ ઊભા રહેવું પડે.
[35] કૃતજ્ઞી બનો. કૃતઘ્ની નહિ.
[36] દિવસે સૂવું નહિ. આળસ એ જીવતા મનુષ્યની કબર છે.
[37] વ્યસન તથા રોગોને ઊગતા જ ડામી દેવાં જોઈએ.
Print This Article
·
Save this article As PDF
પહેલા 30 સુચનો માં થી હું તો લગભગ બધાનું જ ઉલ્લંધન કરુ છું … Need to exercise care .
Thanks for bringing such useful suggestions.
GOOD SUGGESTIONS FOR HEALTH.
I LIKE IT.
આ બધુ કરવુ તો પછી જીવવુ ક્યારે?
Jokes apart, સારા સૂચનો છે પણ પાળવા અત્યંત કઠીન (મારા માટે તો અશક્ય જ) છે.
enjoy everything in proper proportion. good stuff.
Mostly common sense stuff. Easier said than done.
ઋતુ પ્રમાણે કયા ફળો – આ લેખ પરથી જાણવા મળ્યુ
આજે જ્યારે બધા ફળો બારેમાસ મળે છે ત્યારે આ જાણકારી ખરેખર ઉપયોગી છે.
આરોગ્યને જાળવવા માટેના આ નિયમો સારા છે.
આ ઉપરાંત, થોડા નિયમો પાછળના કારણો અગર સમજાય તો એ સહેલાઈથી યાદ રહેશે અને અમલમાં મુકી શકાશે.
દા.તઃ મૂળા સિવાય કોઈ પણ શાકભાજી કાચાં ન ખાવાં જોઈએ. હંમેશાં બાફીને સૂપ બનાવી પીવો જોઈએ.
રાત્રે દહીં કદી ન ખાવું.
આપનો આભાર – ડૉ. રસિકભાઈ અને મૃગેશ
bahu badhu evu che k j kari sakay em che. ane tabiyat ne sari rakhi sakay em che. aapno khub khub aabhar
THANK YOU FOR THE TIPS.
tension nahi leneka,
mast jeene ka.
live in present ( i.e why it is a present) dont spoil your today in expectation of better tomorrow. Kya pata Kal ho na ho.
I agree with Darshit in the comments. If you try to follow all, when to live the life? 🙂
I totally disagree with #11. IMHO, I think if you keep your head covered while sleeping, you tend to inhale more carbon dioxide.
Also, many of these suggestions may NOT work for lifestyle in US. It just doesn’t work…
Really neccesary to have knowledge of it. Try to remember each and every advice and use it in daily life. Incase, if I can not use in life DO NOT warry, cos LIFE and TIME can play any kind of role in our life so, These advice may help me in worst time. (sandharyo saap kam ave).
To sumup I firmly believe that to have these knowledge is really importnat than to use in daily life.
સ્વસ્થ રેવ ન બધ નિયમો નુ પલન ન થય તો પન થોદ થોદ નુ પલન કરવુ જોઇયે ખુબજ સુન્દર મહિતિ આપિ બધા એ આનિયમોનુ વાન્ ચ્હન કરાવુ જોઇયે ખુબ ખુબ આભર દાક્તાર સુધક ર
સરસ મારે આ સક્લન ની ચોપડી હોય તો જોઈએ
ઉપયોગિ માહિતિ.યાદ રાખવિ જેવિ ચ્હે.
all comment r nice as tips.
be happy & love all