શબ્દો નામે પંખી – માધુરી મ. દેશપાંડે

[આ તમામ હાઈકુ શ્રીમતી માધુરીબહેન દેશપાંડેના (વડોદરા) પુસ્તક ‘શબ્દો નામે પંખી’ માંથી લેવામાં આવ્યા છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક મેળવવા માટે આપ તેમનો +91 9879825158 પર સંપર્ક કરી શકો છો.]

[1]
પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી.

[2]
ખેંચી પણછ
ઈચ્છાનાં ફળને મેં
વીંધી જ નાખ્યું.

[3]
લૂંછી લો આંસુ
હવા જો લાગશે તો
સૂકાઈ જશે.

[4]
મમ એકાંત
કોરી ભીંત, આવો ને
થૈ ફ્રેમ તમે !

[5]
ખોબો ભરીને
પીવા મળ્યું, દરિયો
મળ્યો, ડૂબવા.

[6]
ફફડાટને
ઉરમાં સમાવું, ત્યાં
તોફાન આવે.

[7]
સંબંધોનાં કૈં
અરણ્યો જોયાં, ક્યાંય
ન દેખી છાયા.

[8]
પીગળી જવું
સમયના અંધારે
સવાર થાશે.

[9]
અમે એકાંત –
– સાગરે, ટાપુ થઈ
જીવીએ છીએ.

[10]
પ્રસ્તાવના શું
લખે આંસુની, ઉર
કોરુંકટ્ટ ત્યાં !

[11]
ભીનાં ભીનાં થૈ
સંબંધની છાલકે
ભીંજાયા અમે.

[12]
સાચવી લૈ મેં
સંબંધની ભીનાશ
બાગ ખીલવ્યો.

[13]
પામવા મથું
સ્મરણના અરીસે
તસ્વીર તારી

[14]
ચગાવવાં છે
સ્મરણોનાં પતંગ
સમીર નથી

[15]
વેદના નહીં
વરસાદ થૈ આવો
ઝૂરીએ અમે.

[16]
રૂપ ચૈત્રનું
લઈ પ્રખર, ગમ
મને સતાવે.

[17]
મને ઝરણું
બનાવી, તમે ભૂલ્યાં
વહેવું શાને ?

[18]
ટોળે વળેલાં
મારગ પૂછે જાવું
ક્યાં તમારે હો !

[19]
શબ્દ પરાયાં
પંખી બન્યા, હું મૌન
પીંજરે કેદ

[20]
શીશ નમાવી
કલમ ડાળ ઝૂકી,
ને મ્હોર્યા શબ્દો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પરાજયનું તત્વજ્ઞાન – કલ્પેશ. ડી. સોની
ચિંતનદીપ (ભાગ-1) – ધૈર્યચન્દ્ર. ર. બુદ્ધ Next »   

27 પ્રતિભાવો : શબ્દો નામે પંખી – માધુરી મ. દેશપાંડે

 1. gopal parekh says:

  માધુરીબેને ને તમે બહુ મજા કરાવી,એક હાઈકુ મેં કયાંક વાંચેલું– હાઈકુ કરું,
  સાહિત્ય બગાડવા,
  કાયકું કરું?

 2. અમી says:

  Just superb. મૃગેશજી હવે એમ ના કહેતા કે અહિં અંગ્રેજી શબ્દ કેમ વાપર્યો.

  સૌથી વધુ ગમ્યુ તે ..
  “ખેંચી પણછ…”

 3. સુંદર હાઈકુઓ…

 4. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice….thanks

 5. urmila says:

  સંબંધોનાં કૈં
  અરણ્યો જોયાં, ક્યાંય
  ન દેખી છાયા.
  best and practical

 6. hitu pandya says:

  લૂંછી લો આંસુ
  હવા જો લાગશે તો
  સૂકાઈ જશે.
  આહા……..!!!!!! હ્રદયસ્પર્શી..

 7. Manan Shah says:

  દેશ્પન્ડૅ આમ તો મરાટી હોય પન આટલુ સારુ ગુજરાતિ સાહિત્ય લખિ શકે તે બદલ તમરો ખુબ આભાર…

  જય જય ગરવિ ગુજરાત

 8. Dr.Dave Yogesh J says:

  Madhuri your “haiku” so madhur

  some error in gujartati posting .pl take care of it.
  it may be webpage monitor’s error.
  thanks

 9. Frequent reader says:

  Very nice!

  I like these 2 the best:
  [1]
  પલળવાનાં
  સ્વપ્નમાં, કોરી રહી
  ગઈ જિંદગી.

  [5]
  ખોબો ભરીને
  પીવા મળ્યું, દરિયો
  મળ્યો, ડૂબવા.

 10. preeti hitesh tailor says:

  કૈંક એ જ બધું જે આપણી ભીતરમાં જાગતું…
  નાનકડાં બિંદુઓની ફુહારમાં નખશીખ પલળ્યાં અમે પણ…..આભાર માધુરીબેન..
  આભાર મૃગેશભા ઇ!!!!

 11. drashti says:

  મને ઝરણું
  બનાવી, તમે ભૂલ્યાં
  વહેવું શાને ?

  અત્યન્ત સુન્દર રચના

 12. smrutishroff says:

  ઓછા શબ્દો, પન કેતલિ ગહનતા?? સુન્દેર રચનાઓ.

 13. એક આખું કાવ્ય ક્યારેક સમજાવવા માટે ઓછું પડે છે ને કયારેક એક નાનકડું, ત્રણ લીટીનું, ૧૭ અક્ષરનું બનેલું ‘હાઈકુ’ ઘણું સમજાવી જાય છે!

  માધુરીબેન દેશપાંડેની રચનાઓ સરસ, તેઓ ગુજરાતી ન હોવા છતાં, કાકા સાહેબ કાલેલકરની જેમ એક સવાયા ગુજરાતી સાબિત થયા છે.

 14. malek mustak says:

  my Name is mustak from Gujarat at sutat.

 15. E. Bhakti says:

  they all are superb .. very nice madhuri ben ..

 16. mrudula.parekh says:

  મીઠાશ નીતરતી ક્લમને,
  સ્યુગર્ ફ્રિ ના સલામ્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.