અડધી ચા નો નશો – ડૉ. નલિની ગણાત્રા

અડધી ચામાં કેટલાંક આખી જિંદગી કાઢી નાખતાં હોય છે. શાણા લોકો અડધી ચામાં પૂરાં કામ કઢાવી લેતા હોય છે, અને અતિ શાણા લોકો અડધી ચા પર આખા લેખ લખી નાખતાં હોય છે. કોઈ વાર્તા બીજીવાર વાંચવી હોય તો પહેલીવાર તો વાંચવી જ પડે એમ આખી ચા પીવા માટે પહેલા તો અડધી ચા જ પીવી પડે. અડધી ચા આખ્ખાં દુ:ખો ભુલાવી દે છે એટલે જ આખા માણસોય અડધી ચા પીતા હોય છે.

ચા અને ચાહ અધૂરાં હોય તો અમૃતનું કામ કરે ! ચા અને ચાહ પીવામાં કલા હોવી જોઈએ. બાકી અઢી વાગ્યાની રિસેસમાં લારીએ જઈ ચા ગળચીને પોણા ત્રણે પાછા ફરનારા કોઈને ચાહી ન શકે. મહોબ્બત અને ચા તો આહિસ્તા આહિસ્તા રંગ લાવે. ચા પીવાનું તો કોઈ અમદાવાદી પાસેથી શીખે. અઢી વાગ્યે ચા પીવાનું હોય તો તે બે વાગ્યાથી ધર્મેન્દ્રના ‘મા…. મા…’ વાળા ડાયલોગની જેમ મનમાં ‘ચા…ચા…ચા…’ નો ઉમંગ ચાલુ થઈ જાય. અઢી વાગ્યે મિત્રો સાથે ધીમે ધીમે પગથિયાં ઊતરી લારીએ પહોંચે. અને મૂડા પર આરૂઢ થાય. ફટ કરતોક બેસી ન જાય. બેઠા પછીયે તરત જ ચાનો ઑર્ડર નહીં આપવાનો. ઑફિસમાં કોઈ રાહ ન જોતું હોય અને જરૂરેય ન હોય, પછી શું કામ ઉતાવળ કરવી ? શાંતિથી બેસે. ટેણી આવે એટલે ઍમ્પાયરના ‘ફોર’ ડિક્લેર કરવાની સ્ટાઈલમાં ચાર ‘કટિંગ’નો ઑર્ડર આપે. પછી જાણે કંઈ બન્યું જ ન હોય એમ મિત્રો જોડે ઑફિસના અંધેરની વાતોએ ચડે.

વાતો કરતાં કરતાં જાણે અમદાવાદનું સુપરવિઝન સોંપ્યું હોય એમ અવલોકનની અદાથી ડાફોળિયાં મારતો જાય. ત્યાં ચા આવે એટલે આસ્તેથી કપ હાથમાં લે ! તડપનો અણસાર તો આવવા જ ન દે. અને પછી પહેલી ચુસકી લે. એ જોઈને આપણો માંહ્યલો ટાઢો થઈ જાય કે, ઓ..હો..હો..હો ! અડધી ચા પીવામાં અઢાર મિનિટ કાઢે અને ત્યાં સુધીમાં ઊંટ જેવા બોસના અઢાર અવગુણનાં ગુણગાન ગવાઈ જાય. ચા પીધા પછી પણ ચૌદ મિનિટ સુધી ત્યાં જ ચોંટી રહે. પછી ઊભા થઈ બંને ખિસ્સામાં હાથ નાંખીને ઑફિસની વાટ પકડવાની. અડધી ચામાં તો પર્સનાલિટી ‘જંગમાં જીત્યો રે મારો કાણિયો’ જેવી થઈ જાય. ચા પીને આવ્યા પછી તો ઑફિસમાં કામ પણ કરે !

સફળ વ્યક્તિની સફળતા પાછળ અડધી ચા અને અધૂરી ચાહનો સાથ હોય છે. પ્રેમમાં અડધી કાઠીએ થઈ ગયેલાઓએ જ ઉત્તમ પ્રણયગીતો આપ્યાં છે. અધૂરું ચાહવામાં લયલા-મજનું પ્રાત:સ્મરણીય થઈ ગયેલાં. મણિ-મૂળચંદને મધ્યાહ્ને કોઈ યાદ કરતું નથી !
‘સિદ્ધિ તેને જઈ વરે,
જેને મળે ચા કે ચાહ’
સેલફોનવાળાઓએ પણ ધંધામાં સિદ્ધિ મેળવવા માટે જાહેરાતમાં અડધી ચાનો આધાર લીધો છે.
‘Cutting Tea – Rs. 3 ; Airtime – 1.5 P.M’
જાહેરાતવાળા શિક્ષક ન હોવાથી એમને ‘તફાવત’ નો ખ્યાલ ના આવે. બાકી અડધી ચા ના ભલે ત્રણ રૂપિયા થાય, પણ અડધી ચા તમે અડધો કલાક સુધી પીધા કરો તોય ત્રણ જ રૂપિયા થાય. જ્યારે ‘એર’ ટાઈમ પ્રતિમિનિટ તમારી ‘હવા’ કાઢી નાંખે ! એની વે, મોબાઈલવાળાને પણ અડધી ચા વગર ન ચાલ્યું તો મણિ-મૂળચંદને ક્યાંથી ચાલે ? એમાંય સગપણ અને સરકાર તો અડધી પીતાં પીતાં તૂટેય ખરાં ને નવાંય બને !

ચા માટે બે સંસ્થા પ્રચલિત છે. (1) નારીની ચા (2) લારીની ચા. નંબર એક – ઘેર, સવારે અને આખી પીવાય છે. નંબર બે – બહાર, બપોરે અને અડધી પીવાય છે. નંબર એક ફડચામાં જાય તો નંબર બે ફડકો પેસવા દેતી નથી ! લારીની ચાનો નશો જ કોઈ ઓર હોય છે. કૂચા ઉકાળી ઉકાળીને બનાવાતી હોવાથી ‘ચડે’ છે. નશો માપમાં જ હોય, તેથી જ લારીની ચા અડધી જ પીવાય છે. આખી પીવાય જાય તો કપ-રકાબી સોતી બહાર આવે છે ! ચા પીવા આવનાર ચુસ્તધર્મી હોય કે ધર્માંતરપ્રેમી, અહીં બધા માટે સરખો જ ‘ભાવ’ હોય છે ! બીજો ફાયદો એ છે કે લારીની ચા પીવા ગમ્મે ત્યારે આવી શકાય છે. જ્યારે નારીની ચા પીવા બપોરે બેથી પાંચમાં એના ‘નીંદરનીટી’ શૉમાં જાવ તો બારણાંનો ગેબી ધડાકો સાંભળવો પડે છે !

અડધી ચા આદમીની ઊંઘ હરામ કરી દે છે. ચા પીવાથી ઊંઘ નથી આવતી. જો કે પ્રોફેસરો આમાં અપવાદ છે. ચા પ્રોફેસરની ઊંઘ હરામ નથી કરી શકતી કારણ કે પ્રોફેસરો પોતે ચા પીધી છે એ જ ભૂલી જાય છે ! ચાથી ભૂખ પણ મરી જાય છે. ગરીબો ભૂખને મારવા ચા પીએ છે. ગરીબોને મારી નાખનાર ભૂખને મારીને ચા ગરીબોને ભૂખથી મરતા બચાવે છે ! તેથી જ ગરીબો ચા ના ‘ચેઈન ડ્રીંકર’ હોય છે. દિવસમાં દસ અડધી પીવે છે અને બસ જીવે છે.

કહેવત છે કે ‘ચા બગડી એની સવાર બગડી’ મતલબ, ચાલીસ એમ.એલ ચા આપણી સો કેરેટની સવાર બગાડી શકે છે ! જેમને પતિ-પત્ની બગડેલી ચા જેવાં મળ્યાં હોય એણે સવાર બગાડવા ચાની ગરજ કરવી પડતી નથી. એમ તો કેટલાક મૂળચંદ પણ આપણી સવાર બગાડી જાય છે. પણ સવાર બગાડવાનો યશ એકલી ચા ને જ મળ્યો છે. (જો કે ચા ન પીતા હોય એણે પોતાની સવાર બગાડવા શું કરવું એની માહિતી-પુસ્તિકા ઉપલબ્ધ નથી.) એક અક્ષરની ચાનું ગજું શું ? એટલે એ બિચારી માત્ર સવાર જ બગાડી શકે છે એ જાણીને દાળ અને સાસુ એની વહારે ધાયાં અને ગરબો બન્યો કે,

“ચા બગડી એની સવાર બગડી
દાળ બગડી એનો દિવસ બગડ્યો,
સાસુ બગડી એની જિંદગી બગડી !”

આ ત્રણેયમાં ચકાચૌંધ કરી દે એવું સામ્ય છે. ત્રણેય પડ્યા-પડ્યાં ઉકળે ! ઊકળવું એ જ એમનો સંદેશ. ઊકળે નહીં ત્યાં સુધી જામેય નહીં. પરફોર્મન્સ જ ન આપે. ઊકળે તો જ પર્સનાલિટીમાં નિખાર આવે. નિખાર એટલે કેવો ? ચા ઉકળે તો લાલ થાય, દાળ ઊકળે તો પીળી થાય અને સાસુ ઊકળે તો… લાલપીળી થાય ! (આ ત્રણેયના કલર ન પકડાય તો ખામી ચૂલામાં સમજવી !) એક સવાર બગાડે, બીજી દિવસ બગાડે અને ત્રીજી જિંદગી બગાડે. ચાની ચુસકી, દાળનો સબડકો અને સાસુનો ફડકો ! આ ત્રણનું કોમ્બીનેશન જુઓ ! ત્રણેય સ્ત્રી જાતિ, અને સુધારવું-બગાડવું એના હાથમાં. જય માતા દી… જય માતા દી…

ચા પીવાની ટેવ જૂની નિશાળમાંથી પડી છે. ‘બા ચા પા’ એવું શિક્ષકો શીખવતા. પ્રાસ બેસાડવા બાળકો બગાડ્યા. એ જ બાળકો હવે મોટાં થઈને બોલે છે.
‘ચા એ ચા
બીજા માથાના ઘા’
એક ભાઈ ચાના એવા રસિયા કે ‘બેડ ટી’ થી એમની ગુડમોર્નિંગ શરૂ થાય ને ‘બેડ ટી’ થી ગુડનાઈટ ! ચાનું ઉત્પાદન બંધ થઈ જાય તો એ સવારે જાગવાનું માંડી વાળે. ચાને ‘વરેલાં’ એ કાયમ એક જ ભગવદપંક્તિ ગાય છે –
‘ચા એ ચા
બીજી બહેન ને મા.’

ઘણા અડધી ચાની બાધાય રાખતાં હોય છે કે, હે દીનાનાથ, પાડોશીનું પાકીટ પહેલી તારીખે ચોરાઈ જશે તો તને અડધી ચા ધરાવીશ અને ઈચ્છા પૂરી થયે પાછો મહાદેવને અડધી ચાથી નવડાવી આવેય ખરો !

એક વસ્તુ તમેય નોંધી હશે કે અડધી ચા પીનારનેય બધી વસ્તુઓ તો આખી જ જોઈએ. જેમ કે ચપ્પલ, ચશ્માં, ચોપડી વગેરે… પત્નીનો અર્ધાંગિની તરીકે પરિચય ભલે આપે પરંતુ એક હાથે ઠૂંઠી, એક પગે લૂલી અને બુદ્ધિએ બાઠી ન ખપે ! મધ્યયુગમાં માણસ આખી ચા એકલો જ પીતો. પણ આખી ચાથી અને એકલાથી ‘ચીઅર્સ’ ન થાય. ચીઅર્સ કરવા અડધી કરીને કોઈને આપવી પડે અને વહેંચીને પીવાથી વિશ્વબંધુત્વની ભાવના વિકસે. ‘પરસ્પર ચાહો’ સૂત્ર અડધી ચાનો મહિમા સૂચવે છે. ચા + હો એટલે ચાહો. અહીં હો એટલે જ CHEER ! અડધી ચાના કપ પરસ્પર ટકરાવીને ચીઅર્સ કરીને પીવાથી જે આનંદ મળે એ આખી ચા એકલા પીવાથી ન મળે, મૂળચંદ !

બાય ધ વે, તમે આજે ચા પીધી કે નહીં ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જળ સુંદર, સ્થળ પણ સુંદર – પ્રીતિ સેનગુપ્તા
સંબંધોની રમત – દીપક આશર Next »   

37 પ્રતિભાવો : અડધી ચા નો નશો – ડૉ. નલિની ગણાત્રા

 1. anamika says:

  અતિશય સુંદર લેખ…………મજા આવિ ગઈ….
  હું ચા નથી પીતી…એટલે ચા ના નશા ની ખબર નથી…પણ આ લેખ નો નશો ચડે એવો છે….આવા લેખ વધુ વાંચવા મળે એવી આશા રાખુ છુ….

 2. Bharat Lade says:

  ચા પીવાની મઝાજ કઇ ઑર છે. હું દિવસમા ઘણીવાર ચા પીતો હોઉ છુ અને તે પણ દરેક વખતે અડધીજ. લેખ વાચીને પાછી અડધી ચા પીવાનુ મન થઈ ગયુ.

 3. Ami says:

  ટાઇમ-પાસ પિણુ .. બાકી એમાંથી કંઈ મળતુ હોતુ નથી. ચા ના પિવાથી કોઈ મરી નથી જતું.

 4. hitu pandya says:

  સરસ enjoyed…….

 5. Moxesh Shah says:

  ચા જેવોજ મન ને તર-બ-તર કરી દેતો લેખ.
  ખૂબ………………………………….જ સરસ.

  અમી ને એક વાર્તા કહેવા નુ મન થાય છે, જે મે મારા પપ્પા પાસે થી ઘણી વખત સાભળી છે. –

  “લક્ષમણજી મૂર્છિત થવાથી હનુમાનજી હિમાલય પર થી સન્જીવની લાવે છે. સન્જીવની નો રસ પીવડાવ્યા પછી રામ ભગવાન તેના વધેલા કૂચાઓ ને ફેકતા હોય છે, તે વખતે આ કૂચાઓ ભગવાન શ્રી રામ ને ફરીયાદ કરે છે કે હે પ્રભુ, આ તો કેવો અન્યાય? અમારો અમ્રુત રુપી રસ લઈ લીધા પછી અમને આમ ત્યજી દેવાના? તે વખતે પરમ ક્રુપાળુ ભગવાન શ્રી રામ તેમને આશીર્વાદ આપે છે કે ” મે તમને તરછોડ્યા નથી, તમે તો મહાન સેવાકાર્ય માટે નિર્માયા છો. કળિયુગ મા તમારા મા થી (કૂચા મા થી) ‘કૂ’, એટલે ખરાબ અષર નીકળી જશે અને તમે ‘ચા’ તરીકે ખૂબ જ પ્રચલિત થશો અને આમ તમે કળિયુગ નુ અમ્રુત કહેવાશો.
  તથાસ્તુ.”

 6. dr sudhakar hathi says:

  આર્ધિ ચા મા આખો લેખ વાચયોહોતેલ નિ આર્ધિ પિવાય પાન ઘરે તો આખિ પિવાય સુન્દર લેખ આભાર

 7. manisha says:

  નલિનીબેન ,, ચાલો એક બનાવો ત્યારે…અડધી અડધી થઈ જાય….. મજા આવશે.. ઉનાળા ની બપોરે… ગુલમહોર ના ઝાડ નીચે……….

 8. Ami says:

  ઓહ … લોકો આને ભગવાન રામ નો પ્રસાદ માનીને પીએ છે એમ !!?? સરસ.

  આ માહિતિ માટે મોક્ષેશ શાહ નો ખુબ ખુબ આભાર.

 9. Editor says:

  ચા ના કેવા રહસ્યો ખૂલી રહ્યા છે !! મોક્ષેશ ભાઈ, આભાર.

  કોઈ સંતે વળી ચા ની આરતી પણ બનાવી છે એવું થોડું યાદ આવે છે. આખી આરતી તો યાદ નથી પરંતુ એની શરૂઆત કંઈક આવી છે…

  જય ચા માતા, હો જય ચા માતા,
  લોકો તમને પીવા, હોટલમાં જાતા… હો જય ચા માતા…

  ધન્યવાદ,
  મૃગેશ શાહ

 10. Maharshi says:

  nice article….

 11. bimal says:

  અમે અમદાવાદી તો ભાઈ અડધાની એ અડધી …..!!!!!!!!!!!!! એકદમ સાચું કે નહીં…

 12. Disha says:

  Great Article,
  also we got very good story regarding Tea from Mr. Moxesh.

  Nice tea and great article is making really “good Morning.”

 13. preeti hitesh tailor says:

  રીડગુજરાતીએ મારો સવારની ચાનો સમય બદલી નાખ્યો છે ..જવાદો ને!!!

 14. Himanshu Zaveri says:

  મજા આવી ગઇ આ લેખ વાચી ને. આ એ જ નલિનીબેન ગણાત્રા છે, જેમના લેખ ગુજરાત ટાઈમ્સમા (usa) છપાય છે?

 15. Moxesh Shah says:

  અમીબહેન,
  અમે ચા ને ભગવાન રામ નો પ્રસાદ માનીને નહી પણ કળિયુગ નુ અમ્રુત માનીને પીએ છીએ. ભગવાન રામ નો પ્રસાદ માનીએ તો તો તેનો અનાદર ના થાય પણ અમ્રુત મા તો આપણી જ મરજી.
  તમે, મૃગેશ ભાઈ એ અને દીશા બહેને મારી વાર્તા ની નોધ લઈ મારો જે આભાર માન્યો છે, તે બદલ આપ સૌ નો પણ આભાર.
  મૃગેશ ભાઈ Comments નુ પણ On-line Monitoring રાખે છે, તે જાણી વધુ આનન્દ થયો.
  Keep Smiling, always.

 16. Miheer shah says:

  ખુબ સરસ … અઙધી ચા ની વાત ઉપર થી મને અમારા હોસટેલ ના દિવસો યાદ આવે ઈ…

  રોજ ની સ વાર ” ટપરી પર ની ચા થી જ થાય..
  અને ઘણી વાર ક્રિકેટ મેચ જોવા માટે આખો દિવસ અઙધી ચા પી વ પડી છે…

  ખાશ કરી ને ટૉરેન્ટૉ મા રમાતા સહારા કપ માટે જે મેચો આખી રાત ચાલતી ….

 17. E. Bhakti says:

  aavo lekh vanchi atyare adadhi rate adadhi cha pivanu man thayi gayu ..

  Thanks nalini ben ,,,

 18. jatin says:

  great article on tea..

  cha chhe to chhahat chhee……….

  i was great tea drinker (like chain smoker) in my college day when i was studing in v.v.nagar.
  i left tea from last 7 years but after reading this article i m going to start tea again……………..

 19. vivek desai says:

  મને મારા hostel ના દિવસો યાદ આવિ ગયા. હુ માનુ ચુ કે as a student who is staying in hostel must enjoying tea especially during reading at night time before exams. મને વલ્લ્ભ વિધઆનગર નાના બજાર યાદ આવિ ગયુ. બાકિ મજ્જાનો લેખ ચે.
  વિવેક દેસાઈ, દુબઈ.

 20. Namrata says:

  Simply Superb!!

 21. Atul Koradia says:

  Great……!!!
  I never ever read this kind of article,
  Very superb………..

 22. Atul Koradia says:

  Great……..!!
  I have never ever read this kind of article,
  Superb……. Very nice………

 23. amol patel says:

  પીનેવાલોકો પીનેકા બહાના ચાહીએ….
  હૂ ચા નો શોખીન છુ, અને આ લેખ વાચી ને આનંદ થયો કે મારાં જેવાં બીજાં શોખિન છે……..

  ખૂબ જ સુંદર લેખ…..

  અમોલ….

 24. Keyur Patel says:

  ચા ઉપરનો આ નશીલો લેખ વાચ્યો. સરસ. મજા આવી. ચાલો ચા નો નશો ચઢાવીએ.

 25. Suhas Naik says:

  આમ તો હુ પણ ચા નો શોખીન છુ પણ યુ.એસ.એ. આવ્યા પછી કોફી પીવાની આદત પડી ગઇ છે…!

 26. Suhas Naik says:

  આમ તો હુ પણ ચા નો શોખીન છુ પણ યુ.એસ.એ. આવ્યા પછી કોફી પીવાની આદત પડી ગઇ છે…! ઉત્તમ લેખ.

 27. Nexium vs prilosec….

  Prilosec dosing. Prilosec magnesium aluminum. Prilosec. Prilosec otc sweepstakes. Generic prilosec. Can prilosec cause hair loss….

 28. Amit Chauhan says:

  મે તમારો લેખ પ્રથમ વાર વાંચ્યો છે …હું નિ:શંકપણે કહી શકુ છુ કે આની પાછળ તમારી જબરજસ્ત પ્રતિભા(talent) છે . મને આ લેખ જરા પણ બોરીંગ લાગ્યો નથી ટદુપરાંત તમે જી રીતે લખાણની ધારા વહેવડાવી છે ટી અત્યંત પ્રભાવશાળી છે.each every line is relevant to next line & word full flowed article…

  Regards,
  Amit Chauhan
  ગુજરાતીમાં લખો: http://amitdotchauhan.blogspot.com/2009/01/write-in-gujarati.html

 29. […] થયેલો ડૉ. નલિની ગણાત્રાનો લેખ અડધી ચા નો નશોમાંથી બે ફકરા તફડાવીને “ચા, દાળ અને […]

 30. Juku says:

  ચા એકુ ચા,
  ચા દુલારી ચા,
  .
  .
  .
  આગળ યાદ નથી આવતું …
  કોઇ ચા પીવરાવો તો યાદ આવી યે જાય !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.