વાંચનયાત્રા – તંત્રી

read gujarati[આજે રીડગુજરાતી 1000 લેખ પૂરા કરે છે ત્યારે આપ સૌ વાચકો સાથે આ વાંચનયાત્રાના સંસ્મરણો વાગોળતો આ વિશેષ લેખ. ]

કોઈ છોડ નાનો હોય ત્યારથી એને ઊછેરીએ- ખાતર-પાણી નાખીએ અને સમય વીતતાં તે વૃક્ષમાં પરિણમે, ત્યારબાદ તેને ફૂલ લાગે અને અંતે જ્યારે તેને મીઠા ફળ આવે ત્યારે તે જોઈને તેના માળી અને માલિક બેય ને આનંદ થાય. કંઈક આવી અનુભૂતિ હું રીડગુજરાતી સાથે અનુભવી રહ્યો છું. આમ જુઓ તો રીડગુજરાતીને શરૂઆતથી જ ઉત્તમ સાહિત્યકૃતિ રૂપી તાજા મીઠાં ફળો આવવા માંડ્યા હતા, પરંતુ આજે એ સહસ્ત્ર ફળો (1000 કૃતિઓ) થી તમામ ડાળીઓ લચી રહી છે ત્યારે અંતરના આનંદ વિશે શું કહેવું ?

આ સહસ્ત્રકૃતિઓની વાંચનયાત્રામાં મને લાગ્યું કે મિત્રો, આપણા મનને પૂર્ણ રૂપે વિકસીત કરવા માટે વાંચન સિવાય બીજો કોઈ પર્યાય નથી. વાંચન માતૃભાષા સિવાય અન્ય ભાષાનું પણ હોઈ શકે, એમાં ના નથી. પરંતુ માતૃભાષાનું વાંચન એક અનોખી અસર ઊભી કરે છે. આપના વિચારો તેમજ આપણી સંસ્કૃતિ અને છેક આપણી દિનચર્યા સુધી આવીને આપણને મૂળમાંથી બેઠા કરે તેનું નામ માતૃભાષાનું વાંચન. અન્ય ભાષાના વાંચન માટે આપણે મનથી ચાલીને તે ભાવ,અર્થ, અભિવ્યક્તિ સમજવા ત્યાં સુધી જવું પડે તો તેનો આનંદ પામી શકીએ. તેથી માતૃભાષાનું વાંચન આપણને વધારે સરળ પડે.

આપણામાંના ઘણા લોકોની જેમ મને પણ વર્ષો પહેલાં એવી ભ્રાંતિ હતી કે ગુજરાતી વાંચવામાં વળી શું ? એમાં તો એની એ વાર્તાઓ, જૂનીપુરાણી કૃતિઓ અને એ જ જૂનું સાહિત્ય. પરંતુ જેમ જેમ સાહિત્યના સંપર્કમાં આવવાનું થયું અને જે રીતે માણ્યું, એ પછી લાગ્યું કે સાહિત્યની તો કોઈ સીમા જ નથી ! અહીં સમુદ્રની જેમ સતત મોજા આપણને ભીંજવતા રહે છે. જેમ જેમ આગળ વધતા જઈએ છે તેમ તેમ સાહિત્ય આપણને મનોરંજનથી ઉપર આનંદની કક્ષામાં મૂકે છે. વધુ અને વધુ માણવાનું, વધુ ને વધુ આનંદ લેવાનું મન થાય છે અને એ આનંદની આગળ દુનિયાની તમામ સંપદા ધૂળ બરાબર છે. ક્યારેક કોઈ કૃતિ મનને ડોલાવે છે તો ક્યારેક કોઈ કૃતિની અસરમાંથી બહાર આવતા દિવસો નીકળી જાય છે. ઉત્તમ સાહિત્ય આપણા મનમાં કાટ ખાઈ ગયેલા મનન અને ચિંતન નામના ચક્રો ચાલુ કરી દે છે અને એના પરિણામે જીવનના નિષ્કર્ષોની વધારે નજીક આપણે પહોંચી શકીએ છીએ.

મારે આ વાંચનયાત્રામાં પ્રાપ્ત થયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયાસ કરવો છે. આજ સુધી ટપાલમાં પ્રાપ્ત થયેલા અનેક પત્રો, લગભગ 1500 થી 2000 ની સંખ્યામાં મળેલા ઈ-મેઈલ અને અનેક પ્રતિભાવો (comments) માં અનેક વાચકોએ એક વાત ઘણી વખત લખી છે કે “તમે ગુજરાતી સાહિત્યની બહુ મોટી સેવા કરી.” આજે એ વાતનો ખુલાસો કરી દઉં કે મેં કોઈ ગુજરાતી સાહિત્યની સેવા નથી કરી પરંતુ ઉત્તમ કૃતિઓ વાંચીને આનંદ એટલો આવે કે એ આનંદની વહેંચણી કરવાનો પ્રયાસ કર્યો છે. જેવી રીતે સરસ ફિલ્મ જોઈને અનાયાસે આપણે 5-10 મિત્રોને કહેતા હોઈએ કે ‘આ ફિલ્મ સરસ અને જોવા જેવી છે’ એમ ઉત્તમ કૃતિને વહેંચવાનું આ એક સાધન માત્ર છે.

વળી, આ સાઈટ બનાવવા પાછળ મારો એક અંગત સ્વાર્થ પણ છે. એ પણ આજે આપને કહી દઉં. મારો એક વ્યક્તિગત અનુભવ એવો રહ્યો છે કે મનોરંજનના જેટલા સાધનોનો ઉપયોગ આપણે કરીએ, કોઈ આપણને શાશ્વત આનંદ નથી આપી શકતા. આજના સમયમાં કોમ્પ્યુટર ગેઈમ્સ, ફિલ્મ, ટી.વી સિરિયલો એ બાબતમાં મુખ્ય ગણાય. પરંતુ મેં અનુભવ્યું કે એક પોઈન્ટ એવો આવે છે પછી આપણને એ સિરિયલો નથી ગમતી, એ કોમ્પ્યુટર ગેઈમ્સ ‘બોર’ કરે છે અને ફિલ્મો આપણી વિચાર પ્રક્રિયા વધારવાની જગ્યાએ મંદ કરી દે છે. આ બધા સાધનોથી આપણું મન વિકસિત થવાની જગ્યાએ મંદ થતું જાય છે. અને એ પછી મારી ખોજ ચાલી કોઈક ઉત્તમ સાધન સુધી અને જીવનના સંઘર્ષના દિવસોમાં જે સ્થિરતા, શાંતિ અને આનંદ સાહિત્યએ મને આપ્યા એ આજ સુધી કોઈ સાધન મને આપી શક્યું નથી.

આજે સવારથી લઈને સાંજ સુધી આપણા મનને હળવું અને સ્વસ્થ રાખે એટલા સાધનો કેટલા ? ઘણા ઓછાં. અખબાર ખોલીએ તો એ જ ચોરી-હિંસા ની ખબરો, ટીવીમાં સમાચાર આવે એમાં ચોવીસે કલાક સનસનાટી અને બ્રેકિંગ ન્યૂઝ (અરે ભાઈ, દુનિયામાં કશે કંઈ સારું થતું જ નથી ?), મિત્રોને મળીએ તો કેટલા પૈસા કમાવવા-ક્યાં ઈન્વેસ્ટ કરવા એની વાતો, નોકરી-ધંધામાં પ્રોજેક્ટ્સ પૂરા કરવાની તાણ, બહાર નીકળીએ તો પ્રદુષણ અને ઘોંઘાટ. આ સમયમાં આપણને અંદરથી તંદુરસ્ત રાખે એવા સાધનો આપણે શોધવા જ પડશે અને તેમાંનુ સર્વશ્રેષ્ઠ એટલે સાહિત્ય. ભલે અત્યારે એમ લાગે કે સાહિત્ય ઓછું વંચાય છે પરંતુ લોકોને જેમ ડાયાબિટીસના ભયથી હવે મોર્નિંગ વોક લેવું પડે છે એમ મનોરંજના સાધનો જ્યારે ટૂંકા પડશે ત્યારે આ સાહિત્યના બગીચામાં લોકોએ લટાર મારવા આવ્યે જ છૂટકો છે. મને એમ લાગ્યું કે સંગીત, સાહિત્ય, આપણને જેમાં શ્રદ્ધા હોય તે સાથે સત્સંગ અને પ્રકૃતિનું સાનિધ્ય – આ ચાર વસ્તુ વગર આપણું જીવન, જીવન નથી રહેતું – માત્ર એક મશીન બની જાય છે અને એટલે જ રીડગુજરાતી એ મારો સાહિત્યના સંપર્કમાં રહેવાનો અંગત સ્વાર્થ છે, એમાં મેં કોઈ મોટી સાહિત્યની સેવા નથી કરી. ભૂલથી પણ એવું માનવું નહિ. સાહિત્યની સેવા તો મહેન્દ્રભાઈ મેઘાણી જેવાએ કરી જેઓ એક સમયે સારા પુસ્તકો લોકોને વંચાવવા લારીમાં લઈને નીકળતા ! આને સેવા કહેવાય. રીડગુજરાતી પર લેખો મૂકવાના છે એ બહાને એટલું વંચાય અને એ બહાને આ ફાસ્ટ લાઈફમાં પણ થોડું સાહિત્યના સંપર્કમાં રહેવાય – એનાથી વિશેષ મારો કોઈ હેતુ નથી.

આ કાર્યમાં મેં એ પણ અનુભવ્યું કે સાહિત્યના સ્તરો ઘણા છે. આપણે ત્યાં અખબારોની કોલમો, જેટલા પ્રકાશિત થતા હોય એટલા મેગેઝીનો – એ બધાને ‘સાહિત્ય’ માં ખપાવી દેવામાં આવે છે, પણ એ બધું જ સાહિત્ય નથી હોતું. ઘણું બધું વાંચ્યા પછી એ પણ ખ્યાલ આવે છે કે ઘણું બધું વાંચવા જેવું નથી પણ હોતું. સમયની અને લોકોની માંગને ધ્યાનમાં રાખીને જે વાંચન પીરસાતું રહે એ સાહિત્ય નથી, કારણકે એ વાંચન માહિતી અને જાણકારી પૂરી પાડે છે. સાહિત્ય એટલે જાણવું એમ નહિ, પરંતુ સાહિત્ય એટલે તો માણવું. સાહિત્યની પકડ બુદ્ધિ કરતાં મન પર વધારે હોવી જોઈએ. જે મનને ડોલાવે એ સાહિત્ય. જેમ સંગીતના પુસ્તકને વાંચીએ, રાગો વિશે જાણકારી મેળવીએ, લય-સૂરનું જ્ઞાન મેળવીએ – એ સંગીતનો જ ભાગ છે પરંતુ એ બુદ્ધિના પ્રદેશ સુધી છે. ખરેખર તો કોઈ વાજિંત્ર લઈને ગાય અને આપણને ડોલાવે ત્યારે સંગીતનો ખરો પરિચય પ્રાપ્ત થાય છે, – બસ, આવું સાહિત્યનું છે. હૃદય અને મનનાં ઊંડાણ સુધી પહોંચીને આત્માને ઝંકૃત ન કરે અને રોમાંચ ન થાય તો એમ માનજો કે એ હજી ઉત્તમ સાહિત્ય નથી. એટલે જ ઉત્તમ સાહિત્યની ખોજ સતત કરતા રહેવું પડે છે.

જીવનની ગતિ ફેરવી નાખે એટલી તાકાત સાહિત્ય પાસે છે, એમ મેં અનુભવ્યું અને તમારા સૌના પત્રો પ્રાપ્ત થતા રહ્યા એ પરથી એમ લાગે છે કે આપ સૌનો એ જ અનુભવ રહ્યો છે. કેવી સરસ અનુભૂતિઓ ! વાચકોના સુંદર ભાવો મને હદયથી ભીંજવે છે. આપ સૌએ પ્રતિભાવમાં જેવી અનુભૂતિઓ દર્શાવી છે, તેવા જ મારા અનુભવો રહ્યા છે. કોઈ હાસ્યની કૃતિઓ લખતી વખતે ‘પહેલાં હસી લઉં, પછી ટાઈપ કરીશ’ એવો આનંદ આવ્યો છે. તે સાથે તમારી આંખને જે કૃતિઓ ભીંજવી ગઈ હોય, એ કૃતિઓએ મને પણ એટલો જ ભીંજવ્યો છે. અમુક વાર્તાના વળાંકોએ સ્તબ્ધ કરી દીધા છે, તો અમુક વાર્તાઓ વાંચીને મને પણ એમ થયું છે કે ‘ઠીક છે, ચીલાચાલુ છે.’ જુદા જુદા આરોહ-અવરોહ આવતા રહ્યા છે. વળી, તમને ખબર નહીં હોય એવા ખેલ પણ મેં તમારી સાથે બહુ કર્યા છે – એની મીઠી યાદો તમને આજે પહેલીવાર કહું.

કોઈક વાર સોમવારની સવારે બે કૃતિઓ મનોરંજન-હાસ્યથી ચાલુ કરી હોય અને સાંજે હું જોઉં તો લગભગ દરેક કૃતિ પર 20-25 કોમેન્ટસ આવી હોય. એટલે વળી, બીજા દિવસે બે વાર્તાઓ આવે. એમાં વળી એટલા જ પ્રતિભાવ આવે. દિવસે દિવસે હું સ્તર ઉપર લેતો જઉં. એ પછી વળી, આગળનું ચઢાણ. બે લલિત નિબંધો આવે. કોમેન્ટની સંખ્યા ઘટીને 10-15 થાય. વળી, પાછું વધું ઊંચે… એમ કરતાં કરતાં છેક શુક્રવારે સાહિત્યના વિવેચન કે સમીક્ષાના એકદમ ઊંચા લેખો આવે ત્યારે માંડ માંડ એક પ્રતિભાવ મળ્યો હોય. એટલે આવી બધી ગમ્મત કરવાનો પણ બહુ આનંદ આવ્યો. ઘણા લોકો પૂછે કે એકદમ લોકપ્રિય લેખો જ કેમ નથી મૂકતા – જવાબમાં મારે એટલું કહેવાનું કે સંગીતનો રાગ કોઈ એક જ સ્તર પર સતત ના ગાઈ શકાય, પ્લેન એક જ ઊંચાઈ સતત ના ઊડે, એમ એક ધારું વાંચન હોય તો આપણને એનો રસ ના રહે. કેરીઓ બારેમાસ થોડી આવે ? (કેમીકલ વગરની !) એમ, જુદા જુદા આરોહ-અવરોહ માણતાં માણતાં આપણે ચાલીએ એટલે રસસૃષ્ટિ બની રહે.

જેમ સાહિત્યકૃતિઓના અનેક પ્રકાર હોય તેમ વાચકોના પણ અનેક પ્રકાર હોય એમ મને અનુભવથી સમજાયું. બુદ્ધિજીવી વાચકો ઘણીવાર એમ પણ કહે છે કે ‘તમે સાઈટનું સારું માર્કેટિંગ કરો છો, દર મહિને-બેમહિને ‘લાઈમલાઈટ’માં રહેવા માટે મિડિયાનો પણ સરસ ઉપયોગ સરસ કરી લો છો’ હવે આનો મારે શું જવાબ આપવો ? બોલો ! શું રીડગુજરાતી મારો ધંધો છે ? યાર, માર્કેટિંગ બીજા ક્ષેત્રોમાં ચાલે, પણ સાહિત્યના ક્ષેત્રમાં ના ચાલે. વાંચનની ભૂખ વગર તમે કોઈને 5000 ચોપડીઓ આપશો તો એ ચોપડીઓ એના ઘરે ધૂળ ખાશે. આ કોઈ માર્કેટિંગ કરવાનું ક્ષેત્ર નથી. આપણે જે ત્રાજવે આપણા રોજગારને તોળતા હોઈએ એ ત્રાજવે સાહિત્યને તમે નહીં તોળી શકો. કોઈ સમાચાર માધ્યમ એની નોંધ લે એ પાછળનો હેતુ, જુદા જુદા વર્ગ સુધી એની માહિતી પહોંચાડવાનો હોય છે, નહિ કે તેને પોતાની પ્રસિદ્ધિનું માધ્યમ બનાવવાનો. માણસની પ્રસિદ્ધિ રાખી રાખીને પણ કેટલો સમય ટકી શકે ? તેથી કોઈ મિડિયા તેની નોંધ લે તો એનો અર્થ એમ નથી કે એ રીડગુજરાતીનું માર્કેટિંગ છે. રીડગુજરાતી એક માધ્યમથી વધારે કશું નથી. ‘રીડગુજરાતી’ નામ ગુજરાતી સાહિત્યની આગળ કદાપી જવું ના જોઈએ, ખ્યાતિ અને કીર્તિ ગુજરાતી સાહિત્યની થવી જોઈએ, રીડગુજરાતીની નહીં. ઘણીવાર સમાજમાં કૃતિ કરતાં સર્જકના વખાણ વધારે થાય છે, સર્જક કરતાં પ્રકાશક વધારે પૂજાય છે પરિણામે સાહિત્યનું સત્વ જે છે એ ઢંકાઈ જાય છે, મારે રીડગુજરાતી પર એવું નથી થવા દેવું. રીડગુજરાતીને હું ફ્લાયઑવર સમજું છું, કે જેથી તમે સરળતાથી સાહિત્ય સુધી જલ્દીથી પહોંચી શકો. સાઈટ તો બે વર્ષનું બાળક છે, સાહિત્ય આદિ-અનાદી કાળથી ચાલ્યું આવે છે અને ચાલતું રહેશે. માટે પ્રચાર માધ્યમોના ઉપયોગનો ખોટો અર્થ ન કરવો.

વળી, ઘણા મને એમ પૂછે કે ‘આ સાઈટમાંથી તમે કેટલું કમાઓ છો ?’ છેલ્લા બે વર્ષમાં સૌથી વધારે પૂછાયેલા પ્રશ્નનો જો એવોર્ડ આપવો હોય તો એ આ પ્રશ્ન છે. સાથે સાથે ફ્રીમાં સલાહ મળતી હોય કે ‘આટલા બધા લોકો વાંચે છે તો પુસ્તકો વેચો ને, સારું કમિશન મળશે !!’ – હું હંમેશા કહું છું કે મારું કામ વંચાવવાનું અને વહેંચવાનું છે, વેચવાનું નથી. ભૂખ લાગે એ માણસ દશ કિલોમીટર દૂર હોટલ હોય તો પણ શોધી કાઢે, સવાલ છે ભૂખ બરાબર લાગવી જોઈએ. એ રીતે વાંચનભૂખ આપણને બધાને જાગશે તો ઉત્તમ સાહિત્ય મેળવવા તરફ આપણી ગતિ સહજ રીતે થશે. ઘણી વસ્તુમાં કશી કમાણી ના થતી હોય તો પણ આનંદ આવે, આ એમાંની એક છે. હા જરૂર, જે રકમ દાનમાં મળે છે એનો ઉપયોગ ઈન્ટરનેટનું બીલ ભરવા, સાઈટના સર્વરનો ખર્ચ ચૂકવવા વગેરે માટે કર્યા કરું છું, અને એમાંય પૈસા વધે તો થોડા હું મારા ઘરખર્ચ માટે પણ વાપરું છું અને એમાં કશું ખોટુંય નથી. ઘણી કૃતિઓની પરમિશન લેવા માટે પત્રો લખવાના હોય, ફોન કરવાના હોય, કોઈ કોમ્પ્યુટર ન જાણતા હોય તેવા સાહિત્યકારોને પ્રાપ્ત થયેલા પ્રતિભાવો પ્રીન્ટ કાઢીને પહોંચાડવાના હોય… વગેરે માટે પણ એ યોગદાનનો સારો એવો ઉપયોગ થતો રહે છે. બસ, આ સિવાય અહીં કોઈ પૈસાની અગત્યતા નથી. પરમાત્માએ જે કાર્ય માટે પ્રેરણા આપી, એ જ આ કાર્ય ચલાવે છે અને એ જ આપણું ગુજરાન પણ પૂરું કરે છે, અને કરશે જ. ટૂંકમાં, સાહિત્ય આપણને એટલું તરોતાજા અને સ્ફૂર્ત રાખે છે કે પૈસાની ચિંતા કરવાનો સમય નથી મળતો !

ઈ-મેઈલ પર અને ચેટિંગ પર ઘણા લોકો એમ પણ પૂછતા હોય છે કે ‘સાઈટ પર ઘણી બધી કોમેન્ટમાં લોકો આવું બધું લખે અને અમુક કૃતિઓ પર આટલો બધો વિવાદ ચાલે એ પ્રતિભાવો તમે કેમ નથી કાઢી નાખતા ? એનાથી સાઈટનુ રેપ્યુટેશન બગડે છે.’ – એ બાબતમાં મારે એટલું કહેવાનું કે જુઓ, પહેલી વાત તો એમ છે કે આખો દિવસ હું કોમ્પ્યુટર સામે બેસીને બધાના પ્રતિભાવો એડજેસ્ટ કર્યા કરું તો ચાર દિવસમાં મારે સાઈટ બંધ કરવાનો વારો આવે. કારણકે અહીં મારી પાસે કોઈ ટીમ નથી. આ ‘વન મૅન આર્મી’ છે ! અગાઉથી કેટલા બધા લેખોનું વાંચન કરવું પડે, લેખોને ટાઈપ કરવા ઘણો એવો સમય આપવો પડે અને અનેક ઈમેઈલના જવાબો આપતા રહેવું પડે. તેથી વ્યક્તિગત એક એક કૉમેન્ટસ પર ધ્યાન આપવાનો અવકાશ ન રહે. તેમ છતાં એટલો ઉલ્લેખ ખાસ કરી દઉં કે હું દરેક પ્રતિભાવો વાંચુ છું, માત્ર હું જ નહિ, જે તે લેખકો પણ હવે સીધા જ પોતાની કૃતિના પ્રતિભાવો વાંચતા થઈ ગયા છે એ એક સરસ વાત છે. વળી, બીજી વાત એ પણ છે કે કોમેન્ટનું લખાણ એ વ્યક્તિની માનસિકતાનો પરિચય છે. જે વ્યક્તિ જે પ્રકારે, જે રીતે, જે સંજોગોમાં, જે વસ્તુ ગ્રહણ કરી શકે, અથવા જે વસ્તુ તેને સ્પર્શી હોય, તે રીતેનું લખાણ કોમેન્ટમાં બહુધા જોવા મળે છે. પોતાને જે અનુભૂતિ થઈ હોય તેના પર દરેક વ્યક્તિ પોતાની રીતે લખવા માટે સ્વતંત્ર છે, જેમાં મારે વચ્ચે ન આવવું જોઈએ. એટલી વાત જરૂર છે કે અશિષ્ટ શબ્દો હોય ત્યારે તેને તુરંત રદ કરવી જરૂરી બને છે.

પ્રતિભાવોની સંખ્યા એ સારી વસ્તુ છે અને લેખક માટે પ્રેરણાદાયક છે, પરંતુ એની સંખ્યાથી કૃતિની ઉત્તમતાનું માપ નથી નીકળતું. મારો અનુભવ એવું કહે છે કે કેટલીય ઉત્તમ કૃતિઓ છે જેના પર ઘણી ઓછી કોમેન્ટસ્ છે. જેની પર મેં ધાર્યું હોય કે ખૂબ પ્રતિભાવો મળશે, એને બે-ચાર પણ ન મળ્યા હોય, અને જેની પર ધાર્યું ના હોય એની પર ત્રણ આંકડાની સંખ્યામાં પણ પ્રતિભાવો મળ્યા હોય ! ટૂંકમાં, પ્રતિભાવોના આધારે કૃતિનું મૂલ્યાંકન કરતાં, કૃતિને માણવી અને આત્મસાત કરવી એ વધારે જરૂરી છે. અને સાઈટનું વળી રેપ્યુટેશન શું ? જેમ અગાઉ મેં કહ્યું તેમ આ તો એક માધ્યમ છે, એનાથી વિશેષ કશું છે જ નહિ. જેમ સ્ટેજ પર માઈકનો ઉપયોગ થાય એમ આ બ્રોડકાસ્ટ કરવાનું એક સાધન છે, બસ.

ઉપરના આ બધા પ્રશ્નો ઘણા સમયથી પૂછાતા હતા, જેથી મારા મનમાં જે સાહિત્ય માટેના વિચારો છે એ પ્રમાણે મેં ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો છે. તમારા વિચારો મારાથી જુદા હોઈ શકે અને એ માટે મને પૂરો આદર છે. આવા કેટલાક પ્રશ્નો સાથે આ વાંચનયાત્રામાં પ્રસંગો પણ ખૂબ સરસ રહ્યા. કેટલીય સ્કુલો અને સંસ્થાઓએ સાઈટનો ઉપયોગ કરીને નાટકો ભજવ્યા. ભરૂચ, વાપી વગેરે જગ્યાએ પુસ્તકાલયો, સ્કુલો અને સીનીયર સીટીઝનોની કલબમાં પ્રોજેક્ટર્સ મૂકીને સાઈટના લેખો બતાવવામાં આવ્યા – એ કેવું સરસ કાર્ય થયું. પરદેશોમાં લોકોએ કહ્યું કે ઑફિસેથી બે લેખો પ્રીન્ટ કાઢીને ઘરે પોતાના માતાપિતાને વંચાવવા એ તો જાણે નિત્યક્રમ થઈ ગયો. સાઈટના લેખો ઈસરો (Indian Space Research Organisation) થી લઈને NASA સુધી વંચાયા. વિશ્વનો લગભગ એવો કોઈ દેશ બાકી નહીં હોય જ્યાંથી સાઈટ વંચાઈ ન હોય. હું કેટકેટલી ઘટનાઓ યાદ કરું ? અનેક પ્રસંગો અને ઘટનાનો હું સાક્ષી બન્યો છું જે અહીં લખવા જઈશ તો ખૂબ લાંબુ થઈ જશે. એ વિશે ‘ફાર્બ્સ ગુજરાતી સભા’ સામાયિક માં લખવાનું સિતાંશુ યશચંદ્ર સાહેબે આમંત્રણ આપ્યું છે અને અખંડ-આનંદમાં પણ લખવાનો પ્રયત્ન કરીશ.

છેલ્લે એક નાનકડો પ્રસંગ કહીને વીરમું. અમારે વડોદરાના એક લેખક છે. આર્થિક રીતે ખૂબ સામાન્ય પણ તેમનું લખાણ એટલે ઉત્તમકક્ષાનું જીવન પ્રેરક સાહિત્ય. એકવાર તેમના ઘરે જવાનું થયું અને તેમના લેખો જોયા એટલે મને તે સાઈટ પર મૂકવાની ઈચ્છા થઈ અને એ પછી તો સાઈટ પર મૂકાયા અને આપ સૌ વાચકોએ તેનો સુંદર પ્રતિભાવ પણ આપ્યો. તેમને મેં જાણ કરી અને થોડા દિવસ પછી જ્યારે રૂબરૂ મળ્યા ત્યારે મને તેમણે જણાવ્યું કે ‘તમે જે દિવસે લેખો સાઈટ પર મૂક્યા તે અમારા માટે ઉત્સવનો દિવસ હતો, અમે તો કંસાર રાંધીને ખાધો. મારા લખાણોને કોઈ છાપતું નહોતું, આજે પહેલીવાર મારા લખાણો આટલા લોકોએ વાંચ્યા એનાથી મને અત્યંત આનંદ થયો’ – આવો જે વ્યક્તિનો ભાવ હોય એના લીધે જ રીડગુજરાતી ચાલે છે.

સાચું કહું તો સાહિત્યકારોનો સહકાર, આપ સૌ વાચકોનો પ્રતિભાવ, કૃતિઓને માણવાનો આનંદ – આ બધી વસ્તુ જ મને આટલી વાંચનયાત્રા કરાવીને આજે 1000 લેખો સુધી પહોંચાડે છે, બાકી તો દરેક કાર્યનો એક થાક લાગતો હોય છે, પરંતુ આ કાર્ય મને રોજ એક નવો ઉત્સાહ જન્માડે છે, એ ઈશ્વરની જ કૃપા છે. બસ, વિશેષ કંઈ બાકી રહેતું નથી, આપ સૌ રીડગુજરાતી જ નહિ, પરંતુ જ્યાં મળે ત્યાંથી ગુજરાતી સાહિત્ય વાંચતા રહેશો એવી અપેક્ષા સાથે રજા લઉં. આવતી કાલે ફરી બે નવા લેખો સાથે ફરી મળીશું. આવજો.
મૃગેશ શાહ, વડોદરા
+91 9898064256

આંકડાકીય માહિતી :

લેખોની સંખ્યા : 1000
કુલ લેખોની પૃષ્ઠ સંખ્યા (પુસ્તક સાઈઝમાં) : 7000 (આશરે)
પ્રતિભાવોની (Comments) સંખ્યા : 7,252+
રોજની વાચક સંખ્યા : 650+ (આશરે)
વાચક વર્ગ ધરાવતા દેશો : વિશ્વના તમામ દેશો. સૌથી વધારે વાચકવર્ગ – અમેરિકા
સાહિત્ય વિભાગના વાચકો કુલ : 4,64,000+
સાહિત્ય વિભાગની પ્રકાર સંખ્યા (Categories) : 130
કુલ ઈ-મેઈલ થયેલી પોસ્ટસ્ : 465+

સૌથી પહેલો લેખ : http://www.readgujarati.com/sahitya/?p=15

પ્રતિ કલાકના વાચકો :

visits per hour

એક દિવસના વાચકો :

dailyvisits

પ્રતિ 100 માંથી પ્રત્યેક દેશના વાચકો :

country

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સંબંધોની રમત – દીપક આશર
શબ્દના શાગિર્દ – તુષાર ભટ્ટ Next »   

55 પ્રતિભાવો : વાંચનયાત્રા – તંત્રી

 1. dr sudhakar hathi says:

  ખુબજ સરસ લેખ વિગતવાર પત્રા લાખિશ

 2. તમારો પરમ સ્વાર્થ પવિત્ર પરમાર્થ બનીને ગુજરાતી સાહિત્ય અને વાચકો વચ્ચેનો સેતુ બની રહ્યો છે. તમારી આ અંતરયાત્રાને મારી હ્રદયની શુભેચ્છાઓ…

 3. Shailesh says:

  Congratulations Mrugeshbhai… You have managed a milestone. I can understand the kind of efforts you have to put in to collect articles and compile them and post them. All readers are truly obliged.

  In future if you need any help again, let us know and we will do our best.

  Regards,

 4. કલ્પેશ says:

  સહસ્ત્રવાર્તાભિનંદન !! 🙂

 5. gopal parekh says:

  તમને સદાને માટે મારા અંતરના આશીર્વાદ છે જ,
  મા ગુર્જરીની સેવામાં આમ જ મંડયા રહો, hearty congratulations

 6. અજય says:

  ઘણી બધી “અંદર કી બાત” જાણવા મળી આજે.

  ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ મૃગેશ તને અને “રીડગુજરાતી” ને.

  અમને તમારા કાર્ય અને પ્રયત્ન માટે ગર્વ છે. સતત આગળ વઘતા રહો એવી પ્રભુ-પ્રાર્થના.

 7. prash says:

  well,bahu j abhinandan tamne tamara vachko ane emne j lekh mokle che
  wish u a very very long journey

 8. પ્રિય મૃગેશભાઈ,

  હાર્દિક અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ… ફૂલની સાથે હંમેશા કાંટા હોવાના જ. એટલે નકારાત્મક અભિપ્રાય આપનારા કે આર્થિક લાભની શંકા પ્રદર્શિત કરનારને કમળની તટસ્થતાથી અવગણીને મન શુદ્ધ અને શાંત જ રાખવું. સૌથી મોટો પ્રતિભાવ સમયનો છે જે કદી નષ્ટ થતો નથી. જે લોકો આજે સાશંકિત છે એ લોકો પણ એક દાયકા પછી સમજવા માટે મજબૂર થશે કે આ ધંધો નથી, સાહિત્યપ્રેમ છે…

  ગમતાંનો ગુલાલ છે આ… વહેંચતા રહો…

  ફરી એકવાર અભિનંદન અને શુભેચ્છાઓ….

 9. Himanshu Zaveri says:

  congratulation, mrugeshbhai, and really appriciate your work. which create so much interest in gujarati language to me. and like you wirte out there, i person really want to eat he going to find place. like that recent when i been to india buy so many good gujarati books. which i never buy before i moved here in us. any way thanks for you website and your work.

 10. urmila says:

  Dear Mrugeshbhai – thanks for this article today-you have done wonders for Gujarati readers overseas – and your’ motive’ is clear that you want to make every gujarati to read, learn,appreciate and most of all ‘enjoy’ Gujarati language -your site is like an ‘oasis’ in a desert for people like us who are overseas and miss our Gujarati Sahitaya – lots of good wishes for future developments of this site

 11. Bharat Lade says:

  મૃગેશભાઈ,
  હાર્દિક અભિનંદન…..

 12. Dhaval Shah says:

  મૃગેશભાઈ,
  હાર્દિક અભિનંદન!! ભવિષ્યમા આ કાર્ય ચાલુ રાખવા માટે પ્રભુ તમને શક્તિ આપે એજ પ્રભુ ચરણે પ્રાર્થના.

 13. તમારી સાહિત્યની આ યાત્રા તેની ચરમસીમાએ પહોંચે એવી અમારી શુભેચ્છાઓ.

 14. Moxesh Shah says:

  Mrugeshbhai,
  Transperant, Open hearted and Very Very Sensible + Emotional Personality.

  એક જૂનો શેરઃ-
  “બસ એટલી ખબર મને, પરવરદિગાર હે,
  સુખ (સાહિત્ય) જ્યારે જ્યા મળે ત્યા, બધાના વિચાર દે.”

  હાર્દિક અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ

 15. Govind B. Chauhan says:

  પ્રિય મ્રુગેશ્ભઈ,

  ઘ્નોજ inspiring લેખ્ ત્ટસ્થા સહિત્ પ્ર્ભુ આપને બમનિ શક્તિ આ કાય્ર ધ્પાવા અપૅ એજ અભ્ય્ર્થ્ના.

  આસ્તુ.

  ભ્વ્દીય્
  ગોવિદ આદિપુર ક્ચ્છ

 16. Maharshi says:

  ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ મૃગેશભાઈ

 17. Natver says:

  મૃગેશભાઈ,
  હાર્દિક અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ!!
  તમારી નમ્રતાનો કોઈ જવાબ નથી. સાહિત્યનો પ્રચાર અને પ્રસાર કરવો અને તે પણ મફત!!
  You are Great!!
  May God Give you Strength for many more years to serve like today!!
  Our good wishes are always with you.
  Keep it Up!!

 18. JITENDRA TANNA says:

  આદરણિય શ્રી મૃગેશભાઈ,
  સૌ પ્રથમ તો ૧૦૦૦ લેખ પુરા કરવા બદલ ખુબ ખુબ અભિનઁદન. આપે જે કાઈ કરેલુ છે એ મારા મતે ગુજરાતિ સાહિત્યની સેવા જ છે. જો આપ ન સ્વિકારો તો એ આપની નમ્રતા છે. જેમ તમે વડોદરાના લેખકનુ ઉદાહરણ આપેલ છે એમ બાકી ઘણા એવા અજાણ્યા લેખકો હોત જે પોતાની કૃતિ ક્યાય વઁચાવી શક્યા ન હોત. આપે એક ખુબ જ સરસ અને મજબુત પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે ગુજરાતિ સાહિત્ય માટે. હુ મારી જાતને રીડ ગુજરાતી પરિવારનો એક સભ્ય માનુ છુ અને એક સભ્ય તરીકે ૧૦૦૦ લેખ પુરા થયા એ પોતાના ઘરમા એક સારો પ્રસઁગ બન્યો હોય એમ આનઁદ થાય છે. આભાર.

 19. Bimal says:

  અભિનંદન અને શુભેચ્છાઓ…….

 20. Jignesh Mistry says:

  This is the best gujarati site I have seen so far. We are really thankful to you!

 21. Tushar Desai says:

  મ્રુગેશ,

  તમારી વાત સાચી હોય કે આપે ગુજરાતિ સાહિત્યની સેવા નથી કરી, પરન્તુ અમારી સેવા તો જરુર કરી છે.

  તમે સાહિત્યની વ્યાખ્યા ખુબ જ સુન્દર કરી છે, “સાહિત્ય એટલે જાણવું એમ નહિ, પરંતુ સાહિત્ય એટલે તો માણવું. સાહિત્યની પકડ બુદ્ધિ કરતાં મન પર વધારે હોવી જોઈએ.”

  તમે લેખકોને તો પ્લેટફોર્મ પુરૂ પાડ્યુ જ છે, પરન્તુ અમારા જેવા માટે તો નિયમીત સાહિત્યનો ખજાનો પુરો પાડો છો. અમેરિકામા બેઠા બેઠા, મનને હળવું અને સ્વસ્થ રાખે એવા લેખો માટે તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.

  ખુબ ખુબ અભિનઁદન.

 22. મોટાભાઇ… ખુબ ખુબ હાર્દિક શુભેચ્છાઓ…

 23. Mukesh says:

  Mrugesh bhai,

  CONGRATULAATIONS… Fantastic lekh lakhyo che aa tame… very imotional and touchy.. Someone has quoted before that, ” a mother toung is language in which a person cries…”. We can only cry in Gujarati and that’s why need to keep continuous touch with Gujarati Sahitya… Thanks and good luck. If need arise in future, you are welcome to contact me (my email is provided above).

 24. અમી says:

  ગુજરાતની બહાર રહેનારાઓ માટે તો રીડગુજરાતી એટલે સોનાનાં ઇંડા આપતી મરઘી .

  રોજ સવારે અમે આતુરતાથી રાહ જોતા હોઈએ છે કે આજે શું આવશે. સરળ લેખ કે પછી બાઉન્સર !

  રીડગુજરાતી ખુબ જ લોકપ્રિય થઈ રહ્યુ છે અને હજુ પણ આગળ વધે એવી શુભેચ્છાઓ. અને તમારી ટીમ જલ્દી મોટી થાય એ માટે પણ.

 25. Devangini Kamdar says:

  તમે આમ જ ઉચાઇ ના શિખરો શર ક્રરતા રહો એવિ હાદ્રિક શુભકામના.

 26. E. Bhakti says:

  congratulations Mrugesh bhai ..

  tama aa prayatna ne jetlo birdavo etlo auchho che…
  wish you all the best and hope that u get a team to support u in near future so that we all together can take gujarati sahitya on a height where any person in wold can reach it ..

  have a blast ..
  keep smiling ..

 27. Ashish Dave says:

  This is just the beginning… Congratulations on your first mile stone.

  Ashish

 28. ખુબ ખુબ હાર્દિક અભિનંદન મૃગેશ! અને અંતરની ઘણી ઘણી શુભેચ્છાઓ… સુંદર લેખ લખ્યો છે તમે, અને અંતરના ભાવોને પણ સુંદર રીતે વર્ણવ્યા છે… તમારું આ નિ:સ્વાર્થ કાર્ય રીડગુજરાતી સ્વરૂપે હંમેશા સફળતાના શિખરો સર કરતું રહે એવી શુભકામનાઓ સહ… ફરીથી અભિનંદન!

 29. preeti hitesh tailor says:

  અભિનંદન અને આશીર્વાદ તમને મૃગેશભા ઇ!!
  ૧૦૦૦નો પ્રથમ પડાવ પાર કરવા માટે તે પણ આટલી નાની ઉંમરમાં…શરુઆત છે આ …આગળ નવી મંઝિલો તમારી પ્રતિક્ષામાં છે ……
  ખૂબ ખૂબ શુભકામનાઓ!!!

 30. Chandrakant Patel says:

  મૃગેશભાઈ હજાર લેખો નુ સીમાચિહન આજે સિધ્ધ કરવા બદલ તમોને મારા અને ન્યુઝીલેન્ડના ગુજજુઓના હાદિક અભિંનંદન.

 31. Arpita says:

  Hello Mrugeshbhai

  1st all congrates to you for this great success. If I say million thanks then still it is not enough. I am away from country and I barely speak gujarati but this website is still helping me to be attached with my mother tounge.
  I remember once you had an article about facebook and I am not sure if you know but there is one similar website called “ORKUT”. There is a community for “readgujarati” and almost 332 fans have joined it. That data shows you have got many fans. I wish you continue this noble work. I can not offer any help to maintain this website because I am not in India but if you have any financial problem then just give us one hint and I am sure your fans will never let you down.
  Once again CONGRATES!!!!!!!!!1

 32. kirit madlani says:

  lovely forsight. this is a forum withour reading which my day does not start.
  in muscat there are several people who are regulars to your site. prining articles from office and take it home is what i do regularly.
  as for the people asking about publicity and finance i am taken back by simplicity of your reply.
  i am going to come to baroda soon and would like to meet you persoanly and see you in person.
  please tell if you need any help.

  kirit

 33. મૃગેશભાઈ,
  અભિનંદન….સહસ્ત્રદલ કમલ સંવર્ધનાર્થે.
  રીડગુજરાતી થકી સાહિત્યના નવોન્મેશ માટે અવિરત શુભેચ્છાઓ.

 34. Hitesh Rughani says:

  All the best

 35. Chirag Patel says:

  આપને ખૂબ ખૂબ શુભેછ્છાઓ! મારો બ્લોગ ચાલુ કરવામા આપ જ નિમિત્ત બન્યા છો. નિજાનન્દ અને સેવાનુઁ કાર્ય સમયે મ્હોરી જ રહેશે અને વાદળો વિખેરાઈ જશે જ!

 36. Manan says:

  લાખ લાખ અભિનંદન!!! કાશ, સાહિત્ય નો આ રસ્તો અનંત હોય.

 37. Swati says:

  Congratulations to you! This is selfless work and we really appreciate your efforts. I just wish that our future generations don’t lose this lovely language.

 38. મૃગેશભાઈ,

  ગુજરાતી સાહિત્યના સરોવર રીડ ગુજરાતી ૧૦૦૦ લેખોના પડાવે પહોચતાં તમને ખુબ ખુબ અભિનંદન.

 39. sujata says:

  jem Himalaya par thi Ganga vahe chhey emaj gujarati bhasha aveerat vahya kare ava aashish chhey……badho jash tamne jaaye chhey Mrugesh……..

 40. મૃગેશભાઈ,

  ગુજરાતી સાહિય જગતના તાજા સમાચારઃ

  લ્યો, હવે યાહુ આવી ગયું છે યુનીકોડ સાથે ગુજરાતી પોર્ટલ લઈને! તમે તેનો સાહિત્ય વિભાગ જોયો?
  http://in.gujarati.yahoo.com/Literature/

 41. Keyur Patel says:

  મ્રુગેશભઇ, આભારસહ અભિનંદન !!!!!

  ઘણુંજ સુંદર કાર્ય કરી રહ્યા છો અને કરતાં રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના. છેલ્લે આપેલી આંકડાકીય માહિતિ ગમી.

 42. CHAND SURAJ says:

  બંધુશ્રી મૃગેશભઈ,
  આવો આજે મનના કોડિયે મંગલતાનું દિવેલ પૂરી,
  માંહે પાવનતાના તાણાવાણામાંથી વણેલી વાટ
  પધરાવી,ઉર્ધ્વગામી ચિંતનની જલતી ધુપસળી
  વડે એક ભાવદીપ પ્ર્જવલ્લિત કરી આપના
  મનમંદિરયે પધરાવીએ અને હસ્તકમળોની
  હસ્તાંજલિમાં અભિનંદનનો ના પુષ્પો ધરી આપને
  પ્ર્દાન કરીએ.
  આવો આપના હજારમા લેખના પડાવ પર આપના
  સુંદર અને નિખાલસ આલેખનને આવકારીએ અને
  સાહિત્ય કાજે આપના સાદગી,પ્ર્ભુતા અને
  સૌજન્યભર્યા એ સહયોગને બિરદાવીએ.આભાર.

  ચાંદસૂરજ

 43. Mahendra shah says:

  Dear Mrugeshbhai,
  Tamaro email address janavsho. Mahendra meghani wrote regarding books which can apply to SAHITYA (a paragraph which i am not able to thpe in gujarati)I want to send to you duly scanned.Thanks.At present i am in Miami,USA

 44. Mital Modi says:

  Mrugeshbhai

  Day before yesterday accidently i found this website. Since then i am so thrilled. Everyday for 2-3 hrs i am reading and enjoying. I love to read since childhood. Here in America some libraries have limited international collection. Once you finish that then buy books from India when you visit. But how many you can bring? how many you can buy?
  I am really thankful to you for starting this website. I really enjoyed famous writers intrviews. Before today i had read actors,actress or politicians interviews but not writers. It was a good journey.
  Thanks again. May god give you strength to do this work.

  Mital Modi

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.