શબ્દોની સુગંધ – વિવેક મનહર ટેલર

[શ્વાસમાં રહેલા શબ્દોની સુગંધનું પોતાના સ્વરચિત કાવ્યોના બ્લોગ પર અવતરણ કરનાર તેમજ વ્યવસાયે તબીબ એવા ડૉ. વિવેકભાઈનો (સુરત) આ બે સુંદર કૃતિઓ મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. ]

[1] રેતી

મરમ જિંદગીનો કહી જાય રેતી,
સતત હાથમાંથી સરી જાય રેતી.

છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
ઉડે ભેજ થોડો, બની જાય રેતી.

ગયા તારા સ્પર્શોના ઊંટો પછીથી,
હથેળીથી દિલમાં ગરી જાય રેતી.

ન રણ, આ છે કણ-કણ ઝૂરાપો, કહું પણ
મળે તું ત્યાં પગથી ખસી જાય રેતી.

લગન હોય સાચી જો ખિસકોલી જેવી,
દિલો માહ્ય સેતુ બની જાય રેતી.

મિટાવ્યું છે અસ્તિત્વ ને છેક કણ માં,
હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.

તમે સાથ છોડો, રહે શું જીવન માં?
શીશીમાંથી ખાલી ખરી જાય રેતી.

[2] સબડકો

ફરી લઈ લીધો મેં આ શાનો સબડકો ?
શું યાદ આવ્યું પાછું? થયો જીભે ભડકો.

ન ઊતરે ઊંડે, બસ રહે વધતી આગળ,
કશે કાશ ! થોડી તો વૃક્ષાય સડકો.

મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો ?

ઊગી આવ્યા શ્રદ્ધાને નામે ઘટાટોપ,
મૂંગા, બહેરા ને અંધ નિર્જીવ ખડકો.

તમે વાઢ્યો મૂળેથી એ પાક છું હું
ઉપાડો ગમે ત્યાંથી, જ્યાં ફાવે ખડકો.

આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
વિચારે, જીવન છે આ કે અડકો-દડકો ?

ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
ખભા ચાર તો લાવો આગળ ને અડકો.

પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રદ્ધાત્રયવિભાગયોગ – શ્રીમદ્ ભગવદ ગીતા
ગઝલ સરિતા – આહમદ મકરાણી Next »   

23 પ્રતિભાવો : શબ્દોની સુગંધ – વિવેક મનહર ટેલર

 1. અમી says:

  ગયા તારા સ્પર્શોના ઊંટો પછીથી,
  હથેળીથી દિલમાં ગરી જાય રેતી.

  વોવ … કિસીકી યાદ આ ગઈ. 🙂

  આ ઘર, પેલું ઘર એમ અટવાતું ઘડપણ,
  વિચારે, જીવન છે આ કે અડકો-દડકો ?

  જીવનની એક કરુણ વાસ્તવિકતા 🙁

 2. Bimal says:

  ચાલો સર

  પહેરી રેશમી તડકો
  રમીએ અડકો દડકો

 3. paresh says:

  wow so nice sie

 4. Arpita says:

  very touchy

 5. preeti hitesh tailor says:

  શ્વાસમાં શબ્દો ભરતી કવિતાની રસલ્હાણ આહ્લાદક લાગી !
  વૃધ્ધાવસ્થાનો ઝૂરાપો ખાલીપો જીંદગીને સાચે જ લાંબી હોવાનો ભ્રમ આપે છે !!

 6. manvant says:

  સોરિ નો ગુજ્જુ…………મનવન્ત.
  હવે જેમ ધાલો ધલિ જાય રેતિ…!……સુન્દર.

 7. JayShree says:

  મરમ જિંદગીનો કહી જાય રેતી,
  સતત હાથમાંથી સરી જાય રેતી.

  છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
  ઉડે ભેજ થોડો, બની જાય રેતી.

  વાહ..

 8. સુંદર શબ્દો છે ડૉક્ટર સાહેબ

 9. Aarti says:

  રામાયણમાં સેતુ બાંધતી વખતે આવતી ખિસકોલીની વાર્તા આનાથી સારી રીતે બીજા કયા શેરમાં આવી હશે?
  લગન હોય સાચી જો ખિસકોલી જેવી,
  દિલો માહ્ય સેતુ બની જાય રેતી.

  રેતી ગઝલના બધા શેર પર બે ઘડી ઊભી રહી. જેમ-જેમ વાંચતી ગઈ એમ એમ નવા પાના ઊઘડતા ગયા… વાહ, ડૉક્ટરસાહેબ…

  અને સબડકો પણ મજાનો છે…

 10. Aarti says:

  છે સંબંધ કાંઠાની માટી સમા સૌ,
  ઉડે ભેજ થોડો, બની જાય રેતી.

  ન રણ, આ છે કણ-કણ ઝૂરાપો, કહું પણ
  મળે તું ત્યાં પગથી ખસી જાય રેતી.

  મિટાવ્યું છે અસ્તિત્વ ને છેક કણ માં,
  હવે જેમ ઢાળો, ઢળી જાય રેતી.

  -આ બઢા જ શેર ઉમ્દા છે.

 11. Aarti says:

  મકાનો છે ઊંચા, નીચા આદમીઓ,
  પડે છે હવે પહેલા જેવો ક્યાં તડકો ?

  ડરો નહિ, બુઝાયેલો અંગાર છું હું,
  ખભા ચાર તો લાવો આગળ ને અડકો.
  -આમાં તો ખુમારિ જોઇ દાઝી જવાયું…

  પીટો મોતી ગઝલોનું, ઘણ પર સમયના
  અને જોતાં રહો કે પડી ક્યાંય તડ કો’ ?!

  -આ તડકો અને તડ કો’ વાળી શબ્દરચના પણ ગમી ગઈ…

 12. krupal soni says:

  nice imagination of send which is corelated wiyh the real life.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.