ગઝલ સરિતા – આહમદ મકરાણી
[ આ બે સુંદર કૃતિઓ શ્રી આહમદભાઈના પુસ્તક ‘શબ્દની મોસમ’ માંથી લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી આહમદભાઈનો (ઉપલેટા, રાજકોટ) ખૂબ ખૂબ આભાર. ]
[1] મને કૈં ખબર નથી
કોણે દીધા આ ઘાવ મને કૈં ખબર નથી,
મિત્રો કરે બચાવ મને કૈં ખબર નથી.
રઝળી રહી છે લાશ સંબંધો તણી અહીં-
ક્યારે બન્યો બનાવ મને કૈં ખબર નથી.
પીંછી લઈ પળની સતત કૈં ચીતર્યા કરું;
કેવો મળ્યો ઉઠાવ મને કૈં ખબર નથી.
પીંછી લઈ પળની સતત કૈં ચીતર્યા કરું;
કેવો મળ્યો ઉઠાવ મને કૈં ખબર નથી.
પ્રશ્નો બધે પ્રશ્નો રહ્યા, ઘટ્યા નહીં જરા;
કોનો હતો સુઝાવ મને કૈં ખબર નથી.
કેવી લગન લાગી હશે જીવન-પ્રવાસમાં,
આવી ગયો પડાવ મને કૈં ખબર નથી.
[2] દરિયો નાવમાં !
મેં મને મૂકી દીધો છે દાવમાં;
ને ઉમેરી જોઉં મીઠું ઘાવમાં.
માગવાનું એમણે જ્યારે કહ્યું-
વેદના માગી હતી સરપાવમાં.
ના બદલ્યો હું, ન મારી આ દશા;
ફેર જોયો કોઈના વર્તાવમાં.
કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
કોઈએ જોયું જરા જ્યાં વાવમાં.
યાદ એની સાચવી છે એ રીતે,
હોય જાણે કોઈ દરિયો નાવમાં.
Print This Article
·
Save this article As PDF
યાદ એની સાચવી છે એ રીતે,
હોય જાણે કોઈ દરિયો નાવમાં.
પીંછી લઈ પળની સતત કૈં ચીતર્યા કરું;
કેવો મળ્યો ઉઠાવ મને કૈં ખબર નથી.
સુંદર રચનાઓ….આભાર મૃગેશભાઈ
બીજી રચનાની લાઘવતા અને સૌંદર્ય ખૂબ સુંદર!!
શબ્દોની મોસમ કેવી ખીલી છે ગઝલમાં!
બંન્ને ગઝલો સુંન્દર છે.
આભાર.
સુંદર ગઝલ યુગ્મ.
કેટલાં વમળો જળે ઊઠી રહ્યાં !
કોઈએ જોયું જરા જ્યાં વાવમાં.
યાદ એની સાચવી છે એ રીતે,
હોય જાણે કોઈ દરિયો નાવમાં.
-ખૂબ સુંદર ભાવાભિવ્યક્તિ…. અભિનંદન !
રઝળી રહી છે લાશ સંબંધો તણી અહીં-
ક્યારે બન્યો બનાવ મને કૈં ખબર નથી.
-આ ગઝલ પણ ગમી જોકે આ પહેલી રચનાના અંતિમ ત્રણેય શેરોમાં ઊડીને આંખે ખટકે એવો છંદદોષ ન થયો હોત તો રચના વધુ આસ્વાદ્ય બની હોત…
સમણા મા ખોવઈ જવાનુ મન થાય ગ્યુ.
રચી છે તે આ શબ્દો ની છે આ માયા જાળ કેવી,
દિલ ના દર્દ ને ક્યારે મલમ લગાવી ગયો ખબર ના રહી.
[…] રીડગુજરાતી પરનો લેખ : http://www.readgujarati.com/sahitya/?p=1067 […]
સુંદર રચના
કેવો આપુ પ્રતિભાવ..? મને કેી ખબર નથી….હ્દય મા ઉતરી ગઈ..
આહમદ કાકા બહુ જ સરસ ગઝલો લખે છે અને સંભળાવે પણ છે…
its too good mrugesh bhai
actually i m also from baroda n coincedently also live in karelibaug near by ur home