શક્ય છે….!!! – રેખા સરવૈયા

પીરસતાં થાળી જરીક દાળ છલકી જાય,
ગુસ્સે થવાને બદલે ત્યારે એ મલકી જાય !
છાની પીડાને પારખી શકે,
ઘૂંટાતી વેદનાને ચાખી શકે !
લાગણી અવ્યકત જાણી શકે,
જગજિતની ગઝલ માણી શકે !
મૌનની લિપિને જે ઉકેલી શકે,
સહજસ્પર્શે ભીતર જે ઉલેચી શકે !
આનંદમાં પૂર્ણત: ખીલી શકે !
ઉદાસીને એક ખભે ઝીલી શકે !
અજાણી કેડી પર ચાલી શકે,
ભેરુનો હાથ પણ ઝાલી શકે !
સઘળું મન વણબોલ્યે કળી શકે,
શક્ય છે…. મને એક જણ (એવું) મળી શકે !!!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વલક્ષણ મીમાંસા – બકુલ ત્રિપાઠી
કેવો એકલો છું ! – નિર્મિશ ઠાકર Next »   

7 પ્રતિભાવો : શક્ય છે….!!! – રેખા સરવૈયા

 1. amit pisavadiya says:

  saras , rekha ji ,, saras pakti o chhe , mane bahu j gami , ak dam saral sabdo ma saras nirupan tamo a karyu che , abhinandan ,,

 2. nayan panchal says:

  શાદી.કોમ પર “about lifepartner” પર મૂકવા માટે એકદમ બંધબેસતી રચના.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  લગભગ દરેક લગ્નોત્સુક કન્યાની કલ્પના કોઈક આવા જ પાત્રની હોય છે. કલ્પનાને સુંદર રીતે કડીબધ્ધ કરી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.