બુઠ્ઠી પણ ધાર – ડૉ. વસુધા મ. ઈનામદાર

[‘અખંડ આનંદ’ માંથી સાભાર. લેખિકાનું સરનામું : 1000 President Way 1336. Dedham MA 02026. Phone : 731-372-2774. (America) ]

વૈશાખ મહિનામાં ધોમધખતા તાપમાં અકળાયેલા શંકર માસ્તરે પોતાના શરીર પરથી સદરો ઉતાર્યો અને છત પર લટકતા પંખાની ગતિ વધારી ને ડ્રોઈંગરૂમમાં આંટા મારવા લાગ્યા.

રસોડામાંથી ઠંડુ પીણું બહાર લાવીને પીતાં પીતાં નિશા બોલી : ‘બાપુજી, આ તમારું તનકપુર નથી. અહીં ઉઘાડે શરીરે ફરવું તે અસભ્યતા કહેવાય.’ શંકર માસ્તર પોતાની ડાબી આંખ ઝીણી કરીને પળવાર જોઈ રહ્યા. ને પછી બોલ્યા :
‘વહુ, તમે ગામડામાં સાડીને બદલે પંજાબી ડ્રેસ પહેરીને આવતા ત્યારે તમારી અસભ્યતાને અમે રોકી કે ટોકી નહોતી. આ ગરમીમાં માથે પંખો ફરે છે તોયે ઠંડક નથી લાગતી એથી થયું લાવ ઘડીક….’
‘આવું બધું તમારા ગામડામાં ચાલે.’ નિશા ગુસ્સમાં જ બોલી.
‘તમારી વાત સાચી. ગામડામાં તો ઉઘાડે ડીલે, લીંબડા નીચે બેસો તો તનમનમાં ઠંડક પ્રસરી વળે, વૈશાખ મહિનામાં પણ !!’
‘જ્યારે ને ત્યારે ગામડું ગામડું કરો છો, તો ગામડે જ રહેવું હતું ને !’
શંકર માસ્તર કશું બોલ્યા ચાલ્યા વગર પોતાની રૂમમાં પલંગ પર આવીને આડા પડ્યા. બાજુમાં જ નાનો પૌત્ર કમ્પ્યુટર પર કાંઈક કરતો હતો.
‘દાદા, આજે ગરમી બહુ છે. પપ્પા-મમ્મીના રૂમમાં જાવ. હું તમને એ.સી. ચાલુ કરી આપું !’ એમણે કાંઈ જવાબ આપ્યો નહીં. પડખું ફેરવી ગયા.

શંકર માસ્તર જ્યારથી આ શહેરમાં આવ્યા છે ત્યારથી એમનું મન મૂંઝાય છે. પોતાની સાથેના સરખી ઉંમરના મિત્રોનો અભાવ સાલે છે. તનકપુરથી માત્ર જયંત લંડન ગયો હતો. એણે સલાહ આપી હતી, ‘શંકર, આમ મૂળિયાં સોતો પોતાને ઉખેડીને શહેરમાં ન જતો. ગામડામાં ગમાણ જેવું હોય તોય પોતાનું ઘર રાખવાનું, ભલે ને પછી શહેરમાં કે પરદેશમાં રહેતાં તમારાં સંતાનો આવવાનાં ન હોય ! સારું થયું તે મેં એની વાત સાંભળી ને ગામડામાં નાનું અમથું ઘર રાખી મૂક્યું છે.

એમને થયું બે વર્ષથી ગામડું, ઘર, મિત્રો છોડીને શહેરમાં દીકરા સાથે રહું છું. અણગમતા મહેમાનની જેમ ! સાચું કહું તો પેઈંગ ગેસ્ટની જેમ ! એમને થોડી ઘણી પોતાની આબરૂની પડી છે નહીં તો ધક્કા મારીને કાઢી મૂકે ! ગામડામાં ઘર છે. પેન્શન આવે છે એની નિરાંત છે. જયંત કહેતો કે કોઈના થઈને રહીએ અથવા કોઈને રાખીને રહીએ, પણ દુશ્મન જેવો વર્તાવ કરનારથી તો દૂર જ રહીએ. આ જમાનામાં સદભાગી માબાપને જ સારાં સંતાનોનો સહવાસ ઘડપણમાં મળે છે…..

તેઓ ખાટલામાં પડ્યા જ રહ્યા. માથે પંખો ફરતો હતો પણ મનનો ઉકળાટ અસહ્ય હતો. તેઓ જાણે ઘેનમાં પત્ની સાથે બોલતા હોય તેમ બબડવા લાગ્યા : ‘તું સાંભળે છે ને ! આ રોજરોજના મેણાંથી હું કંટાળ્યો છું, મેં નક્કી કર્યું છે હું ગામડે જઈને જ રહું ! પણ ત્યાંય તારી યાદ આવશે, પોતાની લોહીની સગાઈવાળાં તો મારાં ના થયાં, તું મારી થઈને રહી, મને સહેતી ગઈ, સંભાળતી ગઈ, જતાં જતાં શિખામણ આપતી ગઈ. ‘તમને તો ચા પણ બનાવતાં આવડતી નથી. કોઈ આવીને માઠા દિવસોમાં ચાર દિવસ મદદ કરશે, કાયમ માટે થોડું કોઈ કરશે ?’ તારી સલાહ માનીને અહીં આવ્યો, પણ મારી ક્ષણેક્ષણ પર જાણે એમનો કાબૂ છે. અહીં ના બેસો, અહીંયા કેમ સૂતા, આમ ન કરો, આમ ન ખાઓ. આ બધાંને કારણે મારું મન અહીંથી ગયું છે. આજે તો હું પાછો જતો જ રહીશ ! એમને ફરી વાર એક ઝોકું આવી ગયું !

સાંજ પડવા આવી હતી. ઘરમાંનો ઘોંઘાટ સાંભળીને જાગી ગયા. દીવાલ પરના ઘડિયાળમાં જોયું ને બોલ્યા : ‘કેમ, મને ઉઠાડવા કોઈ આવ્યું નહીં ?’ એમણે પોતાના રૂમનું બારણું ખોલ્યું, ઘણા બધા અજાણ્યા લોકોને જોઈને સંકોચાયા !’ ત્યાં તો દીકરો આવ્યો.
‘બાપુજી, આજે પાર્ટી રાખી છે. તમને મજા નહીં આવે. એમાં પાછાં તમારાં આવાં કપડાં.’ એણે ધીરે રહીને બારણું બંધ કર્યું. એમણે પોતાનાં કપડાં સામે જોયું ! કશું જ બોલ્યા વગર બૅગ ભરીને પાછા આડે પડખે થયા. સાંજનું જમવાનું હજી બાકી હતું. બહાર જવું કે ના જવું વિચારવા લાગ્યા. કોઈ મક્કમ નિર્ણય સાથે ઊભા થયા. એમણે હિંમતપૂર્વક બારણું ખોલ્યું. સહુને નમસ્કાર કર્યા, બહાર બધા જમતા હતા, એમને જોઈને દીકરા અને વહુ જ નહીં, આવેલા મહેમાનો પણ સ્તબ્ધ થયા.

શંકર માસ્તર હસીને બોલ્યા :
‘જમવાનું ચાલુ રાખો. હું તમારા આ મિત્રનો પિતા છું, એ કહેવાનું એ કદાચ ભૂલી ગયો હશે. નહીં તો હું પણ તમારી સાથે જ જમવા બેસત.’ સહુ સાંભળી શકે એવા અવાજે તે બોલ્યા : ‘નિશાવહુ, મહેમાનો સાથે મોડા મોડાય જમવા બેસવાની તક મળી છે, મારી પણ થાળી લાવજો.’
નિશા થોડાક છણકા સાથે બોલી : ‘બાપુજી, આ ખાવાનું તમને નહીં ફાવે એટલા માટે જ તમને… ?’
એનું વાક્ય પૂરું થાય તે પહેલાં જ તેઓ બોલ્યા, ‘અરે, આપણે ક્યાં રોજ રોજ આવું ખાવું છે ! તમે ગામડે આવો ત્યારે અમે પોંક પાર્ટી કરીએ એમ જ મારે મન પીઝા પાર્ટી !’
‘વેરી ઈન્ટરેસ્ટિંગ’ કોઈ બોલ્યું. દીકરો ચૂપ હતો. એમણે પોતાના ગામડાની ઔતિહાસિકતા અને દેશદાઝને કારણે થયેલાં બલિદાનોની વાત કરી. બે ચાર મિત્રો તો એમને ‘નેક્સ્ટ ટાઈમ ફાધરને લઈને આવજો’ એવું કહેતા ગયા. કોઈએ એમના પહેરવેશ કે વાણી-વર્તનની ટીકા નહોતી કરી.

બીજે દિવસે તૈયાર કરેલી બૅગ લઈને તેઓ નીકળવાની તૈયારીમાં હતા, ત્યાં મિત્ર જયંત આવ્યો. એમણે દિલ ખોલીને વાત કરી. જયંતે કહ્યું, ‘તમે મારી સાથે ચાલો. ગામડે જવાની જરૂર નથી. આ લોકોને હું સંભાળી લઈશ, તમારે થોડીક વાતો સમજી લેવાની જરૂર છે.’

સાંજે નિશા અને નિરજ આવ્યાં. એમને ખાસ આશ્ચર્ય ના થયું. નિશાએ નીરજને કહ્યું, ‘ચાલો સારું થયું. આપણે કશું કહીએ તે પહેલાં તમારા બાપુજી સમજીને નીકળી ગયા.’
રાતના મોડા જયંતનો ફોન આવ્યો, ‘અરે નીરજ તારા પિતાજી કેમ છે ? હું એમને મળવા આવવાનો છું.’
નીરજ બોલ્યો : ‘કાકા, એમને તો કાલે જ હું રેલ્વે સ્ટેશન મૂકી આવ્યો. ના કહ્યું છતાં ગામડે ગયા.’
‘એમની તબિયત કેમ છે ? અમને તો કહીને નીકળ્યા હતા કે હું કાયમ માટે દીકરાને ત્યાં રહેવા જાઉં છું. ત્યાંનુ તો ઘર પણ એમણે કાઢી નાખ્યું. રહેશે ક્યાં ?’ નીરજ ચૂપ હતો. ક્યાંય સુધી ચૂપકીદી છવાઈ રહી.
નીરજે ફોન મૂકી દીધો.
ફરી ફોનની ઘંટડી રણકી.
‘સાંભળ નીરજ, તારા બાપુજી અહીંયા જ છે. કાલે તેઓ એકલા જતા હતા. મેં એમને રોકી લીધા છે. આ ઉંમરે એમને એકલા રાખવા સારું નહીં. સમજ્યો ? તું આવીને એમને મનાવીને લઈ જા.’

નીરજ ગાડીમાં પિતાને લઈ આવ્યો. ઘરમાં પગ મૂકતાં જ નિશા બોલી !
‘અમને કહ્યા વગર જ એમને ત્યાં ગયા હતા, અમારું ખરાબ દેખાડવા !’
એમણે સ્વસ્થતાથી જવાબ આપ્યો : ‘જેવા હશો તેવા દેખાશો !’
નિશા બોલી ઊઠી : ‘બાપુજી ! તે દિવસે પાર્ટીમાં પણ તમે…. ?’
‘હાં… હાં મારી અને મારાં કપડાંની તમને શરમ આવી પણ આ ઘરડા અને ગરીબ બાપ પાસે જમીન વેચાવડાવી ત્યારે તમને શરમ ના આવી ? તમારા વિશ્વાસે મેં બધું વેચીને આ બંગલો લેવામાં તમને મદદ કરી.’
ત્યાં તો નિશા વરસી પડી : ‘બાપુજી, આ બંગલો કાંઈ તમારા પૈસાથી નથી લીધો. અમારી બચત પણ એમાં છે. થોડા સમયમાં તમારા પૈસા પાછા આપી દઈશું !’

શંકરમાસ્તર વહુની નજીક જઈને બોલ્યા : ‘શું ? શું પાછા આપી દેશો ? આ દીકરાની બીમારીમાં કરેલા ઉજાગરા ? એમને સારું ભણતર અને સુખ સગવડ આપવા રાત-દિવસ કરેલી મહેનત ! આખી જિંદગી ચાર માઈલ સુધી સાઈકલ પર જતા આવતા પડેલા આંટણોની પીડાનું શું ? ભાઈ પરીક્ષામાં પાસ થાય માટે ઈશ્વરને કરેલી પ્રાર્થનાઓ, એના કૉલેજના એડમિશન માટે કરેલી દોડાદોડી ? નોકરીના ઈન્ટરવ્યૂ માટે ભાઈ સાથે ટ્રેનમાં અને બસમાં ખાધેલા ધક્કાઓ ! બોલો…. બોલો શું શું ? પાછું આપશો ?

ભારતીય સંસ્કૃતિમાં ઊછરેલા આપણે સહુ વડીલોને આદર આપવાનું જ ભૂલી ગયા ! મને અપમાનિત કરવા બોલાવી લાવ્યા છો ? લાવો… આપો મારા પૈસા હમણાં જ ! પેલો ચીમન સાચું જ કહેતો હતો. શહેરના બંગલામાં તારું નામ લખાવી દે. ત્યારે મેં કહ્યું હતું, ‘મારા દીકરા-વહુ પર મને અવિશ્વાસ નથી. તમે મારા હાથ-પગ કાપી લીધા છે એમ નહીં કહું, તમે મારાં છો એમ સમજીને તમારાં હાથપગને મેં બળ પૂરું પાડ્યું છે. હું અહીં હકથી રહેવાનો છું એમ કહું તો શું કરશો ?’

‘જુઓ નિશા અને નીરજ, મેં મારી મિલકત વેચી છે, મારી જાત અને સ્વમાન નહીં. હું મારી માયા સંકેલીને સમજણપૂર્વક જીવવા ઈચ્છું છું. હું વૃદ્ધ અવશ્ય થયો છું અને આ અવસ્થા તો દરેકના જીવનમાં અનિવાર્યપણે આવવાની જ છે. સંસારની મોહ-માયા સંકેલવા માટે મારે લાચાર કે દયનીય થઈને મારે મારા આત્મગૌરવને ઠેસ પહોંચાડવી નથી.’

નિશા, બાપુજીનું આ સ્વરૂપ જોઈને અસ્વસ્થ થઈ ગઈ. બાપુજી નીરજ પાસે આવીને બોલ્યા, ‘અમને ઘરડા જાણીને ધુતકારવાના ? અમને તરછોડવાના રોજ રોજ નવા નુસખા અજમાવો છો ! આ તમારા સભ્ય સમાજનાં લક્ષણ !’
નીરજ બોલ્યો : ‘અમે ક્યાં તરછોડીએ છીએ ! તમને ગામડામાં ના ફાવતું હોય તો ઘરડાં ઘર ક્યાં ઓછાં છે ? અવારનવાર આવતા જતા રહેજો. પૈસા અમે મોકલીશું, ત્યાં ઘર જેવી જ સુખસગવડો હોય છે. તમારી ઉંમરનાં….’
શંકર માસ્તર ઊંચા અવાજે બોલ્યા : ‘તને ભણાવીગણાવીને કમાતો કર્યો જેથી તું બાપને ઘરડા ઘરમાં મોકલે ? ઉપરથી બધાને કહેતા ફરવાના કે અમે પૈસા મોકલીએ છીએ’ એમણે ઘડીક શ્વાસ લઈને ખિસ્સામાં હાથ નાંખ્યો. પાંચસો-પાંચસો રૂપિયાની થોકડી કાઢી, નીરજના હાથમાં મૂકતા બોલ્યા : ‘લો, હું તમને પૈસા આપું છું. જાવ થોડા દિવસ રહી આવો ઘરડા ઘરમાં ! પોતાનાં ઘર અને બાળકો વિના ! ત્યારે જ તમને સમજાશે અમારા જેવાની અંતરવેદના ! તમે અમને ધુત્કારીને ઘરડાં ઘર મોકલો પણ અમે વૃદ્ધ થયા છતાં સંતાન પ્રત્યેના પ્રેમતાંતણાને તોડી નથી શકતા. અરે ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકનારાં સંતાનમાં કલ્યાણ માટે માતા-પિતાનું હૃદય પ્રાર્થના કરતું હોય છે.

‘પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં’ જેવું ન કરો. હું નથી ઈચ્છતો કે તમે પણ અમારી જેમ દુ:ખી થાવ ! નીરજ, હું ગામડે જતો રહીશ પણ અધિકારથી આ ઘરમાં રહીશ. આ ઘર મારું પણ છે. આ પ્રસંગે મને એક કહેવત યાદ આવે છે, ‘ઊંટ ગાંગરતો હોય તો પણ એને પલાણવો !’… જો ઊંટ તમારો હોય તો ! જયંત સાચું જ કહેતો ઘરડાં થયાં એટલે નમાલા નહીં બનવાનું. જીવનદાતા છો. સંતાન આગળ ઉન્નત મસ્તકે જીવવાનું. નીરજ દીકરા, માણસ એકલતા સહી શકે છે, પણ પોતાનાં જ સંતાનો અપમાન કે ઉપેક્ષા કરે ત્યારે તે જીરવવી અઘરી થઈ પડે છે.’

‘વૃક્ષને ઉછેરવા ખાતર પાણી વેચાતાં લાવી શકાય છે પણ સંતાનોને ઉછેરવા હૈયાના કૂવા ઉલેચવા પડે છે. જીવનની પરિતૃપ્તિની સુખદ ક્ષણો એટલે વૃદ્ધાવસ્થા ! મારી અંતઘડી નજીક આવતી હોય ત્યારે પુત્ર સાથેના સંબંધોની રખેવાળી કરવા માટે આટલી બધી મથામણ કરવાની ? હું જેવો છું તેવો સમજી-સ્વીકારીને મને માનભેર રાખવો હોય તો રાખો ! મારે તો તારી એકલાની ઉપેક્ષા સહેવાની છે. ભગવાને તમને બે આપ્યા છે ને તે બંને દિકરાઓ તમને નફરત કરશે ત્યારે….. !!’

‘બસ કરો બાપુજી…. બસ કરો.’ બાપુજીને બોલતા અટકાવીને નિશાએ રૂમાલ વડે આંખો લૂછી, બાપુજીને પાણીનો ગ્લાસ ભરી આપ્યો !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન સાફલ્ય – સંકલિત
કરે સત્કર્મ તો – આબિદ ભટ્ટ Next »   

24 પ્રતિભાવો : બુઠ્ઠી પણ ધાર – ડૉ. વસુધા મ. ઈનામદાર

 1. Jaydeep says:

  this is really true story.

  it has touched the heart..

 2. devvrat c, desai says:

  very very good. real story.

 3. Keyur Patel says:

  કહાની કિસ્મત કી –
  કે પછી,
  કહાની ઘર ઘર કી?????

  ક્યાંક કાગડી કાળી, ક્યાંક કાગડા કાળા, ક્યાંક કાગડા અને કાગડી બન્ને કાળા. જેમને આ વાંચી ને એમ થતું હોય કે આવું તે કદી હોતું હશે? અને એય મારા જીવનમા? તો ભૈ આ તો સમય સમય ની વાત છે. જોતા રહેજોને જાંચતા રહેજો………

 4. શાબાશ… આવી હિમ્મત બધા જ વયસ્કો દાખવે તો મઝા પડી જાય. 😉

 5. maurvi says:

  Congrats Dr. Vasudha
  good story it teaches so many things to the youth. well, I am not a critic or baised at eihter or side., but would like to add something. It is not always necessary that all the sibblings are like Nisha and Niraj. They do have some other obligations to fullfill. I think the story link two generations. “Thodu AME CHALIE THODU TAME CHALO, AAPNE MALIE EK KSHITIJE…” type. It wil teach more practical lesson. Well these are my views.

 6. dhara says:

  really nice stroy …

 7. Jaydip says:

  I am agree with maurvi. Nisha was right some what as her Father in law was moving without Shirt. But the word she had used, should not used by her. Bye the way this is general problem. I personally believe that I might go to OLD Age Home while I was not able to do work. or leave saparally. Why people apriciate “Baugban” why not trying to undersatand from Childrens point of view. They are some time right in their view. I would like to have comment on this from author or reader. Kindly give me comments.

 8. કલ્પેશ says:

  દરેક વ્યક્તિ પોતાના મા-બાપ માટે જે કરે છે, એવુ તેઓ પોતાના છોકરાઓ પાસેથી આશા રાખે છે (કદાચ).

  દરેક પેઢીએ વિચારો બદલાય છે.

  મારા મતે, બન્ને પક્ષ એકબીજાને માન આપે અને સ્વતંત્ર નાણાકીય પરિસ્થિતિ હોય તો અલગ રહીને પણ પ્રેમ વ્યકત કરી શકાય છે. એકબીજાની અપેક્ષાઓ અને લાગણીઓ સમજવી જરુરી છે.

  ઉપરાંત, વૃદ્ધાવસ્થામા નાણાકીય સ્વતંત્રતા હોવી જરુરી છે. જેથી પૈસે-ટકે પરાવલંબી ન થવુ પડે.

 9. alpa says:

  I really love the story. The way the author has portrayed the differences in attitudes between younger and older people.
  The point is clear: A dramatic personal eye-opening experience can give us new insight, new perception, new vision. Good Story is a place for great inspiration. Thanks Dr. Vasudha Inamdar.

 10. preeti hitesh tailor says:

  કાંટો કાંટા થી જ નીકળે !! જે સંતાનને માબાપ થી શરમ આવે તે સંતાનો થી શરમાતાં શીખવું પડે !
  સુંદર વાર્તા વસુધાબેન!! અભિનંદન!!

 11. Riddhi says:

  વાર્તા મા અન્ત સુખદ જ હોય્… પન real life મા પન ખાલી વાતો સાંભળી ને માનસ સુધરી જતો હોય તો કેવુ સારુ?

 12. Bakul Vakil says:

  Since I have the previlege and am fortunate to know the writer personally it will be unfair to comment on her skill of writing, how she selects everyday’s burning problem of the current society is mind boggling for me, I would like to request her to imagine & write what will be the @geneartion gap’ of presnt couple who have settled in the westernworld & their children born in the west, what will it be like when these people gets old ?

  Once again excellent topic & writing skill though anything less from her will be unacceptable to her raeders.

 13. ami barot says:

  Dear Dr.Inamadar
  I love the story…it’s touch my heart..new generation is not ready to accept the way and lifestyle their own parents .They keep forgeting where they come from and who they are..I’m very proud of you Dr . for writing this story…ami

 14. mahendra shah says:

  In USA though son and daughter in law loves father mother ,because both are serving and in case of serious illness they,though wish to be with father or mother they cannot do it . They put them in rehabilitation centre but because of cultural differences father mother do not get adjusted and suffer depression. I do not know what can and should be done?

 15. Jignesh says:

  કહાની ઘર ઘર કી………
  દીકરા કૅ દીપડા ???
  અત્યંત હ્દ્ય સ્પ્શી વાત…..

  Very good….congrats to writer

 16. Dineshchandra Patel says:

  મને આ વારતા બહુ ગમિ. ખરેખર દિલ ને સ્પર્શિ ગઈ. આજ નિ જનરેશન માટે એક સમજવા જેવુ ઉદાહરણ હતુ.

 17. bharat dalal says:

  In USA, I have seen old people of the age of 84 and more living on their own and really happy. They have their children but they have developed emotional maturity of expecting minimum or nothing from them. Most of our problems arise of not understanding that you must develop of living on our own.Father’s and Mother’s days are celebrated with pleasure by children with their parents who live on their own.
  What is most relevant is economic independence
  which parents must have.We must make adjustments however, unpleasnt they must be.

 18. rajesh says:

  Dear Dr. Vasudha ji, a very nice story. This is the real fact of the society now a days. Really speaking, the elderly people are being discarded from their next generation, unknowingly the fact that tomorrow is their time after today. The elderly people need a few words of sympathy, little love and a little care. But simultanelusly, the elder people need to understand the difficulties of their next generation and they should also adjust themselves with them, as much as they can. The elders should also not stick to their thoughts to be laid upon the next generation people, who have their own decisions to make, their own responsibilities to fulfil and their own committments to cope up with. So the sound atmosphere among the two generations and better understanding is the only remedy to this problem. Anyways, a good story which require thoughts of the people.

 19. Priyank Soni says:

  very good example.
  Every elder should become brave like him.
  This is somewhat like “Jhukti hai duniya jhukane wala chahiye” also.

 20. Narendra Bhagora says:

  સરસ દુનિયાની ભાગદોડમાં અને દુન્યવી માયામાં પોતાના માં બાપને ભુલી અને તેમની અવગણના અવહેલના કરતા બાળકોએ જાણવા સમજ્વા જેવ સ્ટોરી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.