કરે સત્કર્મ તો – આબિદ ભટ્ટ

[લેખકનું સરનામું : નિર્ઝર, મદીના મસ્જિદ રોડ, પોલોગ્રાઉન્ડ. હિંમતનગર-383001]

કરે સત્કર્મ તો કરમાં સુમન મળશે,
સુમન શું ચીજ છે સુંદર ચમન મળશે.

પરોવી ચિત્તને જો બંદગી કરશે,
સિતારો એક શું સઘળું ગગન મળશે.

ઉતારી એષણાની કાંચળી દેજે,
પછી તુજ જીવને અનહદ અમન મળશે.

હશે સચ્ચાઈ જો તારા કથનમાં તો,
સમજ નક્કી જગતભરનું વજન મળશે.

ભમી લેશે દિશાઓ ચાર તો પણ ના,
મલક આવો અગર આવું વતન મળશે.

હશે સતની ધજા તારી ફરકતી તો,
સદા તરફેણનો વાતો પવન મળશે.

અવરને કાજ બાળો હાથ ને હૈયું,
અહીં જન્નત સમું જોજે જતન મળશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બુઠ્ઠી પણ ધાર – ડૉ. વસુધા મ. ઈનામદાર
રીડગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા 2007 – તંત્રી Next »   

19 પ્રતિભાવો : કરે સત્કર્મ તો – આબિદ ભટ્ટ

 1. પરંપરાનો નિર્વાહ કરતી સરસ ગઝલ…

 2. કલ્પેશ says:

  સરસ !!
  આભાર આબિદભાઈ

 3. krupal soni says:

  very nice poem abid saheb.u inslpired me to write such type of poem .thank u very much.

 4. Priyank Soni says:

  સરસ કવિતા.
  thank you.

 5. અતુલ જાની (આગંતુક) says:

  કર્મ અને તેને અનુરુપ ફળ તેવા શાશ્વત નિયમને સુંદર રીતે અભીવ્યક્ત કરતી મનોહર ગઝલ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.