કેવો એકલો છું ! – નિર્મિશ ઠાકર

ના રહી પહેચાન, કેવો એકલો છું !
હું જ મારું ગાન, કેવો એકલો છું !
યાદનું આવાગમન, ને શૂન્યતાઓ
ના રહ્યું કૈં ધ્યાન, કેવો એકલો છું !
હાલમાં મારી વ્યથા છે કર્ણશી ને-
આ ભુલાતાં જ્ઞાન, કેવો એકલો છું !
આ હયાતીનેય સમજાઈ ગયું છે
સાવ જૂઠી શાન, કેવો એકલો છું !
હું જ છું સાક્ષાત્ સામે આયનાની
હું જ છું અંતર્ધાન, કેવો એકલો છું !
બેઉ બિંદુની વચાળે શોધવું શું ?
જન્મ ને અવસાન, કેવો એકલો છું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શક્ય છે….!!! – રેખા સરવૈયા
એવું નથી – હરીશ પંડયા Next »   

13 પ્રતિભાવો : કેવો એકલો છું ! – નિર્મિશ ઠાકર

  1. અતુલ જાની (આગંતુક) says:

    એકલતા ની પીડા – સુંદર શબ્દ-રચના.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.