રીડગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા 2007 – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

રીડગુજરાતી વેબ-મેગેઝીન શરૂ કર્યું ત્યારથી મારા મનમાં એક વિચાર સતત રહ્યો છે કે… – સાહિત્યમાં સતત નીત-નવી કૃતિઓનું સર્જન, નવા હાથોએ થતું રહેવું જોઈએ. સાહિત્ય એટલે તો અવિરત વહેતી નદી ! નૂતન વિચારો દશે દિશામાંથી સમાજને પ્રાપ્ત થવા જોઈએ, પછી ભલે ને એ વાર્તાના માધ્યમથી કેમ ન હોય !

આપણે ત્યાં ગુજરાતી ભાષામાં વિવિધ પ્રકારનું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. મહાન સાહિત્યકારો આ ગુર્જરભૂમિ પર થઈ ગયા છે. તેમ છતાં મારું અંગત એવું મંતવ્ય છે કે મહાન કૃતિઓ અને મહાન સાહિત્યકારોથી જગતે અટકી જવાનું હોતું નથી. તેમાંથી પ્રેરણા લઈને આપણે સતત આગળ વધતું રહેવાનું છે. ‘સરસ્વતીચંદ્ર’ આદિ અનેક આપણી મહાન ગૌરવ લઈ શકાય તેવી કૃતિઓ છે, પરંતુ એવી સુંદર કૃતિઓના સર્જનના 50 વર્ષ પછી પણ આપણે જો એ જ કૃતિઓનું દ્રષ્ટાંત આગામી પેઢીઓને આપીને ચલાવવું પડતું હોય તો એ આપણા માટે શરમજનક છે એમ તો નહિ કહું, પણ આપણી પ્રગતિ થોડી સ્થગિત થઈ ગયેલી જરૂર ગણાય. સમાજને સતત નવા વિચારોની જરૂર હોય છે. વર્તમાન સમસ્યાઓ, વર્તમાના સામાજિક સંકુચિતતાઓ વગેરેને એક વાર્તાકાર જ બોધરૂપે વ્યક્ત કરી શકે છે. તેથી સતત નવું લખાતું રહેવું જોઈએ. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા તે માટેનો જ એક પ્રયાસ છે.

તમારાં માના ઘણાને એમ થશે કે “અમે તો કદી લખ્યું જ નથી ! લખવાનો અનુભવ કે વિચાર કશું જ નથી ! તો પછી વાર્તા લખવાનું કેવી રીતે આવડે ?” – આપ સૌની વાત સાચી છે. પરંતુ એટલું ખાસ કહું, કે જેમણે કદી લખ્યું નથી એ લોકો માટેની જ આ સ્પર્ધા છે ! તેથી એમાં જરાય શરમાવા જેવું કે ગભરાવા જેવું નથી. (ખાનગીમાં કહું તો ખુદ મને પોતાને પણ એવું કંઈ લખવાનો અનુભવ નથી !) વળી, આમ જુઓ તો લખવાની શરૂઆત કરવી એટલી અઘરી પણ નથી. મને તો એમ લાગે છે કે જે લોકો રીડગુજરાતી વાંચતા હશે એમને ક્યારેક એકાંતમાં એવું તો થયું જ હશે કે હું પણ કંઈક આવું લખવાનો પ્રયત્ન કરું…. અને એ બીજ પછી કદાચ સમય-સંજોગોને કારણે ઊગી શક્યું નહીં હોય. આ પ્રકારની સ્પર્ધાઓ યોજવાનું તાત્પર્ય એ જ છે કે એ નિમિત્તે આપણે કંઈક શરૂ કરી શકીએ. પ્રત્યેક વ્યક્તિ પાસે ઉત્તમ વિચારો અને અનુભવોનો નિચોડ હોય છે, જો એ બધી વાતો વાર્તા સ્વરૂપે વ્યકત થાય તો શક્ય છે કે કેટલાયના જીવનને માર્ગદર્શન રૂપ બની રહે.

વળી, વાર્તા તમારી સર્જનાત્મકતા વધારે છે. એમાં તમારે કંઈક જાતે ઉમેરવાનું છે. તમારે હાથે તમારે ઘટનાઓની રંગોળી તૈયાર કરવાની છે અને એમાં પાત્રોના રંગ પૂરવાના છે. હું મારો અંગત અનુભવ કહું તો તમે જ્યારે વાર્તા લખવાની શરૂઆત કરશો ત્યારે ઘણા બધા વિચારોની ગોઠવણી મગજમાં શરૂ થશે. એ વિચારો અને ઘટનાઓનો પિંડ બંધાશે. અને એમાંથી એક ચોક્કસ આકાર નિર્માણ થશે જે વાર્તાની મુળ કથાવસ્તુ બનશે. તમે જે ક્ષણે મનમાં વાર્તા લખવી છે એમ વિચારશો – એ જ ક્ષણથી મનમાં વિચારોના ગોઠવણની પ્રક્રિયા ચાલુ થઈ જશે. એટલે મને તો હંમેશા એમ લાગે કે વાર્તા લખવી એટલે આપણા મનરૂપી કબાટમાં પડેલા અસ્તવ્યસ્ત કપડાંરૂપી વિચારોને ગોઠવવા. અરે ! વાર્તા સ્પર્ધા માટે મોકલવી કે ના-મોકલવી એ તમારી મરજીની વાત, પરંતુ તમે જેમ જેમ લખતા જશો એમ એમ તમે ઘણું બધું તમારી અંદરથી જ પામશો. વાર્તા લખવા માટે કોઈ બહુ મોટી નવલકથાઓ વાંચેલી હોય કે બહુ સાહિત્ય વાંચેલું હોય એવી કોઈ જરૂર નથી. તમારી આસપાસ બનતી ઘટનાઓ, તમારા જીવનમાં બનેલા પ્રસંગો એને પાત્રના રૂપમાં ઢાળીને તમે આસાનીથી શરૂઆત કરી શકો છો. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે તમે શું થોડો સમય નહીં કાઢો ?

મને ખબર છે કે રીડગુજરાતીના વાચકો વિશ્વના અનેક વ્યસ્ત શહેરોમાંથી સમય કાઢીને સાહિત્ય વાંચે છે. મુંબઈ, હોંગકોંગ, ન્યુયોર્ક, નૈરોબી, લંડન, ટોરન્ટો, દુબઈ જેવા અનેક શહેરોમાં લોકોને અખબાર વ્યવસ્થિત જોવાનો સમય પણ ન હોય. એમાંય વળી યુવાવર્ગનો તો 12 કલાક જેટલો મોટો સમય નોકરીમાં જ વ્યતિત થતો હોય. પણ તેમ છતાં, તમે ધારો તો આ બે મહિનાના ગાળામાં એક કૃતિનું સર્જન તો સહેલાઈથી કરી શકશો. એક ઉપાય નીચે મુજબનો અજમાવી જુઓ.

[1] પહેલા પાંચ-સાત દિવસ વિચાર કરીને કોઈ એક ચોક્કસ મુદ્દા પર આવો. અને નક્કી કરો કે મારે આ જ મુદ્દા પર લખવું છે. પછી ગમે તે થાય એ મુદ્દાને છોડશો નહીં.

[2] પછીના સપ્તાહે એ મુદ્દાને બરાબર મગજમાં ઘૂંટો. તેની આજુબાજુના પ્રસંગો/ઘટનાઓ વિચારો. મુખ્ય ઘટના કેટલી લાંબી થશે તે વિચારો. ઘટનાની શરૂઆત, તેનું મધ્ય અને તેનો અંતિમ સાર – એ બધા પાયા નક્કી કરો. એમાં સંવાદો કેવા મૂકવા એ વિચારો. એ પ્રમાણે પાત્રો નક્કી કરો.

[3] હવે ત્રીજા સપ્તાહે લખવાની શરૂઆત કરો. ચેકચાક થાય, ભૂલો થાય, પાના ફાટે તો ગભરાશો નહીં. એમ ન થાય તો જ નવાઈ ! જગતનો કોઈ પણ વ્યક્તિ પાના ફાડ્યા વગર શિક્ષિત થયો નથી. તમારી પાસે પૂરા સાત દિવસ છે. ધીમે ધીમે પ્રયત્ન કરો. ક્દાપિ એવું વિચારશો નહીં કે “સાહિત્યકારો કેવું લખે છે અને મારું આ લખાણ તો સાવ ઢંગધડા વગરનું છે.” ભાઈ, રાતોરાત કોઈ સાહિત્યકાર બની ગયા નથી. બધાના શરૂઆતના અનુભવો સરખા જ છે. બલકે એમ કહો કે લોકોને લખવું હતું તો પ્રોત્સાહન આપવા માટે કોઈ માધ્યમ નહોતું, તમારી પાસે તો રીડગુજરાતી છે ને !

[4] ચોથા સપ્તાહે, તમારું જ લખેલું તમે ફરી વાંચો. સતત વાંચો. ગોઠવણ કરો. શબ્દો સુધારો. જોડણી તપાસો. કૃતિનો પ્રવાહ બરાબર જુઓ. અને એકદમ ફાઈનલ થઈ જાય એટલે મને મોકલી દો !! સિમ્પલ !!

ઉપરના ચારેય સપ્તાહ કંઈ તમારે તમારી વાર્તા પકડીને બેસી રહેવાનું નથી. પણ મનમાં એક સતત ધ્યેય રાખીને રોજ થોડો નિશ્ચિત્ત સમય ફાળવશો તો ચોક્કસ સુંદર કૃતિ રચાશે. રોજિંદી ઘટમાણના આ નિરસ જીવનમાં કંઈક કર્યાનો થોડો આનંદ પ્રાપ્ત થશે. લોકો કહે એ ફિલ્મ આપણે જોતા હોઈએ, લોકો પિઝા ખાય એટલે આપણે પિઝા ખાતા હોઈએ તો સાહિત્યકારોએ આટલું બધું લખ્યું (અને આપણે વાંચ્યું પણ) તો એમનું જોઈને આપણે થોડો પ્રયત્ન તો કરી શકીએ ને, મિત્ર ! યુવા વર્ગની મારી ખાસ વિનંતી છે. તમારા અનુભવોને હવે કાગળ પર મૂકવાનો સમય આવી ગયો છે. સાહિત્યનો લીલોછમ પાક ઉતારવાનો છે. તમે જેમ આવડે એમ લખવાનો પ્રયત્ન કરો. જરાય મૂંઝાશો નહિ. મને આ વાર્તા સ્પર્ધામાં વિપુલ પ્રમાણમાં કૃતિઓ મળશે એવી આશા છે. 1000 લેખો વાંચીને તમે કંઈક તો મેળવ્યું જ હશે. મને મારો પ્રયત્ન એળે નહીં જાય એવો વિશ્વાસ છે.

અને મિત્રો, તમે જુઓ તો ખરા ! રીડગુજરાતી વાર્તા સ્પર્ધાના નિર્ણાયકો ડૉ. શરદભાઈ, વર્ષાબેન તેમજ શ્રી સુધીરભાઈ – પોતાના અત્યંત વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને કોઈ પણ પ્રકારનો પુરસ્કાર લીધા વગર, કેવળ યુવાનો લખતા થાય એ માટે, તમામ કૃતિઓની સમીક્ષાનું આવું કપરું કાર્ય સહર્ષ માથે ઉપાડી લીધું છે. મારા એક ફોન પર તેઓ અત્યંત રાજી રાજી થઈને કાગડોળે તમારી કૃતિઓની વાટ જુએ છે.

ભગવાન શ્રીકૃષ્ણ ભગવદગીતાના અંતિમ અધ્યાયમાં જેમ છેલ્લે એક શબ્દ કહી દે છે કે : ‘યુદ્ધસ્વ’ તેમ, મને લાગે છે કે હવે કંઈક વિશેષ કહેવાનું રહેતું નથી. બસ, કલમ (કે કી-બોર્ડ) ઉઠાવો અને લખવા માંડો ! રીડગુજરાતીના માધ્યમથી વિશ્વના તમામ વાચકોનું વાર્તા સ્પર્ધામાં સ્વાગત છે.

વાર્તા સ્પર્ધા વિશે વધુ માહીતી : http://www.readgujarati.com/notes.php 

મૃગેશ શાહ
+91 9898064256
shah_mrugesh@yahoo.com

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કરે સત્કર્મ તો – આબિદ ભટ્ટ
મુખવાસ (ભાગ-5) – સંકલિત Next »   

16 પ્રતિભાવો : રીડગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા 2007 – તંત્રી

 1. dhara says:

  એક્દમ સરસ વિચાર્…ખરેખર મ્રુગેશભાઈ તમે readgujarati દ્વારા લોકોને જે લખવા માટે પ્રેરણા આપો છો અને જે પ્લેટફોર્મ આપો છો એ બહુ ઉમદા વાત છે. આજના સમયમા તમે ગુજરાતી સાહિત્યને વધુ develop કરવા જે પ્રયત્ન કરો છો એ વાત માટે તમને ધન્યવાદ્……..

 2. Hiral Thaker 'Vasantiful' says:

  You will never be get failure….I know you will get at least 500 stories from your readers and writes….

  “Parayato Karey Ale nathi jata….”!

  But now it’s your turn to say keep writting…or all the best…. 🙂

 3. Hitesh Rughani says:

  ઃ)

 4. Hitesh Rughani says:

  Good 🙂

 5. Natver says:

  આભાર મૃગેશભાઈ,
  મારી આતુરતાનો અતં આવ્યો.
  માનનિય ડૉ. શરદભાઈ, વર્ષાબેન તેમજ શ્રી સુધીરભાઈ, તમારી કસોટી થવાની છે. મારી વાર્તા આવે છે!!!
  Get Ready!!!

 6. Sandeep Dave says:

  મુગેશ ભાઈ,
  તમારો ખુબ ખુબ આભર્..
  મારા જેવા ને આ પ્લેટફોમ્ર આપિ આપે ઘણુ સારુ કર્ય કાર્યુ … મરિ વાર્તા આવિ રહ ચ્હે..ધન્યવાદ્……………
  સન્દિપ એ. દવે.
  ગાન્ધિધામ્.

 7. Vikram Bhatt says:

  ખુબ જ ઉમદા વિચારો.

 8. nilam doshi says:

  પ્રસન્શા પાત્ર વિચાર અને કાર્ય પણ.

 9. ravipatel says:

  mrugesh bhai ur idea is very good.
  i have alredy right now 3 books,30 short story, 14 artical in divya bhaskar. but right now i wil found a publisher for my written book,if uhelp me pls cl me or email me. mob. no.9979706270 email: ravikumar70562@gmail.com

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.