મુખવાસ (ભાગ-5) – સંકલિત

મુખવાસ (ભાગ-5) – સંકલિત [રીડગુજરાતી પર સમગ્ર ફેબ્રુઆરી તેમજ માર્ચ માસ દરમિયાન ‘મુખવાસ’ કૉલમમાં મૂકાયેલા વાક્યોનો સંગ્રહ.]

[1] દરેક કુંવારી કન્યા સંપૂર્ણ પુરુષની શોધમાં હોય છે. પણ તે મળે તે પહેલાં જ તે પરણી જાય છે.

[2] મેં એક વ્યાપારીને ‘પ્રમાણિકતા’ શબ્દ કહ્યો. એક સરકારી અફસરને ‘સેવા’ શબ્દ કહ્યો તથા એક પ્રધાનને ‘સાદાઈ’ શબ્દ કહ્યો. એથી એ ત્રણેય મારી સામે જોઈને એક જ શબ્દ બોલ્યા : ‘પાગલ !’

[3] કેટલાક લોકોને પાણીને બદલે કોકાકોલાની તરસ લાગે છે !!

[4] પતિ-પત્નીની દલીલો કોઈ ધ્યાનપૂર્વક સાંભળતું હોય, તો તેના પાડોશીઓ !

[5] સંતાનો પાસેથી માલદાર માબાપો મથામણ નામની યુનિવર્સિટી છીનવી લે છે !

[6] બધા પુરુષો મૂર્ખ નથી હોતા, કેટલાક કુંવારા પણ હોય છે !!

[7] જે લોકો તમારી પ્રગતિના સમયે તમારા મિત્રો બનવા તૈયાર હોય છે તેઓ તમારી પડતીના સમયે તમારા લેણદારો બનવા તૈયાર નથી હોતા.

[8] લગ્નજીવન એક પાંજરું છે. બહારનું પક્ષી અંદર આવવા ચાહે છે, અંદરનું પક્ષી બહાર.

[9] ઉંદરડા જો બિલાડીને ગળે ઘંટ બાંધવા જાય તો તેઓ મૂર્ખ ગણાય પણ બિલાડી જો તેમને ઘંટ બાંધવા દે તો તે મહામૂર્ખ ગણાય.

[10] બે જગ્યાએ બોલાયેલા અસત્યો ગમી જાય એવા હોય છે. એક તો ન્યાયની અદાલતમાં અને ઘરમાં પત્ની સામે !!

[111] પરણવા ઉત્સુક પુરુષે કાં તો બધું જાણવું જોઈએ, કાં તો કશું જ નહિ.

[12] સેક્રેટરીની કલમમાંથી સરતાં અસત્યો એટલે જ પ્રધાનનાં આશ્વાસનો.

[13] લગ્ન એ લોટરી છે જેમાં પુરુષો પોતાની સ્વતંત્રતા દાવ પર લગાવે છે, જ્યારે સ્ત્રીઓ પોતાના સુખને.

[14] બે જાતની વ્યક્તિઓના સંસાર જીવન દુ:ખી જાય છે. બુદ્ધિ વગરના પુરુષોના તથા બુદ્ધિશાળી સ્ત્રીઓના.

[15] સમજણ વગરની સ્માર્ટનેસ કોમ્પ્રેસર વગરના એરકન્ડિશનર જેવી કે પછી રીફિલ વગરની રૂપાળી બોલપેન જેવી છે.

[16] પુસ્તકના સહવાસથી જ જો પંડિત થવાતું હોત તો ઊધઈને પંડિત કહેવી પડે.

[17] જે મળવા આવે ત્યારે હરખનું ગાડું લેતું આવે અને જાય ત્યારે ઝીણા દર્દનું પોટલું મૂકતું જાય તેને પ્રિયજન કહેવાય.

[18] પારણું જ્યારે ઉંમરલાયક બને ત્યારે હિંચકો જન્મે છે !

[19] કલદાર અને કીર્તિ એ બન્ને એવી તરસ છે, જે ક્યારેય છીપતી નથી….!

[20] સંન્યાસીના ખાનગી સંસાર કરતાં સંસારીનો ખાનગી સંન્યાસ વધારે મૂલ્યવાન છે.

[21] સમજ અને ગેરસમજ વચ્ચેની સંતાકૂકડી એટલે જીવન.

[22] નવા ઘરોમાં હવે કન્સીલ્ડ વાયરિંગ કરવામાં આવે છે. બહાર બધુ ડીસન્ટ હોવું જોઈએ. માણસનો ક્રોધ પણ કન્સીલ્ડ; માણસનો દ્વેષ પણ કન્સીલ્ડ.

[23] માણસ પૂર્વગ્રહો છોડવાને બદલે ઉપગ્રહો છોડ્યા કરે છે !!

[24] ખેતર એક એવી જગ્યા છે જ્યાં ઈશ્વર અને આદમી ઝટ ખબર ન પડે એમ સાથે રહીને પોતપોતાનું કામ કરતા હોય છે.

[25] ઉપકારની મજા માણવા બે વાત યાદ રાખવી પડે. એ તમે કર્યો હોય તો જેમ બને તેમ જલદી ભૂલી જાવ. એ તમારા પર કરવામાં આવ્યો હોય તો સદાય યાદ રાખો.

[26] જેના જીવનમાં કોઈ સંઘર્ષ જ ન આવ્યો હોય એવો આદમી હજી આ દુનિયા પર પેદા થયો નથી.

[27] મા કેવી દેખાય છે તે જાણવા માટે બાળકે ગર્ભમાંથી બહાર આવવું પડે છે.

[28] એકાંતનું મંદિર હોય, મૌનનો ઘુમ્મ્ટ હોય ત્યાં સદાય આનંદની ધજા ફરકતી રહે છે.

[29] ચિંતાનું ઉપસ્થાન આપણું મન છે, ખરેખર તો મન એ આનંદનું ઉપસ્થાન હોવું જોઈએ.

[30] પ્રિયતમા કે પ્રિયતમનો વિરહ શું, એ જે ન સમજી શકે તે પ્રભુના વિરહની વેદનાને સમજે ખરો ?

[31] આકારા સ્વભાવના પતિને ઠંડા સ્વભાવની પત્ની મળે તો કુટુંબનું સરેરાશ ઉષ્ણતામાન જળવાઈ રહે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રીડગુજરાતી વાર્તા-લેખન સ્પર્ધા 2007 – તંત્રી
લેખક બનવાની લમણાઝીક ! – નટવર પંડ્યા Next »   

32 પ્રતિભાવો : મુખવાસ (ભાગ-5) – સંકલિત

 1. Ali Reza says:

  સરસ.

 2. preeti hitesh tailor says:

  ખૂબ સરસ! રત્નકણિકાઓ ગમી.

 3. Ramesh Shah says:

  જરૂર પડે કામમાં આવે તેવી કણીકાઓ સંઘરી રાખવા જેવી.

 4. bhavi shah says:

  ખુબ ખુબ સરસ વાક્યો છે મજા આવી ગઈ આભાર ફરી થી બીજા વાચવા મલે તો વધારે સારુ

 5. Jasmin says:

  વાહ મજા આવિ ગઇ

 6. dhara says:

  સરસ મજા આવી…

 7. ketan makwana says:

  ખુબ સરસ !!! આવિ બિજિ વધારે વાચવા મલે તો કેવુ સારુ.????

 8. Vinod says:

  અમુક વાક્યો શ્રી ગુણવંત શાહ નાં ખુબ જાણીતા અવતરણો હોય ઍવું મારૂ મંતવ્ય છે..(જેમ કે અવતરણ નંબર ૫, ૧૬, ૧૭, ૧૮, ૨૧, ૨૨, ૨૩, ૨૮, ૩૦, ૩૧)…!! જો એવું હોય તો મુળ લેખક ને પણ સાથે યાદ કરવાની જરૂર હતી. આપનું શું માનવું છે..!!

 9. Keyur Patel says:

  સાવ સાચી વાતો છે. ખૂબ જ સરસ!!!!!!

 10. Dhaval Shah says:

  ખુબ સરસ અને સાચી વાતો.

 11. Bhakti E. says:

  enjoyable as well as knowledgable..

  Gr8 ones ..

 12. Mrugesh Soni says:

  mind blowing
  i like it
  publish more

 13. રમુજિ અન સમજ્વા જેવા લેખ .

 14. Alpesh Patel says:

  Good

 15. nirmal says:

  વાહ વાહ્

 16. vishwajit mehta (vishu) says:

  પુસ્તકના સહવાસથી જ જો પંડિત થવાતું હોત તો ઊધઈને પંડિત કહેવી પડે.માટે પુસ્તક નો સહવાસ ક્ર્રો.

 17. vedant pandya says:

  this topic is very interesting and who dont know how to speak gujarati heorshe can learn from these topic

 18. priyank soni,kalol. says:

  Just amaging.Who can understand and live like this never find any sorrow.30th santance is really a master peice.

 19. Bakul says:

  વાક્યો બહુ સરસ લાગ્યા. કેત્લાક જોકેસ જેવ લાગ્યા તો કેત્લાક્મા તત્વચિન્તન.

  આભાર્.

 20. Girish/Bakul says:

  ઘના વાક્યો ગુન્વન્ત શાહ્ ના “તેલેક્ષ્,તેલૈગ્રામ્,ફેક્ષ્ ” નામનિ પુસ્તકા ને મલ્તા આવે.
  ચ્હતા સારો પ્રયાસ કહેવાય્.

  પ્રયાસ ચાલુ રાખો.

 21. ashok says:

  આવા સુવાક્યો માનસને પલવારમા સમજાવે અને આ યુગમા વધારે જરુરિ

 22. વિશાલ મિસ્ત્રી says:

  મને ગર્વ છે કે હુ ગુજરાતી છુ અને આ મજા ની વાતો હુ માણી શક્યો.

  શુ હુ અહીં ના મને ગમતા લેખો મારા બ્લોગ પર પોસ્ટ કરી શકુ ખરો ?
  મેહરબાની કરી જવાબ આપવા વિનતિ છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.