અમૃતનો પ્યાલો પિવરાવો – દીપક બારડોલીકર

[આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે, રીડગુજરાતીના સૌ વાચકમિત્રોને જય જય ગરવી ગુજરાત. આપણું ગુજરાત સમૃદ્ધ બને, શિક્ષિત બને અને સત્વશીલ બને તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના.]

Gujarat

ગુજરાત, ઓ લીલીછમ ગુજરાત
સુખચેન તણી સંપત ગુજરાત

મશ્હૂર હતી તવ સજ્જનતા
ફૂલવેલ-શી ભલમનસાઈ પણ
દરિયોય રહી જાયે જોતો
એ મનની હતી મોટાઈ પણ

મૈત્રીથી છલકાતાં’તાં હૈયાં
ને મેળા પ્યાર-મહોબતના
સૌભાગ્યસુમનનાં વૃક્ષો પર
માળા હતા ઉમદા સૌરભના

અફસોસ એ રંગો આજ નથી
વિલાઈ અનુપમ સૌ ભાતો
દ્વેષાઈ ગયો માહોલ અને
સંસ્કારનો દીવો હોલાયો

ઈન્સાનની અઝમતના ઉત્તમ
સૌ ખાબ અહીં બરબાર થયા
વિષચક્ર હતું એક શેતાની
ઈન્સાન અહીં હેવાન થયા
શોણિતના ફુવારા છલકાયા
ને ભૂતપલીતો હરખાયા

ઓ લોકો, થોડી કદ્ર કરો
છે મોતી એને રોળો નહિ
અમૃતનો પ્યાલો પિવરાવો
ને પીઓ પરંતુ ઢોળો નહિ
કે ગુંજે કણ-કણમાં આ રાગ
છે ખૂબ ભલી ગરવી ગુજરાત

ગુજરાત, ઓ લીલીછમ ગુજરાત
સુખચેન તણી સંપત ગુજરાત

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક પ્રેમાળ પિતા – વંદના ભટ્ટ
જીવનનો હેતુ – મૃગેશ શાહ Next »   

11 પ્રતિભાવો : અમૃતનો પ્યાલો પિવરાવો – દીપક બારડોલીકર

  1. Kanan says:

    મ્રુગેશભાઈ સાથે સાથે આજે શ્રમિકવર્ગને પણ યાદ કર્યો હોત તો વધુ મજા આવત!

  2. Vikram Bhatt says:

    On “Gujarat Day”, you could have published song, depecting જોશ. આ ગીત તો હતાશા ઉભી કરે છે. પ્રાસન્ગીક લાગે છે?
    Disappointed on Gujarat Day.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.