ગૂંદાનું અથાણું – સુધાબહેન મુનશી
[ મિત્રો, ઉનાળાની આ ઋતુમાં ગુજરાતમાં અથાણાં બનાવવાની શરૂઆત થઈ ગઈ છે ! સૌથી પહેલા ગૂંદા, એ પછી મુરબ્બો અને પછી અથાણાં બનાવવાની આ મોસમમાં ગૂંદા અગ્રસ્થાને રહે છે. તો ચાલો આજે જોઈએ ગુંદાનું અથાણું બનાવવાની સરળ બે રીતો. ]
પદ્ધતિ-1
સામગ્રી :
1 કિલો ગૂંદા-મોટાં,
2 કિલો મેથીનો સંભાર, (કેરીના અથાણા પ્રમાણેનો)
2.5 કિલો કેરી.
200 ગ્રામ મીઠું
1.25 કિલો તલનું તેલ
રીત :
સૌ પ્રથમ ગૂંદાને ધોઈ કોરાં કરી, ભાંગી ને મીઠાનો હાથ લઈ બિયાં કાઢવાં. વાંસની સળીથી પણ બિયાં કાઢી શકાય છે. તેમાં દાબીને મેથીનો સંભાર ભરવો. હવે, કેરીને ધોઈ કટકા કરી, મીઠામાં રગદોળી, એક દિવસ અગાઉ આથી રાખવા. બીજે દિવસે કપડા ઉપર પાથરી બરાબર કોરા કરવા. એક કથરોટમાં કેરીના કટકા લઈ, તેમાં તેલ નાંખી, મસાલો નાંખવો. બરણીમાં એક થર કેરીનો અને એક થર ગૂંદાનો એમ ભરવું. ઉપર કેરીનો થર રાખવો. તેના ઉપર મેથીનો સંભાર પાથરવો અને થોડું તેલ નાખવું. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાખવું.
પદ્ધતિ-2
સામગ્રી :
1 કિલો ગૂંદા-મોટાં,
1 કિલો મેથીનો સંભાર, (કેરીના અથાણા પ્રમાણેનો)
1 કિલો કેરી, રાજાપૂરી અથવા રેષા વગરની.
મીઠું, હળદર પ્રમાણસર.
1 કિલો તેલ
રીત :
સૌ પ્રથમ કેરી છોલી, આખી ધોઈ, મોટા કાણાની છીણીથી છીણવી. છીણમાં મીઠું અને હળદર નાંખી રહેવા દેવું. પછી નિચોવી, પાણી કાઢી, તેમાં મેથીનો સંભાર ભેળવી દેવો. ગૂંદાને ધોઈ, કોરાં કરવા. પછી ભાંગી, બિયાં કાઢી, તેમાં કેરીનું છીણ મેળવેલો મેથીનો સંભાર દાબીને ભરવો. થોડા તેલમાં રગદોળી ગૂંદા બરણીમાં ભરી લેવાં. ઉપર વધેલો સંભાર પાથરી દેવો. ત્રીજે દિવસે અથાણું ડૂબે તેટલું તેલ નાખવું.
Print This Article
·
Save this article As PDF
Wow…Gunda Pickle is my favorite. Thanks for providing the recipe. But, I feel buying Deep or Shalini readymade gunda-keri pickle for less than $ 2 is better option for me.
it is so need full recipe for us send another recipe
ગુન્દા નુ અથનુ ખુબ જ ભવે પન તજ ગુન્દ અહિ કેલિફોર્નિઅ મા મ્દ્ત નથિ.ઉપય સો ?
ફોતા જોઈ ને જ લાળ પડે
Vicodin….
Vicodin hp. Vicodin….
હેલો નિખિલ ,
શુ કરે ચે શાન્તિ ચાલે ,
કેવુ કામ કાજ ,
જમિ લિધુ કેવુ બનાવ્યુ હતુ .
સરસ ને મને ખબર હતિ .
ખુશિ ને મામા ના ઘરે જવુ હોય તો જ્વા દવુ ?
લિ. તારિ દિપલ
સરસ મજાની વાનગી ની રેસીપી થી વાકેફ કરયા ખુબ ખુબ આભાર
તમ ખુબ્જ સરસ વન્ગિનિ રેસિપિ અપિ ચ તમારો ખુબ અભાર્
અથાણૌ ની રેસિપી વાચઈ ..આભાર્