વાચકોની કૃતિઓ – સંકલિત

પ્રકૃતિ પ્રેમ – સંદીપ એ. દવે

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ 17 વર્ષીય શ્રી સંદિપભાઈનો (ગાંધીધામ, કચ્છ) ખૂબ ખૂબ આભાર. તેઓ ગાંધીધામની ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરે છે.]

આ સુંદર પ્રભાતના તામ્રવર્ણી સૂર્યની,
પહેલી કિરણ જ્યારે પડે મારા ગાલ પર,
ત્યારે ચોર્યાશીલાખ ફેરા જનમો જનમનો,
વીતી જાય એક ભેગા કાળ પર.

વાદળોના વ્યોમમાંથી થનગનતું એક ટીપું,
પડે છે જ્યારે નિશ્ક્રિય તલવાર પર,
ત્યારે અનેકને મારનારી, હિંસક, એ,
એ નથી કરતી પ્રશ્ન તેના સ્વીકાર પર.

કર્ણપ્રિય કલકલાટ કરતી એ કોયલની,
કાળી કાયા બેઠી પેલી ડાળ પર,
વંદે છે ‘સંદીપ’ એ પ્રેમાળ પ્રકૃતિને,
શું હજી છે સંશય તેના વહાલ પર ?


બેખબર – બકુલ સુગંધિયા

[આ કૃતિ ગઝલકાર શ્રી બકુલભાઈના ગઝલસંગ્રહ ‘ચાલ હરણની એટલે ગઝલ’ માંથી લેવામાં આવી છે. આ સુંદર પુસ્તક રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી બકુલભાઈનો (સલ્તનત ઑફ ઓમાન, મસ્કત) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો virendra@alkhanfoods.com પર સંપર્ક કરી શકો છો.]

આંખથી એ કહી જશે તો શું થશે ?
બેખબર તું રહી જશે તો શું થશે ?

ધારીને રાખી છે મનમાં વાત તેં
કાનમાં એ કહી જશે તો શું થશે ?

દિલની વાતો મેં તને કીધી નથી
આમ અમથી થઈ જશે તો શું થશે ?

લોક અમથા જે કરે છે વાત એ
એ હકીકત થઈ જશે તો શું થશે ?

માગીને થાકી ગયો છો તું ‘બકુલ’
વણમાગે એ દઈ જશે તો શું થશે ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગૂંદાનું અથાણું – સુધાબહેન મુનશી
જાતને દોર બાંધીને ઉડાડવી છે ! – રમેશ પારેખ Next »   

17 પ્રતિભાવો : વાચકોની કૃતિઓ – સંકલિત

 1. dr sudhakar hathi says:

  માગિ નેથાકિગ્યો ચ્હુ પ્રભુ વનમાગે આપિદેશે તો શુ થસે પ્રાભુ ? સુધકર

 2. કાચી ઊંમરે પાકી કવિતા કરવાની ક્ષમતા બદલ સંદીપ દવેને ખૂબ ખૂબ અભિનંદન… વ્યાકરણ અને છંદોની ગલીઓ થોડી કસવાની જરૂર છે. એના વિના આગળ વધવાની કોશિશ કરતા રહેશો તો રસ્તો ભટકી જવાશે અને મંઝિલ નહીં મળે… ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ… (પણ ઉજ્જવળ ભવિષ્ય મહેનત માંગી લે છે એ ભૂલશો નહીં !)

  બીજું, માતૃભૂમિથી જોજનો દૂર મસ્કતમાં રહેવા છતાં શબ્દોની સાધના કરતા બકુલ સુગંધિયાને હાર્દિક અભિનંદન… શબ્દોની આવી જ સુગંધ ફેલાવતાં રહો એવી શુભેચ્છા… ગઝલ પણ સુંદર છે અને છંદ પણ યથાર્થ જળવાયા છે…

 3. Bimal says:

  સુંદર સંદીપ…..અભિનંદન….

  અને બકુલભાઈને પણ અભિનંદન …….

  લોક અમથા જે કરે છે વાત એ
  એ હકીકત થઈ જશે તો શું થશે ?

 4. Hiral Thaker 'Vasantiful ' says:

  Very nice poem from Sandip….Keep it up sandip

  Keep writting….

  All the best

 5. Pathik Shah says:

  its a very fantastic poem…such a good…..go ahed…

  thnx…..

  keep it up………..

  PATHIK SHAH

 6. Keyur Patel says:

  Congratulations to Sandip. I see an aspiring poet in you. Keep it up!!! Try to think outside of the box and belive me, you will another rainbow! Very good.

  Bakul bhai, it is simply amazing!!! Fabulous!!
  ધારીને રાખી છે મનમાં વાત તેં
  કાનમાં એ કહી જશે તો શું થશે ?
  Well need to keep open ears when something special is said. Very good.

 7. સરસ…
  બંને મિત્રોને અભિનંદન…

 8. jignesh raval says:

  સન્દિપ દવે ખરેખર આપે ખુબ સુન્દર વિચરો આપ્યા
  મે આપનિ કવિતા નોન્ધિ રાખિ..બકુલ ભૈ કહેવુ પડે હો..
  સન્દિપ જો મહેનત કરે તો તે આગળ આવિ સકે…

 9. Ephedra….

  Ephedra is it legal. Colorado ephedra attorney….

 10. jay gadhvi says:

  વાહ્……… માજ આવિ ગઇ યાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.