કોલેજીયનો આટલું વિચારે…! – દિનેશ પંચાલ

[‘ગુજરાત મિત્ર’ તેમજ ‘સૌજન્ય માધુરી’ સામાયિકમાંથી સાભાર.]

ફેશન યુવા પેઢીનો પ્રાણવાયુ છે. ફેશન સમાજમાં નહીં, યુવાનોમાં જન્મે છે. યૌવન અને સૌંદર્ય વચ્ચે ફૂલદાની અને ફૂલ જેવો સંબંધ છે. સુંદરતા સૌને ગમે છે. સુંદર દેખાવવાની પ્રવૃત્તિમાંથી ફેશનનો જન્મ થાય છે. બ્લાઉઝ સાથે બિંદીયા મેચ કરવામાં આવે છે. શૂટ સાથે ટાઈ મેચ કરવામાં આવે છે, પણ પતિ સાથે પત્ની મેચ નથી થતી ! સાડી મેચ થાય અને મન મેચ ના થાય ત્યારે મુસીબત શરૂ થાય. જન્માક્ષરો મળી જાય અને વરવહુ અલગ રહી જાય ત્યારે જ્યોતિષ ભોઠું પડી જાય છે.

“લગ્નપૂર્વે ‘ફીઝીકલ રીલેશનશીપ’ કેટલી ઉચિત ?” – એવો પ્રશ્ન હમણા મુંબઈની, કોલેજ કન્યાઓને પૂછવામાં આવ્યો ત્યારે સીત્તેર ટકા છોકરીઓએ ‘હા’ માં જવાબ આપ્યો. (પચાસેક વર્ષો પૂર્વે એ જ કૉલેજમાં એ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે ‘હા’ માં જવાબ આપનાર છોકરીઓની સંખ્યા માત્ર સાત ટકા હતી.) સાતમાંથી સીત્તેર ટકા થયા. શું આને પ્રગતિ ગણીશું ? જે ગણો તે, યુવા પેઢીને સમાજના પ્રતિભાવની દરકાર નથી હોતી. તેઓ એકે શબ્દ ઉચ્ચાર્યા વિના તેમની ગતિવિધિ ચાલુ રાખે છે. તેમનું એ મૌન સમાજને જાણે ચિલ્લાઈને સંભળાવે છે – ‘હમ જો ઠીક સમજેંગે વહ કરેંગે… તુમસે બન પડે વો કરલો !’

લગભગ દરેક કૉલેજ કન્યાને એક બોયફ્રેન્ડ હોય છે. બોયફ્રેન્ડ ન હોય તેવી કન્યાની ગણતરી ‘મણીબેન’ માં થાય છે. સમાજ બોયફ્રેન્ડ સામે ન છૂટકે આંખ આડા કાન કરે છે. બોયફ્રેન્ડ રાખ્યા બાદ કન્યા જ્યારે મા બની બેસે છે ત્યારે એ જ સમાજ ‘કલંકિની’, ‘ચારિત્ર્યહીન’ વગેરે કહીને ચિલ્લાવાનું ચૂકતો નથી…! આ વિવિધ કલંકથી બચવા યુવાપેઢી હવે વચગાળાનો ઉપાય અજમાવે છે. એ ઉપાયનું નામ છે ‘સંતતિનિયમનના સાધનો’ એકવીસમી સદી એને વધારે પવિત્ર ગણે છે ! એ તમને એઈડસ અને એબોર્શનથી જ નહીં, ચારિત્ર્યહીનના આક્ષેપમાંથી પણ બચાવે છે. એકવીસમી સદીની આવી અનિવાર્ય આપત્તિઓ સામે હું બહુ બહુ તો એકાદ લેખ લખી છુટું એટલું જ ! બાકી મારો પૌત્ર કે પૌત્રી તેમના બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે મારી સમક્ષ હાજર થશે તે દિવસે મારે હસતે મોઢે તેમનું સ્વાગત કરવું પડશે.

આ બધું ચાલતું રહેવાનું છે. આગળ જતાં તેમાં વધુ આઘાતજનક પરિવર્તનો ઉમેરાશે. સાચી વાત એ છે કે માણસ શું પહેરે છે તે કરતાં કેવું વર્તે છે તે મહત્વનું છે. તેના સારા વિચારો કરતાં સારું વર્તન ખૂબ જરૂરી છે. દેખાવ કરતાં સ્વભાવ સારો હોય તે વધુ ઉપયોગી બાબત છે. માણસ રૂપાળો હોય પણ રાવણ હોય તેનો શું ફાયદો ?

ક્યારેક શંકર ભગવાનાના મંદિરે જવાનું બને છે. ત્યારે ધીમા સ્વરે એક કર્ણપ્રિય ધુન કેસેટ પર એકધારી વાગતી હોય છે. ઓમ… નમ: શિવાય… ઓમ.. નમ: શિવાય… ! બસ આટલા જ શબ્દો…. આ ધૂનના જેમ મનમાં સતત એક પ્રશ્ન ગુંજ્યા કરે છે. શા માટે યુવાનો વિચારતા નથી ? તેમને ફેશનો ભલે ગમતી. પણ વિચારવાની ફેશન યુવાનોમાં ક્યારે શરૂ થશે ? સાવ એવું નથી કે સમાજમાં વિચારોનું શોપીંગ સેન્ટર નથી. થોડું ધ્યાન દોડાવો તો આપણે ત્યાં વિચારોની ઘણી પરબો અસ્તિત્વ ધરાવે છે. ગોષ્ઠિના કાર્યક્રમો…. મને ગમતું પુસ્તક…. મહોલ્લાને નાકે ભેગું થતું મિત્રવર્તુળ… કે ચર્ચાપત્રી મંડળો…. એ બધાં ચિંતન ચોતરાઓ સમાજમાં વિચારવાનું સ્ટોક એક્ષ્ચેંજ બની રહે છે.

વિચારોની શ્રેષ્ઠ પરબ એટલે લાઈબ્રેરી ! એમાં પુસ્તકો નથી હોતા. પુસ્તકોના સ્વરૂપમાં વિચારોની કેપ્સ્યુલ અને ચિંતનની ટેબ્લેટ્સ હોય છે. માણસનું આખેઆખું જીવન બદલી શકે એટલી શક્તિ પુસ્તકોમાં હોય છે. અખબારોના લેખથી ભાગ્યના લેખ બદલાઈ ગયા હોય એવું ઘણીવાર બન્યું છે. પુસ્તક એટલે શું ? માણસના દિમાગને શિવલીંગ ગણીએ તો એ શિવલીંગ પર જે કળશમાંથી જળધારા પડે છે તે કળશ એટલે પુસ્તક !

આજે યુવાપેઢી ફેશનને નામે જે કરી રહી છે તેના મુળમાં વાંચન અને વિચારનો અભાવ વર્તાય છે. વૈચારિક રીતે પરિપક્વ બનેલો અને માનસિક રીતે ઘડાયેલો યુવાન છીછરી ફેશનોથી દૂર રહે છે. સમરસેટ મોમ, બર્ટ્રાન્ડ રશેલ, ટોલ્સ્ટોય કે વિક્ટર હ્યુગોને વાંચનાર યુવાનો ‘સાડી ડે’, ‘રોઝ ડે’ કે ‘ટાય ડે’ ઉજવવાનું પસંદ કરશે ખરા ? યુવાનો હવે સઘળી મોજમજા અભ્યાસકાળ દરમિયાન જ માણી લેવા કૃતનિશ્ચયી બન્યાં છે. ન્યાયખાતર સ્વીકારીએ ભણ્યા બાદ રોજીરોટીના કારમાં સંઘર્ષ પડ્યા પછી એ બધાં આનંદો માણવાનો સમય રહેતો નથી. (પરણ્યા પછી તો ‘સેલેરી ડે’…. ‘ડ્યુટી ડે’…. ‘શોપીંગ ડે… વગેરેનો ચક્કર ચાલુ થઈ જાય છે.) એથી યુવાવસ્થામાં યુવાનો થોડી મજા માણી લે તેમાં ખાસ ખોટું નથી. પણ કેટલાક યુવાનો બાકીના સમયમાં અભ્યાસ કરવાને બદલે ફુલટાઈમ ‘પીકનીક ડે’ મનાવતા રહે છે. તેમના એજન્ડા પર ‘એજ્યુકેશન ડે’ હોતો નથી. પરિણામ એ આવે છે કે ‘સાડી ડે’ ને બદલે ‘બેકારી ડે’ નો સામનો કરવો પડે છે. ‘ટાઈ ડે’ ને બદલે ‘ગરીબાઈ ડે’ ઉજવવો પડે છે. ‘રોઝ ડે’ ને બદલે ‘પાઈ પાઈ કે લિયે મોહતાઝ ડે’ આવી પડે છે.

દોસ્તો, યાદ રહે શિક્ષણએ નોકરી માટે જ નહીં, જીવન વિકાસ માટે પણ જરૂરી છે. ભણવાના સમયમાં શિક્ષણ નહીં મેળવો તો જીવનની ગાડી સાંસારિક જવાબદારીનાં પ્લેટફોર્મ પર અટકીને ઉભી રહી જશે. તમારા કાંડા પરથી ફ્રેન્ડશીપ બેલ્ટ છૂટી ગયો હશે. ‘રોઝ ડે’ ના રોઝ પણ સુકાઈ ગયાં હશે. તમારા ઘોંચમાં પડેલા ગાડાને ધક્કો મારવા કૉલેજના કોઈ મિત્રો આવશે નહીં. દરેક મિત્રો પોતાપોતાની સમસ્યાઓથી ઘેરાયેલા હશે. (‘કોણ લૂછે છે અહીં બીજાના આંસુ…ઉ ? દરેક હથેલી નિજનયનમાં વ્યસ્ત છે…..!)

આ બધી બાબતો સમજવા માટે જીવન પ્રત્યેનો સકારાત્મક દષ્ટિકોણ જરૂરી છે. સારા નરસાનો ભેદ પારખવાની સમજ માણસના વૈચારિક વિકાસ વડે જ આવી શકે છે. એક યુવાન ફેશનના નામે કોઈ અળવીતરું કરે ત્યારે તે કેટલું ઉચિત કે અનુચિત છે તે પારખવાની સમજ યુવાનોનાં વૈચારિક ઘડતરથી આવી શકે. સલમાનખાન ટાલ કરાવે તેથી તેના ચાહકોય ટાલ કરાવી દે તેમાં વૈચારિક ઘડતરનો અભાવ વર્તાય છે. કોપી જ કરવી હોય તો એકટરોની હેર સ્ટાઈલની નહીં, વર્કીંગ સ્ટાઈલની કરીએ. કલાકારો રોજ વીશ વીશ કલાક પરિશ્રમ કરે છે. આપણે પરિક્ષાના દિવસોમાંય એટલી મહેનત નથી કરતાં. કોઈ ફિલ્મમાં ગોવિંદો ઘૂંટણ આગળથી ફાટેલું જીન્સ પહેરે એટલે લાખો યુવાનો ફાટેલું પેન્ટ પહેરે છે. સ્વતંત્ર વિચાર શક્તિનો અભાવ હોય તો જ આવી દુર્ઘટના બને છે. યુવતીઓના જીન્સના પેન્ટને એસીડવોશ કરી તેટલા હિસ્સાને સફેદ બનાવી દેવાની ફેશન ચાલે છે, ઠીક છે. આ બધું અમુક મર્યાદામાં સારું લાગે છે. ખરી વાત એટલી જ કે પરિપકવત, ઠરલતા, ગંભીરતા, અને વિવેકબુદ્ધિ વિનાના યુવાનો પોતાની જીવનની ગાડી ક્યારેક ડેન્જર ઝોનમાં ખેંચી જતા હોય છે. કાકા સાહેબ કાલેલકરે કહેલું કે યુવાનો પાસે બધુ હોય છે સુકાન નથી હોતું.

બચુભાઈએ બગડવાના શ્રીગણેશ કરી ચૂકેલી એમની ભત્રીજીને એક દિવસ ટકોર કરતાં કહેલું કે ‘એસીડવોશવાળું પેન્ટ ભલે તુ પહેર, પણ એ ના ભુલીશ કે ચારિત્ર્યનો એસીડવોશ થઈ ગયો હોય એવી કન્યાની પૂરી લાઈફ વોશ થઈ જાય છે !’ સૌંદર્ય અને ફેશનના માપદંડો આશ્ચર્યકારક રીતે બદલાઈ રહ્યા છે. કોઈ ફિલ્મમાં આમીરખાનને જોઈને હવે ઘણા યુવાનો નીચલા હોઠની નીચે ટપકા જેવી દાઢી રાખે છે (એવા એક યુવાનને જોઈને ચાર વર્ષની પૌત્રીએ પૂછ્યું હતું : ‘દાદા, એના હોઠ નીચે કાળુ જીવડું બેઠું છે !’ ) હમણા એક લગ્ન સમારંભમાં જવાનું બન્યું ત્યાં એક કૉલેજ કન્યાના વાળ સૌના ઉપહાસનું કારણ બન્યા હતા. એ કન્યાએ વાળને સફેદ કલર કર્યો હતો. પચ્ચીશની કન્યા પંચ્યાશીની ડોશી જેવી લાગતી હતી. ફેશનો હવે સુરુચિનો ભંગ કરે એવી અશોભનીય બનતી જાય છે. મેં ઘણી યુવતીઓને તેમના કુદરતી ગુલાબી હોઠો પર કાળા રંગની લિપ્સ્ટીક લગાડેલી જોઈ છે. ગુલાબી હોઠ પર કાળા રંગની લિપ્સ્ટીક લગાડવી એટલે ચોવીસ કેરેટના સોના પર બગસરાનું ગિલીટ કરવા જેવી બાબત ગણાય.

એક યુવાન હમણા હમણાથી અમારી મિત્રમંડળીમાં બેસવા આવે છે. તેની પત્નીએ એક દિવસ તેને ટોણો મારતાં કહ્યું હતું : ‘મારી બધી સહેલીઓના પતિઓ શરાબ પીએ છે. હાઈસોસાયટીઓમાં પણ પાર્ટી વગેરેમાં છૂટથી શરાબ પીવાય છે. પણ તમે શરાબને બદલે લીંબુસરબત પીવો છો તેથી મારી સહેલીઓમાં મારી ફજેતી થાય છે. મારી એક સહેલીએ તેની બહેનના કાનમાં મારા વિશે એવું કહેલું કે “એનો હસબન્ડ તો સાવ “ઢ” જેવો છે. એણે જિંદગીમાં એકાદ સિગારેટ પણ પીધી નથી” મારી બધી જ સહેલીઓના પતિ પાર્ટીઓમાં શરાબ અને નોનવેજ લે છે.’

દેશની યુવાનીની આ દશા આવીને ઊભી છે ! આ પ્રગતિ કે અધોગતિ ? એ સમજીએ એટલા તો આપણે ભણેલા છીએ જ ! યુવાની હવે વિચારે તો સારું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જાતને દોર બાંધીને ઉડાડવી છે ! – રમેશ પારેખ
લખવાની કલા – ફાધર વાલેસ Next »   

36 પ્રતિભાવો : કોલેજીયનો આટલું વિચારે…! – દિનેશ પંચાલ

 1. Ali Reza says:

  These are facts of life. An eye opener article.

  Good………..

 2. Shailesh says:

  ખોટ જીવન જીવવાની રીત સાચું સુખ કેવી રીતે આપી શકે?

  જાત અનુભવે જાણ્યું કે જેટલી જરુરિયાતો ઓછી અને દેખાદેખી ઓછી એટલું સુખ વધુ.

 3. nilamhdoshi says:

  સુખની વ્યાખ્યા જ હવે બદલાઇ ગઇ છે.અને કોઇના કહેવાથી સુધારો કદી શકય બન્યો છે ખરો?આપમેળે અંતરમાંથી ઉગે તો જ …..
  એના માટે સારું વાંચન ,મનન.વિચારો આવશ્યક છે.પણ એના માટે પણ અભિરુચિ કેળવવી રહી..જાગૃતિ આવવી રહી.

 4. urmila says:

  good article -eye opener BUT what are we going to do about the problem our next generation is going to face -they are following western culture blindly which has given whole society of unmarried mothers (sometimes as as young as 13 years old )-society has disintregated-children are negelected and lost due to lack of love and affection and direction from a mother who is a child herself – our culture is still strong enough to prevent these problems -good education on moral values starts from home and school -and moral values can be given from early age – parents and teachers can guide young generation’ એસીડવોશવાળું પેન્ટ ભલે તુ પહેર, પણ એ ના ભુલીશ કે ચારિત્ર્યનો એસીડવોશ થઈ ગયો હોય એવી કન્યાની પૂરી લાઈફ વોશ થઈ જાય છે ‘

 5. Hiral Thaker 'Vasantiful' says:

  Realy this is true……!!!!!!!

  Even sometime parents force to their child to become a fashionable….! Parents thought that their child will be ignoured by other if they are not like others….

 6. Vinod, Sydney says:

  સુખની જ નહી, હવે તો નૈતિક્તા ની અને સારા-નરસા ની વ્યાખ્યા પણ બદલાઇ ગઇ છે. ગઇકાલ સુધી જે અનૈતિક હતું એ આજે “સ્ટેટ્સ સિમ્બોલ” બની ગયું છે..! છતાંયે, ફેશન કે શરાબ બન્ને માંથી કશું જ ખરાબ નથી..!!!! ખરાબ છે જીવન અને કારકિર્દી પ્રત્યે ની પ્રતિબધ્ધતા નો અભાવ. કોલેજ માં ત્રણેય વર્ષ બધા જ પ્રકાર ના “ડૅ” ની ઉજવણી બાદ, હમેશાં એસીડવોશ જીન્સના પેન્ટ પહેરવા છતાંયે હું અને મારા મિત્રો દેશ-વિદેશ માં સારી કારકિર્દી ધરાવતી જ્ગ્યા પર છીયે…!!

  મેં એવું વાંચ્યું, જોયું અને અનુભવ્યું છે કે “યુવા પેઢી ની અધોગતી” વિષે લખવું એ પણ એક ફેશન બની ગઇ છે.

 7. કલ્પેશ says:

  વિનોદ સાથે હુ સહમત છુ. મારા યુવા-મિત્રો પર આપણા આજના મા-બાપ ધ્યાન આપે અને યોગ્ય દોરવણી કરે તો મને નથી લાગતુ કે તેઓ આડા રસ્તે ચઢી જાય

  આપણો પ્રભાવ, પશ્ચિમના પ્રભાવ કરતા વધુ હોય અને સારાનો સ્વીકાર અને નરસાનો અસ્વીકાર હોય તો અધોગતી કેમ થાય?

 8. DYUTI says:

  I have a question??? Isn’t change always going to be there? If you say about unemployment?? Isn’t it directly proportional to population. It is not necessary that everybody who enjoys, fails in life…

  Why to write how things are changing badly?…Does anybody wants to see the generation gap or a lack of broad mindedness or a confident in youth to think by themselves. Why not we look for a balance of free mindedness with it’s own responsibilities …. I don’t think it is about Youth …. It is about awareness….

  Books… Depth….. Awareness…. Okay … Understood… But now a days at least there are more people who can read…

  Why to follow only one statistic??? How much and how many of girls know their right now??? Why don’t we understand that generation to generation , there is always going to a huge difference, from values to behavior, but the ethics are still there. After a huge change in society, Youth still care about the society.

  “sahitya” khali tika nathi. kadach ” Swikar” vadhare sari rachana aapi shake….

 9. Swati Dalal says:

  Very excellent article. I totally agree with you. I am youngster and residing in Maryland, U.S. Sometimes I also think that I am scared what will happen after 10 years. Where all these so called “Adhunikata” will bring us? All nonsense showoff are putting us more and more away from our legends like Gandhiji and Swami Vivekanand. Youngster needs to read them over and over again.
  Thanks,
  Swati

 10. Kirit Raja says:

  I personally prefer modern look and lifestyle. But ugly dressing, vierd hair style, silly body language, non-vegetarian food and alcoholic drink don’t fit in my definition of modern look and life style. My kids are just toddlers now. But I would like them to be modern with Indian and my family values. So my wife and I make sure that our behavior or activity should not be such that they get diverted from the way we want them to grow. Parents have to be very particular about their own activities.

  Regarding non- vegetarian food and alcoholic drink, I don’t take any of them. Many of my friends have them because of their preferences. But they don’t “DARE” to call me outdated. As long as we have strong arguments for our thoughts and confidence in our self, I think our style is appealing to others including so called modern. So many times some of my friends start explaining to me why they eat non- vegetarian food or have wine or whatever. My answer to them is just a smirk (“do what ever you like, it is your choice. I know what I want to do.”).

 11. vivek desai, dubai says:

  it is acceptable in this age of kali. i am not telling this as a negative thinking. everything is mentioned in Srimad Bhagvat Mahapuran.
  We all are very much upset about reading, seeing and observing all this showoff prevailing everywhere, but what can we do ? nothing, we have to accept it and try to be far away our selves from such nonsencial show off. interesting and very much apprecited article.

 12. vatsaly says:

  I M not agree with this article………..

 13. નીલમ આંટી ની વાત યોગ્ય છે…

 14. mahendra says:

  મે વન્ચુ ઘનો અનન્દ થ્યો. આવ વિચરો મનવિ ને બદ્લિ સકે ચે. this articles is chanbge 4 all collageian……..

 15. schin jadav says:

  આભાર
  આ લેખ અત્યાર ની યુવા પેઢી માટે સોના ના સુરજ સમાન છે.

 16. rachit patel says:

  this article is really good.and also effective.it is good for the tenager and help to think about themselves.

 17. Manisha says:

  I totally areed with this article.
  Today’s youngster’s are doing so many things
  which are totally opposite to our cultural.
  Parents hope their childrens are taking good educationc at colleges but their children waste their time, money. There is need to know youngsters how their parents are sending money
  to them, they are working hard & provide all facilities to their children.
  In short, youngsters have to change a lot.

 18. manniya saheb shri mari ek darkhast che k jo tame aava lekho yuva pedhi ate lakhta ho to maherbani kari ne temna mate kadwa shabdo no pryog na karvo nai tar tame jena mate lakho cho te teno sar samajvane badle temni tika samajse.
  tame jo vaat karta ho fashion ni to amir khan jevi dhadhi rakhvathi jo koi khush thatu hoi to tene evi dhadhi rakhvij joie.
  ane jo koi kanya ne boyfriend na hoi to tene maniben ganva vado varg ketlo ? chokra to tevi kanya ne saarij gane che.
  vaat hoi lagna pahela na physical relationship ni to kadach bani sake ke je college ma tame 50 vars pahela survey karelo tyare chokario ne aatli freedom na hoi bolwani to temne na ma jawab aapelo hoi,pan atyar ni chokrio freeminded cheetle freely jawab aapyo hoi ane tamare e vaat ni pan daad devi joie k aatli chokrio e saachu j man ma hatu te kidhu jo te kadach khotu boli hot to aa lekh kadach yuvano ni tarif ma hot k yuvano fashion kare che pan charitra ma haji khub saaraj che ane sabhan che.
  ane tame vaat karta hoi lagna ma aaveli safed colour na hair vadi chokri ni to tya bethela vadilo e dhyan rakhvu joi e k koini fealings ni majak na udaday jo e chokri e safed hair kari ne aavi che teno sokh che aam badha madi ne teni majak udade te yogya na kahevay marakhayalthi. baaki to tame vadilo etle marathi salah na devay pan hu darkhast to kari saku ? hu tamara thi ghano nano chu etle lakhvama bhul chuk thai gai hoi athva tamari lagani dubhani hoi to hu dilgir chu,mane tamaroj nano potro samji ane maaf karso huto matra pasa ni biju baju dekhadvano prayatna kari rahio hato

 19. Suhas Naik says:

  Really, we should guide our children (today’s youth) to the right direction through becoming their friend and practically explaining them the things like fashion and all.

  And for this good reading and thinking on the same is the best way.

  But one sure thing is also there sometime what we can see that they can’t because by our own experience in life we are at one position from where we can analyse the situation well but they are still not reached at that position and so they may not able to understatnd us.

  At this point, our responsibility increases to show them the right thing without hurting their ego and explain them in a way they understand.

  This is the only way left and for that parents (elders) need to give more time to their children(today’s youth)…otherwise Jai Shree Krishna…

  Very good article…Tahnks…!

 20. Shashi Lad says:

  ખુબ સરસ લેખ ……..
  “યુવાનો પાસે બધુ હોય છે સુકાન નથી હોતું.”
  ખુબ ગમ્યુ…..

 21. Atul Jani says:

  મને અહીં શ્રી રામકૃષ્ણ પરમહંસની એક નાનકડી વાત યાદ આવે છે કે – છોડ નાનો હોય ત્યારે વાડ કરી લેવી જોઈઍ નહીં તો એને ઘેંટા – બકરા ખાય જાય.

  એવી રીતે બાળકો નાના હોય ત્યારે તેને જેવા સંસ્કારોનું સિંચન કરવામાં આવેલ હોય તે સંસ્કારો તેનામાં જીવનપર્યંત જળવાઈ રહે છે.

  જો સારો પાક જોતો હોય તો સારા બીજ વાવવા પડશે.

  યુવાન એ તો છુટી ગયેલું તીર છે, બાળક એટલે કામઠાં ઉપર ચડાવેલું તીર.

  બાળકો ઉપર ધ્યાન દેવાથી આપોઆપ જ સારા યુવાનો મળશે.

 22. Kinjal says:

  Nice attempt to show the scenario of today’s…

  But nothing is bad,till one knows of how much n wt to follow under our true values..World is full of positivity and negativity.Wt to get n follow depends on us which mainly depend on our attitude n thought,sanskar.

  Whn i go through the comments of all readers,i thought all r right.Bec.wt one is right for one may b wrong for another.Everything has two sides.So yes its true that many creativity is being done ,bt youth is going towards negativity more nwadays .
  So wt majority is thinking and wt prompted Mr.Dineshji to write this article is -the worst effect of all this activities done by youngsters which r actually nt bad if used in proper manner but nwadays used as useless as only being the center of life.
  Ex:fashion is not bad, done in proper manner n extend n provided is not being given the most important.

  One reader wrote dat everybody has their own choice n preferences but that choice n preferences in life build one’s character.So coloring hair white may b one’s choice bt it reflects her personality.bt nwadays young r nt thinking abt anything,anyone…n gives d reason of choice for doing it.

  So yes youngsters r needed to think abt their purity of thought.n for which they e needed to spare some time.

 23. prabhu says:

  There is nothing wrong in relation between yuvak and yuvati but it should be

  laxman rekha in such relation. Uncontroled relation lead to vulgarity and oneday

  kid will be ask to his/her mum – who is and where is my dad? Ye w.contries mai

  ho rahaa hai. Jaraa savdhan. Do not destroy your moral value and rich culture

  for God sake. Otherwise you will be end up like a insect..alone and helpless..

  Pravin bhuva uk

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.