જીવન – કિરીટ ગોસ્વામી

જીવન, પળ પળ બદલે રૂપ…
એ જ નથી સમજાતું
            એનું સાચું કિયું સ્વરૂપ ?
આંસુભીની એક ઘડી
            તો બીજી ઉત્સવ સરખી !
રોજ ખૂલે સંજોગ નામની
            અણધારી જ ચબરખી
! લાખ સવાલો ઘૂંટયા કરતું મન આ, બેઠું ચૂપ !
            જીવન, પળ પળ બદલે રૂપ….
કોઈ ઉખાણું માની બૂજે,
            કોઈ સફર કહી ચાલે !
કોઈ વળી, બેપરવા નખશિખ-
            નિજમસ્તીમાં મ્હાલે !
રૂપ હજારો જોઉં નિરંતર, અન્તે તોય અરૂપ !
            જીવન, પળ પળ બદલે રૂપ…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એવું નથી – હરીશ પંડયા
બીરબલનો ગધેડો – લલિત લાડ Next »   

13 પ્રતિભાવો : જીવન – કિરીટ ગોસ્વામી

 1. Himanshu says:

  Hi..
  This is fantastic poem…

 2. nayan panchal says:

  “રોજ ખૂલે સંજોગ નામની
  અણધારી જ ચબરખી”

  સુંદર.

 3. અતુલ જાની (આગંતુક) says:

  વાહ – પળે પળે બદલાતા જીવનને શબ્દ-બધ્ધ કરતી સુંદર રચના.

  ઉનાળે એ આગ ઝરંતુ,
  શિયાળામાં ધૃજે
  સવાર બપોર ને સાંજ પડે એ
  વેશ-ભુશા નિત બદલે
  ખુશહાલ અનરાધાર વરસતુ, ચોમાસામાં ભીંજે ખુબ !
  જીવન, પળ પળ બદલે રૂપ…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.