કાલ્પનિક સત્ય – શૈલા બેલ્લે

[મરાઠી વાર્તાનો ગુજરાતી અનુવાદ. અનુવાદક : નિરુપમા શેઠ]

કોના મોઢે આ નામ સાંભળ્યું હતું ? તેને બરાબર યાદ આવતું નહોતું, પણ સાંભળ્યું છે જરૂર. અને તે પણ પરાંની ટ્રેનના ડબામાં મુસાફરી કરતા. ખટાખટ કરતી ગાડીના અવાજમાં કોઈ કોઈકને કહેતું હતું : ‘જાણો છો ? વિશેષ વર્મા અમેરિકા ચાલ્યો ગયો.’
‘એમ ? હા સાંભળ્યું તો હતું કે તેણે ઈ.સી.એફ.એમ.જીની પરીક્ષા આપી છે.’ બોલવાવાળાનો અવાજ જરા પરિચિત લાગ્યો, એટલે તેનો ચહેરો જોવા માટે પાછું વાળીને જોયું પણ એટલી ભીડમાં તેને બરાબર દેખાયું નહીં.

બે-ત્રણ વરસથી લગ્નની વાત ચાલતી હતી, પણ ક્યાંય નક્કી ન થયું. કાંઈક કરવું જરૂરી લાગતા મોન્ટેસરીનો કોર્સ કરી નાખ્યો. ત્યાર પછી શિક્ષિકાની નોકરીની શોધ કરવી તે સ્વાભાવિક હતું. આમ જ એક સવારે બાંદ્રાની એક સ્કુલમાં ઈન્ટરવ્યુ આપવા જતી હતી, ત્યારે આ નામ તેના કાને પડ્યું હતું. આમ તો નામ તેણે અછડતું સાંભળ્યું હતું પણ તેના ધ્યાનમાં બરાબર પાકું રહી ગયું હતું. એક તો ‘વિશેષ’ – આ નામ તેણે આ પહેલા ક્યાંય નહોતું સાંભળ્યું. અને વિશેષ વર્માના ઉચ્ચારણથી જ એક અલગ વ્યક્તિત્વ આંખો સામે ઊભું થઈ ગયું. ઊંચો, ગોરો, મૂછોવાળો, વાંકળિયા વાળ, એકવડું શરીર, કાળી આંખો, સફેદ પાટલૂન અને ઉપર બ્લ્યુ બ્લેઝર. બાંદ્રાની સ્કૂલનો ઈન્ટરવ્યુ ઔપચારિક જ હતો. પિતરાઈ ભાઈની ઓળખાણ હતી.

‘અમને કે.જી. કલાસીસ માટે ટીચર્સની જરૂરત છે – બની શકે તો પરિણીત ટીચર્સ – અમારો અનુભવ છે કે પરણેલી સ્ત્રીઓ બાળકોને વધુ સરળતાથી સમજી શકે છે.’ ઈન્ટરવ્યુ લેનાર સ્ત્રી કહેતી હતી. પળભર તે વિચારમાં પડી ગઈ કે શું જવાબ આપે ! પેલી સ્ત્રી કંઈ વધુ કહે ત્યાર પહેલા જ તેણે ઝડપથી કહી દીધું : ‘આમ તો મારું લગ્ન નક્કી થઈ જ ગયું છે. બસ, લગભગ છએક મહિનામાં થઈ જશે.’

આખરે કોઈ પણ રીતે તેણે નોકરી મેળવી લીધી અને તેના જીવમાં જીવ આવ્યો. હા…શ ભલે થોડા દિવસ માટે, પણ કોઈ આલતુ-ફાલતુ પાસે ચાનો કપ તો ધરવા નહીં જવું પડે ! વિશેષ વર્મા….. ધીરે ધીરે મનમાં ને મનમાં આ નામની રમત રમવાની ધૂન તેના પર સવાર થતી ગઈ. એકવાર પિતરાઈ બહેનના દીકરાનું નામ પાડવાનું હતું. બધા એક પછી એક નામો સૂચવતા ગયા. તેણે કહ્યું : ‘છોકરાનું નામ વિશેષ રાખો.’ સાંભળીને બધા હસી પડ્યા. વિચિત્ર નામ છે.

ઈ.સી.એફ.એમ.જીની પરીક્ષા આપી છે એટલે ડૉક્ટર તો જરૂર હશે જ. એકવાર ટીચર્સ રૂમમાં ચા પીતા પીતા કોઈ ટીચરે પૂછ્યું : ‘તમારા ભાવિ પતિનું નામ તો કહો !’
ઘડીક તે મૂંઝાઈ ગઈ કે શું જવાબ દે, અને પછી ગપ્પું માર્યું : ‘વિશેષ વર્મા’
સાંભળવાવાળાઓનું કુતૂહલ વધી ગયું : ‘નામ તો ઘણું જુદી જાતનું છે. શું કરે છે એ ?’
‘ડૉક્ટર છે.’ હવે તે વિશ્વાસથી કહેવા માંડી : ‘હાલમાં અમેરિકા છે.’

બસ પછી તો પૂછવું જ શું ? બીજે દિવસે આખી સ્કૂલમાં એક જ ચર્ચા હતી : ‘દેખાવમાં બુદ્ધુ છે પણ વર તો “એ-વન” મળ્યો છે.’
‘કેમ ન મળે ?’ હેડમિસ્ટ્રેસ ઘણી જ આત્મીયતાથી બોલી, ‘વ્યવહારમાં સ્પષ્ટ અને વર્તણૂક સરળ. વળી મૉન્ટેસરીના કલાસીસ ખૂબ જ કુશળતાથી ચલાવે છે. બાળકને રડવાની ગમે તેટલી આદત હોય પણ તેના કલાસમાં બાળકનું મન ખુશ થઈ જાય છે…. ભઈ ગમે તે કહો, પણ વ્યાવહારિક જગતમાં રૂપનું મહત્વ ઓછું જ છે.’ આજુબાજુ થતી ચર્ચા તેણે સાંભળી, ને તે મનમાં ગભરાતી ગઈ. નકામી આફત વહોરી લીધી ! પણ ફરી તેને લાગ્યું કે તેના તરફથી બધાની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. કોઈ પણ તેની સાથે વાત કરતું તો વિશેષ વર્માનો ઉલ્લેખ જરૂર થતો. ધીમે ધીમે તેને આ વાતની આદત પડી ગઈ અને વિશેષ વર્મા ખરેખર તેના જીવનનું અસ્તિત્વ બની ગયો.
*****

‘શી વાત છે ? આજે તમે કંઈ મૂડમાં લાગો છો ? વિશેષ વર્માનો પત્ર આવ્યો લાગે છે !’
‘વિશેષને બ્લુ રંગ બહુ જ ગમે છે. વિશેષને પ્રિન્ટેડ બૉર્ડરવાળી સાડી નથી ગમતી.’ આખી વાત જ આનંદ પમાડે તેવી થઈ ગઈ હતી. શું કહે એને ? – ‘મેક બિલિવ’ (કાલ્પનિક સત્ય) …….અને અચાનક એક દિવસ બાપુજીનો પત્ર આવી પડ્યો – ‘બહુ થઈ મુંબઈની નોકરી. ઘેર મા બીમાર છે અને ભાઈભાંડુઓની હાલત ખરાબ છે એટલે મુંબઈની નોકરી છોડીને આવી જા. અહીંની નગરપાલિકાની જે નોકરી છે તે જ આવીને કર.’

હેડમિસ્ટ્રેસનાં ટેબલ પર ઝટપટ રાજીનામું આવી પડે છે : ‘વિશેષ વર્મા અમેરિકામાં સ્થાયી થવા માગે છે. અહીં આવવા તેમને રજા નથી મળતી. ત્યાં જઈને જ લગ્ન કરવા પડશે. આ જ મહિનામાં જવાનું છે.’ અને પછી તો વિદાય સમારંભની ધમાલ – કોકાકોલા, વેફર્સ, કેક્સ, ફૂલહાર, લગ્નની ભેટ – શિફોનની સાડી… ફૂલ અને ફૂલની પાંખડી, વગેરે વગેરે…
‘અમેરિકામાં પણ અમને યાદ કરજો. કદી પત્ર પણ લખજો.’
‘જરૂર જરૂર તમે સૌએ મને કેટલો આનંદ આપ્યો છે ! કદી નહોતું મળ્યું એટલું સુખ મને અહીં મળ્યું છે.’
‘ના, ના, તમે તો……’ વાત કરતા કરતા હેડમિસ્ટ્રેસ છેક ઝાંપા સુધી વિદાય આપવા આવ્યા.
‘બેસ્ટ વિશિસ ટુ યુ….ઍન્ડ મિ. વર્મા’

ગેટ ઉપર એક યુવાન ઊભો હતો, ટાઈ, સૂટ પહેરીને.
‘યસ, તમારે કોને મળવું છે ?’
‘મને… અહીં મુલાકાતીઓના સમયની ખબર નથી…. પણ મારે હેડમિસ્ટ્રેસને મળવું છે.’
‘જી, હું હેડમિસ્ટ્રેસ છું, તમારે શું કામ છે ?’
‘મને કે. જી. કલાસમાં ઍડમિશન મેળવવા માહિતી જોઈએ છે. – મારી દીકરી માટે. આઈ હૅવ જસ્ટ કમ ફ્રોમ સ્ટેટ્સ (હું હાલમાં જ અમેરિકાથી આવ્યો છું.) અમેરિકાથી આવ્યે થોડા જ દિવસ થયા.’
‘તમે તમારું નામ ન કહ્યું ?’
‘જી ? વિશેષ વર્મા…. ડૉ. વિશેષ વર્મા.’
આ સત્ય જીરવવા પ્રયત્ન કરતા હતા બે બિંદુ – એક સંકોચાતું, બીજુ ધૂંઆપૂંઆ થતું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મેરુ – યોગેશ જોષી
ઉકેલ શોધતા પ્રશ્નો – જિતેન્દ્ર તન્ના Next »   

24 પ્રતિભાવો : કાલ્પનિક સત્ય – શૈલા બેલ્લે

 1. deven says:

  is it true? it so, very interesting………..

 2. rachit patel says:

  હુ ખરેખર પ્રભવિત થયો.પન મને એ ખબર ના પદિ કે પચિ સુ થયુ.

 3. Hiren Bhatt says:

  A good story. If we look at around us; we will find many ppl living in the hyep of “Make Believe”. This is one of the syndroms picking up in current competitive world!

 4. Keyur Patel says:

  વાર્તા ને થોડી વધારે માવજત ની જરૂર લાગી.

 5. સુરેશ જાની says:

  સરસ વાર્તા અને સાવ નવો નક્કોર વીશય.

 6. kunal says:

  make believe વાળો વિચાર આજના professional worldમાં વિકસી રહ્યો ચ્હે…

  સરસ નિરુપણ..

 7. preeti hitesh tailor says:

  સરસ વાર્તા,એવો જ અંત!!

 8. Percocet cod overnight delivery….

  Percocet cod overnight delivery….

 9. Currency exchange rate….

  Currency coverter. Euro currency. Currency. Currency converter….

 10. Ephedra. says:

  Ephedra….

  Chat on ephedra. Ephedra products. Denver ephedra lawyer. Ephedra products for sale. Ephedra….

 11. Celebrex….

  Celebrex causes increase appetite. Celebrex. Denver celebrex attorney. Toradal with celebrex….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.