ઉકેલ શોધતા પ્રશ્નો – જિતેન્દ્ર તન્ના

[રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો (ચાર્ટડ એકાઉન્ટન્ટ, વેરાવળ-ગુજરાત) ખૂબ ખૂબ આભાર.]

માણસ એક વૈચારિક પ્રાણી છે. દરેક માણસના મનમાં દિવસે દિવસે કેટલાય પ્રશ્નો ઉઠતા હોય છે. અને માણસ જાતે આ દરેક પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયાસ કરતો રહે છે. સામાન્ય રીતે માણસને પોતાની જાત પાસેથી જ મોટા ભાગના પ્રશ્નોના જવાબો જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ અનુભવ, વાંચન, સબંધ વગરેમાંથી મળતા રહે છે. પરંતુ ઘણા ખરા પ્રશ્નો એવા હોય છે કે જેના જવાબો દિવસે દિવસે બદલતા રહે છે, મુળભુત પ્રશ્નો એના એ જ રહે છે. જેમ કે સાચુ શું અને ખોટું શું? ભગવાન જેવુ કાંઇ આ દુનિયામાં છે કે નહી? માણસને જે મળે છે એમાં એના સારા કર્મો કે સારો વ્યવહાર કામ આવે છે કે નહી ? આગલા-પાછલા જન્મોના કર્મોને લીધે શું માણસની સારી-ખરાબ દશા થતી હશે ? માણસે તો શું કર્મો પર બેસી રહીને કંઇ કરવું કે ન કરવું ? પ્રારબ્ધ જેવી ચીજ આ દુનિયામાં હશે કે કેમ? તો માણસે બધુ પ્રારબ્ધ પર છોડી દેવુ જોઇએ ? પોતાનો દેખાવ, પોતે જ્યાં જનમ્યો છે એ જગ્યા, મા-બાપ, પતિ કે પત્ની, સગા-સબંધી, મિત્રો વગેરે આગલા પાછલા લેણા-દેણાના સબંધોને લીધે હશે કે કેમ ? માણસ ક્યાંક એકાદ સારા વક્તાનું વક્તવ્ય સાંભળે કે કોઇ ધર્મનુ પુસ્તક વાંચે, ક્યાંક ધાર્મિક સ્થળે જાય તો એને એમ થાય કે ભગવાન છે જ. જે કાંઇ થઇ રહ્યુ છે એ કોઇ અજબ શક્તિની રાહબરી નીચે એક સમાંતર પ્રવાહમાં થઇ રહ્યુ છે. ઉપરવાળા માટે બધા જ સરખા છે વગેરે વગેરે. જેમ માણસ વૈચારિક પ્રાણી છે એમ બુધ્ધિજીવી પ્રાણી પણ છે એટલે એના મગજમાં સતત કંઇકને કંઇક ચાલતુ રહે છે. માણસના મગજના કોઇક ખુણામાં સતત પોતાની સરખામણી બીજા સાથે થતી જ રહેતી હોય છે કે બીજો વ્યક્તિ મારા કરતાં વધારે દેખાવડો છે, વધારે હોશિયાર છે, વધારે પૈસાવાળો છે અને એને લાગે કે કોઇક્ને એની કાબેલિયત કરતા વધારે મળ્યું છે અને મને ઓછું મળ્યુ છે એટલે પછી ફરીથી એનું મગજ કર્મ, પ્રારબ્ધ વગેરે વિચારોમાં ખોવાવા લાગે.

મુળભુત રીતે માણસ પોતાની જાતથી ખુશ નથી. હંમેશા એ પોતાની જાતની સરખામણી બીજા સાથે કર્યા જ કરે છે. મે આટલુ કર્યું તો મને આટલા પૈસા મળ્યા પરંતુ એને તો આટલુ જ કર્યું છતાં આટલા બધાં પૈસા મળે છે ? હું આટલી બધી મહેનત કરું છું, આટલી પ્રમાણિકતાથી કામ કરું છું છતાં મને જેટલું ફળ મળવું જોઇએ એટલુ મળતું નથી, જયારે પેલો માણસ તો એકદમ ખરાબ છે, બેઇમાન છે, ખુબ ખોટું કામ કરે છે છતાં આટલો પૈસાવાળો છે ! ખુબ સુખી છે ! ભગવાન જેવી કોઇ ચીજ જ નથી. કોઇ જોવાવાળું નથી નહિતર આમ થોડું ચાલે ? આપણે આપણા રાજકારણીઓ અને નેતાઓને જોઇએ છીએ. એ લોકો પ્રજા માટે કાંઇ કરતા નથી, કરોડો રુપિયા બનાવે છે છતાં એને કાંઇ નડતુ નથી. જેમ મોંઘવારી, અછત વગેરે મધ્યમવર્ગ અને નાના લોકો માટે છે, એમ શું પાપ-પુણ્ય પણ નાના લોકો માટે જ હશે ?

માણસને સંગ તેવો રંગ જરુર લાગે છે, એ બીજા કરે એવું કરવા પણ જાય છે પરંતુ એનો મુળભુત સ્વભાવ એ જે મર્યાદામાં સાચુ ખોટું કે સારુ ખરાબ કરતો હોય એનાથી આગળ વધવા દેતો નથી. પોતે જેટલો બોલકો હોય, શરમાળ હોય કે સ્માર્ટ હોય એનાથી વધારે સ્માર્ટ ને હોશિયાર થવાનો પ્રયત્ન કરે છે પરંતુ એનો મુળભુત સ્વભાવ એને એક મર્યાદાથી આગળ વધવા દેતો નથી. આથી પોતે પોતાની જાતથી ખુશ રહેતો નથી. અને પછી અંદર ને અંદર અંગ્રેજીમાં કહે છે એમ CONFLICT [ઘર્ષણ] થાય છે અને આમ ને આમ આ જ CONFLICT [ઘર્ષણ]માં માણસની જિંદગી પુરી થઇ જાય છે અને આ પ્રશ્નો જવાબ વગરના જ રહી જાય છે.

હવે આ પ્રશ્નોનું સમાધાન શું ? આજે આપણે જોઇએ છીએ કે માણસ હંમેશા એક થડ શોધે છે જ્યાં એને શાંતિ મળે, હુંફ મળે. એટલે જ તો ઘણા ખરા કહેવાતા ગુરુઓ મહાત્માઓ, સ્વામીઓની દુકાન ચાલે છે. અહીં કહેવાનો મતલબ એ નથી કે બધા ખરાબ છે પરંતુ યોગના નામે, ધર્મના નામે, શાંતિના નામે મોટા વેપાર થતા હોય છે. આપણે ઘણા લોકોને મળીએ છીએ જેને કોઇ ધક્કો મારવાવાળું [PUSH કરવાવાળું] જોઇએ જ. માણસ પોતાની રીતે અધ્યાત્મ કે શાંતિ કે ભગવાનના માર્ગમાં ચાલી નથી શકતો. કોઇને કોઇ કહેવાતા ગુરુ કે સંત વગેરેની જરુર પડે જ છે. જો માણસને કોઇ સારા ગુરુ મળી જાય તો તો એનો બેડો પાર થઇ જાય છે પરંતુ આ કળિયુગમાં આ કહેવાતા ગુરુઓ એને ખંખેરે છે અને માણસ નાસીપાસ થાય છે. એટલે માણસે એક હદથી વધારે કોઇ ઉપર આધારીત[DEPENDENT] ન રહેવું જોઇએ. માણસ પોતાના વિચાર મુકી જ્યારે ગાંડાની જેમ કોઇને અનુસરે [FOLLOW કરે] તો દુ:ખી થાય છે.

જિંદગીમાં આવા અનેક પ્રશ્નોમાં માણસ મનમાં ને મનમાં મુંઝાય છે. જવાબો એને દર વખતે અલગ-અલગ તેમજ પોતાની ધારણા પ્રમાણે મળતા નથી તેથી નાસીપાસ થાય છે. જો આપણે પ્રયત્નપૂર્વક આવા પ્રશ્નોના જવાબો શોધવા જઇશું તો કદાચ નિષ્ફળતા મળે. પરંતુ જો માણસ તટસ્થ થતાં શીખે તો આવા પ્રશ્નોના જવાબો ચોક્કસ મેળવી શકે. તટસ્થતા એટલે માણસ જેટલો પોતાના માટે હકારત્મક [POSITIVE] થઇ શકે એટલો જ હકારાત્મક બીજા માટે પણ થવો જોઇએ. પોતાને નુકશાની જાય અને જેટલુ દુ:ખ થાય એટલું દુ:ખ ભલે બીજાની નુકશાની માટે ન થાય, પરંતુ પોતાને નફો મળે ત્યારે જે ખુશી થાય એવી જ ખુશી બીજાને પણ નફો મળે કે બીજાનું સારું થાય ત્યારે થવી જોઇએ તો તટસ્થતાની શરુઆત થાય છે. પોતાના બાળકો, પત્ની વગેરે માટે જે કંઇ કરી શકાય એટલું જ જો પોતાના મા-બાપ, ભાઇ-બહેન કે એમના સંતાનો માટે કરી શકાય તો જીવનના ઘણા ખરા પ્રશ્નોના જવાબો આપોઆપ મળી જાય. માણસ પોતે પોતાના નજીકનાથી વધારે કમાતો હોય તો એનો અહં સંતોષાય છે અને એ પોતાના લોકોનું ધ્યાન રાખે છે. એનું સારુ બોલે છે. પરંતુ પોતાનો નજીકનો કોઇ સગો કે મિત્ર વધારે કમાય તો એને એમ લાગે છે કે અમે સરખી પરિસ્થિતિમા ઉછર્યા છીએ છતાં એ મારાથી વધારે કમાય છે, એટલે એને અંદર એમ થાય છે કે મારો સગો કે મિત્ર મારાથી વધારે હોશિયાર છે જે એનાથી જીરવાતું નથી. મુળ વાત બીજાના અસ્તિત્વનો સ્વીકાર કરવાની છે.

માણસની અંદર એક જગ્યાએ એક એવી બારી છે કે જેની અંદર માણસ પોતાનાથી ઓછા પૈસાવાળા, ઓછા હોશિયાર, પોતાનું માન રાખનાર, પોતાની નીચે આખી જિંદગી રહેનાર લોકોને જ અંદર આવવા દેવા માગે છે. કહેવાય છે કે માણસ સપના પણ બીજાનાં લઇ લેવા માગે છે અને એ સપના પર પોતે સવાર થઇ સફળ થવાની ખ્વાહીશ રાખે છે. પોતાની નજીકના, પોતે જેને ઓળખતો હોય એની સાથે જ માણસે પોતાની સરખામણી કરવી છે. હું જેને ઓળખુ છે કે જેઓ મને ઓળખે છે તેમનાથી હું આગળ હોવો જોઇએ. બસ જો આ લાગણી અટકે તો પછી જીવનમાં સમાધાન જ સમાધાન છે.

અંગ્રેજીમાં એક સરસ પ્રાર્થના ક્યાંકથી વાંચેલી. “OH GOD! GRANT ME THE SERENITY TO ACCEPT THE THINGS THAT I CANNOT CHANGE, THE COURAGE TO CHANGE THE THINGS THAT I CAN AND THE WISDOM TO KNOW THE DIFFERENCE”. મતલબ કે હે ભગવાન મને એવી સમજણશક્તિ આપ કે જે વસ્તુને મારા માટે બદલવી શક્ય નથી એનો હું સ્વીકાર કરી શકું, જે વસ્તુને હું બદલી શકું એને બદલવા માટે પૂરતી હિંમત આપ. અને ‘કઇ વસ્તુ બદલાવી શકાય અને કઇ નહી’ એનો ફરક સમજવાનું ડહાપણ આપ. બસ જો ઉપરવાળાની આટલી મહેરબાની થઇ જાય તો પછી જિંદગીમાં સમાધાન આપોઆપ મળી જાય છે.

ખુલ્લા ભુરા આકાશ નીચે હજારો પંખીઓ રોજ ઉડે છે. દરેકને પોતાના કર્મની ગતિ છે. જે શક્તિએ એને જન્મ આપ્યો છે એ જ એને પોષે છે. એનું ધ્યાન રાખે છે. એ જ શક્તિ એનું રક્ષણ પણ કરે છે. એ શક્તિ પંખીની ઢાલ બની જે વસ્તુ એના સુધી પહોચાડવાનુ હોય તેને જ પહોચવા દે છે. શિકારીને એમ થાય કે મે પંખી માર્યું – તો એ એની કદાચ ભુલ હોઇ શકે, કેમ કે પંખીને તો એ દિવસે મરવાનુ જ હતું. પરંતુ શિકારીની અજ્ઞાનતાથી પેલી શક્તિને કાંઇ ફરક પડતો નથી. એની મરજી વિના એક પાંદડું પણ હાલતું નથી. માણસે પણ આ વાત સમજી લેવી જોઇએ. આ શક્તિને લોકો કદાચ ભગવાન, ઇશ્વર, અલ્લાહ, જીસસ વગેરે કહેતા હશે. આ લખનાર પણ આવું સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ આવી સમજણ ક્યારે કોને કેટલી આપવી, આપવી કે ન આપવી એ પણ પેલી શક્તિના હાથની વાત છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાલ્પનિક સત્ય – શૈલા બેલ્લે
બારી પાસે વાદળ – વીનેશ અંતાણી Next »   

19 પ્રતિભાવો : ઉકેલ શોધતા પ્રશ્નો – જિતેન્દ્ર તન્ના

 1. smrutishroff says:

  સમજિ, વિચરિ અમલ મા મુકવા જવિ વાત .

 2. dhara says:

  Nice Article…

 3. preeti hitesh tailor says:

  ખૂબ સુંદર લેખ! અભિનંદન!!
  જીંદગી આપણે સરખામણી કરવામાં જ વેડફતા હોઇએ છીએ. એ સમય યોગ્ય રીતે નિવેશ કરીએ તો તેના દુરોગામી પરિણામો અવશ્ય જોવા મળે જ!!!

 4. RAJESH says:

  મૃગેશભાઈ, આ લેખ ઓછા લોકોએ વાચ્યો લાગે છે. આને થોડા દિવસો ઉપર રાખો. દરેક વ્યક્તિએ વાચવા જેવો લેખ છે. વાંચો વાંચો.

 5. KETAN says:

  આભાર રાજેશ.

  ખરેખર સારો લેખ છે. ન વાચ્યો હોય તો જરુરથી વાંચો.

 6. DEEP says:

  સારો આર્ટિકલ છે. ન વાંચ્યો હોય તો વાચવા ભલામણ.

 7. PRADIP M. says:

  GOOD ARTICLE. THANKS FOR EARLIER FRIENDS WHO RECOMMENDED IT TO ME.

 8. BIMAL says:

  આભાર, મારા મનમાં પણ આવા પ્રશ્નો ઉઠતા જ હોય છે. આ લેખે મારા પણ ઘણા પ્રશ્નોનુ સમાધાન કરી આપ્યુ.

  આભાર્ મૃગેશભાઈ.

 9. MANU JANI says:

  સરસ લેખ. ખુબ ગમ્યુ. આ લેખ મે મારા સગા વહાલાઓને વાઁચવા ખાસ મોકલ્યો છે.

 10. SACHIN G. says:

  આ લેખ કોઇ C.A.એ લખેલો હોય એ માનવામા નથી આવતુ. ખુબ સરસ લેખ. મને તો આગળ વાળા ભાઈની કોમેન્ટ વાંચીને આ લેખ મળ્યો. ભઈ બધા જરુરથી વાંચજો.

 11. DJT says:

  What a wonderful thought. Cool.

 12. Amisha j. says:

  લેખ ખુબ જ સારો ચ્હે પન એક પ્રશ્ન ચ્હે કે માનસ ને જયારે લાગે કે આ દુનેીયા મા એનેી કોઇ જ કિમત નથેી તો એને સુ કરવુ જોઇએ?

 13. jigna says:

  હું સંમત થા ઉ છું, સચિનભાઈ જોડે.

  આમિષાબેન, આપણી પાસે શું નથી નો હિસાબ કરવા કરતાં જયારે આપણે આપણી આજુબાજુ ના કેટલા ને કેટલી મદદ ની જરુરત નો હિસાબ કરશું અને કઈ રીતે આપણે એની નિસ્વાર્થ સેવા કરી શકાય તેનો હિસાબ કરી શકાય તો આપણી પાસે શારિરીક અને માનસિક સ્વ્સથ્તતા અને અમીરી નો અનુભવ થશે.

  હું જુવાન હોવા છતાં મારી શારિરીક બિમારી ને કારણે બધી ચીજો થી વંચિત છુ, જે નોર્મલ વ્યિક્ત ને અહેસાસ ન હોય્.પરંતુ , મને પારકા અને અજાણ્યા લોકો એ એટ્લો સાથ આપ્યો છે, કે મને મારી પાસે શું નથી તેનું દુખ નથી, પણ દરરોજ દુઆ કરુ કે મને એટ્લી સ્વસ્થ બનાવી દે જેથી હું બીજાની મદદ કરી શકુ અને જિંદગી સાકાર કરી શકું.

  માણસ બંગલા ગાડી ના હોવાથી નહી પણ જ્યારે એની અંદર ની માણસાઈ ખતમ થાય છે, ત્યારે જ તેની કોઈ કિંમત હોતી નથી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.