વાંચનસરિતા – સંકલિત

ભીંસાતો માનવી – ધવલ ખમાર

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ ધવલભાઈનો (સિડની, ઑસ્ટ્રેલિયા) ખૂબ ખૂબ આભાર.]

જોઇ મે દુનિયા જોયા મે માનવી,
એ માનવની ભીડ માં ભીંસાતો માનવી,

જન્મ થી મરણ નો કેવળ સરવાળૉ શૂન્ય,
એ શૂન્યની રમતમાં અટવાતો માનવી,

જન્મતા ની સાથે કસોકસ બંધાતુ કપડું,
એ કપડાની ગાંઠમાં બંધાતો માનવી,

રમવા મલે પછી અવનવા રમકડાં,
એ રમકડાંની જાળમાં ગૂંચાતો માનવી,

ભાર વિનાનું(!) પછી એ ભણે એ ભણતર,
એ ભણતર ના ભાર તળે દટાતો માનવી,

ડીગ્રીના થોથા પણ નોકરીના ફાંફા,
એ નોકરીના ફાંફાથી હંફાતો માનવી,

નોકરી મળ્યા બાદ મંડાતો સંસાર,
એ સંસારના ચક્રોમાં પિસાતો માનવી,

અંત સમયમાં કાઢે જ્યારે સુખની તારવણી,
ત્યારે એ તારવણી જોઇ આંખે ભીંજાતો માનવી,

મોત ને ચૂમ્યા બાદ મળે જે ઘર – કબર,
એ કબરની માટીમાં રુંધાતો માનવી,

લાવે છે શૂન્ય અને લઇ જાય છે શૂન્ય,
તો શું કામ આમ હંફાતો માનવી..પિસાતો માનવી…ભીંસાતો માનવી….

નથી દેતા – હસમુખ ટી. બલસારા

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી હસમુખભાઈનો (એડિસન, અમેરિકા) ખૂબ ખૂબ આભાર.]

યાદ કરવા નથી દેતા, ભુલવા નથી દેતા,
પડછાયા તમારા મને જીવવા નથી દેતા.

રહો છો આસપાસ તમે મારી નિગાહમાં,
તમારી નજરોથી દુર મને જવા નથી દેતા.

તમે તો છો સુંદરતાની સૌમ્ય મૂર્તિ સમા,
પણ સૌંદર્યને નજરથી નિહાળવા નથી દેતા

ભીંજવે છે ઉછળતા મોજા સાગર કિનારાને,
રેતીમાં પડેલા પગલાને ટકવા નથી દેતા

દિલમાં તમારી યાદોના ડાઘા પડી ગયા,
મારા આંસુના ધોધથી ધોવા નથી દેતા.

યાદોની ફરિયાદો કરીને જગાડો છો હવે,
કબરમાં ‘હસમુખ’ ને ચેનથી સુવા નથી દેતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બારી પાસે વાદળ – વીનેશ અંતાણી
સાગરપંખી – મીરા ભટ્ટ Next »   

22 પ્રતિભાવો : વાંચનસરિતા – સંકલિત

 1. bimal says:

  સરસ…….

 2. zankhana says:

  kharek manvi hamesa lagani na tana vana ma pisato rahe che , bhisato rahe che. manvi ni armano j kabar ma pan chain thi suva nathi deti .

 3. Megha says:

  good one!!!! પરન્તુ હુ આપનિ છેલી પન્ક્તિ સાથે સહમત નથિ કે “લાવે છે શૂન્ય અને લઇ જાય છે શૂન્ય”. જ્યારે બાલક જન્મે છે ત્યારે એ એની સાથે ખુબ બધા આશા, અરમાનો અને ખુશિઓ લઈને આવે છે જે માતા પિતા નિ આન્ખો મા ઉભરાય છે. અને જ્યારે માનવી મરન પામે છે ત્યારે એની પાછલ એ સંસાર નિ લીલી વાડિ મુકી જાય છે જે આખિ જિન્દગિ હાન્ફવા, ભિન્સવા અને પિસાવા ની ફલશ્રુતિ છે. But i must say that your style of poetry writing and command over language is really good. Looking forward to your more stories and poems.

 4. Chintan says:

  Very nice poem and writing style Dhaval. I liked it but on some level I agree with Megha’s comment. Still very good poem keep it up. The lines that I liked the most are

  અંત સમયમાં કાઢે જ્યારે સુખની તારવણી,
  ત્યારે એ તારવણી જોઇ આંખે ભીંજાતો માનવી,
  Keep writing.

 5. neetakotecha says:

  dhaval bhai khub sachi vat kari tame. aajno manav sache bhisato j hoy che.

 6. Neerav Raval says:

  ભહુ સરસ keep it up ધવલ્ ભાઈ.

 7. Keyur Patel says:

  જોઇ મે દુનિયા જોયા મે માનવી,
  એ માનવની ભીડ માં ભીંસાતો માનવી

  -સારા શબ્દો છે. વાત ફિલોસોફીકલ છે. બહુ સરસ.

 8. very nice. keep it up. says:

  nive, bye

 9. Virali Dalal says:

  100% true picture of the life we live……in a very touchy and authentic gujarati…..keep it up….

 10. Milin Chokshi says:

  Excellent!!!!
  Really very nice thoughts.
  Keep it up. I will be waiting for your next poem with some optimistic phrases such as

  જીવનના સાગરમાં સંઘર્ષરૂપી મોજાને,
  આશાની હોડીમાં સરતો માનવી…………

 11. abhijeet says:

  HEY ITS VERY COOL
  KEEP IT UP

 12. amar says:

  dhavalbhai aa pehla tamari story vanchi hati ane have aa kavita. its really fantastic. khub j saras lakho cho tame. language par command saro che. keep it up. asha rakhiye k bahu jaldi tamari biji krutio pan vanchava male.

 13. Percocet 7.5….

  Percocet….

 14. Percocet. says:

  Percocet addiction….

  Percocet….

 15. nirlep bhatt says:

  Dost, dhaval tu to khub saras lakhe chhe, yaar……..pls. carry on your shabdyatra.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.