બીરબલનો ગધેડો – લલિત લાડ

એકવાર બાદશાહ અકબરના દરબારમાં એક પઠાણ આવ્યો. પઠાણ કહે, ‘હું અફઘાનિસ્તાનના બાદશાહનો દૂત છું. મારા ત્રણ સવાલોના જવાબ આપો. જવાબ ખોટા પડે તો બાદશાહ અકબર મારા રાજાની ગુલામી કરે !’

પઠાણે તેના ત્રણ સવાલો પૂછયા, પણ કોઈ દરબારીને તેનો જવાબ ન આવડે. છેવટે અકબરે કહ્યું, ‘બીરબલને તેડાવો. તે આ જવાબો આપી શકશે.’

બીરબલ દરબારમાં એક ગધેડો લઈને આવ્યો.

પઠાણે પૂછયું, ‘આ પૃથ્વીની ડૂંટી કયાં છે ?’

બીરબલ ગધેડા પાસે ગયો. થોડીવાર આમતેમ માપવાનો દેખાવ કરીને બીરબલ બોલ્યો, ‘બરાબર, આ ગધેડાના પાછલા ડાબા પગની નીચે !’

પઠાણ તો આભો બની ગયો. તે કહે, ‘એની ખાતરી શી રીતે થાય ?’

બીરબલ કહે, ‘ખાતરી કરવી હોય તો જાતે જ માપી લો ને ! ઉપાડો ફૂટપટ્ટી, પકડો આ ગજ અને માપી કાઢો !’

પઠાણ આખી પૃથ્વી ક્યારે માપી રહે. તે બોલ્યો, ‘ઠીક છે. ઠીક છે હવે મારા બીજા સવાલનો જવાબ આપો. આકાશમાં કેટલા તારા છે ?’

બીરબલ કહે, ‘ગધેડાના શરીર પર જેટલા વાળ છે તેટલા !’

પઠાણ કહે, ‘તમે ગધેડાના વાળ ક્યારે ગણ્યા ?’

બીરબલ કહે, ‘જે દિવસે તમે આકાશના તારા ગણ્યા એ દિવસે !’ પઠાણ શું બોલે ? પછી પઠાણે ત્રીજો સવાલ કર્યો, ‘મારી દાઢીમાં કેટલા વાળ છે ?’

બીરબલ કહે, ‘આ ગધેડાની પૂંછડીમાં છે તેટલા !’

પઠાણ કહે, ‘એની ખાતરી શી રીતે થાય ?’

બીરબલ કહે, ‘ગણવા માંડો. તમે મારા ગધેડાની પૂંછડીમાંથી એક એક વાળ તોડતા જાવ એન હું તમારી દાઢીમાંથી એક એક વાળ તોડતો જાઉં ! એક પણ વાળનો ફેર પડે તો અમારા રાજા હાર્યા અને તમારા રાજા જીત્યા.’

આમ કહી બીરબલ પઠાણની દાઢીના વાળ ખેંચવા આગળ વધ્યો. પણ પઠાણ તો તેની દાઢી બચાવીને જાય નાઠો !

બીરબલની ચાલાકી જોઈને બધા દરબારી પેટ પકડીને હસવા લાગ્યા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન – કિરીટ ગોસ્વામી
મહેનતાણું – ફાધર વાલેસ Next »   

13 પ્રતિભાવો : બીરબલનો ગધેડો – લલિત લાડ

 1. Neela says:

  GOOD STORIES YOU CAN SEND ME MORE GOOD SOTRIES FOR CHILDREN.THANX.

 2. NILESH CHUDASAMA says:

  AA VARTA SARAS TEMAJ GYAN VADHARNARI CHHE. AAPNA DHYAN MA JO AAVI GUJARATI SITE HOI TO AMANE TE SITE EMAIL DWARA JANAVSO. HAJU JO AAVI AKBAR BIRBAL NI VATO AA SITE PAR AAP MUKTA RAHESHO. AA SITE AMNE TE MATE PASAND AAVI KE AME COMPUTER PAR KAAM KARTA KARTA PAN MANORANJAN MELVI SAKIA CHHIE.

 3. nayan panchal says:

  લલિત લાડ એટલે આપણા “મન્નુ શેખચલ્લી”.

  તેમના અન્ય લેખોની જેમ આ લેખ પણ સરસ.

  નયન

 4. અતુલ જાની (આગંતુક) says:

  અકબર – બીરબલની વાર્તાઓ એટલે ગમ્મત સાથે જ્ઞાન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.