મહેનતાણું – ફાધર વાલેસ

એકવાર એક કલારસિયાએ એક વિખ્યાત ચિત્રકારની પાસે જઈને પોતાને માટે એક ચિત્ર ચીતરી આપવાની માગણી કરી. મોરનું ચિત્ર અને વિનંતી એ પણ કરી કે પોતાની નજર સામે એ ચિત્ર ચીતરે. ચિત્રકારે તૈયારી બતાવી, અને ત્રણ મહિના પછી આવવાનું કહ્યું.

ત્રણ મહિના પછી ઘરાક આવ્યો અને ચિત્રકારે એને બેસાડીને કોરું કેનવાસ લઈને એના ઉપર મોરનું ચિત્ર ચીતરવા માંડયું. અર્ધા કલાકમાં જ કામ પુરું થયું. અને કામ પુરું થયું ત્યારે ઘરાકની નજર સામે મોરનું એક આબેહુબ, આકર્ષક, અદ્ભૂત ચિત્ર ઊભું થયું. ઘરાક ખુશ થયો. ચિત્ર લેવા ગયો. પણ જ્યારે એણે કિંમત પૂછી અને ચિત્રકારે સહજપણે દશ હજાર એમ કહ્યું ત્યારે એ ચોંકી ઊઠયો. શું, અર્ધા કલાકના કામ માટે દસ હજાર રૂપિયા ?

ચિત્ર તો સારું હતું. ઉત્તમ હતું. કલાનો એક નમૂનો હતું અને એ અર્ધા કલાકમાં તૈયાર થયું છે એ જો ખબર ન હોત તો દસ હજાર રૂપિયા કોઈ પણ આપવા તૈયાર થાય એવું હતું. અર્ધા કલાકમાં થયું હતું પછી આને માટે આટલી ભારે કિંમત કેમ મંગાય અને કેમ અપાય ?

એ જ વાત એણે ચિત્રકારને કહી, અને એ કિંમત ચૂકવવાની ના પાડી ત્યારે ચિત્રકાર એને અંદરની ઓરડીમાં લઈ ગયા. ત્યાં સેંકડો ચિત્રો હતાં. ભીંત ઉપર, ઘોડીઓ ઉપર ને ટેબલ પર અસંખ્ય ચિત્રો હતાં. બધાં મોરના ચિત્રો હતા. એક દ્રષ્ટિકોણથી કે બીજા દ્રષ્ટિકોણથી એક શૈલીમાં કે બીજી શૈલીમાં, એકરંગી કે પચરંગી – પણ બધાં મોરનાં ચિત્રો હતાં.

ત્રણ મહિના સુધી ચિત્રકારનો એ અભ્યાસ ચાલ્યો હતો. મોરનું ધ્યાન, કલાનો પ્રયોગ, હાથનો મહાવરો અને છેવટે જ્યારે મોરની મૂર્તિ બરાબર મનમાં બેઠી, એના અંગે અંગ નજર સામે ખડાં થયાં, એનાં મરોડો ને રંગ આંગળીને ટેરવે રમ્યા ત્યારે અર્ધા કલાકમાં ઘરાકની આગળ મોરનું આદર્શ ચિત્ર ચીતર્યું.

એ અર્ધા કલાકની પાછળ ત્રણ મહિનાની સાધના હતી. અરે, આખી જિંદગીની તાલીમ હતી. મહેનતાણું અર્ધા કલાકનું નહોતું, લાંબા અભ્યાસનું હતું. કલાનો એટલો મહાવરો હતો કે એ કલા સહજ બની ગઈ હતી અને બહારથી જોનારને એ સરળ ને સહેલી લાગતી. પણ એના સહજપણામાં જ એનું પરાક્રમ હતું ને એનું વિશેષ મૂલ્ય હતું.

અભ્યાસથી ને તાલીમકલાથી સહજ બને ત્યારે એની કિંમત ઘટતી નથી, વધે છે. પણ એ સહજ બની છે, એટલી સહેલી છે એ ભૂલ કરવી ન જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બીરબલનો ગધેડો – લલિત લાડ
અદેખો ચકલો – ઘનશ્યામ દેસાઈ Next »   

17 પ્રતિભાવો : મહેનતાણું – ફાધર વાલેસ

 1. Kunal Parekh says:

  ek evi vaat je sahajta thi dhyaan bahaar rahi jaay ane kadaach aavuN j vartan kadaach bijaa jode aapnaa thi thai shake ….aa vaanchi ne have enu hammesha dhyaan raheshe…..

  good article ………

 2. Payal Dolia says:

  It’s very nice example ….for value of life…

 3. Pravin Patel says:

  Manav sahaj prakrutinu sundar aalekhan. JanyeAjanye aapane aavun vartan kari besiae chhiae. Pote anubhave tyaare bhan thay ane samjaay ke aapane ketalo annyaay bijaane kariae chhiae. uttam MANAV tarafthi UMADAA najaraanu praapt thayu khub khub AABHAAR.

 4. Rajshwari says:

  ખૂબ સરસ
  અથાગ પરિશ્રમ બાદ જ અનેરી સિધ્ધિ પ્રાપ્ત થાય છે.

 5. nayan panchal says:

  Once a guy was facing a problem in the car, he took his car to many garages. Various mechanics unsucccessfully tried to repair.

  However, once he met an aged mechanic and told him about the problem. Mechanic said that he would charge rs 1000. Car owner agreed, mechanic took a hammer n just hit 2-3 times somewhere and voilaa, that problem got solved.

  Car owner was surprized but reluctant to pay 1000 Rs.
  So he asked mechanic that how could he charge so much for 2-3 hits. Mechanic replied that he is charging 5 rs for two hits n rest of amount for to decide where to hit.

  નયન

 6. અતુલ જાની (આગંતુક) says:

  બહુ સરસ વાત – કામ કેટલું ઝડપથી થયુ છે તેના આધારે નહીં પણ કામની પાછળ જે સાધના છે, જે જ્ઞાન મેળવવા માટેનો કરેલો પરિશ્રમ છે તે કેટલો છે તેના આધારે જ કીંમત નક્કી કરી શકાય. એરોપ્લેન અડધી કલાકમાં પહોંચાડે અને ટ્રેઈન બે દિવસે પહોંચાડે તેથી ટ્રેઈનનું ભાડું વધારે ન હોઈ શકે.

  અમને સોફટવેરના વ્યવસાયમાં એ જ તકલીફ પડે છે, કોઈને ત્યાં જઈઍ તેનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ અને કહિએ કે લાવો ૨૫૦ રુ. તો કહેશે કે ૧૦ મિનીટના કામના ૨૫૦ રુ. હોય ? ત્યારે તેમને કહેવું પડે કે ભાઈ સમજણ વગરનાને બોલાવશો તો ૧૦ દિવસે ય કામ નહી થાય પછી ભલે ને તે મફત માં આંટા-ફેરા કરી જાય. કહેવાનું તાત્પર્ય તે છે કે કામની કિંમત ગ્રાહકની જરૂરિયાત અને તે કરી આપનારની કુશળતાને આધારે નક્કી થાય છે.

  જો કે મન-દુઃખ નિવારવા માટે કોઈ પણ કામ કરતા પહેલા કે કોઈની પાસેથી કામ લેતા પહેલા જ ભાવ તાલ નક્કી કરી લેવા જોઈએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.