ફૂલડાંની ફોરમ – દિલીપ રાવલ

[ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે યુવા કવિ તેમજ ગઝલકાર શ્રી દિલીપભાઈનું નામ ખૂબ જાણીતું છે. સ્ટાર પ્લસ પરથી પ્રસારિત થતી સિરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહુથી’ ના તેઓ ‘ડાયલોગ રાઈટર’ છે. ઝી-ટી.વી પરથી પ્રસારિત થતી સિરિયલ ‘થોડી ખુશી થોડા ગમ’ માં સુંદર ભૂમિકા ભજવે છે. નાટ્યક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી સાહિત્યમાં તેમનો ‘આવ સજનવા..’ નામનો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ શ્રી દિલીપભાઈનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર.]

[1] કૃષ્ણ-ગઝલ

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો

તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.

તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો

ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.

[2] ફૂલોનાં વાવેતર

અમે ફૂલોનાં વાવેતર કીધાં ને તોય હાથ પથ્થરને પથ્થરને પથ્થર
તમે કાંટાની વાત રોજ માંડો ને તોય તમે અત્તર ને અત્તર ને અત્તર

હવે મળવું તો કેમ કરી બનશે, કે મળવું તો મરજાદી મસ્તીનો શોક છે
ચલો પથ્થરીયા ભાર હવે વેઠો કે ફૂલોની ઝાકળની વાતો તો ફોક છે.
અમે લંબાવી હાથ પડ્યા હેઠા, ને રાજ તમે અધ્ધર ને અધ્ધર ને અધ્ધર

કદી સુખના આંજણથી અંજાયા, તો કો’ક દિવસ દુખની બળતરાયે વેઠી
સુખ ચાખીને જીભ પડી પેંધી, કે આંગણમાં તંબુઓ તાણીને બેઠી
હવે સુખ ને તે કાબુમાં કરવા, કે રોજ કરો જંતર ને મંતર ને તંતર

અમે ફૂલોનાં વાવેતર કીધાં ને તોય હાથ પથ્થરને પથ્થરને પથ્થર
તમે કાંટાની વાત રોજ માંડો ને તોય તમે અત્તર ને અત્તર ને અત્તર

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પિતા – કૈલાશ કલ્પિત
પ્રેરક સમાચાર – સંકલિત Next »   

13 પ્રતિભાવો : ફૂલડાંની ફોરમ – દિલીપ રાવલ

 1. Jignesh says:

  આપંણા ગુજરાત ના ઘણા આવા રત્નૉ Unnoticed છૅ. સુંદર કૃતિઓ…………ધન્યવાદ……

 2. Hiral Thaker 'Vasantiful ' says:

  Very nice

 3. Keyur Patel says:

  તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
  મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
  – આવો લાહવૉ તો ભાગ્યશાળીને જ મળે………..

 4. Taps says:

  simply…. WOW!!!!

 5. kvb says:

  ફૂલોનાં વાવેતર ગીત ખૂબ જ સુંદર છે.

 6. rajeev says:

  i liked krisha very much.

 7. Jignesh says:

  બહુ જ સરસ

 8. shaileshpandya BHINASH says:

  VERY NICE

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.