પાર્થને કહો ચડાવે બાણ – ન્હાનાલાલ કવિ
પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુંતાની છે એ આણ:
પાર્થને કહો ચડાવે બાણ.
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી,
કીધાં સુજનનાં કર્મ;
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ:
સજીવન થાય પડ્યાયે પ્હાણ;
પાર્થને કહો ચડાવે બાણ.
દ્રૌપદીની હજી વેણ છૂટી છે,
રાજસભાના બોલ :
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ:
પાર્થની પ્રત્યંચાને વાણ:
પાર્થને કહો ચડાવે બાણ.
મેહુલો બોલે, વાયુ હુંકારે,
ત્યમ તલપો સિંહબાળ !
યુગપલટાના પદ પડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ:
સજો શિર વીર ! હવે શિરત્રાણ:
પાર્થને કહો ચડાવે બાણ.
નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ;
સત શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ;
ઊગે જો ! નભ નવયુગનો ભાણ:
પાર્થને કહો ચડાવે બાણ;
વિધિનાં એ જ મહાનિર્માણ:
પાર્થને કહો ચડાવે બાણ.
Print This Article
·
Save this article As PDF
શાળાના દિવસોમાં એની અદ્વિતીય લયમધુરતા, ધ્વન્યાત્મક શબ્દો અને શૌર્યના રણકાઓ ના કારણે ખૂબ ગમી ગયેલી આ કવિતા હાલતા-ચાલતા લલકારતા રહેવાની ખૂબ મજા આવતી… ઢગલાબંધ ગુજરાતી સાઈટ્સ વારંવાર બાળપણના મીઠા સંભારણાંઓને પુનર્જીવિત કરતી રહે છે અને આખો દિવસ સુધરી જતો હોય એવો લાગે છે…. આભાર, મૃગેશભાઈ!
શૌર્યની ભાવના જગાડે તેવું ગીત છે.
મ્રુગેશ ભૈ, તમે, ઇતિહાસ માથિ હિરા કધ્યા !!!!!
સુંદર ………..
દિવસ સુધરિ ગયો
wow..great & perhaps challenging to all future VOTERS for getting their ARROWS ready to for election & timely show the POWER !
Thanxs for nice SAFAR of our schoolhood,where i have sang such songs..with pure hearted friends & respected GURUJIS !
[…] “પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;“ […]
Percocet….
Generic percocet. Percocet….