ગુજરાતી છું… – હરદ્વાર ગોસ્વામી

[ કવિ તેમજ યુવા ગઝલકાર તરીકે શ્રી હરદ્વારભાઈનું નામ સાહિત્ય જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેઓ કુશળ વકતા તો છે જ, તે ઉપરાંત કાર્યક્રમનું સુચારૂ સંચાલન કરનાર સંચાલક પણ છે. તેમના મુક્તકો અને ગઝલો લોકહૃદયમાં સ્થાન પામે તેવા સરળ અને મનનીય હોય છે. કાર્યક્રમની વ્યસ્તતા હોવા છતાં તેઓ રીડગુજરાતીના નિયમિત વાચક પણ છે જે વિશેષ આનંદની વાત છે. આ સુંદર કૃતિઓ મોકલવા માટે શ્રી હરદ્વારભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9879248484 સંપર્ક કરી શકો છો.]

[1] મુક્તકો

દૂધ નહીં તો પાણી દે,
ડૉલ મને કાં કાણી દે !
તગતગતી તલવારો દે,
યા ગુજરાતી વાણી દે.
*******

એક જ ઘા ને કટકા છે ત્રણ,
સમજણ માટે ગુજરાતી ભણ.
તારી સામે નહીં જ નાચું,
હોય ભલે સોનાનું આંગણ
*******

એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું !
એ જ પામશે પાન નવા ને નવી હવા,
જેણે શિખ્યું દોસ્ત સમયસર ખરવાનું.
********

આજે અમને સપનું આવ્યું ગુજરાતી,
મારી છતથી દુનિયા આખી દેખાતી.
દોસ્ત ખરેખર હોય મનુનો વંશજ તું,
માનવતા છે માત્ર હવે તારી જ્ઞાતી.

[2] ગઝલ – ગુજરાતી છું….

આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું,
ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું.

દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,
સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું.

આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો
બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું.

સઘળી સગવડ સુરજની એને આપી છે,
મે’માન બને જો અંધારું ગુજરાતી છું.

અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ,
બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું.

વિશેષણોના વન છે તારી આગળ પાછળ,
મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું.

ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો
આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રણજિતરામ સુવર્ણચંદ્રક – ગુજરાતી વિશ્વકોશ
મિયાંફુસકી – જીવરામ જોષી Next »   

45 પ્રતિભાવો : ગુજરાતી છું… – હરદ્વાર ગોસ્વામી

 1. punit dholakia says:

  These poems have such a heart touching feeling that i have never felt before.Hardwar Goswami has a perfect ‘Pen’ inspite of a young and ‘New’ poet.

  At last thanks to readgujarati.com for giving us such a appotunity to feel gujarati..

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Great….!!!!

  ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો
  આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું.

  I think this line is the the effect of vibrant gujart…. 🙂

  Thank you Haradvarbhai

 3. chaitanya says:

  સઘળી સગવડ સુરજની એને આપી છે,
  મે’માન બને જો અંધારું ગુજરાતી છું.

  સરસ…..ખુબ સરસ…..

 4. krupal soni says:

  excellant poem on the people of gujarat.keep teh momentum going.

 5. Keyur Patel says:

  જય જય ગરવી ગુજરાત !!!!!!!!!

 6. preeti hitesh tailor says:

  એ જ પામશે પાન નવા ને નવી હવા,
  જેણે શિખ્યું દોસ્ત સમયસર ખરવાનું.
  ખૂબ જ સુંદર અભિવ્યક્તિ!! બેઉ કવિતાઓ બેનમૂન !!!

 7. sanjay Munjapara says:

  Being a Gujarati first time I feel that any poet in Gujarati literature emphasis on gujarat. Its realy make us agile.

 8. Prof. S.S. Sodha says:

  Sponteous overflow of powerful filing that is poem. the poem is wods of all gujaraties written by dear hardwar goswami. all the very best to him.

 9. Prof. Bhavin Bhatt says:

  The Poetry has such powers to control hearts and the poetries of Hardwar have such magic that can captivat the hart, soul and body of every human beings.

 10. sujata says:

  સુખ ને રાખ્યુ સહિઆરુ……..વાહ ફ્ક્ત ગુજરાતિ નુ ગ્ જુ હોય
  આ બોલવાનુ………..Mrugesh bhai khub abhar…….

 11. nilamdoshi says:

  ખૂબ સુન્દર.આ મારા પ્રિય કવિ છે.મુકતક માણવાની મજા આવી ગઇ.આભાર

 12. Nisarg says:

  હરદ્વાર…બહોત ખૂબ…!

 13. Nisarg says:

  હરદ્વાર…
  બહોત ખૂબ…!

 14. raj says:

  વહ બહુ સરસ હવે મર પર પન તમરિ ગઝલ મોક્લવ જો

 15. raj says:

  હુ પન ગોસ્વમિ ચુ

 16. raj says:

  આજે અમને સપનું આવ્યું ગુજરાતી,
  મારી છતથી દુનિયા આખી દેખાતી.
  દોસ્ત ખરેખર હોય મનુનો વંશજ તું,
  માનવતા છે માત્ર હવે તારી જ્ઞાતી.

 17. raj says:

  જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
  રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

  ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
  ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

  જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
  ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.

  દિવાલ સાવ કોરી તો ચાલે ના એટલે
  મનગમતી ચીજ યાદ કરી ભેરવી ગઝલ.

  ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,
  અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

  મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
  લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
  submit
  cancel

 18. raj says:

  લીધી વિદાય અંતે સ્વજનોતણી તમે,
  લીલા બધી વિલોકી સાક્ષી બની અમે.

  ના શોક ના શિકાયત સંતાપ સ્વલ્પયે ના
  જોવા મળ્યો તમારા મુખમંડલે ઉરે ના.
  સંપૂર્ણ મોહમાર્જન અધ્યાત્મનું ઉપાર્જન
  પામ્યાં પરમ કરીને બંધનતણું વિસર્જન.

  સર્જન કર્યું નવું શું આનંદમય અલૌકિક,
  શાશ્વત સુવાસ પ્રગટી પાછી અનંત વૈદિક.
  વર્ષી શુભાશિષોને શાશ્વત સમાધિ લીધી
  કલ્યાણપંથ કેડી રમતાં જ શીઘ્ર ચીંધી.

  મસ્તક તમારા ચરણે સાદર ભલે નમે,
  દીક્ષા વિદાય કેરી પામી શક્યાં અમે.

 19. દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,
  સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું.

  ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો
  આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું.

  -સુંદર ગઝલ… હરદ્વાર ગોસ્વામીનો ગઝલસંગ્રહ તાજેતરમાં જ વાંચવાનો થયો… સુંદર કલ્પનો, સરળ ભાવાભિવ્યક્તિ અને મજબૂત છંદ એમની ગઝલોનો મુદ્રાલેખ છે. ઉજળી આવતીકાલ માટે કવિને આજની સલામ અને શુભેચ્છાઓ…

  -વિવેક
  http://vmtailor.com/

 20. -અને કવિમિત્ર રાજ !

  જન્મી જવાની જ્યારે કરે પેરવી ગઝલ,
  રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ.

  -આ આખી ગઝલ આપે પ્રતિભાવમાં કયા કારણોસર ઉતારી છે એ તો ખબર નથી, પણ આ કવિતા કોની છે એ હું બરાબર જાણું છું. અને આપ પણ જાણતા જ હશો. પણ રીડગુજરાતીના વાચકો પણ એ જાણી લે એ માટે આ લિંક આપું છું:

  http://vmtailor.com/archives/129

  કવિનું નામ લખ્યા વિના એની રચના વાપરવાની પ્રવૃત્તિને શું કહેવાય છે એ તો આપ જાણતા જ હશો, શ્રીમાન રાજ સાહેબ !

 21. raj says:

  હુ કવિ કે ગઝ્લ કર નથિ પન મરો અસ્ર તમે જે સમ્જો ચો એ ન હતો મે તો એમજ કોપિ કરઇ નખિ હુ એન મતે મફિ મન્ગુ ચુ

 22. આપની નિખાલસતા બદલ આભાર, મિત્ર રાજ….

 23. raj says:

  હુ તમારો આબભારિ ચુ કે તમે મને મિત્ર કયો

 24. Mrs kalpna desai says:

  ReadGujarat-gujaratno naksho .Hardwar GOswami-pakko gujati kavi.gujarati gazal-gujaratni sanskruti.Vachako na pratibhav-gujarat nu gaurav.Mrugesh shah-gujarati sahitya na hira-parkhu cum prachar prashar manti.

 25. shaileshpandya BHINASH says:

  kya bat hai……………………….BHINASH

 26. hatim hathi says:

  khoob saras my dear hardwar exelent

 27. i am proud to be gujarati and been born in surat, i want to appreciat all those kalakar for the finest gajal, and hope may God bless all the Gujarati at all the circumstances, and fortunes of live,
  with thanksgiving
  Chirag Kantibhai Munjapara

 28. b.k.rathod says:

  Dear Hardwar,

  Very Good…
  I like it…
  keep it up.
  We proud of you my dear.

 29. sunny says:

  હૅલ્લો

 30. Harikrishna Patel (London) says:

  ગુજરાતિ ભાષા જેવિ કોઈ ભાષા નથિ. આવિ સરસ ગઝલો
  તો નમુના જ છે.

 31. Dipak A Patel says:

  ગુજરાતિ હોય તો ગુનગાન એના ગવાય

 32. Dipak A Patel (Mehsana) says:

  ગુજરાતિ હોયતો ગુનગાન એના ગવાય.
  હુ ગુજરાતિ હોઉ તે મને ગર્વ છે.
  જય ગુજરાત

 33. urmila says:

  Hope this poems are recited in India in Gujarati speaking shools and also as a part of subject in Gujarati language – they ae beautiful.

 34. rajni kubavat says:

  વાહ્…..વાહ્..હરદ્વાર કયા બાત….

 35. JITENDRA TANNA says:

  very good

 36. prakash s lachhwani says:

  i am a sindhi but, but i know gujarati from word go i born in gujarat ,study in gujarat , marr in guj , doing busness in gujarat . thats why i am proud of my
  GUJARAT

 37. Hi, dear
  How are you
  I am also fine.
  excellant poem, very good

 38. hatim hathi says:

  વાહ વાહ્

 39. Rakesh Sharma says:

  Bija mate jivvu trija mate Swas
  Ava jan ne kaj to samay lakhe Itihas
  -Hardwar Goswami

  Very Good

  Waiting for hardwar’s othert Gazals in read gujarati

  Rakesh Sharma
  (Royal School)

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.