હાસ્ય ઉખાણાં – નિર્મિશ ઠાકર
[હાસ્યના ક્ષેત્રે નિર્મિશભાઈએ ખૂબ સંશોધન કરીને નવા નવા પ્રકારો શોધ્યા છે અને એવા સંયોજનો બનાવ્યા છે કે જે આપણે કદી ભૂતકાળમાં સાંભળ્યા જ ન હોય ! એવું જ આ એક સંયોજન છે ‘હાસ્ય ઉખાણાં’ જે તેમના પુસ્તક ‘પછડાટ’ માંથી લેવામાં આવ્યું છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રી નિર્મિશભાઈનો (સુરત) ખૂબ ખૂબ આભાર. ]
[1]
નવરો પૂછે પ્રશ્ન, ને….
નવરાં દિયે જવાબ
ગરવી આ ‘ગરબડ’ પછી
ખાણાં કરે ખરાબ !
(જવાબ – ઉખાણાં)
[2]
કલમે કાઠો છે, છતાં
નહીં કવિ નહીં લેખક
‘કૃતિ’નાં કાઢે છોતરાં
કદી ચૂકે ના તક !
(જવાબ – વિવેચક)
[3]
કામ તમે ચીંધો પછી
આંખો એની ફેણ !
તૂર્ત રકાબી ફોડશે
નહીં સાંધો નહીં રેણ !
(જવાબ – રામો)
[4]
કંથ સમો બબડે કદી
કોઈ ન સાંભળનાર
ટીવીએ ઘર ઝૂંટવ્યું
કાઢ્યો ઘરની બહાર !
(જવાબ – રેડિયો)
[5]
આવર્તન પૂરું થતાં
ફરી કવિને દ્વાર
પ્રિયા બની અળખામણી
છતાં નથી એ નાર !
(જવાબ – ‘પાછી આવેલી કવિતા’)
[6]
ધ્યાન ધરે બીજે, છતાં
ગુણલા ‘મા’ ના ગાય
કન્યા સમ લટકા કરી
આ કયું જનાવર ગાય ?
(જવાબ – ગરબે ઘૂમતા પુરુષો !)
[7]
સર્જક ને સુખ દે નહીં
મુડ બગાડે નાહક
છોલે પણ છાપે નહીં
(એ) વાદ્ય વિનાનો વાદક !
(જવાબ – સંપાદક)
[8]
જે ખાતાં કિસ્મત ખૂલે
બંધ રહે છે મુખ !
ઓડકાર આવે નહીં
ને બમણી લાગે ભૂખ
(જવાબ – લાંચ)
[9]
કલ્પીને એવી લખો
કથા મસાલેદાર
‘હું’ ને પણ મોટો કરો
કોઈ નથી પૂછનાર
(જવાબ – આત્મકથા)
[10]
લખી લખી જેના વિના
લેખક લથડી જાય
કૃતિઓ પણ પસ્તી દીસે
કહો ચેલા કેમ થાય ?
(જવાબ – લેખન (પુરસ્કાર વિના))
[11]
જે ખાતાં તન તરફડે
મન અંદર મરડાય
શ્વાન કદી સૂંઘે નહીં
પણ ઘરવાળો ખાય !
(જવાબ – પત્નીની ‘નવી’ વાનગી)
[12]
હકથી આવરતો બધું
ખર્ચ ઘણો, શું ખાળો ?
બ્હેની કેરું નામ લઈ
ઘરમાં કરતો માળો
(જવાબ – સાળો)
[13]
ધમણ ખરી, ભઠ્ઠી નથી
લમણે વાગે સૂર
આંગળીઓ કૂદે અને
શ્રોતા ભાગે દૂર
(જવાબ – હાર્મોનિયમ)
[14]
ક્રોધિત પત્ની હાથમાં –
ધરે, કરે રમખાણ
કાંપે થરથર કંથ, જે –
કરતું બહુ ધોવાણ
(જવાબ – વેલણ)
[15]
મરનારો ભુલાઈ ગયો
હસવા લાગ્યાં લોક
વરસીનો વિવાહ થયો
શોક બની ગ્યો જોક !
(જવાબ – હાસ્યકાર બેસણામાં પધારતાં)
[16]
વેલ નથી પણ તેલ છે
કહું આટલું મોઘમ
ઝાઝું પીતાં દોડશો
બહુ ન લેવું જોખમ !
(જવાબ – દિવેલ)
[17]
આપ ચિતાએ જો ચડો
તો એ દેતી ફળ
એ ઝાલી ઘરનાં ગણે
આપની એક એક પળ !
(જવાબ – વીમા-પૉલીસી )
Print This Article
·
Save this article As PDF
Very funny
વાહ ભૈ વાહ !!!! બહુ મજા આવી.
હાસ્યમાં તેજસ્વીતાનો ઓપ છે, આને હસવામાં કાઢી નખાય એમ નથી..
‘સ્હેજ કલમની તેજધાર
પીંછીની હળવાશ..
થયું હાસ્ય નિર્મિત
લાગે છે આ નિર્મિશ!’
વ|હ્,ભ|ઇ વ|હ્ સ,દ્ર ,,,,
્
very funny jokes from the read gujarati,
i hope till continous this type of gujarati
ukhan in read gujarati website .
we all family members are enjoy.
[…] રીડગુજરાતી પર તેમાંનો લેખ : http://www.readgujarati.com/sahitya/?p=1139 […]
Wow! Great Fun.
મને આ સેવા ગમી
પ્રિય નિર્મિશ્ભઇ,
ખુબ સરસ ઉખાના જાનવા મડ્યા.
very intersting .
સાહિત્યનો આ નવો પ્રકાર બહુ મજાનો છે.
પુછનારો મુંછમા હસે
માથું ખંજવાળે સહું
જવાબ જડી જાય તો
સભામાં પોરસાય બહું
ખુબ મજા આવિ