અદ્દભુત…!! – ડૉ. આઈ. કે. વિજળીવાળા

[‘મોતીચારો’ પુસ્તકમાંથી સાભાર.]

[1] દીવાલમાં ખીલો

એક છોકરો. ઉંમર હશે 13 કે 14 વરસની. પણ મગજ ખૂબ જ તેજ. વાતવાતમાં ગુસ્સે થઈ જાય. તોડ-ફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઈ કેટલીયે વારે તેનો ગુસ્સો ઊતરે. માબાપ બિચારા હેરાનપરેશાન થઈ ગયેલા. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો. અરે, શિક્ષા પણ કરી જોઈ. પણ પથ્થર પર પાણી. પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં ! કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ મીંડું ! છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાઝ ચડે – ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિંગ (વંડી)માં એક ખીલો ઠોકવો.

પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠબકારી દીધા ! જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં. એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો ! એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે ‘પિતાજી ! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો.’
બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા ! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.’ બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે.

બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ પાસે લઈ ગયો. એણે કહ્યું : ‘બેટા ! તેં ઉત્તમ અને અદ્દભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું ? એમાં પડી ગયેલાં કાણાં જોયાં ? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે. તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. ‘માફ કરી દો’ એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘા ને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો. તલવાર કે શસ્ત્રોનો ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે, પરંતુ શબ્દોનો ઘા તો આત્માને ઈજા પહોંચાડે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું…’ બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો !

મારા વહાલા મિત્રો….. તમારા દિલની દીવાલમાં અજાણપણે મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખીલો મરાઈ ગયો હોય તો મને માફ કરજો.


[2] અદ્દભુત શિક્ષિકા, અદ્દભુત યાદી !

એક દિવસ એક શિક્ષિકાબહેને નવમા ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના કલાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમજ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઈંતેજારી પણ થઈ કે બહેન શું કરવા માંગે છે ? શિક્ષિકાબહેને ત્યાર બાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે-તે વિદ્યાર્થીના સૌથી સારા ગુણો વિશે બધાને જેટલું યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકદરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. કલાસનો બાકીનો સમય આ કાર્યમાં જ પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકાબહેનને સુપરત કરીને વિદાય લીધી.

અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર વર્ગના દરેક વિદ્યાર્થીએ તેના વિશે શું સરસ લખ્યું છે તેની યાદી કરી. સોમવારે ફરીથી કલાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળી યાદી આપી. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદ્દગારો સરી પડ્યા.
‘અરે ! ભગવાન ! બધા મારા વિશે આટલું સરસ વિચારે છે ?’
‘દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે ? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં !’ ‘બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી…!’ આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદ્દગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું !

એ દિવસ પૂરો થયો. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને જ રહ્યા. કોણે કોના વિશે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીનાં વરસો દરેક જણે એકબીજાની લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહિનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.

ઘણાં વરસો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામ સામેની લડાઈમાં માર્યો ગયો. નામ એનું માર્ક. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર એ જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઊમટી પડ્યા. પેલાં શિક્ષિકાબહેન પણ એમાં સામેલ હતાં. જ્યારે એમણે અશ્રુભરી આંખે…. ‘મારા વહાલા વિદ્યાર્થી ! ભગવાન તારા આત્માને શાંતિ અર્પે..’ એમ કહીને કોફિન પર ફૂલ વેર્યાં ત્યારે બાજુમાં ઊભેલ અન્ય એક સૈનિક નજીક આવ્યો. ધીમેથી એણે કહ્યું : ‘શું તમે જ માર્કનાં નવમા ધોરણના કલાસટીચર છો મૅડમ ?’
‘હા. કેમ ?’ શિક્ષિકાબહેનને આશ્ચર્ય થયું.
‘ના, કંઈ નહીં. માર્ક તમારા વિશે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને હંમેશાં એ અતિ આદરથી યાદ કરતો.’ ત્યાર પછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરૂ થઈ ગઈ.

અંતિમક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકાબહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા : ‘નમસ્તે ! તમે જ માર્કનાં નવમા ધોરણના કલાસટીચર છો ને ? જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી આ કાગળ મળેલો. એના પર માર્કે પોતાના હાથે લખેલું છે કે નવમા ધોરણનાં મારાં અતિઆદરણીય કલાસટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ….’ સેલોટેપ વડે ઠેકઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સાફ દેખાઈ આવતું હતું. કાગળ જોઈને શિક્ષિકાબહેન ગળગળાં થઈ ગયાં. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે કલાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલું.

‘બહેન !’ માર્કની જ બેરેકમાં સાથે રહેતો અન્ય એક સૌનિક બોલ્યો : ‘માર્ક હંમેશાં કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી.’

એ જ સમયે અન્ય એક યુવતી ત્યાં આવી અને બોલી : ‘હા બહેન ! મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે !’

‘અરે, મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો કાગળ જ લગાવ્યો છે !’

‘અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક અત્યંત કીમતી ભેટ છે !’ અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ કાગળ કાઢીને બધાને બતાવ્યો. વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકાબહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકાબહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યાં.

એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ! બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે. આપણે હંમેશાં બીજા અંગે વાત કરતાં કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના ! આપણે આપણા મિત્રો, સ્નેહીઓ, તેમજ સગાંવહાલાંઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહીએ છીએ, આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે, આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ, એ લોકોના ક્યા સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે….. ચાલો, ખૂબ જ મોડું થાય તે પહેલાં દુનિયાને પણ કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બર્થ સર્ટિફિકેટ – ડૉ. શરદ ઠાકર
અમરત બારડ – ભગીરથ બ્રહ્મભટ્ટ Next »   

34 પ્રતિભાવો : અદ્દભુત…!! – ડૉ. આઈ. કે. વિજળીવાળા

 1. urmila says:

  I have read these stories in English language as well – I am glad I am reading them in gujarati today – brings tears in my eyes

 2. Trupti Trivedi says:

  I must say Many Thanks to DR. Vijaliwala

 3. khubaj saras prerna dayak hu bhavisyama aa prayog jarur karis. maherbani kari ne aavi bheto aapta raheso. aabhar

 4. Ritesh says:

  સરસ….ખાસ કરી ને બીજી વાત બહુ જ સરસ છે..

 5. JITENDRA TANNA says:

  ખુબ સરસ બંને વાતો ખુબ સરસ છે.

 6. gopal.h.parekh says:

  excellent! keep it up.

 7. Hiral Thaker 'Vasantiful' says:

  Very very nice….Thanks a lot. Even first story will help me lot….When I will be anger……

 8. Dhaval Shah says:

  Nice stories.

 9. Keyur Patel says:

  Excellent.

 10. raxita mehta says:

  heart-touching

 11. Meera says:

  very apt lesson for all of us! Knowingly or unknowingly we could have hurt someone.
  That is why you need to think twice before you pass on any remark.
  Be caring for others feelings is the best way to be happy and let others remain happy!

 12. Kavita says:

  Thank you very much Dr. Vijliwala. Good story.

 13. Maitri says:

  ખુબજ સરસ

 14. RdGuj ના મુગટમાં એક વધું મોરપીંછ સમાન લેખ…

 15. Bimal says:

  સરસ………………

 16. vivek desai, dubai says:

  ઘનોજ સરસ લેખ ચે. સમજવા જેવો thanks for posing such a nice article.

 17. anamika says:

  ખુબજ સરસ….એમા પણ બીજી વાર્તાએ તો દીલ જીતી લીધુ….ખુબજ સાચી વાત છે કે “બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે.” એમ જ આવી સુન્દર વાર્તા ઓ પણ જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે…જિંદગીનો પ્રવાહ બદલી આપતા હોય છે…..

 18. G R Shaikh says:

  Impressive and teaches good lessons to the readers. Keep it up.

 19. ALKA says:

  મ્રુગેશભાઇ
  ગુણવંતભાઇ શાહ ના “પ્રિયજન ને પ્રેમપત્ર”
  બૂક મા ૧ વાત છે
  સોલ્જર ને યુવતીની તે આપજો ને…….
  આભાર સહ

 20. Dr. Bharatbhai Mistry(Bhavnagar) says:

  Really Touching….

 21. Rutooben Mistry says:

  Excellent…………….

 22. KARAN - REVA MISTRY(BHAVNAGAR) says:

  Really inspiration to young generation…

 23. NALIN A BHATT says:

  very very nice story . i read also silent zone \moticharo thnaks to dr. vijlivala . DR. u r my idle from school time in gurukul highschool

  NALIN BHATT ( SONGADH / BARODA )

 24. rajesh says:

  અદભૂત કહી શકાયઈ એવી રચના. સુંદર

 25. rajesh says:

  અદભૂત કહી શકાય એવી રચના. સુંદર

 26. વત્‍સલ વોરા says:

  ખૂબ જ સરસ
  હૃદયદ્રાવક વાર્તાઓ છે.

  મારી પાસે ડો.વીજળીવાળાની મોતીચારોનો આખો સેટ છે. જે હું સમય મળે ત્‍યારે વાંચતો જ રહું છું અને મને પ્રત્‍યેક વખતે એમ થાય છે કે આપણે આવા ન બની શકીએ.

  એક માનવીય મૂલ્‍યોને ઉત્‍તમ કક્ષાએ લઇ જતાં દર્શાવાયા છે.

  હું ઇચ્‍છું કે ડો. વીજળીવાળા અનંત કક્ષાએ આવી માનવીય મૂલ્‍યોને સ્‍પર્શતી વાતો લખે જેથી આપણાં મનનું યાંત્રિકીકરણ થતું અટકે. અને તો જ સમાજ અને કટુંબ રચના જેવી વ્‍યવસ્‍થાઓ ભવિષ્‍યમાં જોવા મળશે.

 27. વત્‍સલ વોરા says:

  સોરી,
  એક ભૂલ થઇ ગઇ છે માત્ર નીચેના વાકય પછી પ્રશ્‍નાર્થ કરવાનો રહી ગયેલ છે.
  ‘‘આપણે આવાં ન બની શકીએ ?‘‘

 28. અતુલ જાની (આગંતુક) says:

  પોતાના તબીબી જ્ઞાનથી બાળકોના આરોગ્યની જાળવણી કરનાર ડોક્ટર સાહેબ આપ આપના સાહિત્યના જ્ઞાનથી સમાજમાં મૂલ્યોની પણ જાળવણી કરવાનો ભગીરથ અને સફળ યત્ન કરી રહ્યા છો તે પણ ખરેખર અદભુત જ છે.

 29. saurabh desai says:

  bring tears in eyes…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.