અમદાવાદની ‘સેવા કાફે’ – હરસુખ થાનકી

[‘હલચલ’ સામાયિક (કોલકતા) માંથી સાભાર.]

સાથે રમીએ… સાથે જમીએ…. સાથે કરીએ સારાં કામ……

પ્રાથમિક શાળામાં ભણાવાતી આ કવિતા આજના જમાનામાં કોઈ હોટલનો સેવામંત્ર હોઈ શકે એવું કોઈ કહે તો ભાગ્યે જ માનવામાં આવે. જો કોઈ એમ કહે કે અમદાવાદ જેવા શહેરમાં સી.જી. રોડ જેવા અતિ મોંઘા વ્યાવસાયિક એરિયામાં એક આલીશાન શોપિંગ આર્કેડમાં એક હોટલ એવી પણ છે જેનો ધ્યેય માત્ર સેવા થકી સારાં કામ કરવાનો છે, આ હોટલ રોજ સાંજે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી જ ખૂલ્લી રહે છે, રોજ માત્ર પચાસેક ગ્રાહકોને જ એટેન્ડ કરવામાં આવે છે (શનિ-રવિએ 65 ગ્રાહકો), રોજ માત્ર ગણતરીની સાતેક વાનગી જ પીરસાય છે, અને મેનુમાં ભાવ લખેલા હોતા નથી, જમી લીધા પછી ગ્રાહકે તેમની મરજીમાં આવે એ બંધ કવરમાં આપવાનું હોય છે અને દર સોમવારે આ હોટલ બંધ રહે છે, તો પણ આ વાત કોઈ માનવા તૈયાર ન થાય, પણ આ સાવ સાચી વાત છે. સી.જી રોડ પર મ્યુનિસિપલ માર્કેટની સામે આવેલા શોપર્સ પ્લાઝાના ચોથા માળે ચાલતી આ હોટલનું નામ છે ‘સેવા કાફે’ ફોન : +91-79-32954140

સેવા કાફે. આ હોટલના સંચાલકો જોકે ‘સેવા કાફે’ ને હોટલ કે રેસ્ટોરાં કહેતાં નથી. કારણ કે તેઓ લોકોને વાનગીઓ પીરસીને તેમની પાસેથી જે મેળવે છે એ તેમનો વ્યવસાય નથી કે એ દ્વારા તેમનો નફો કમાવવાનો ધ્યેય નથી. માત્ર સેવાને જ વરેલા આ લોકોને પોતાના નામની પ્રસિદ્ધિ થાય એમાં પણ રસ નથી, અને એ વાત પણ કમસે કમ એ રીતે તો નવાઈ પમાડનારી છે કે આજે તો સેવા કરતી મોટા ભાગની સંસ્થાઓને વધુમાં વધુ પ્રસિદ્ધિ થાય એમાં વધુ રસ હોય છે !

આ જમાનામાં પૈસા વિના ક્શું જ થઈ શકતું નથી, એમ કહેવાય છે અને મહદઅંશે એ સાચું પણ છે, પણ ‘સેવા કાફે’ દ્વારા એ પણ સંદેશો અપાઈ રહ્યો છે કે પૈસા વિના ઘણું થઈ શકે છે. ‘સેવા કાફે’ નો જ દાખલો પૂરતો છે. ‘સેવા કાફે’ માં રસોડામાં રોજ આવીને જે છ જણા વિવિધ વાનગીઓ બનાવે છે, તેમને એક ચોક્કસ રકમ પગાર પેટે ચૂકવાય છે, તેને બાદ કરતાં અહીં સંચાલકોથી માંડીને વેઈટરો સહિતના જેટલા પણ કામ કરનારા છે તેમને કશું ચૂકવાતું નથી. વેઈટરો સ્વયંસેવકો છે અને સેવા કરવાની ભાવનાથી અહીં આવે છે. આમ તો ‘સેવા કાફે’ રોજ સવારે સાડા દસ વાગ્યે ખૂલી જાય છે, પણ કૂકિંગ સ્ટાફ અને બીજા સ્વયંસેવકો બપોર પછી આવવાના શરૂ થાય છે. સાંજે સાતેક વાગ્યાથી ગ્રાહકો આવવાના શરૂ થાય છે. જેઓ પહેલી વાર આવે છે તેમને ‘સેવા કાફે’ નો ઉદ્દેશ જણાવતું સાહિત્ય આપવામાં આવે છે. ગ્રાહક જમી લે એટલે વેઈટર તેમને એક ખાલી કવર આપે છે, જેમાં ગ્રાહકે પોતાની મરજી મુજબ જે કંઈ રકમ મૂકવી હોય તે મૂકવાની રહે છે. ગ્રાહકે કવરમાં કેટલી રકમ મૂકી એ જોવામાં આવતું નથી.

‘સેવા કાફે’ની પ્રવૃત્તિ જો કોઈને ગમી જાય ને તેને પોતાને પણ કોઈ એક દિવસ અહીં આવીને સેવા કરવાની ઈચ્છા થાય તો તેણે કમ સે કમ એક દિવસ પહેલાં નામ નોંધાવી દેવું પડે છે. ‘સેવા કાફે’નું સંચાલન સુપેરે ચાલે તે માટે રોજ 11 જેટલા સ્વયંસેવકોની જરૂર પડતી હોય છે, પણ કમસે કમ સાત-આઠ સ્વયંસેવકો તો કોઈ પણ હાલતમાં જોઈએ જ. તેનાથી ઓછા હોય તો તકલીફ પડી જાય. એવું ન બને તે માટે અગાઉથી જ તેમની નોંધણી કરાતી હોય છે. તે છતાં ક્યારેક સંખ્યામાં ગાબડું પડે એવું લાગે તો તેમની પાસે એવા સ્વયંસેવકોનું પણ એક લિસ્ટ છે જેમાંથી તેઓ કોઈને ગમે ત્યારે બોલાવી લેતા હોય છે. સામાન્યપણે સ્વયંસેવકોમાં તરુણો અને યુવાનોની સંખ્યા વિશેષ હોય છે, કારણ કે જેમની પાસે સમય હોય તેઓ આવી શકતા હોય છે એટલે નોકરિયાતો કે વ્યવસાયીઓ એટલો સમય ભાગ્યે જ કાઢી શકતા હોય છે. ગૃહિણીઓ પણ આવે છે. નિયમિતપણે આવનારી બે-ત્રણ મહિલાઓની ઉંમર તો ખાસ્સી 60 વર્ષથી વધુ છે. એક વૃદ્ધા તો લગભગ 75 વર્ષના છે, પણ અવારનવાર અહીં સેવા આપવા આવી પહોંચે છે.

શનિ-રવિને બાદ કરતાં ‘સેવા કાફે’ માં રોજ માત્ર પચાસ ગ્રાહકોને જ એટેન્ડ કરાય છે. શનિ-રવિએ આ સંખ્યા 60 થી 65 જેટલી હોય છે. પણ જો ફૂડ, વધારે હોય અને ગ્રાહકો આવી જાય તો તેમને એટેન્ડ કરી લેવાતા હોય છે. ‘સેવા કાફે’ જ્યારે શરૂ કરાયું હતું ત્યારે ગ્રાહકોની સંખ્યાની આવી કોઈ મર્યાદા રાખી નહોતી, પણ ત્યારે રોજ કેટલા જથ્થામાં વાનગીઓ બનાવવી એ ખ્યાલ આવતો નહોતો, એટલે રોજના પચાસ ગ્રાહકોની સંખ્યા નિશ્ચિત કરી દેવાઈ.

‘સેવા કાફે’ સાથે સંકળાયેલા કેટલાક લોકો સક્રિય કર્મશીલો છે અને કોઈ ને કોઈ એનજીઓ સાથે સંકળાયેલા હોય એવું બને, પણ ‘સેવા કાફે’ પોતે કોઈ એનજીઓ સાથે કે કોઈ સંસ્થા સાથે સંકળાયેલી નથી. કેટલાક લોકોએ ભેગા થઈને આવું કંઈક કરવું જોઈએ એવો વિચાર કર્યો હતો તેમાં લાંબો સમય ચાલેલી ખાસ્સી મથામણને અંતે ‘સેવા કાફે’ નો જન્મ થયો. 2007ના મે મહિનાની 13મીએ ‘સેવા કાફે’ ને 19 મહિના પૂરા થશે. છેલ્લા બે-ત્રણ મહિનાને બાદ કરતાં ‘સેવા કાફે’ ખોટમાં જ ચાલી છે. એ ગાળા દરમ્યાન લગભગ પોણા બે લાખ જેવી ખોટ થઈ છે. હવે સરભર થઈ રહે છે, પણ ‘સેવા કાફે’ પાછળનો હેતુ નફાનો છે જ નહિ, એટલે એ બાબતને કોઈ મહત્વ અપાયું નથી, પણ અહીં આવનારા ગ્રાહકોમાં કે સ્વયંસેવકોમાં સેવાની ભાવના વિકસે એકમેકને મદદરૂપ થવાની ભાવના વિકસે અને આમ સેવાકાર્યોનો ગુણાકાર થતો રહે એ ‘સેવા કાફે’ નો એક હેતુ છે.

‘સેવા કાફે’ નો એક મહિનાનો ખર્ચ કેટલો થયો અને સામે ગ્રાહકોએ કવરમાં મૂકીને શું આપ્યું વગેરેનો હિસાબ જાહેરમાં મૂકવામાં આવે છે. જે કંઈ આવક થાય તેમાંથી દર મહિને જરૂરિયાતમંદ એક-બે પરિવારને એડોપ્ટ કરવામાં આવે છે. જેમ કે એપ્રિલ માસમાં એવી બે બહેનોને મદદ કરાઈ જેઓ ફુગ્ગા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. જો શાકભાજીની લારી મળી જાય તો પરિવારના ગુજરાનમાં થોડી રાહત થઈ જાય એવી આ બહેનોની જરૂરિયાત હતી. તેમની એ જરૂરિયાત પૂરી કરી દેવાઈ છે.

‘સેવા કાફે માત્ર વાનગીઓ જ પીરસે છે એવું નથી. અહીં એક નાનકડી લાઈબ્રેરી પણ છે. જેમાં ભેટમાં આવેલાં પુસ્તકો છે. લાઈબ્રેરીની આ જગ્યાનો ઉપયોગ સવારે સાડા દસથી સાંજે લગભગ સાડા પાંચ સુધી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જેમને સમય પસાર કરવો હોય તેમના માટે ડ્રોઈંગ મટિરિયલ છે. ચિત્રો દોરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. તબલાંની એક જોડ પણ છે. કોઈને શોખ હોય તો તબલાં વગાડી શકે. પુસ્તકાલયમાં એક નાનકડી આર્ટ ગેલેરી પણ છે. જેઓ શહેરની આર્ટ ગેલેરીઓમાં પોતાની કૃતિઓનું પ્રદર્શન કરી શકે તેમ નથી તેઓ અહીં તે કરી શકે છે.

દર સોમવારે બંધ રહેતી ‘સેવા કાફે’માં રોજ લગભગ સાતેક વાનગીઓ મળે છે. જેમાં એક જ્યુસ, એક ડેઝર્ટ, બે હેવી અને બે લાઈટ વાનગીઓ હોય છે. કોઈ સેવાભાવી વ્યક્તિ પોતે ખાસ વાનગી બનાવવા ઈચ્છતું હોય તો તેમની પણ સેવા લેવાય છે. જેઓ રોજ કૂકિંગ માટે આવે છે એ છ જણા કોઈ પ્રોફેશનલ કૂક નથી. તેઓ પણ અહીં જ બધું શીખ્યા છે.

હવે તો ‘સેવા કાફે’ ની સુવાસ અમેરિકા સુધી પહોંચી છે. અમેરિકાથી પંદર જેટલા બિનનિવાસી ગુજરાતીઓ અહીં આવ્યા હતા અને લગભગ પંદર દિવસ અહીં રહ્યા હતા. અમેરિકા જઈને પહેલાં તેમણે કેલિફોર્નિયામાં અને હવે બર્કલેમાં ‘સેવા કાફે’ શરૂ કરી છે. જો કે સમયના અભાવે તેઓ માત્ર શનિવારે જ ‘સેવા કાફે’ ખૂલ્લું રાખે છે. ‘સેવા કાફે’ કોઈ વ્યાવસાયિક સંસ્થા નથી એટલે તેનું સંચાલન પણ એ રીતે જ થાય છે. સંચાલકોની ન કોઈ મીટિંગ કે ન કોઈ દેખરેખ. ઘણા સેવાભાવી મિત્રોના ડોનેશનથી શરૂ થયેલી ‘સેવા કાફે’. હવે તો ‘માઉથ પબ્લિસિટી’ થી ખાસ્સી જાણીતી બની ગઈ છે, પણ હજી ઘણા અમદાવાદીઓ આ કોન્સેપ્ટ સમજી શકતા હોય એવું લાગતું નથી. જેઓ માત્ર હોટલ સમજીને જ અહીં આવે છે તેઓ ‘કોઈ સ્કીમ છે કે કેમ !’ એવું પૂછવાનું ચૂકતા નથી. એવા લોકોને સમજાવવાનો પ્રયાસ કરાય છે કે ‘સેવા કાફે’ કોઈ હોટલ કે રેસ્ટોરાં નથી. અહીં પ્રસાદ મળે છે. અહીં એવો સંદેશો મળે છે કે આપણે સમાજ માટે શું કરી શકીએ છીએ એ આપણા હાથમાં છે.

[તંત્રીનોંધ : ‘સેવા કાફે’ ના સ્વાનુભવ વિશે દસમા ધોરણમાં ભણતી અને રીડગુજરાતીની વાચક દ્રષ્ટિ પ્રજાપતિએ અમદાવાદથી જણાવ્યુ હતું કે વેકેશનમાં તે પ્રથમ વખત જ્યારે આ રેસ્ટોરાંમાં ગઈ ત્યારે તેને ખૂબ અચરજ થયું અને તે પછી તેને પણ સેવા કરવાની ઈચ્છા થઈ. બીજે દિવસે તેણે નામ નોંધાવીને પોતાની સેવા આપી. અહીં કાફેમાં નવોદિત સેવા આપનારને પ્લેટ સાફ કરવાનું કે બીજા નાના મોટા કામ શીખવાડાય છે. પછી જેમ જેમ અનુભવ પ્રાપ્ત થતો જાય તેમ ઑર્ડર લેવાનું વગેરે કામ સરળતાથી શીખી શકાય છે. પણ એ કાર્ય કરવાનો અનુભવ સાચે જ અવિસ્મરણીય હોય છે. વળી, કામ કરવાનો પણ એટલો જ આનંદ આવે છે. જાણે કોઈ અલગ જ વાતાવરણમાં આવ્યા હોઈએ એવો અનુભવ થાય છે.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભગવાન શ્રીકૃષ્ણની દિનચર્યા – શ્રીમદ ભાગવત
ખેલંદો – રિદ્ધિ દેસાઈ Next »   

40 પ્રતિભાવો : અમદાવાદની ‘સેવા કાફે’ – હરસુખ થાનકી

 1. ABC says:

  Nice Concept! I would try to visit this place during my next visit to Ahmedabad.

 2. payal dave says:

  khub j saras 🙂 POTANA MATE TO BADHA J KARE PAN BIJA NA MATE KAI KARI CHUTE TE NU JIVAN SARTHAK GANAY…..HU CHOKKS AA PLACE NI MULAKAT LAISH…..

  PAYAL DAVE

 3. Maitri Jhaveri says:

  ખુબજ સરસ આજે પન દુનિયામા આવિ ભાવના પ્રવર્તે ચ્હે એ જાનિ ને ખુબ જ ખુશિ થઇ, હવે હુ જયારે પન અમદાવાદ જઇસ, “સેવા કાફે નિ મુલાકાત ચોક્કસ્ લઇસ.

 4. માન્યામાં ન આવે એવી ‘સેવા’. અત્યંત સુંદર સેવા.

  હું અમદાવાદ જઈશ ત્યારે અચુક મુલાકાત લઈશ.

  આભાર!

 5. JITENDRA TANNA says:

  સરસ લેખ્ એક વસ્તુ ઉમેરવાની કે મેં એવું સાંભળેલુ છે કે આ સેવા કાફે અમદાવાદની આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થિઓ ચલાવે છે તથા વેઇટર તરીકે પણ તેઓ સેવા આપે છે.

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Very good……Sure I will visit this place once…….

 7. ખુબ જ ઉન્નત કાર્ય… મુલાકાત ચોક્કસ લઈશ…

 8. KavitaKavita says:

  Next time I am in India, my first outing will be “Seva Cafe”.

 9. SAMIR PANDYA says:

  OH HO HO
  WONDERFUL CONCEPT . . .THOUGH LIVING IN AHMEDABAD SINCE 35/37YEARS I NEVER HEARED OF THIS PLACE . .
  THANKS FOR PUBLISHING SUCH A NICE CONCEPT. .

  PROUD TO HAVE SUCH A NOVEL CONCEPT WORK IN AHMEDABAD . . . SURE SHALL VISIT AT EARLIEST . .

 10. Govind B. Chauhan says:

  Really heart-touching matter. Myself visiting Ahmedabad every month and returning by S.T. in the afternoon. However, in my next visit to Ahmedabad, I shall take an opportunity to pay my respect to the persons engaged in such ‘Seva’ and return to my town by same day late night train. Will there any prior appointment required ? or is it on ‘first come, first served’ basis ?

 11. જીગર says:

  ઘણું સરસ..વાંચીને ઘણો આનંદ થયો, આવતી અમદાવાદ મુલાકાત વખતે સેવા કેફેની મુલાકાત પાક્કી જ સમજો ..અને હા આશા રાખીએ કે આવી પ્રવ્રુત્તી ગામે ગામ વિકસે

 12. riddhi says:

  જ્યોત થી જ્યોત પ્રકટે…
  આવો સુન્દર article આપવા બદલ આભાર્…

 13. Kanan Shah says:

  Friends, don’t forget to visit ‘banas-craft’ when you visit seva cafe. Its from same institute and serves same kind of purpose.

 14. Keyur Pancholi says:

  Very nice concept. I wish I knew this before when I was visiting Ahmedabad late last year.
  Thanks for publishing this information.

 15. Vaishali says:

  મે આ સેવ કાફે નિ મુલકાત. i have been there once. the place is very beutifuly decorated . also they have a small “khadi bhandar” there. must go place. even i know 1-2 person giving Seva there. they are really doing this from the soul of their heart. salute to all…

 16. Ankita says:

  This is something new I did not know before. Thank you for the information. Is there any way, we can send them money without visiting the place?

  If anybody has idea, please inform me.

  Thank you.
  Ankita

 17. Keyur Patel says:

  અમદાવાદ વીષે ઘણું નથી જાણેલું. એમાં એક નો વધારો થયો. સુંદર માહિતિ. આભાર્………..

 18. Ashish says:

  ન્યુ જર્સીમા ઓ કટ્રી રોડ પર આવુ કાઇ થાય?

 19. સેવા કાફે યુટ્યુબ વિડીઓ જુઓઃ http://www.youtube.com/watch?v=b0V1XVzD7ik અને સેવા કાફેની વેબસાઈટ જુઓઃ http://www.sevacafe.org

 20. Kanan Shah says:

  Ankita, you can donate to Seva Cafe here is the link

  http://www.sevacafe.org/index.php?option=com_content&task=view&id=14&Itemid=41

 21. કલ્પેશ says:

  આપણા ઘરમા આપણે વાસણ કદાચ ન માંજીએ પણ જાહેરમા આ કામ કરવાથી શરમ (ખોટી) દુર થાય છે.

  સેવા કાફૅમા કામ કરવાથી સેવા કર્યાનો આનંદ અને કોઈપણ કામ નાનુ નથી એ ભાવના દ્રઢ થાય.

 22. કલ્પેશ says:

  આ ઉપરાંત જાહેરમા કામ કરવાથી આત્મવિશ્વાસ વધે અને સમાજોપયોગી કાર્ય કરવા લોકો આગળ આવી શકે.

 23. VIVEK PATEL says:

  What a fantastic Article,,
  swear to god, i will be there next year on my next vacation to ahmedabad, india.
  i was looking for an occation to go to india and i got it. really an activity like this can promote others, give them courage and make them enthusiastic. once again i am very impressed.

 24. suresh patel says:

  ંંૅSEVA SADAN NI SEVA NO LABH LEVA JEVO LAGE CHHE…
  SEVA KARVANO PAN CHANS LEVO JOIYE…..

 25. vaibhav Pancholi says:

  આ તો ખુબ સરસ વાત ચ્હે.અને આ વાત જો દરેક શહેર મા ચાલુ થાય તો દેશ મા થિ ગરિબિ જલ્દિ દુર થશે અને લોકો ભુખ માટે જે ખોટો રસ્તો અપ્નાવે ચ્હે તે બન્ધ થૈ જશે.

 26. Minaxi says:

  I will definately visit the place when I wiil be in Ahmedabad.Can u provide E mail address of the institute & information that how we can donate oney or books or any other required things

 27. વિનય says:

  સેવા કાફેનું ઇમેઈલ આઈડી

  મિનાક્ષીબેન,

  આગળ ઉપર મારી અને કાનન શાહની કોમેન્ટ્સમાં સેવા કાફેની લિન્ક્સ આપેલી છે. સેવા કાફેને આ ઇમેઈલ આઈડી પર સંપર્ક કરી શકો છો: sevacafe@gmail.com

 28. Ramesh Desai says:

  I have been out side India for almost over half a century,this truly civilized concept makes me proud of being AMADAVADI.\my wife and Iwill certainly visit you,next january.
  Best of luck

 29. Niranjan Waghela says:

  પ્રિય વિનયભાઇ,

  અમદાવાદ આવવાનૂ થશે ત્યારે જરુરથી
  સેવા કાફે આવીશ

  નિરૂ વાઘેલા

 30. અતુલ જાની (આગંતુક) says:

  ખુબ સુંદર કાર્ય છે. ગુજરાત અને અમદાવાદમાં કદાચ આ થોડું નવાઈ-ભરેલું લાગે અને ભારતની બહાર તો કદાચ આશ્ચર્ય જ લાગે પરંતુ અમને સૌરાષ્ટ્રવાસીઓને આ બધી બાબતો અચરજ ભરેલી નથી લાગતી. અહીં સૌરાષ્ટમાં ગામે ગામ નાના મોટા આશ્રમો અને સંતો મહંતોની જગ્યાઓ હોય છે કે જે નાના મોટા અન્નક્ષેત્રો ચલાવતા હોય છે અને રોજે રોજ ભક્તોને, ગરીબોને, અતિથિઓને વિના મૂલ્યે ભોજન ભાવ-પૂર્વક પીરસતાં હોય છે.

 31. Mazhar parekh says:

  SIR

  I read few lines of article , I got new aida to help needy people,
  thats true if u want to help,you need determination and money too.

  thanks for new idea

 32. Dasharath Thakkar says:

  હરસુખભાઈ, સેવા કરીને કાફેની મુલાકાત માણવાનો રસ્તો સરસ બતાવ્યો.અમદાવાદમાં આવી જગ્યા એ ગૌરવની વાત ગણાય.જરૂરથી મુલાકાત લઈશ.આવી રસપ્રદ માહિતિ આપતા રહેજો.આભાર..

 33. Jitendra Joshi says:

  Wonderful,I never thought this could be true.I hope to visit this place
  next time when I am in India.

 34. જય પટેલ says:

  નવા વાઘાં પહેરીને આવેલું અમદાવાદનું આ આધુનિક અન્નક્ષેત્ર ગમ્યું. ગુજરાત માટે અન્નક્ષેત્ર એ કાંઈ નવાઈ નથી..કાળક્રમે તેનાં રુપરંગ બદલાય તે ના સમજાય તો જ નવાઈ લાગે. આ અન્નક્ષેત્રની ટ્રાંનસ્પરસી ગમી જે કાંઈ નવું ગણી શકાય..અને આવકમાંથી જરુરતમંદોને મદદ કરવાની ભાવના..

  અને…
  કોઈ સ્કીમ છે કે કેમ..

  રંગ રાખ્યો બોસ…

 35. Pravin Shah says:

  સેવા ની પ્રવ્રુતિ જાણિ ને ખુબ આનન્દ થયો. હુ પણ હવે સેવા આપવા જઇઇશ જ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.