ગઝલત્રયી – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

[ અભ્યાસે એમ.એ (અંગ્રેજી) તેમજ વ્યવસાયે શ્રી અરવિંદ મીલ્સના ‘રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ’માં કૉ-ઑર્ડિનેશન સંભાળતા શ્રી શૈલેષભાઈ (કલોલ) પોતાની પ્રત્યેક ગઝલમાં એક અનોખી ‘ભીનાશ’ લઈને આવે છે. તેમની ગઝલોએ કાવ્ય સંમેલનોમાં ખૂબ જ દાદ મેળવી છે. રીડગુજરાતીને આ સુંદર ગઝલો મોકલવા માટે શ્રી શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે bhinash@gmail.com પર સંપર્ક કરી શકો છો.]

[1] સમયની કોઈ રગ નથી

મારી અધૂરી વારતા અમથી અલગ નથી
આભાસ એવો છે ધરા પર ક્યાંય પગ નથી.

સમજી ગયો છું આપણું જીવન પ્રવાસ છે
પકડી બતાવું પણ સમયની કોઈ રગ નથી.

સંબંધમાં સંવાદ તો પથરાઈ પણ ગયો,
ઉચ્ચારવા જેવી હૃદયની ખાસ વગ નથી.

આકાર ઝળહળતો બતાવું યાદ કર મને,
હું રોજ રાત્રે સળગી જાઉં એવી શગ નથી.

સારું થયું તેં સાચવી લીધી સવારને,
ચંચળ છે મન, આ સાંજ પણ મારી અડગ નથી.


[2] હું વાત માંડુ તો

કારણ વગર છલકે હજી ખોબો ભરી-ભરી
હું વાત માંડુ તો રડે આંખો ફરી-ફરી.

પાછું મને લૈ ભાગવું છે ક્યાં દીવાલને ?
પૂછ્યું હતું મેં બારણું આડું કરી-કરી.

રંગો ફરે છે હાથમાં પીંછી લઈ સતત,
બેસી રહે છે યાદ પણ દશ્યો ધરી-ધરી.

તારી અસરથી છૂટવાનું કામ ક્યાં સરળ…?
સંવેદના પણ ફૂટતી કાયમ ખરી-ખરી.

ભીતર ગયો છું ત્યારથી તૃપ્તિ થઈ ગઈ,
ડુબી જવાનું આવડ્યું નાહક તરી-તરી.

[3] ક્યાં તોય સૌની આંખમાં…

મારી હયાતી રોજ તારી આસપાસ છે.
તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે.

વાતાવરણને જોઈ હું લઉં છું રડી જરા,
મારા બધાયે ઓરડે સૂકું જ ઘાસ છે.

નાહક નફા-નુકશાનનો કાયમ હિસાબ કર,
મારી વ્યથામાં ક્યાં કશું તારાથી ખાસ છે !

ક્યારેક પ્યાસાની નજરથી એને જોઈ લે,
દરિયો એ બીજું કૈં નથી મૃગજળનો ભાસ છે.

અંતિમ સમયમાં સાથ કેવળ સૂનકાર છે.
ક્યાં તોય સૌની આંખમાં આજે ‘ભીનાશ’ છે…?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખેલંદો – રિદ્ધિ દેસાઈ
શિક્ષક અને વિદ્યાર્થી – સંકલિત Next »   

35 પ્રતિભાવો : ગઝલત્રયી – શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

 1. Avani says:

  Very very nice gazals…. Sache khub j bhinash vali che…

 2. przshant says:

  wow,dil ne sparssh kari gayi bahu a j saras che
  j e pan lakhi che e great hase definately

 3. સુંદર ગઝલો…. અભિનંદન…

 4. Paresh Rathod says:

  Really too good.
  I am very thanks to
  shailesh ‘Bhinash’ who give me this URL as gift because I Love Gazals, it is not only gazals but too good (no word to explain) gazals.

 5. mrudula.parekh says:

  સરસ ભળી ગઇ ,મળી ભીનાશ.

 6. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice Gazals Shileshbhai….

  “મારી હયાતી રોજ તારી આસપાસ છે.
  તું શોધ તારા રક્તમાં મારો જ શ્વાસ છે.”

  Great…..Keep it up.

  “‘Binash’ Ma Bhali Gayi Chhe Gazal Ni Bhinash….”

 7. chaitanya says:

  nice gazals…very good…

 8. ક્યારેક પ્યાસાની નજરથી એને જોઈ લે,
  દરિયો એ બીજું કૈં નથી મૃગજળનો ભાસ છે.
  ——————–

  એક વધુ ઉમદા કવિની મુલાકાત થઈ,
  માણતા રહીશું અહીં તમને હવે ફરી-ફરી..

  ખુબ જ સુંદર ગઝલો શૈલેષભાઈ…

 9. Keyur Patel says:

  ગઝલો સુંદર છે. આભાર.

 10. Ashish Dave says:

  Simply great…

 11. samir says:

  That’s it!

 12. viral mehta says:

  Mr. Pandya………………………………………………..keep it up.

 13. dixitdabhi(creative cyber,kalol) says:

  shaileshbhai,
  very nice, and keep it up,
  iam very imress you because of you are our town person

  dixit

 14. hardwar says:

  navi gujrati gazalma je bhinash avi tema shaileshni khalkhal vheti kalamne yad karvi j rahi. khuda kare kalam….

 15. vinay singh says:

  dear shailesh,

  you are really great,i am proud of you.
  wish you all the best for ur future GHAJALS.
  I will always remeber you..
  keep it up…

 16. KAVI says:

  Very Good Gazals
  “ભીતર ગયો છું ત્યારથી તૃપ્તિ થઈ ગઈ,
  ડુબી જવાનું આવડ્યું નાહક તરી-તરી.”
  keep it up…….

 17. hatim hathi says:

  “Bhinash”ketli bhinash je aamne palali gai gajal haju aapni lambi majal 6e khuda aapni gajalo ne our kamiyab kare aamin.

 18. anilchavda says:

  very good………….

 19. kuldeep says:

  nice..

 20. manu says:

  saras…..

 21. tulasipatel says:

  gami gai

 22. vhishal says:

  gujarati gazalo sundar hoy6

 23. kuldeep says:

  nice…………………

 24. Percocet withdrawal symptoms….

  Percocet withdrawal symptoms. Percocet….

 25. અતુલ જાની (આગંતુક) says:

  સુંદર ગઝલો, વાતાવરણમાં “ભીનાશ” પ્રસરી ગઈ.

 26. chauhanji says:

  GOOD………….

 27. Manoj Kharb says:

  good

 28. mitesh says:

  it’s a very nice.
  keep growth like gazal MR.pandya.
  best of luck…….
  for what is next???????

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.