બંધનમાં મુક્તિ – પૂજા શાહ

[ તાજેતરમાં બી.ઈ. કોમ્પ્યુટર સાયન્સ ભણીને ‘સી.યુ. શાહ કૉલેજ ઑફ એન્જિનિયરીંગ ઍન્ડ ટૅકનોલોજી’ (વઢવાણ) ખાતે લૅક્ચરરની ફરજ બજાવતા કુ. પૂજાબેનનું ‘બંધનમાં મુક્તિ’ નામનું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે તે ફકત ‘પ્રેમ’ – એવા એક જ શબ્દ પર રચાયું છે. તમામ કાવ્યોના શીર્ષક ‘પ્રેમ એટલે…’ શબ્દથી શરૂ થાય છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ પૂજાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે er.poojashah.ce@gmail.com અથવા +91 9825434173 પર સંપર્ક કરી શકો છો. ]

[1] પ્રેમ એટલે… સંતોષ

ક્યારેય નહોતી વિચારી એવી સ્થિતિ;
ન સહેવાય કે કહેવાય એવી સ્થિતિ.

જીવનનો સાર છે હવે પામી લીધો;
મોક્ષ ચહું નહીં, જો, તને પામી લીધો.

તું આકાશ ને તું જ ધરતી મારી;
એક તો સમય હશે, બની રહીશ હું તારી.

ડરું છું ક્યાંક તું દૂર ન થઈ જાય;
જીવન જીવવા કરતાં સહેવાનું ન રહી જાય.

કદાચ જો તું સમજે મારી લાગણીનો સમન્દર;
તો એના હર બુંદમાં જોજે તને ઓ હમસફર.

[2] પ્રેમ એટલે…. નિખાલસતા

મને ગમે છે તું
ને તને ગમી ગઈ હું;
તો પછી શાને કાજ
શરમાઈને ચૂપ રહું ?

ચાહુ, જણાવું હું બધાંને
મને એ મળી ગયું,
જેને પામીને તો મારું
સપનું હકીકત થયું.

મનમાં અનેક સવાલો
હતા વિના જવાબ,
સવાલો એ હલ થયા ને
મળ્યું સુખ લાજવાબ.

આંખોમાં હવે આંજું
પ્રેમનું જ કાજળ,
પ્રેમ જ વરસાવે
આભમાંથી વાદળ.

પ્રેમ જ કણકણમાં
પ્રાણ પૂરી રહ્યો !
પ્રેમ જ જીવન રંગોળીમાં
રંગ ભરી રહ્યો.

પ્રેમ શ્વાસમાં, પ્રેમ પ્યાસમાં
પ્રેમ દીસે હરદિશ;
પ્રેમ આપી જીવન મારું
સફળ કર્યું ઓ ઈશ !

[3] પ્રેમ એટલે… શબ્દો

શબ્દોથી વણાતાં વાતોનાં વસ્ત્રો;
શબ્દોથી જ ભોંકાતાં શૂળ-શાં શસ્ત્રો.

શબ્દોની રમતમાં હોય જે પાવરધા;
દુનિયાને તો જીતી લે છે એ બંદા.

શબ્દોને ગમે તેમ બહાર લાવી દો,
નહિંતર એ તોડશે ક્વચિત્ શિસ્ત-કાયદો.

શબ્દો મનમાં રહી જ્યારે બને વિચાર,
અચાનક બહાર આવી કરે લાચાર.

શબ્દોથી જીતવા શબ્દોનો સાથ લો,
કડવા શબ્દોને પ્રેમથી માત દો.

[4] પ્રેમ એટલે….. શોધ

ભીંતરમાં છે છુપાયો;
આતમમાં તું ઘૂંટાયો,
છતાં હજુ પરાયો !
કહે ક્યાં છે તું પિયુ ?

સપનાંમાં તું મલકાયો;
પવન બની લહેરાયો;
સ્પર્શી ગયો સવાયો
કહે ક્યાં છે તું પિયુ ?

સાગરમાં તું સમાયો;
આ દિલમાં તું સચવાયો;
આ આંખમાં છલકાયો !
કહે ક્યાં છે તું પિયુ ?

જાણ્યો છતાં અજાણ્યો
કોણ છે એ ભેદ ન જાણ્યો !
હવે સામે આવ, સાવરિયા !
અરે ! ક્યાં છે તું પિયુ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અબોલા – અલતાફ પટેલ
શિક્ષણ – રાજેન બ્રહ્મભટ્ટ Next »   

52 પ્રતિભાવો : બંધનમાં મુક્તિ – પૂજા શાહ

 1. manoj patel says:

  પ્રેમના એટલા રુપ છે કે ક્યારેક તો સમજાતુ પણ નથી કે કયા સમયે એ કયા રુપમા અભિવ્યક્ત થાય છે.

  કેહ દો, મુખાલીફ હવાઓં સે કેહ દો ! મોહબ્બત કા દિયા તો જલ્તા રહેગા…
  યહાં કિતની હી નદીયાં, કિતને હી દરીયે, યૅ પાની તો સાગરમેં મીલતા રહેગા…

  where there is LOVE, there is a way…

 2. KUNJAL MARADIA says:

  Pujaben, premni bahu sundar abhivyakti chhe.

 3. anamika says:

  સરસ…

 4. shraddha chauhan says:

  kharekhar,adbhut!!!!

 5. Mamata & Ketan says:

  Great work. A true definition of love. Selflessness and openness are the essential requirement of love.

 6. Falguni Dharodiya says:

  પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરતું ખુબજ સરસ કાવ્યસંગ્રહ છે. તેમા પ્રેમના દરેક રંગો ને સમાવી લેવામા આવ્યા છે.આટ્લી નાની વયે આવડી મોટી ઉપ્લબ્ધ્ધિ બદલ પુજા ને ખુબજ અભિનંદન.ઉતરોતર પ્રગતિ સાધે તેવી હ્રદય્પુર્વક ની શુભકામનાઓ સહ્

  With Love……Falguni Dharodiya

 7. Keyur Patel says:

  તમે કરજૉ પ્રેમની વાતો
  ને અમે કરીશું પ્રેમ્….

  અતિ સુંદર!!!!!

 8. Avani says:

  Dear Pooja

  Couldn’t find enough words to say how lovely and beautiful u r writing.. And subject u have chosen “Love” one of the toughest and deepest emotion we can share but u present it so simply and beautifully. Congrats… and keep it up…

 9. Nisha says:

  પ્રેમ…..ખુબજ ગહેરો શબ્દ……..મે તારો કાવ્યસન્ગ્રહ વાચ્યો………..
  જીવનનો સાર છે હવે પામી લીધો;
  મોક્ષ ચહું નહીં, જો, તને પામી લીધો.
  વાહ! કેવિ અદભુત વાત્ !
  ઉતરોતર પ્રગતિ સાધે તેવી હ્રદય્પુર્વક ની શુભકામનાઓ સાથે,

  નિશા

 10. Hiral Thaker 'Vasantiful' says:

  very nice realy…….Realy once someone get love that person never want ‘Mokha’….You are right…..

 11. Falguni Dharodiya says:

  Your’s is a wonderful composition!! It really teaches the meaning of the pious word “Love”. Your lucid style has made it more powerful! May Almighty Bless u !!!!

  with “LOVE”
  Hema

 12. Hema Dhadhal says:

  Your’s is a wonderful composition!! It really teaches the meaning of the pious word “Love”. Your lucid style has made it more powerful! May Almighty Bless u !!!!

  with “LOVE”
  Hema

 13. hiral shah says:

  that’s realy nice

 14. dr. chacha says:

  congrtulations! an engineer with a poem!!really a good effort to define a parmeter which is not definable.

 15. Ripal Soni says:

  ખુબ જ સરસ

 16. Viral Parekh, Kunjal Mehta says:

  Vaaah! We have just read your created nice poems. We like all poems very much like u.

 17. Meeta Thacker says:

  Hey Mam,
  The poems are really very nice..

 18. Belani Sonal says:

  Dear Mam…..
  This Poems Really Good …..
  By Ur Poems we can express our feeling in words….
  Also I want to tell its like u….
  Slient but Perfect….
  I dont have the perfect word how can i say u…but its realy nice……..n lovely…..like u…

 19. Sweet Pooja,
  congretulation for BANDHAN MUKTI.

  your’s uncle,
  Pankaj Trivedi
  Surendranagar

 20. Nirav Shah says:

  તમારિ કવિતા તો ગાયલ કરિ દિધો
  પ્રેમ નો અર્થ્ મુજ્ મનુશ ને સમ્જાવિ દિધો

  Keep it up……….have a Lot of success with love(Banshanma Mukti)….

 21. Rajdeep dalwadi says:

  poem is full of deep thoughts and expresses feelings perfectly…. nice poem

 22. jignesh says:

  Hello Madam,
  This is very nice poem.
  love makes life so confusing and difficult but without love we r not live n can’t breath

 23. Taru Bloch says:

  Hi Puja,

  Today I am writing this for my dear friend that’s why mam is not addressed with your name.

  Your poems are really heart touching. It shows that how nice your heart is..!

  I have seen that you haven’t been changed since our schools days.

  That’s what Puja is….

  All the best for this journey…

  Keep writing…

  Kindest Regards,
  Taru Bloch

 24. Megha says:

  It’s such nice mam.

 25. meera halani says:

  hi pooja your poens are really nice. Keep it up.
  All the best for your future.

 26. ketan raval says:

  hi mam,
  its a refreshing ,
  i really appriciate a your superb talent,
  i always believed love cant not be xpressed by words,
  today i feel i was wrong……..

  keep achieving…………….
  .thanks
  ketan

 27. hatim hathi says:

  prem ni abhivyakti addbhut raju kari prem ne koi dwar nathi e game tya thi pesi jai 6e aapni race ghani lambi 6e haju amne prem na nava roop jova malse evishubh kamna sah “sangit jo pyar no rasto hot,to koi rahdari aam rasto na khot”

 28. Tushar Rawal says:

  પ્રેમ એટલે… બે અધૂરી લાગણીને સમાવતો કળશ.

  LOVE is everything… and you have got it all right… Everyone has feelings but when love comes to the one… feelings get completed 🙂

  Nice Work

 29. b.k.rathod says:

  પૂજા,
  અભિનન્દન.
  તારા પુસ્તકના વિમોચનની વાત જાણી.
  તારા પપ્પા પાસેથી પુસ્તક પણ મળ્યુ.
  વાચ્યુ. સુન્દર અભિવ્યક્તિ કરી છે.
  ફરી ધન્યવાદ્.

  બાબુ રાઠોડ. સુરેન્દ્રનગર.

 30. bijal bhatt says:

  too good, i have no words to express

 31. Jay Pandya says:

  lOVE MEAN SOUL AND THAT YOU WRITE,i PRAY FOR YOU MADAM THAT YOU MUST GET ONE TRUE LOVE IN LIFE

 32. vishal says:

  hey dear good poems.i like that.
  Best of Luck.

 33. Dhiraj Prajapati says:

  અભિનન્દન અભિનન્દન અભિનન્દન્….
  અદભુત કવિતા ….

 34. Chintan says:

  અભિનન્દન અભિનન્દન અભિનન્દન્….
  ખુબ જ સરસ

 35. સુંદર કાવ્યો…

  કિરણ ચૌહાણનું મારું પ્રિય કાવ્ય…
  “પ્રેમની લાંબી લચક વ્યાખ્યા ન કર,
  શું તું અને હું, એટલું જ કાફી નથી?”

  ‘પ્રેમ એટલે- ‘ વિષય પર વધુ રચનાઓ વાંચો… ‘સહિયારું સર્જન’ પર…
  http://sarjansahiyaaru.wordpress.com/2007/02/14/sankaleet_prem_etle/

 36. Hemita Thakkar says:

  Hi… Pooja

  Really nice Yaar.

  No words to define your efforts.

  Keep it up.

  With love and best wishes.
  — Hemita

 37. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  હૃદયસ્‍પર્શી રચના આપની,
  સ્‍પર્શે તેને સૌ અદના આદમી.

  છે વાત પ્રેમની કાલ અને આજની,
  રહેશે બની જીવંત તે સદાકાળની.

  પુજાજી,
  પ્રેમ વિષયક આપની અભિવ્‍યકિત અદભુત અને સરાહનીય છે. અમારી આપને શુભકામનાઓ…

 38. વહાલાં પ્રોફેસર પૂજાજી ! નમસ્કાર !
  અરે ! ક્યાં છે તું પિયુ ? ખૂબ ગમ્યું !
  હાર્દિક અભિનંદન !

 39. jignasa says:

  પ્રેમ જ પ્રેમ હો ધરા પર
  ના હોય ઈ સિવાય કાઈ,
  કવિતા હોય કે ન હોય
  પુજા થાય પ્રેમ નિ સર્વદા.

 40. અતુલ જાની (આગંતુક) says:

  પ્રેમ એટલે શું?

  પ્રેમ ઍટલે બંધનમાં મુક્તિ.

  પુજાબહેન ધન્યવાદ.

 41. naren says:

  ચાહવવુ અને પુજવુ એબેનો સમન્વય પ્રેમ થાય
  પ્રેમમા ક્યારે ચાહતા ચાહતા હતા થઈ જવય એ ન કહેવાય
  ને પુજતા પુજતા ક્યારે પુજાય જવાય એ ન કહેવાય…….

  નરેન સોનારે
  ભરુચ

 42. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  પ્રેમ વિશે તો શું કહેવુ!! વર્ણન માટે શબ્દો નથી, એ તો અનુભવવુ જ પડે.

  નયન

 43. naren says:

  પ્રેમનુ ક્યારેય સામ્રાજ્ય નથિ હોતુ
  પરન્તુ પ્રેમ દરેક સામ્રાજ્યમા હોય
  ખરેખર જ તો !

  નરેન સોનાર
  “પન્ખિ”
  ભરુચ

 44. સચીન પરમાર says:

  પુજાબહેન,
  પ્રેમ એટલે લાગણી…..તેને શબ્દો મા અભિવ્યક્ત કરવો બહુ જ અઘરો છે.
  તમારો ખુબ ખુબ આભાર તમે પ્રેમ નો અર્થ સમજાવ્યો.

  સચીન પરમાર
  વડોદરા.

 45. vishal says:

  શબ્દો હજુ મનમાં રમે છે જેમકે “કડવા શબ્દોને પ્રેમથી માત દો.”
  આભાર

  -વિશાલ(રીડ ગુજરાતીમાં વિશાળ)

 46. Алан says:

  Познавательно написано. А это все на основе Вашего личного опыта?Позвольте поинтересоваться 🙂

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.