હમણાં હમણાં – મુકેશ જોષી

પંખીએ ઘર બાંધ્યું પાછું હમણાં હમણાં
ઝાડ ફરી લાગે છે તાજું હમણાં હમણાં

કોનો એને સંગ થયો છે ખબર નહીં
બોલે છે એ સાવ જ સાચું હમણાં હમણાં

પહેલાં તો હું સૂરજ સાથે ફરતો’તો
જરા આગિયો જોઈ દાઝું હમણાં હમણાં

તમે કોઈને ભૂલચૂકે ના ગાળો દેતાં
આવે છે ઈશ્વર આ બાજુ હમણાં હમણાં

સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી
મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હૈયામાં ચોમાસું – મુકેશ જોષી
થાપા છે – ભગવતીકુમાર શર્મા Next »   

9 પ્રતિભાવો : હમણાં હમણાં – મુકેશ જોષી

 1. Keyur Patel says:

  સવાર મારી હત્યાથી લૂંટાઈ જતી
  મેં પણ બંધાવ્યું છે છાપું હમણાં હમણાં

  ગમ્યુ. ખુબ જ.

 2. અતુલ જાની (આગંતુક) says:

  કેમ ગઝલ ને શેર સ્ફુરે છે હમણાં હમણાં
  મુકેશ જોષીને વાંચ્યા છે હમણાં હમણાં

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.