સમી સાંજના દીપ – માધુરી દેશપાંડે

[ વડોદરાની બ્રાઈટ સ્કૂલમાં શિક્ષિકાની ફરજ બજાવતાં શ્રીમતી માધુરીબેનના હાઈકુ થોડા સમય અગાઉ આપણે રીડગુજરાતી પર માણ્યા હતા. આજે પ્રસ્તુત છે તેમના કેટલાક કાવ્યો, પુસ્તક ‘સમી સાંજના દીપ’ માંથી સાભાર. આ પુસ્તક મેળવવા માટે આપ તેમનો આ નંબર પર +91 9879825158 સંપર્ક કરી શકો છો.]

[1] ઝરણું

પથ્થર નીચે ઝરણું વહેતું
કહેવાનું એ કાંઈ ન કહેતું….
પાનેતર એ મૌનનું ઓઢી
ભીનાશને સંઘરતું ;
શિલા જેવા દર્દોને પણ
સ્વજન કહી સંચરતું;
અળગું થઈને મૂળથી એ તો ;
કંકર-કંટક સહેતું…
કહેવાનું એ કાંઈ ન કહેતું….
પથ્થર નીચે ઝરણું વહેતું.

કોરાં – તરસ્યાં જગને એ તો
તૃપ્તિનું જળ દેતું;
ખળખળ ઝાંઝર પહેરી જાણે
કરમ કથની કહેતું ;
સાગરમાં એ વિલીન થવાને
ન સહેવાનું સહેતું….
કહેવાનું એ કાંઈ ન કહેતું….
પથ્થર નીચે ઝરણું વહેતું.

[2] મધુરી વાત… મજાની…

પાનખરમાં ખરવાની સ્પર્ધા
વસંતમાં ખીલવાની,
કુદરતની આ લીલા ન્યારી
મનુષ્યને ઘડવાની…. !

સાંજ થતા આ ધીંગો સૂરજ
નમ્ર બનીને ડૂબતો;
તેથી જ તો એ બીજી સવારે
અસવાર થઈ નીકળતો,
ઝૂકવા ટાણે, ઝૂકી જ લેવું
વાત સદા સ્મરવાની.
કુદરતની આ લીલા ન્યારી
મનુષ્યને ઘડવાની…. !

નદી-ઝરણમાં પથ્થર તેથી
ખળ-ખળ સમજો થાયે;
જીવનમાં જો ખળભળ ના હો
હલચલ હોય શું, ક્યાંયે ?
ડૂબવા ટાણે, ડૂબી જ લેવું
મધુરી વાત મજાની.
કુદરતની આ લીલા ન્યારી
મનુષ્યને ઘડવાની…. !

પાનખરમાં ખરવાની સ્પર્ધા
વસંતમાં ખીલવાની,
કુદરતની આ લીલા ન્યારી
મનુષ્યને ઘડવાની…. !

[3] જૂનો અમારો નાતો

હું સૂરજ, નૌકા ને દરિયો
કદીક કરીએ વાતો
જૂનો અમારો નાતો…!
જગત નઠારું ધૂળ સમું ને
ક્ષણભંગુર આ જીવન;
વિહંગની પાંખો કાપીને
દે બતાવી ઉપવન,
હું સૌરભ, ફૂલો ને ઉપવન
કદીક કરીએ વાતો….. જૂનો અમારો…

સર્જનની ડાળી ઝૂકતી પણ
વાસ્તવ હોય સન્નાટો,
‘સંભવામિ’ કોઈ શું કહે ?
ઘટના સંગ તૂટતો નાતો !
હું શબ્દો, અર્થો ને સર્જન
કદીક કરીએ વાતો…. જૂનો અમારો….

હું સૂરજ, નૌકા ને દરિયો
કદીક કરીએ વાતો
જૂનો અમારો નાતો….!

[4] પ્રત્યેક ક્ષણ…

પ્રેમ જ્યારે અનંત બને છે
પ્રત્યેક ક્ષણ સંત બને છે.
મળે કંટક અપનાવી લ્યો,
ફૂલડાં ઉપર, ફેલાવી દ્યો
જુઓ, નોખો પંથ બને છે… પ્રત્યેક….

મૃગજળ મળશે, સ્વીકારી લો,
વાદળ વરસે, ભીંજાઈ લો…
બીજમાં કેવી ખંત ભળે છે….. પ્રત્યેક…

પીડાને તમે ગરલ શું માનો ?
મધુર દર્દ છે જરા પિછાનો !
જાવ, ખુશી ત્યાં અનંત મળે છે…. પ્રત્યેક….

‘એકોડહં’ ની લગની લાગે,
માયા કેરું વળગણ ભાગે,
જીવને શિવનો સંગ મળે છે…. પ્રત્યેક….

પ્રેમ જ્યારે અનંત બને છે
પ્રત્યેક ક્ષણ સંત બને છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિક્ષક અને વિદ્યાર્થી – સંકલિત
અબોલા – અલતાફ પટેલ Next »   

18 પ્રતિભાવો : સમી સાંજના દીપ – માધુરી દેશપાંડે

 1. વિનોદ, સિડની says:

  શ્રી અરવિંદ, ગાંધીજી અને રજનીશ જેવા મહાન વિચારકો નું ચિંતન શ્રીમતી માધુરીબેને માત્ર બે કાવ્ય પંક્તિઓ માં સમાવી લીધું છે. વિચારો ની મૌલિક રજુઆત બદલ અભિનંદન…!!!

  “પ્રેમ જ્યારે અનંત બને છે
  પ્રત્યેક ક્ષણ સંત બને છે…!”

  લાંબી-લાંબી રજુઆતો ને માત્ર બે પંક્તિઓ માં સમાવી લેવી એ તો કાવ્યો અને કવિ ની મહાનતા છે..!

 2. samir says:

  ખરેખર ખુબ જ સુન્દર. ખુબ જ ગમ્યુ. દેશ યાદઆ વિ ગયો.

 3. Taps says:

  ખૂબ જ સરસ કવિતાઓ.

 4. Keyur Patel says:

  કેટલી સુંદર રચનાઓ !!!!! વાહ ક્ય બ્બાત હૈ !!!!!

 5. Amar Dave says:

  Very Nice !!! I like dat Juno Amaro Nato

 6. વ્હા ! શુ સુન્દર રચનાઓ રચિ છે.
  લેખિકાને ખુબ ખુબ અભિનન્દન.
  જયેશ મણિકાન્ત પરિખ્
  ભરુચ્

 7. JIRAL SHAH (HER STUDENT) says:

  VERY NICE MAM,
  REALLY I AM FELLING PROUD FOR YOUR THIS BOOK ‘S ACCHIVEMENT AND OUR SCHOOL IS PROUD OF TOO.
  FROM YOUR STUDENT :
  JIRAL SHAH
  STANDARD 10TH

 8. Bhavna Shukla says:

  Madhuribhen,
  Varsho Bright ma me pan job kari chhe. Kyarey desh ma ane tamari sathe hati tyare tamari aa vishishtata janava ne manava na mali ane have videsh ni dharati par tamne najik anubhavi rahi chhu. Aanand ni sima nathi je shabdo dwara nahi kahu.
  Bhavna Shukla

 9. અતુલ જાની (આગંતુક) says:

  સમી સાંજના દિપ માંથી ચૂંટેલા સુંદર દિવડાઓનો ઝગમગાટ આંખોને આંજી ગયો.

 10. When will protonix become generic in the usa…

  Protonix 40mg. Protonix iv push. Protonix uses. Protonix sode effects…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.