સમજ – દિલીપ રાણપુરા

‘તું જાણે છે અમી.’ સરોજે યુવાન પુત્રીને કહ્યું : ‘મારું એક સ્વપ્ન હતું.’
‘હા, જાણું છું…. ને એ પણ જાણું છું કે તારું અધુરૂ રહેલું સ્વપ્ન તું મારામાં પૂરું થવા જોવા તલસી રહી છે બરોબર ? અમીએ કંઈક હસતાં હસતાં કહ્યું.
‘હા અને એટલે જ તને કહું છું હું આગળ ભણ… ડોકટર બન.’
‘ના, મમ્મી ના, હું ડોક્ટર થવા માગતી નથી.’
‘તો શું થશે ?’
‘બી.એસ.સી. થઈશ.’
‘પછી ?’
‘પછી પરણી જઈશ.’
‘ના, અમી તું ડૉક્ટર થયા પહેલાં નહિ પરણી શકે.’ સરોજના સ્વરમાં થોડી હઠ આવી ગઈ.

અમી એ હઠને પામી ગઈ. તે સમજણી થઈ ત્યારથી તેને ડોક્ટર બનાવવાના સરોજના પ્રયાસો રહ્યા હતા. તેને એ રીતે જ તૈયાર કરવામાં આવી રહી હતી. તેના માટે ખાસ શિક્ષક રોકવામાં આવેલા, એ પ્રકારના જ મેગેઝીનો તેના માટે મંગાવવામાં આવતા. અને સરોજ અવારનવાર કહેતી, ‘અમી, મારું વેવિશાળ થયું ત્યારે મેં જાણ્યું કે મારા ભાવિ પતિ ડોક્ટર છે. ત્યારે મેં પણ મન સાથે નક્કી કરી લીધું કે મારે ડોક્ટર બનવું. પણ હું સારા માર્કસ ન લાવી શકી અને પછી તો ઈન્ટર સાયન્સથી અભ્યાસ છોડી દેવો પડ્યો.’

અમી આ બધું ઘણી વખત મુગ્ધ ભાવે સાંભળી ચૂકી હતી, પણ જેમ જેમ એની ઉંમર અને સમજ વધતા ગયા તેમ તેમ મમ્મીએ આ ઉછેરીને મોટી કરેલી લાગણી સામે એના મનમાં વિદ્રોહ જાગવા લાગ્યો. શા માટે મારે મમ્મીની પસંદગી પ્રમાણે જ બધું કરવું જોઈએ ? માબાપો પોતાના સંતાનોમાં, પોતાની પ્રતિકૃતિ જોવી, પોતાની ધ્વસ્ત થઈ ગયેલી સ્વપ્નોની ઈમારતોને ફરી ઊભી થતી જોવા શા માટે આટલા બેચેન અને આગ્રહી હોય છે ? શા માટે એ એમના સંતાનોનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઘડવા દેતા નથી ! અને તેણે નક્કી કર્યું હું, મારી રીતે મારી જિંદગી જીવીશ…… અને જ્યારે તેણે એફ.વાય. સાયન્સમાં પંચાણું ટકા માર્કસ મેળવ્યા ત્યારે સરોજે પોતાની ઈચ્છા વ્યકત કરી અને અમી અંદરથી પૂરેપૂરી છેડાઈ ગઈ હોવા છતાં બહારથી પૂરેપૂરી સ્વસ્થતા જાળવતાં તે બોલી : ‘ના, મમ્મી, એ મારાથી નહિ બને…. હું એટલું બધું ભણી નહીં શકું.’

અને સરોજે એ વખતે પોતાની લાગણીઓ ઉપર કાબૂ મેળવી લીધો. પણ જ્યારે અમી બી.એસ.સી. થઈ ગઈ અને તે પણ ફર્સ્ટ કલાસ લાવી ત્યારે સરોજથી કહ્યા વગર ન રહેવાયું. ‘અમી, તું એમ.બી.બી.એસ. તો ન થઈ, પણ હજુય એક તક છે.’
‘શાની ?’
‘તું પેથોલોજીસ્ટ બની શકે એમ છે.’
‘મમ્મી, હવે હું ભણવા નથી માગતી.’
‘કેમ ?’
‘થાકી ગઈ છું.’
‘તારી સામે લાંબી જિંદગી પડી છે. ને અત્યારથી તું થાકી ગઈ ?’
‘હા, મમ્મી, એ લાંબી જિંદગીના લાંબા માર્ગ પર મારે ચાલવું હોય, પ્રસન્નતાપૂર્વક એ પ્રવાસ કરવો હોય તો હવે ભણવામાં ખર્ચાતી શક્તિઓને મારે વાળવી જોઈએ.’
‘એટલે તું હવે કશું નથી કરવા માગતી એમને ? તારા પપ્પાનું પણ એક સ્વપ્ન છે.’
‘સ્વપ્ન… સ્વપ્ન… સ્વપ્ન… બસ, તમે તમારા જ સ્વપ્નોની વાત કરશો.’ અમીએ આ વખતે પોતાની છેડાયેલી લાગણીઓને વ્યકત કરી જ દીધી.
‘ના, હું સમજું છું. તું અમારી એકની એક દીકરી છે. તારે પણ તારું સ્વપ્ન હોય એટલું ન સમજીએ એટલા અમે નાદાન તો નથી.’
‘તો મમ્મી, મને એક વાતનો સાચો, નિખાલસ જવાબ આપશો ?’
‘હું તારી પાસે ક્યારેય નિખાલસ ન બની હોઉં એવું બન્યું છે ?’
‘પણ મમ્મી, આ બાબત જરા ગંભીર છે.’

સરોજના ચહેરા પર એકાએક ઉચાટની વાદળી છવાઈ ગઈ. તેણે એકદમ સરસરી નજર અમી ના સમગ્ર દેહ પર ફેરવી લીધી અને પછી બોલી : ‘તારે જે કહેવું હોય તે.’
‘તું ચિંતા ન કર મમ્મી’ અમી વચ્ચે બોલી, ‘આપણા ઘરનું વાતાવરણ કૌટુંબિક કરતાં વધુ તો મિત્રતાભર્યું છે ને તું મારી મમ્મી કરતાં મારી મિત્ર તરીકે જ મને વધુ દેખાઈ છે પણ મારે જે વાત કરવાની છે તે એક મમ્મીને કરવાની છે ને જવાબ એક મિત્ર આપે તે રીતે મેળવવાનો છે.’

સરોજની ચિંતાની વાદળી થોડી દૂર હડસેલાઈ ગઈ પણ મૂંઝવણ થઈ આવી કે અમી આજ આમ કેવું બોલી રહી છે ને શું કહેવા માગતી હશે ? તેણે કહ્યું : ‘હું તને મિત્ર તરીકે જવાબ આપીશ.’
‘તો બોલ મમ્મી મને કેટલાં વર્ષ થયાં ?’
‘બાવીસમું બેઠું.’
‘બાવીસમાં વર્ષે તું પરણી ગઈ હતી ને ?’
‘હા, તારો જન્મ પણ થઈ ગયો હતો… મારા લગ્ન તો વીસમે વર્ષે થઈ ગયાં હતાં.’
‘મમ્મી સ્ત્રીની આ ઉંમરને તું બરાબર સમજી શકશે ?’
‘એટલે ?’
‘આ ઉંમરે સ્ત્રીનું મન અત્યંત ભાવુક બની જતું હોય છે.’
‘એ ઉંમરનો પ્રભાવ છે.’
‘મમ્મી મન જ નહિ, ક્યારેક ભાવુક મનનો પ્રભાવ શરીર પર પણ પડતો હોય છે.’
‘તું આજ શું બોલે છે તે મને બરાબર સમજાતું નથી.’
‘હું એ જ કહું છું…. આ ઉંમરે સ્ત્રીના ભાવુક મનનો પ્રભાવ શરીર પર પણ પડતો જાય છે ને શરીર પણ ભાવુક બની જાય છે…. ક્યારેક તો શરીર અને મન એકમેકમાં ઓગળી ગયા હોય એવું લાગે છે.’
‘હશે.’
‘મમ્મી…. હું મારા મનને જાણું છું અને એને જાણ્યા પછી મારા શરીરને પણ જાણી શકી છું. તારા લગ્ન વીસ વર્ષે થઈ ગયા એટલે બાવીસ વર્ષની વયની છોકરીના મન અને તનની ભાવુકતાની અનુભૂતિથી તું એટલી દૂર રહી હો પણ સાવ અજ્ઞાત તો ન જ હો.’
‘ના…..’
‘તો હું ઈચ્છું છું, મારું ભાવુક શરીર ક્યાંય તણાઈ જાય એ પહેલાં હું પણ લગ્ન કરી લઉં… મમ્મી, સાચું કહેજે…. આ લાગણી સાથે તું સંમત થાય છે કે નહિ ?’
સરોજ કશું ન બોલી શકી.
‘દરેક છોકરીની ચિત્તની સ્થિતિ, મનની અવસ્થા અને શારિરીક પ્રક્રિયા જુદી જુદી હોય છે. બધાને એક વાત લાગુ ન પડે તેથી હું બધી છોકરીઓની વાત નથી કરતી, હું મારી વાત કરું છું. હું ઝટ મા બનવા માગું છું, મમ્મી.’
સરોજના ચહેરા પર વળી ઉચાટની વાદળી છવાવા લાગી.
‘તું ગભરાતી નહિ…. હજુ તો હું અક્ષત છું. કોઈની સાથે પ્રેમમાં પણ નથી…. હું ઝટ પરણું ને મા બનું તો તન અને મનની ભાવુકતા ને સ્થિરતા મળે…. એનું નવું અવતરણ થઈ જાય…. અતિલાગણીશીલ છોકરીઓ માટે વહેલા લગ્ન એ સારી વાત નથી ?’

‘હા….સારી અને સાચી વાત છે તારી.’ કહી સરોજે વહાલથી અમીના માથે હાથ ફેરવ્યો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શું ચાલે છે આજકાલ ? – નિર્મિશ ઠાકર
સંતોષનો પારસમણિ – ધૂની માંડલિયા Next »   

18 પ્રતિભાવો : સમજ – દિલીપ રાણપુરા

 1. urmila says:

  lovely story – mother and daughter are like two good friends in spite of the age difference -also writer has described young girl’s emotions in simple language – which perhaps is a message to all mothers of young girls

 2. મને કંઇ મજા ના આવી યાર.

  રાણપુરા સાહેબ, કેવી રીતે સમજી શકે, ૨૨ વર્ષની સ્ત્રીનાં મનની વાત? અને જો અતિલાગણીશીલ સ્ત્રી માત્ર મા જ બનવા માંગતી હોય તે, કંઇ અજીબ લાગે છે..

  ~ કાર્તિક

 3. સુરેશ જાની says:

  સ્ત્રીના મનની વાત પુરુષ ન સમજી શકે , તે વાત કદાચ સાચી હશે, પણ કુદરતના કાયદા પ્રમાણે આ વાર્તા એકદમ સાચી છે.
  આપણે સમાજના પ્રચલીત પ્રવાહોથી અને પ્રગતીના ખયાલોમાં તણાઇને આપણા મુળ અને કુદરતી શારીરીક બંધારણની કેમીસ્ત્રી ભુલી ગયા છીએ.

  ૧૬ – ૧૭ વર્ષની ઉમ્મર પછી સ્ત્રીને મા બનવાની અને પુરુષને સ્ત્રીસંગ ભોગવવાની ઇચ્છા ન થાય તો તે અસ્વાભાવીક છે.
  હું અંગત રીતે મોડા થતા લગ્નોની વીરુધ્ધ્મા છું .

 4. ashalata says:

  ઘણી જ સુન્દેર વાત કહી દિલીપભાઈએ.

 5. જો શરીરની કેમિસ્ટ્રી જોઇએ તો સ્ત્રીની માતા બનવાની ઉંમર ૨૦ થી ૨૮ છે. એટલે કે તે સમયમાં માતા બને તો પ્રોબ્લેમ થવાનો સંભવ ઓછો રહે છે — પણ, બાળલગ્નનો હું વિરોધી છું!

  અને સુરેશભાઇ, તમારી વાત સાચી છે.. ૩૮ વર્ષે લગ્ન કરી પછી માતા બનવું તેના કરતાં કુંવારા રહેવું એ માતા અને બાળક બન્નેનાં હિતમાં છે..

 6. keyur says:

  seems common story,needs improvement keep writting

 7. Nehal patel says:

  ‘દરેક છોકરીની ચિત્તની સ્થિતિ, મનની અવસ્થા અને શારિરીક પ્રક્રિયા જુદી જુદી હોય છે. બધાને એક વાત લાગુ ન પડે તેથી હું બધી છોકરીઓની વાત નથી કરતી, હું મારી વાત કરું છું. હું ઝટ મા બનવા માગું છું, મમ્મી.’

 8. Nehal patel says:

  THIS STORY IS ABOUT A GIRL NOT EVERYSINGLE GIRL

 9. maurvi says:

  nice story dilipbhai, nice concept too. I agree with Nehal ( whenever I read this name i always miss my one childhood friend nehal, i dont know where she is now but u always keep me remebering her) this story can only be for A GIRL.
  kartikbhai, darek vat aatli rationally na lai lo.hahaha just jocking….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.