સ્મરણ – દિલેરબાબુ
લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે;
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.
સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈંકેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.
તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.
પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ટોળે વળ્યું હશે.
તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.
ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.
Print This Article
·
Save this article As PDF
tari j olkhan have aapvi rahi,mara vishe ghana e ghanu sambhalayu hase oomda shar gajal chot pohchave tevi 6e ghanu saras
beautiful poem keep it up also send me such type of poem to me also
ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.
સુંદર…
beautiful
ઘણીજ સુંદર રચના છે. ગમી.
very good………
સરસ
બહૂજ સરસ રચ્ના ચે.
ખરેખર ખુબ જ સ્રરસ!