પથ્થરી ગુલાબ – નસીર ઈસમાઈલી

મધ્યાહ્ન પછીનો સૂર્ય ધીરે ધીરે ખસતો જયની મ્યુનિસિપલ સ્કૂલના તૂટેલા નળિયાવાળા ઢલાનદાર છાપરા પરથી સ્કૂલના મેદાનમાં ઊતરી રહ્યો હતો અને રીસેસ પડવાનો બેલ રણક્યો. સાતમા ધોરણના કલાસમાંથી, હાથમાં નાસ્તાનો પ્લાસ્ટિક ડબો લઈ જયે સ્કૂલના કંપાઉન્ડ બહાર પગ મૂક્યો ત્યારે કંપાઉન્ડના દરવાજા પાસે આવેલા ગુલાબના છોડ પર એક રાતુંચોળ ગુલાબ સૂર્યની દિશા તરફ ચહેરો રાખી હસી રહ્યું હતું. રોજના નિયમ મુજબ કંપાઉન્ડ ગેઈટ ક્રોસ કરી જય ફૂટપાથના ઘુમાળ પાસે આવેલા વૃક્ષ નીચે બેસતાં પાગલચાચા પાસે આવી ગયો ને નાસ્તાનો ડબો ઉઘાડ્યો.

‘વાહ બેટા ! આજે તો મસાલેદાર મમરા લાવ્યો છું ને શું ? ક્યા બાત હૈ ?’ જિંથરીયા દાઢી અને સુક્કાં ગુંચાયેલા અસ્તવ્યસ્ત ઘેઘૂર વાળ વચ્ચેથી પ્યારભરી નજરે હસતાં પાગલ ચાચાએ કહ્યું અને બંનેએ ‘મમરા-સ્નેક્સ’ ચણવા માંડ્યા.
‘પાગલચાચા, તમે વાતો તો બહુ સરસ કરો છો. પછી બધાં તમને પાગલ કેમ કહે છે ?’ મમરાનો એક એક દાણો ચણી રહેલા પાગલચાચાને જયે પૂછ્યું.
‘બેટા, દુનિયા મને પાગલ કહે છે. અને હું દુનિયાને, પણ યાદ રાખજે આ દુનિયાને ક્યારેક કોઈકે કંઈ બદલી છે, તો કોઈક ‘પાગલ’ જ એ બદલી શક્યો છે, નહીં કે ઘેટાંના ટોળા જેવા ડાહ્યા માણસોની ભીડ. તું બને તો એવો કોઈક પાગલ બનજે, ભીડમાંનો શાણો નહીં.’ પાગલચાચાએ જયના માથે પ્યારથી હાથ ફેરવતાં ખડખડાટ હસીને કહ્યું અને સ્કૂલની રીસેસ પૂરી થયાનો બેલ રણક્યો.
‘પાગલચાચા રીસેસ પૂરી થઈ. હું જાઉં છું, અત્યારે તો પ્રતિભાબહેનનો પીરિયડ છે. મઝા આવશે. નાસ્તાનો ડબો છૂટતી વેળાં તમારી પાસેથી લઈ જઈશ.’ બોલી જયે સ્કૂલના કંપાઉન્ડ ભણી દોટ મૂકી.

રીસેસ પુરી થઈ ગઈ હતી ને છોકરાઓ વર્ગોમાં ભરાઈ જવાથી સ્કૂલનું મેદાન ખાલી હતું. કંપાઉન્ડનો દરવાજો ઓળંગી જયે મેદાનમાં પગ મૂક્યો ને એની નજર પેલા ગુલાબના છોડની ક્યારી પર પડતાં એના દોડતા પગ થંભી ગયા. જય રીસેસમાં જવા નીકળ્યો ત્યારે છોડ પર હસી રહેલું ઉર્ધ્વમુખી ગુલાબનું રાતુંચોળ ફૂલ તૂટીને છોડ નીચેની ક્યારીમાં પડી ગયું હતું. જય એ લેવા વાંકો વળ્યો ને એનો ચહેરો ફૂલની નજીક આવતાં એના ફેફસાં ગુલાબની ખુશ્બુથી ભરાઈ ગયાં. એના બારવર્ષીય માસૂમ ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ. એણે હળવેથી ઊંચકીને એ ગુલાબ શર્ટના ઉપરના ખિસ્સામાં મૂકી વર્ગ તરફ દોટ મૂકી. પીરિયડ શરૂ થઈ ચૂક્યો હતો ને જય વર્ગના પાછળના દરવાજેથી અંદર પ્રવેશી ગુપચુપ છેલ્લી બેંચના કિનારે બેસી ગયો. મુગ્ધ કિશોર-કિશોરીઓની પિન-ડ્રોપ સાયલન્સ વચ્ચે પ્રતિભાબહેનનાં સુંદર ગોરા ચહેરા પરથી મીઠો ભાવવાહી અવાજ વર્ગમાં રેલાઈ રહ્યો હતો.
‘….. તો બાળકો, ગયા પિરીયડમાં મેં જેમ જણાવ્યું હતું તેમ વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠા હતા, ને ઝાડ પરથી સફરજન નીચે પડતાં એમને વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું ? ઉપર કેમ ન ગયું ? અને એ નાનકડા વિચારમાંથી જ ગુરુત્વાકર્ષણ બળથી કોઈપણ વસ્તુને ઉપરથી નીચેની દિશામાં ખેંચે છે. ઘટનાને આગવી રીતે નિહાળીને વિચારવાની ન્યૂટનની આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ગુરુત્વાકર્ષણના નિયમના શોધક તરીકે ન્યૂટનને ઈતિહાસમાં અમર કરી દીધો.’
‘બેન…..’ જયે બીતાં બીતાં આંગળી ઊંચી કરી પ્રતિભાબેનને અધવચ્ચે બોલતાં અટકાવ્યાં.
‘જય ! બોલ શું છે ?’ વર્ગના હોંશિયાર વિદ્યાર્થી તરીકે જયને ઓળખતા પ્રતિભાબહેને પૂછ્યું.
‘બેન, દરેક વસ્તુ ઉપરથી નીચેની દિશામાં જ જાય ?’ જયે જિજ્ઞાસાભર્યા સ્વરે પૂછ્યું.
‘હાસ્તો વળી, તેને એમાં શંકા છે શું જય ?’
‘પણ બેન, હમણાં રીસેસમાં આ ગુલાબ મને નિશાળના બગીચામાં નીચે પડેલું મળ્યું. એ તો નીચે પડ્યું હતું પણ વાંકા વળીને એ લેતાં મેં જોયું કે એની સુગંધ તો ઉપર તરફ આવતી હતી….’
‘વાહ ! સરસ જય ! આનો વૈજ્ઞાનિક ઉત્તર હું પછી સમજાવીશ. પણ આખી વાત તેં જે નવી રીતે વિચારી એ મને ગમ્યું. બાલદોસ્તો, આ જય આજે વાતવાતમાં એક બહુ ઊંચી વાત કહી ગયો છે. એટલે આજે હું વિજ્ઞાનની વાત અધૂરી મૂકીને તમારી સાથે એ જ વાત કરીશ.’
‘માણસ એ અન્ય પ્રાણીઓની જેમ જ એક જીવતં પ્રાણી છે, ને મૃત્યુ પામતાં છેવટે બળીને કે દટાઈને પૃથ્વીમાં સમાઈ જાય છે. પણ એનાં કાર્યો, એનું જીવન, એનાં વિચારો જેવાં હોય તેવી ગંધ દુનિયાની હવામાં ફેલાતી રહે છે. જિંદગી એક અજીબ ભૂલભૂલામણી છે કે માણસે હજારો વાર એમાં નીચે પછડાવું પડે છે. પણ છોડ પરથી નીચે પડી ગુલાબની જેમ પછડાવાં છતાં જો એનાં કાર્યો નિષ્ઠાપૂર્વકનાં અને નીતિ, પ્રમાણિકતા, સચ્ચાઈ અને સદભાવથી પૂર્ણ હશે તો એનાં જીવનની સુગંધ ગુલાબના ફૂલની ખુશ્બુની જેમ ઊંચે ઊઠીને લાખો માનવહૈયાંને એની મીઠાશથી તરબતર કરી મૂકશે. બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ જેવા મહાનુભાવો જેઓ માનવની ઈતિહાસને એમના જીવનસુગંધની સદા મહેકાવતા રહ્યાં છે, તેઓ તેમનાં જીવનમાં અગર આ વાતને ન અનુસર્યા હોત તો કદાચ તેઓ ઈતિહાસનો એક ફકરો પણ બન્યા સિવાય સમયની રેતમાં ક્યાંય દટાઈ ગયા હોત.’

‘વહાલાં બાળકો તમે સૌ પણ આજની આંખમાં અંજાયેલું આવતીકાલનું સ્વપ્ન છો. હું ઈચ્છીશ કે એ સ્વપ્નને તમે એવા ઉમદા વિચારો અને કાર્યોથી સદા ભરેલું રાખો કે આવતીકાલનો ઈતિહાસ એની સુગંધથી મહેકી ઊઠે-મહેકતો રહે…’ ભાવપૂર્ણ સ્વરે બોલતાં પ્રતિભાબેનના સ્વર અને આંખો ભીનાં થઈ ગયાં ને પીરિયડ પૂરો થઈ ગયાનો બેલ રણક્યો….. સાંજના પડછાયા લંબાવતો, ઢળતા સૂર્યનો પીળો પ્રકાશ. સ્કૂલ છુટ્યાનો બેલ રણક્યો ને બહાર ધસી રહેલાં વિદ્યાર્થીઓના ઝૂંડમાં જય ખોવાઈ ગયો.

સ્કૂલેથી છૂટીને જય ઘેર પહોંચ્યો ત્યારે એના પપ્પા બહારથી આવી ગયા હતા. બહારના ઓટલે જયની મોટી બહેન બીજી બહેનનું માથું ઓળી રહી હતી. દાદીમા ખાટલામાં બેસીને છીંકણીં સૂંઘી રહ્યાં હતાં. બધાંના ગંભીર ચહેરાઓ સામે આછું હસીને જયે ઘરમાં પ્રવેશ કર્યો, અને અંદરના ઓરડામાંથી એના કાને મમ્મી-પપ્પાનો સંવાદ અથડાયો. પપ્પા બોલતા હતા,
‘સુશી, હવે મારી હામ તૂટી ગઈ છે. મિલ બંધ થયે બે વર્ષ થયાં, ને છેલ્લે તારું મંગળસૂત્ર પણ વેચાઈ ગયું. પણ આટલું ભણેલો હોવા છતાંય મને ક્યાંય કામ નથી મળતું.’
‘તમે શું કામ ચિંતા કરો છો ? ઈશ્વર સૌ સારાં વાનાં કરશે.’ મમ્મીનો ભીનો સ્વર.
‘ઈશ્વર રેશનિંગ કાર્ડમાં નથી મળતો કે ન તો એને ખાઈ શકાય છે સુશી. મને ખબર છે આજે તો તેં જેમતેમ કરીને જમવાનું બનાવ્યું છે, પણ આવતીકાલનું શું ?’

સમજદાર થઈ રહેલા જયના દિમાગ પર પપ્પાના તૂટતા સ્વરના એ શબ્દો અંગારાની જેમ ચંપાઈ ગયા ને દફતર મૂકી દોડીને પપ્પાને વળગી પડતાં સીસકતા સ્વરે એ બોલ્યો :
‘પપ્પા, મેં બધું જ સાંભળ્યું છે. હું કાલથી નિશાળે નહીં જાઉં. તમારી સાથે હું ય કામની શોધમાં નીકળીશ. હવે હું નાનો નથી.’
‘નહીં બેટા, તારે તો ભણવાનું જ છે. તું તો અમારી આવતીકાલનું સ્વપ્ન છે.’ બોલતાં જયને ઊંચકીને બચ્ચી કરી રહેલા એના પપ્પાનો સ્વર રુંધાઈ ગયો અને જયની માસૂમ કિશોર આંખો સમક્ષ પ્રતિભાબહેન તેનું પેલું વાક્ય ‘તમે સૌ આજની આંખમાં અંજાયેલું આવતીકાલનું સ્વપ્ન છો.’ અને પપ્પાના થોડીવાર પહેલાનાં શબ્દો ‘પણ આવતીકાલનું શું ?’ એકબીજામાં ભેળસેળ થઈ ગયાં.

બીજા દિવસની સવાર પડી ને જયની આંખ ખૂલી ત્યારે એના પપ્પા કામની તલાશમાં ઘર બહાર નીકળી ચૂક્યા હતા. ગઈકાલે સાંજે જ મમ્મી-પપ્પાનો સંવાદ સાંભળી જયે મનોમન નક્કી કરી લીધું હતું કે પોતે હવે સ્કૂલે નહીં જાય પણ કામની તલાશમાં જશે. પણ મમ્મીને એ કહેવાનું નહોતું. તડકાએ પરસાળ કૂદી ઘરમાં પ્રવેશ કર્યો ને જે કંઈ હતું તે ખાઈને જયે યુનિફોર્મ પહેરી સ્કૂલ-બેગ ઉપાડી.
‘જય બેટા, આજે નાસ્તો નથી બનાવ્યો. ચાલશે ને ?’ બોલતાં મમ્મી આડું જોઈ ગઈ અને ‘ચાલશે’નું ડોકું હલાવી ઘર બહાર નીકળતા જયને લાગ્યું કે પાછળ ઘરની હવામાં મમ્મીનું એક રુંધાયેલું ડૂસકું વહી ગયું છે. અને એના બાર વર્ષીય ચહેરાએ વધુ પુખ્ત બની સ્કૂલની દિશા છોડી બીજી દિશા પકડી. એ દિશામાં ગોડાઉનો, ફેક્ટરીઓ, ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટો, માલ ભરેલી દુકાનો ને ગેરેજો હતાં જ્યાંથી કંઈક કામ મળી રહેવાની જયને આશા હતી.

પણ આખો દિવસ રખડીને થાકીથી ચૂર થઈ જવા છતાંય ક્યાંય કંઈ કામ ન મળ્યું. કોઈએ નાનો બાળક ગણી મજાક કરી હતી. કોઈએ ચોર ગણ્યો હતો તો કોઈએ જયને ધુત્કારીને કાઢી મૂક્યો હતો. ભાદરવી તડકો, થાક અને રઝળપાટે લગાડેલી ભૂખથી જયની આંખો અને શરીર બળી રહ્યાં હતાં, અને એથીય વધુ બળી રહ્યું હતું એનું માસુમ મન-એ વિચાર માત્રથી કે સાંજે ખાલી હાથે ઘેર પાછા ફરવાનું છે.

સાંજે પાંચ વાગ્યે જયે રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પર પગ મૂક્યો ત્યારે છેલ્લી ટ્રેન ચાલી ગયે અર્ધો કલાક થઈ ગયો હતો ને બીજી ટ્રેઈનોનો દોર શરૂ થવાને હજી કલાકેકની વાર હતી, થોડા છુટાછવાયા મજૂરો, રેલવેના બ્લ્યુ યુનિફોર્મધારીઓ અને બેચાર રખડતાં કૂતરાં સિવાય સ્ટેશન લગભગ ખાલીખમ હતું, સ્ટેશનની પરબ પર ઠંડા પાણી વડે હાથ મોઢું ધોઈ, બે ગ્લાસ પાણીથી ખાલી પેટને ભરીએ દઈ જય થાકેલા ચહેરે પ્લેટફોર્મ પરના એક ઝાડના નીચેના તૂટેલા બાંકડાના છેડે બેસી પડ્યો. જમણી બાજુ નજર કરી જયે જોયું તો બાંકડાના બીજા છેડે કોઈ સ્ત્રી બેઠી હતી. એ સ્ત્રીનો ચહેરો જયના કલાસ ટીચર પ્રતિભાબહેન જેવો યુવાન અને રૂપાળો હોવા છતાં એના ચળકતા પોષાકમાં અને બિન્ધાસ્ત આંખોમાં કંઈક એવા વિચિત્ર ભાવ તરવરતા હતા કે એનાથી ડરી જઈને જયે ચહેરો ઘુમાવી દીધો. એ જોઈને એ યુવતી ફક્ દઈને હસી પડીને જયની તરફ ખસીને બોલી :
‘કેમ રે ચેકૂસ ! નિશાળમાંથી ગૂટલી મારીને નીકળેલો છે ? ભણવાનું ગમતું નથી શું રે ?’ એ યુવતીનો બિન્દાસ્ત સાફ અવાજમાંય એક માર્દવપૂર્ણ સહાનુભૂતિ છલકતી હતી, અને આજ આખા દિવસમાં પહેલીવાર જ આવો સ્વર સાંભળવા મળતાં જયનો થાકેલો માસુમ ચહેરો એક ધ્રૂસકામાં તૂટી ગયો….

‘અચ્છા, તો તું આવડી નાની ઊંમરે કમાવા નીકળ્યો છે દોસ્ત એમને ?’ જયની સીસકતી દાસ્તાન સાંભળી લાપરવાહ ઢબે એના ખભે હાથ મૂકી એ યુવતીએ હમદર્દીભર્યા સ્વરે કહ્યું.
‘હા, પણ કામ તો કંઈ મળ્યું નહીં ને ભૂખ બહુ લાગી છે અત્યારે.’ જયે માથું હલાવીને કહ્યું.
‘ભૂખ લાગી છે ? ચાલ મારી સાથે આ સામે રેલવે-લાઈનની પેલી બાજુ જે ઝોંપડપટ્ટી દેખાય છે ત્યાં મારું ઘર છે. ઝટ ઊભો થા. મારા ‘ધંધા’ નો ‘ટેમ’ થવા આવ્યો છે. શું નામ છે રે તારું ? મને બધા ચમેલી કહે છે.’ બોલતાં એણે જયને હાથ પકડી બાંકડા પરથી ઊભો કર્યો ને જય એની આંગળી દોરવાયો.
‘મારું નામ જય છે. તમારું નામ ચમેલી સરસ છે. તમે બિલકુલ અમારા કલાસ-ટીચર પ્રતિમાબહેન જેવાં જ લાગો છો…’ કહેતાં જયે ગઈકાલે સ્કૂલમાં બનેલો ગુલાબવાળો પ્રસંગ અને પ્રતિભાબેનના શબ્દો ‘ગુલાબનું ફૂલ છોડ પરથી નીચે પડે છે તોય એની સુગંધ ઉપર જાય છે.’ કહી સંભળાવ્યા.
‘હા….હા….હા !’ અટ્ટહાસ્ય કરતાં ચમેલી બોલી, ‘ફૂલો માટે એ કદાચ સાચું હશે પણ આપણે… આપણે સૌ તો મુકદ્દરે બનાવેલાં પથ્થરી ફૂલો છીએ, પથ્થરી ગુલાબો જયલા ! અને તારી એ કલાસ-ટીચરે બિચ્ચારીએ પથ્થરોની વજનદાર દુનિયા ક્યાં જોઈ હોય ? એટલે એ એમ કહેતી હોય તો એનો કંઈ વાંક નથી એમાં.’

ઝોંપડપટ્ટીની એ ત્રીજી લાઈનમાં એક ચમેલીનું ઘર જ પાકું બાંધેલું હતું. ખુલ્લી વહેતી ગટરો પરથી અકળાઈને ઉપર જઈ રહેલા સાંજના ધુમાડાના ગુબારોમાં, ઝોંપડીઓમાં શેકાઈ રહેલી રોટીઓની ખૂશ્બૂ મહેકતી હતી.
‘હાશ ! સવારની પહેલી ચાર રોટીઓ અને પ્યાજ-મટરના શાકનો આખો કટોરો સાફ કરી જઈ ચમેલીએ આપેલો એલ્યુમિનીયમનો પાણીનો ગ્લાસ ગટગટાવી જઈ જયે કહ્યું : ‘પણ હવે તમે શું ખાશો ચમેલીબહેન ?’
‘આવું પૂછનાર મને જિંદગીમાં પહેલો તું જ મળ્યો ભઈલા !’ જયને વહાલથી સોડમાં ચાંપી ચમેલીએ ઝળહળતી આંખે કહ્યું ને પછી એ બોલી,
‘હું “કામ” પરથી પાછી આવીને ખાવાનું બનાવી લઈશ. પણ તું હવે ઘેર જા અને લે આ દસ રૂપિયા લઈ જા, તારે ઘેર આપવા. કહેજે કે તને કામ મળી ગયું છે અને કાલે સાંજે નિશાળેથી છૂટીને સ્ટેશન પર મળ મને. આ વિસ્તારનો દાદો ગેનુ મારો ગુલામ છે. એને કહીને તને સ્ટેશનના ટી-સ્ટોલ પર સાંજે ટ્રેઈન ટાઈમની ચાર-પાંચ કલાકની નોકરી આપાવી દઈશ, જેથી તું ભણીય શકે ને ઘર માટે કંઈક કમાઈ શકે. અને એ જોઈ મારી ગટરી જિંદગી એકાદ ગુલાબ પણ ખીલવી ગઈ છે, એનો મને આનંદ થશે. પણ તું આ બધું ને મારી મુલાકાત વિષે તારા પપ્પાને કંઈ કહેતો નહીં. નહીંતર એ તને વઢશે ને કાલે આવવા નહીં દે હા !’

‘પણ તને હમણાં કહ્યું ને કે તમે કામ પર જઈ રહ્યાં છો અત્યારે. તો મને ય સાથે લઈ જાવને તમારા એ જ કામ પર. ટી-સ્ટોલની નોકરી કરતાં તમારી સાથે કામ પર આવવાનું મને વધુ ફાવશે ચમેલી બહેન.’ જયે નિર્દોષ સ્વરે કહ્યું ને એના એ ભોળપણ પર ખડખડાટ હસી પડી. જયના ગાલે ટપલી અડકાડી અને સાથે લઈ બહાર નીકળી, ખોલી વાસતાં ચમેલી બોલી :
‘તને અત્યારે આ નહીં સમજાય મારા ભોળિયા રાજા, તું નાનો છે ! પણ હવે તું ઝટ ઘેર જા. તારી મા ચિંતા કરતી હશે. તને કાલે સાંજે કામ ચોક્કસ મળી જશે હોં !’

…. અને આજે મળેલા દસ રૂપિયા અને ભણવાનું ચાલુ રહેવા સાથે કાલે મળનારા કામની ખુશીની ગુલાબી ચમકને માસુમ આંખોમાં આંજી જયે ઊછળતી ચાલે ઘરની દિશા પકડી ત્યારે….. ઝોંપડપટ્ટીની ઝોંપડીઓમાં દૂર દૂર વાગતું હતું : ‘સારે જહાં સે અચ્છા…..’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આખા લીમડામાં એક ડાળ મીઠી.. – ભવાનીદાસ વોરા
ઝાડને કોણ મારે છે ? – રીના મહેતા Next »   

46 પ્રતિભાવો : પથ્થરી ગુલાબ – નસીર ઈસમાઈલી

 1. gopal.h.parekh says:

  જય જેવાં કેટલાંય કૂમળા ફૂલો આમ વેડ્ફાતા હશે રામ જાણે ને ચમેલીની માનવતા હ્રદયના તારને ઝણઝણાવી ગઈ

 2. Tarik Sheth says:

  Nice article and as usual simple language and high thinking by naseer ismaily..

 3. shreyas raj says:

  માણસ એ અન્ય પ્રાણીઓની જેમ જ એક જીવતં પ્રાણી છે, ને મૃત્યુ પામતાં છેવટે બળીને કે દટાઈને પૃથ્વીમાં સમાઈ જાય છે. પણ એનાં કાર્યો, એનું જીવન, એનાં વિચારો જેવાં હોય તેવી ગંધ દુનિયાની હવામાં ફેલાતી રહે છે. જિંદગી એક અજીબ ભૂલભૂલામણી છે કે માણસે હજારો વાર એમાં નીચે પછડાવું પડે છે. પણ છોડ પરથી નીચે પડી ગુલાબની જેમ પછડાવાં છતાં જો એનાં કાર્યો નિષ્ઠાપૂર્વકનાં અને નીતિ, પ્રમાણિકતા, સચ્ચાઈ અને સદભાવથી પૂર્ણ હશે તો એનાં જીવનની સુગંધ ગુલાબના ફૂલની ખુશ્બુની જેમ ઊંચે ઊઠીને લાખો માનવહૈયાંને એની મીઠાશથી તરબતર કરી મૂકશે. બુદ્ધ, મહાવીર, ઈશુ ખ્રિસ્ત, મહંમદ પયગંબર કે મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરૂ જેવા મહાનુભાવો જેઓ માનવની ઈતિહાસને એમના જીવનસુગંધની સદા મહેકાવતા રહ્યાં છે,

  જવાહરલાલ ન્હેરુ?????????

  કઇંક ભૂલ નથી લાગતી??

  બાદ કરતા બહુજ સુંદર લેખ્.
  તારિક ની વાત થી સો ટકા સહમત્.

 4. bijal bhatt says:

  શ્રેયશભાઈ ખુબ સરસ … એક વાત કહું ??
  જુઓ ફુલ ને શું ? જો ખીલે એ શુળ માં…
  જુઓ ફુલને શું ? જો ઢળે એ ધુળ માં.

 5. ખૂબ જ સરસ વાર્તા..

 6. Bharat Lade says:

  આ છે જીંદગીની સચ્ચાઈ. Very nice story

 7. Keyur Pancholi says:

  ખુબ સરસ વાર્તા.
  હું પણ શ્રેયસભાઇ સાથે સંમત છું.
  જવાહરલાલ નહેરુ ને બાદ કરતા બાકી ની વાતો સારી છે.

 8. Riddhi says:

  નસીર ઇસ્માઈલીની કલમ બહુ અસરકારક હોય ચ્હે. I am a big fan of him. Please keep posting articles of this author.
  Thanks!

 9. Dipika D Patel says:

  ખુબ જ સરસ, જવાહરલાલ નહેરુ ને બાદ કરતા.

 10. ખુબ સરસ વાર્તા.

 11. Ami says:

  આભાર નસીર ઇસ્માઈલીજી. તમે હમેશા જીદગીની સચ્ચાઈ ખુબ સારી રીતે પ્રદશિત કરો છો. આવા કેટલાય જય અને તેના કુંટુંબોની સમસ્યા તો જ ઉક્લી શકે જો આપણા ભષ્ટ રાજકારણીઓ રોજગરની નવી તકો જનતાને આપે.

 12. as usual amazin……

 13. Hiral Thaker 'Vasantiful' says:

  Vey nice……. I alwaysread “Savendna Na Sur’ in ‘Gujarat Samachar’….

  His style of writting style is very different….

 14. Anand says:

  Wah Nasirbhai Wah,
  Budhwar ni saware pahelu kam brush karta karta HICHKA besi ne Samvedna na Sur vanch to hato. Have desh chody paachi hichko malvo muskel chhe pan tamaro lekh jayur computer par vanchu chhu.
  Aa bharat desh jevi lagni ne loko malwa muskel chhe pan tamara jewa sara lekhko na lekh vanchi ne aaswasan melavie chhea

 15. vivek desai, dubai says:

  excellent

 16. Amrut Gosai says:

  Jindagi ni avi kadvi vastavikta ne atli saras rite lakhnar banda par AAFRIN ho gaye.

  Very very nice article by Naseer Ismail.

  Please keep editing his articles.

 17. Maitri Jhaveri says:

  જય નેી બુદ્ધિભરિ વાત કે ગુલાબ્નેી સુગન્ધ તો નિચે થિ ઉપર જાય છે, ચમેલિ નિ મજ્બુરિ ને માણસાઈ હ્રદયસ્પર્શિ છે.

 18. Keyur Patel says:

  ચાલો જય તો નસીબદાર નીકળ્યો. પણ જે જયની જેટલા નસીબદાર નથી તેમનું શું?

 19. Mohin Kapadia says:

  Nice Article.
  Please post more aritcle of this auther.

 20. ગુજરાત સમાચારે મને તમારિ ચાહક બનાવિ ચે.સવેદના ના સુર………જિન્દગિ નિ સવેદના ના સુર કોણ સાભળી શકશે?????

 21. Nehal patel says:

  NOW WHAT U GONNA SAY MR. KRUNAL?
  NOW U DONT HAVE ANY GOOD WORDS FOR THIS GIRL CHAMELI, DO YOU???

 22. Nehal says:

  Excellent…
  Naseer sir as usaul u r excellent..

 23. અતુલ જાની (આગંતુક) says:

  બેટા, દુનિયા મને પાગલ કહે છે. અને હું દુનિયાને, પણ યાદ રાખજે આ દુનિયાને ક્યારેક કોઈકે કંઈ બદલી છે, તો કોઈક ‘પાગલ’ જ એ બદલી શક્યો છે, નહીં કે ઘેટાંના ટોળા જેવા ડાહ્યા માણસોની ભીડ. તું બને તો એવો કોઈક પાગલ બનજે, ભીડમાંનો શાણો નહીં.’

  Internet ની આ અજબ દુનિયામાં સાહિત્યની પાછળ પડેલા આપણે બધાય શું પાગલ નથી? અને મને ગર્વ છે મારા, તમારા આપણા સહુના આ પાગલપણાનો – કારણકે આ દુનિયાને ક્યારેક કોઈકે કંઈ બદલી છે, તો કોઈક ‘પાગલ’ જ એ બદલી શક્યો છે.

  નાસિર ઈસ્માઈલીની કલમ આપણને કોઈક બીજી જ દુનિયામાં લઈ જાય છે.

 24. bhv says:

  nasir saheb is just a great person. I am big fan of him. i had read one sTory of him before few year, but i still remember one sentence : zindagi bhramanao ni bhraman gatha chhe jema sauthi moto bhram chhe prem aavu satya nasir sir j lakhi shake Please keep posting articles of nasir sir.

 25. Jyoti says:

  I am also a big fan of him. I never miss “Savendna Na Sur’ in ‘Gujarat Samachar’….

 26. Nilesh Bhalani says:

  ખુબ સરસ વાર્તા.

 27. Nilesh Shrimali says:

  Dear Nasirbhai,

  Very good.

  There is so many things in single short sharp story. I agree with Keyur patel and Kinjal shah.
  U can never guess the tomorrow… do U ? but beleive in “KARM NO SIDDHANT”.
  Life is game and your opposite player (God-destiny) can change rule of the game anytime without informing you.

  Regards,

  Nilesh Shrimali

 28. Vikas Nayak says:

  દર વખત ની જેમ આ વખતે પણ નસીર ઈસ્માઈલી સાહેબ ની સમર્થ કલમે લખાયેલ આ સંવેદનાભરી વાર્તાએ હ્રદયના તાર ઝણ્ઝણાવ મૂક્યા.હું છેલ્લા પંદરથી વધુ વર્ષોથી તેમની વાર્તાઓ ગુજરાત સમાચાર ની સંવેદના ના સુર કટાર માં નિયમિત રીતે અચુક વાંચુ જ છુ અને તેમનો જબરદસ્ત ચાહક છુ.તેઓ ખરેખર એક અતિ ઉંચા દરજજાના અને ઉમદા લેખક છે અને તેમની વાર્તા લેખન ની શૈલી પણ અજોડ છે.મારા તેમને હાર્દિક અભિનંદન. ઈશ્વર તેમને લાંબુ આયુષ્ય આપે અને તેઓ આમજ લખતા રહે અને અનેક ના જીવન માં સંવેદનાના ફૂલ ખિલવતા રહે અને વાચકો નો પ્રેમ પામતા રહે એવી અભ્યર્થના…

 29. Roshni says:

  Shree Nasir saheb,

  Namaste,

  This short story is simply superb sir. My mother is very big fan of yours and now i understand why she likes your stories so much.

  Regards,

  Roshni

 30. SHRUTI says:

  THANKS mrugesh bhai for keeping nice article on the site i m also big fan of samvednana sur and this story is really heart touching…..

 31. ભાવના શુક્લ says:

  માનવીય સંવદનાઓને સુર બક્ષવાનુ કામ નસીરભાઈની કલમ કરી રહી છે તેના ટહુકા આમ ક્યારેક સંભળાઈ જાય ને એજ હથેળીની મધ્યમા કઈક કુણુ નાજુક કન એકાદ બે ધબકારા છોડી દે છે…

 32. piyush upadhyay says:

  nasir ismaili
  excellent and emotional always…………
  nehru vishe omment karna plz pehla thodu vanchta sikhe plz…….

 33. Pratik says:

  there is no words in my dictionary for praising the style of writing…… It’s really fantastic.

 34. kailasgiri varal says:

  fantastic

 35. girish says:

  બુટ પોલિસ કરતાઅને ચા નિ પયાલિ આપતા બાલક મા જ્ય્ ને જુવો અને ફુલ ને બચાવિ ચમેલિ નિ ખુસ્બો ફેલાવિ સકાય્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.