કહું આજ કોને ? – બી. કે. રાઠોડ ‘બાબુ’

[ આ તમામ રચનાઓ શ્રી રાઠોડભાઈના (સુરેન્દ્રનગર, ગુજરાત) પુસ્તક ‘અહીંથી ત્યાં સુધી’ માંથી સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર.]

[1] કહું આજ કોને ?

રહી એકધારી દશા જિંદગીની…
વધારે કહું શું, કથા જિંદગીની…. ?

ઘણો બોજ લાગ્યો, મને જિંદગીનો,
છતાં ખૂબ વેઠી, સજા જિંદગીની…

ભટકતો ફરું છું ગમો લૈ અમારા,
નથી જાણતો હું, મજા જિંદગીની…

કરે છે અહીં કોણ પરવા અવરની ?
કહું આજ કોને, વ્યથા જિંદગીની ?

રહી દૂર મંઝિલ, હશે એ જ કારણ,
હશે સાવ ખોટી દિશા જિંદગીની.

મળે છે અહીં મોતને માન મોંઘા,
પળાતી નથી જ્યાં, તમા જિંદગીની….

મળે મોત તો પાર પડશે ઈરાદો,
લૂંટાવી જવી છે, મતા જિંદગીની….

[2] અભાવ તારો…..

બધે ય જોતો અભાવ તારો.
હજી ઘણો છે લગાવ તારો.

ખુશી ચહું છું ઘણાં વરસથી
મને ચહેરો બતાવ તારો.

કદીક આવું તને જ મળવા ?
જરા ખુલાસો જણાવ તારો.

નથી રહ્યો હું ય આજ મારો,
મને હવે તું બનાવ તારો.

જરા સ્વપ્ન જોઉં જિંદગીનાં,
જરાક ખોળો ય લાવ તારો.

ઈલાજ કર દર્દનો હવે તું,
મને રહે છે તનાવ તારો.

અરજ કરી ‘બાબુ’ એ જ ચાહું,
રહે સદા પ્રેમભાવ તારો.

[3] ખુદાનો એમને…..

ખુદાનો એમને, સહારો હોય છે.
દુ:ખોનો જેમને, વધારો હોય છે.

નસીબે હોય છે ખુશીઓ સ્વપ્નની,
ગમોનો જેમને, પનારો હોય છે.

અમસ્તી કૈં નથી ઘડાતી જિંદગી,
જરૂરી જગતનાં પ્રહારો હોય છે.

વહે છે ફક્ત પ્રેમનાં સૂરો સદા,
ઘણાનાં જીવ એકતારો હોય છે.

વ્યથાથી રાત સભર જેની હોય છે,
તડપતી એમની સવારો હોય છે.

ચરે છે ‘બાબુ’ માત્ર એને હંસલા,
ઘણાં મોતી સમા વિચારો હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દિલે નાદાં તુઝે…. – પંકજ ત્રિવેદી
બે રચનાઓ – સંકલિત Next »   

17 પ્રતિભાવો : કહું આજ કોને ? – બી. કે. રાઠોડ ‘બાબુ’

 1. sujata says:

  Too good creation……
  amasti kai ghadati nathi jindgi
  jaroori jindgina praharo hoye che……very true
  thnks to Mrugesh and BABU’…….

 2. bijal bhatt says:

  રહી દૂર મંઝિલ, હશે એ જ કારણ,
  હશે સાવ ખોટી દિશા જિંદગીની.

  તેમજ્
  અમસ્તી કૈં નથી ઘડાતી જિંદગી,
  જરૂરી જગતનાં પ્રહારો હોય છે.

  બન્ને પંક્તિ ખુબ જ ગમી..

  ખુબ સરસ રચના ઓ છે

 3. bijal bhatt says:

  ખુદાનો એમને, સહારો હોય છે.
  દુ:ખોનો જેમને, વધારો હોય છે.

  આ વાત પણ ખુબ અનુભવી છે…

 4. સુંદર રચનાઓ..

 5. સરસ રચના

 6. Hiral Thaker 'Vasantiful ' says:

  Very nice creation Keep writting….

  “વહે છે ફક્ત પ્રેમનાં સૂરો સદા,
  ઘણાનાં જીવ એકતારો હોય છે”

  🙂

 7. Bimal says:

  સુંદર રચનાઓ ….અભિનંદન

 8. b.k.rathod says:

  લખી છે વાત દિલની મે અહી બે-ચાર ગઝલોમાઁ,
  ઝુરાપો જિન્દગીભરનો તને સમજાય તો સારુ…

 9. kunal says:

  ઉત્તમ રચનાઓ… લખતાં રહો આમ જ … મૃગેશભાઈ આસ્વાદ કરાવવા બદલ આભાર…

 10. neetakotecha says:

  bahu j saras

 11. Keyur Patel says:

  સુંદર્……..

 12. Pooja Shah says:

  “વહે છે ફક્ત પ્રેમનાં સૂરો સદા,
  ઘણાનાં જીવ એકતારો હોય છે”

 13. Gautam Parmar says:

  મસ્ત્…..”બાબુ” વિશે વધુ મહિતી….?,

 14. Gautam Parmar says:

  લગાવી લો અન્દાજ હવે તમે જ મારી પ્રેમકહાનીનો,
  કરુ છુ યાદ જવાનીમા, હુ વિતેલી જવાનીને.

 15. Gautam Parmar says:

  “અહી થી ત્યા સુધી” Download કરવા માતેની Link….?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.