બે રચનાઓ – સંકલિત

[1] આંગળીના ટેરવે – ગૌરવ પંડ્યા

[ અભ્યાસે એલ.એલ. બી. એવા શ્રી ગૌરવભાઈની (જામનગર) લધુનવલ કથાઓ મીડ-ડે, આજકાલ ડેઈલી, નોબત, સંદેશ જેવા જુદા જુદા અખબારોમાં પ્રકાશિત થઈ ચૂકી છે તેમજ તેમની આ ગઝલ ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા રહી છે. તેમના ગ્રુપના નાટકો રાષ્ટ્રીય કક્ષાએ પુરસ્કારો પામ્યા છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી ગૌરવભાઈનો ખૂબ ખૂબ આભાર.]

બે ચાર શબ્દો જો સરે છે આંગળીનાં ટેરવે,
ને કંપનો કંપ્યા કરે છે આંગળીનાં ટેરવે.

લોકો કહે છે કે, ‘ઘણું સુંદર લખું છું હું હવે,’
એને કહું શું ? તું રહે છે આંગળીનાં ટેરવે…

મુજથી જ ભૂલાતી નથી એ આપણી ભીની ક્ષણો,
ભીની મુલાકાતો ફરે છે આંગળીનાં ટેરવે.

એ તો દગો તેં ભૂલમાં કર્યો હશે એ ખ્યાલ છે,
આખો અહીં માણસ મરે છે આંગળીનાં ટેરવે.

કાગળ હવે આ જિંદગીનો સાવ કોરો રાખવો છે,
તું રોક : શબ્દો અવતરે છે આંગળીનાં ટેરવે.

[2] પ્રશ્નાર્થ (અછાંદસ કાવ્ય) – બિન્દુવંદના ભટ્ટ

[રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રીમતી બિન્દુવંદના બહેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર.]

મારી અજન્મી પૌત્રી
પ્રદુષણ થી ત્રસ્ત – હાંફતાં, ખાંસતાં,
મારા પુત્રની આંખોમાં બેસીને
મારી આંખોમાં આંખ નાખીને
મને ઘણીવાર કહે છે :
‘દાદી, જોયું, તમારી કચકડી દોડનું પરિણામ ?
થવાનો હતો જે ‘ડે આફટર ટુ મોરો’
તે ભરજુવાનીમાં વૃદ્ધ થઈ ગયો !
આ ફેક્ટરી, આ કેમિકલ
આ પેસ્ટીસાઈડ, આ વ્હીકલ !
દાદી, તમારી પેઢીની રહન-સહન
નથી કોઈ એટમ-બૉંબથી કમ.
એ અમેરીકી બોંબે તો
ફકત બે શહેર ઉઝાડ્યા હતા
પણ, આ તમારો રહન-સહનીયો બોંબ
પૂરી પૃથ્વીને હિરોશીમા બનાવી દેશે…
હવે એક કામ કરજો, દાદી !
વહેતી નદી, ઘનઘોર જંગલ અને
મૂશળધાર વરસાદનું શૂટિંગ કરીને
સાચવીને રાખી દે જો.
જેથી, અમે વૃદ્ધ જ જન્મવાવાળી પેઢી
ઘરમાં પડ્યાં-પડ્યાં તેને જોઈ લેશું,
જો જોઈ શકતાં હોઈશું તો !
ત્યારે અમે કાંઈ નહિ કરીએ
કેમ કે, અમે થોડા બોલી શકીશું ?
દાદી બોલોને…..
અમે તમારી જેમ જીવી શકીશું ?
બોલો ને દાદી…. પ્લીઝ….
અમે દીકરીઓ તમારી જેમ જન્મી શકીશું ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કહું આજ કોને ? – બી. કે. રાઠોડ ‘બાબુ’
ગાંઠિયા અને સૌરાષ્ટ્ર – જવલંત છાયા Next »   

25 પ્રતિભાવો : બે રચનાઓ – સંકલિત

 1. લોકો કહે છે કે, ‘ઘણું સુંદર લખું છું હું હવે,’
  એને કહું શું ? તું રહે છે આંગળીનાં ટેરવે…

  -સુંદર અભિવ્યક્તિ… સરસ ગઝલ લઈ આવ્યા, ગૌરવભાઈ…

 2. payal says:

  ખુબ જ સરસ લખ્યુ ચે. આજ કાલ પ્રદુશન એત્લુ વધિ ગયુ ચે કે વાત ન પુચો અવ્વા વાદિ પેધિ આપન ને જરુર પુચ્શે કે આમારા મતે અવ્વુ વાતાવરન મતે અત્યર્થિજ સવધાન થયે સારુ.

 3. Hiral Thaker 'Vasantiful ' says:

  Both are very good.

  “બોલો ને દાદી…. પ્લીઝ….
  અમે દીકરીઓ તમારી જેમ જન્મી શકીશું ? ”

  Very heart toching…May be this will happen when classes of all schools are full with boys….and no girl student…. .

 4. G D Pandya says:

  બોલો ને દાદિ .. પ્લેીઝ્

  વાહ્હ …

 5. kunal says:

  ખુબ સરસ ગૌરવભાઈ અને બિંદુવંદનાબહેન… ખુબ ખુબ અભિનંદન …

 6. neetakotecha says:

  khub j saras

 7. Sonal says:

  મુજથી જ ભૂલાતી નથી એ આપણી ભીની ક્ષણો,
  ભીની મુલાકાતો ફરે છે આંગળીનાં ટેરવે.

  You make me cry.

 8. Keyur Pancholi says:

  બંને રચનાઓ સરસ છે.

 9. Keyur Patel says:

  આ પ્રદુષણ હજી કેટલું વધશે????? હવે તો હદ થૈ ભૈ.

 10. Manhar M.Mody ('mann' palanpuri) says:

  શ્રી ગૌરવ પંડ્યા ની ગઝલ માટે ઃ

  ”કલમ ગૌરવ અનુભવે ગૌરવની આંગળીના ટેરવે”

 11. hatim hathi says:

  e to dago te bhool ma karyo hasee khayal 6e,akho ahi manas mare 6e angali na terve.apna angali na terva ni kamal vah kya bat hai gajal satre khoob aagal vadho evi mari shoobh kamna

 12. megha says:

  hriday ne sparsi gai 6e aa kavita,kem k e rahe 6e aangli na terve. VAH GAURAV VAH

 13. BHAKTI says:

  ખુબ જ સરસ્

 14. varsha says:

  very very gud n heart touching RACHANA

 15. nayan panchal says:

  સુંદર રચનાઓ.

  નયન

 16. nirlep bhatt says:

  ગૌરવ ઘણી જ નાની ઉમરે બહુ સરસ લખે છે અને અભિનયના ઓજસ પાથરે છે. હુઁ આ જાણુ છુ કેમકે એ મારા ગામ જામનગરના વતની છે…અભિનન્દન.

 17. peeyush bhatt says:

  બ હુ જ સ્ ર સ્

 18. Gargi says:

  ગૌરવ તમે ખરેખર ખુબ સુન્દર લખો ચ્હો.

  સતત ગુન્થાય ચ્હે આપણી મુલાકાતો હ્દય મા…

  જાણે પીગળુ ચ્હુ હુ કરણ વગર આંગળીનાં ટેરવે.

  કાગળ પર સાહી ફરે ચ્હે આમતેમ સમજ્યા વગર…

  ને તુ મુજમા ભળે ચ્હે અલ્લડ બની આંગળીનાં ટેરવે.

  -ગાર્ગી.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.