લગ્નગીતો અને ફટાણાં – સં. દેવી મહેતા.

marriage[‘લગ્નગીતો’ પુસ્તકમાંથી સાભાર. નોંધ : તમામ ગીતોમાં જરૂરિયાત પ્રમાણે વર-કન્યાના નામ ગોઠવી શકાય છે.]

[1] ગીત

જેવાં ગુલાબનાં ફૂલ રાતાં છે એવી કુમારભાઈની આશા છે

કુમારભાઈ લખી લખી મોકલે લેટરમાં, આપણે મળશું ક્યા થિયેટરમાં.
તમે શું કામ લખો છો લેટરમાં, આપણે મળશું રૂપલ થિયેટરમાં… જેવાં…

કુમારભાઈ લખી લખી મોકલે વીંટીમાં, આપણે મળશું કઈ સિટીમાં.
તમે શું કામ લખો છો વીંટીમાં, આપણે મળશું મુંબઈ સિટીમાં…. જેવાં….

કુમારભાઈ લખી લખી મોકલે બૉટલમાં, આપણે મળશું કઈ હોટલમાં.
તમે શું કામ લખો છો બૉટલમાં, આપણે મળશું પતંગ હૉટલમાં… જેવાં…

કુમારભાઈ લખી લખી મોકલે ખારેકમાં, આપણે મળશું કઈ તારીખના.
તમે શું કામ લખો છો ખારેકમાં, આપણે મળશું પહેલી તારીખના… જેવાં…

[2] ગીત (ફટાણાં)

ઘરમાં નો’તું નાણું ત્યારે શીદ તેડ્યું’તું ટાણું ? મારા નવલા વેવાઈ…
અમે મોકલાવ્યું નાણું ત્યારે તમે માંડ્યું ટાણું, મારા નવલા વેવાઈ…

ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડ્યા’તા વેપારી ? મારા નવલા વેવાઈ…
અમે મોકલાવી સોપારી ત્યારે તમે તેડ્યા વેપારી, મારા નવલા વેવાઈ….

ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડ્યું’તું સાજન ? મારા નવલા વેવાઈ…
અમે મોકલાવી જાજમ ત્યારે તમે તેડાવ્યું સાજન, મારા નવલા વેવાઈ…

ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ? મારા નવલા વેવાઈ…
અમે મોકલાવી ખાંડ ત્યારે તમે તેડાવી જાન, મારા નવલા વેવાઈ…
ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડ્યા’તા મોટા ? મારા નવલા વેવાઈ…
અમે મોકલાવ્યા લોટા ત્યારે તમે તેડાવ્યા મોટા, મારા નવલા વેવાઈ….

ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ, મારા નવલા વેવાઈ….
અમે મોકલાવી ખારેક ત્યારે તમે તેડાવ્યા પારેખ, મારા નવલા વેવાઈ…

[3] ગીત (ગણેશમાટલીનું ગીત)

વાગે છે વેણુ ને વાગે વાંસલડી,
અમી બેનીના વિવાહ આદર્યા.

કાકા વીનવીએ યશવન્તભાઈ તમને,
રૂડા માંડવડા બંધાવજો,
માંડવડે રે કાંઈ દીવડા પ્રગટાવજો,
અમી બેનીના વિવાહ આદર્યા.

માસી વીનવીએ શારદાબેન તમને,
નવલા ઝવેરી તેડાવજો,
ઝવેરી તેડાવજો ને ઘરેણાં ઘડાવજો,
અમી બેનીના વિવાહ આદર્યા.

વીરા વીનવીએ નીતિનભાઈ તમને
મોંઘેરા મહેમાનો તેડાવજો,
મોંઘેરા મહેમાનોએ શોભે માંડવડો,
અમી બેનીના વિવાહ આદર્યા.

મામા વીનવીએ રમેશભાઈ તમને,
નવલાં ચૂડો પાનેતર લાવજો,
ચૂડો પાનેતર આપણી વ્હાલી બેનને સોહે,
અમી બેનીના વિવાહ આદર્યા.
(પાત્રોના નામો બદલવા તેમજ કાકા, મામી, બેની, ફઈબા વગેરેનાં નામ લખીને ગીત લંબાવી શકાય.)


[4] ગીત (પીઠી ચોળતી વેળા ગવાતું ગીત)

પીઠી ચોળો ને પંચકલ્યાણી,
પીઠી કિયા રે મુલકથી આણી ?
પીઠી સુરત શહેરથી આણી,
પીઠી વડોદરામાં વખણાણી;
પીઠી મુંબઈમાં રે ગવાણી… પીઠી…
પીઠી પાવલાની પાશેર
પીઠી અડધાની અચ્છેર… પીઠી….
પીઠી રૂપલા વાટકડે ઘોળાય રે,
પીઠી કુમારભાઈને અંગે ચોળાય રે.. પીઠી…
પીઠી મામા ને મામી રે લાવે,
પીઠી કુમારભાઈ હોંશે ચોળાવે,
પીઠી જોવાને સહુ રે આવે… પીઠી….

[5] ગીત (વરઘોડો માંડવે આવે ત્યારે ગવાતું ગીત)

નાણાવટી રે સાજન બેઠું માંડવે,
લાખોપતિ રે સાજન બેઠું માંડવે;
જેવા ભરી સભાના રાજા,
એવા ધવલભાઈના બાપા. નાણાવટી રે….

જેવા વીંટીમાંયલા હીરા,
તેવા ધવલભાઈના વીરા. નાણાવટી રે…

જેવા રેશમમાંયલા કીડા,
તેવા કેતા વહુના વીરા. નાણાવટી રે….

જેવી મઘમઘતી ફૂલવાડી,
તેવી ધવલભાઈની માડી. નાણાવટી રે…

જેવાં ખાળકૂવાનાં પાણી
તેવાં કેતા વહુનાં માડી. નાણાવટી રે…

જેવી મોતી કેરી સેરો,
તેવી ધવલભાઈની બેની. નાણાવટી રે…

જેવી ચોખા માંહેની એળો,
તેવી કેતા વહુની બેની. નાણાવટી રે….

[6] ગીત (કન્યાપક્ષે ગવાતું ગીત)

એક ભર રે જોબનિયામાં બેઠાં રેખાબેન,
દાદે તે હસીને બોલાવિયાં
કેમ કરી દીકરી, તમારા દેહ જ દૂબળા ?
કેમ કરી આંખલડી ઊંડી ગઈ ?

એક કાળો તે વર ના જોશો રે, દાદા !
કાળો તે કુટુંબ લજાવશે ! એક ભર રે….

એક ગોરો તે વર ના જોશો રે, દાદા !
ગોરાને નિત્ય નજરું લાગશે. એક ભર રે….

એક લાંબો તે વર ના જોશો રે, દાદા !
લાંબો તે નિત્ય તોરણ તોડશે. એક ભર રે…

એક નીચો તે વર ના જોશો રે, દાદા !
નીચો તે નિત્ય ઠેબે આવશે. એક ભર રે…

એક કેડે પાતળિયો, ને મુખડે શામળિયો,
એ મારી સૈયરુંએ વખાણિયો. એક ભર રે….

[7] ગીત (કન્યાવિદાય ગીત)

અમે દીકરી દઈને તમારો દીકરો રે પામ્યા,
લાખ પાડ અમારા ચઢાવો રે, વેવાણ ! એને હેતે સ્વીકારજો..

એના વાંકગુનાને તમે માફ જ કરજો,
એને દીકરી ગણીને હળવેથી વારજો,
બહુ પ્રેમે જાળવજો, વેવાણ ! હેતે સ્વીકારજો….

એનાં બોલ્યાં-ચાલ્યાંને કાંઈ મનમાં ન લાવશો,
કદી છોરું-કછોરું જો થાય, વેવાણ ! તોયે હેતે સ્વીકારજો…

અમારી શીખ શિખામણ ઓછી લાગે તો, સ્નેહે એને શીખવજો,
આ તો કાળજડાનો કટકો તે અળગો
કરીએ રે વેવાણ ! હેતે સ્વીકારજો…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રેખા અને દીવાલ – દિલીપ રાણપુરા
ભેટ – ડૉ. આઈ. કે. વીજળીવાળા Next »   

27 પ્રતિભાવો : લગ્નગીતો અને ફટાણાં – સં. દેવી મહેતા.

 1. Dhaval B. Shah says:

  બહુ સરસ. મજા આવી ગઈ. વધુ આવા ગીતો આપશો.

 2. payal dave says:

  wow i wanna tht guj git …..lado ladi jame re kansar…kansar kevo galyo lage re…plz…pan aa badha bahuj fine che……

 3. Keyur Patel says:

  લાગે છે કે હવે ના લગ્નો માં ધીરે ધીરે લગ્નગીતો ભૂલાતા જાય છે. પણ સાચેજ આ લગ્નગીતો ઘણાજ સુંદર અને મીઠા લાગે છે.

 4. Ami Patel says:

  very nice…

  I was looking for that song

  “Ladakdi chadi re kamad, sundir var ne nirakhava re…..”

  Hope I will get that next time..:)

 5. neetakotecha says:

  ખુબ સરસ્

 6. હવે તો ઘોડે ચઢો મૃગેશભાઈ
  લગનના તો ગાણા ગાયા

 7. hatim hathi says:

  બહુ મજા આવી વધુ આવા ગીતો આપસો આભાર્

 8. JATIN PANDYA says:

  ખુબ શુન્દર

 9. yogesh says:

  આવા ગીતો વાચવા બહુ ગમે.

 10. ravaldushyant says:

  it is precious in 21’st centrury

 11. ravaldushyant says:

  સરક અજન

 12. PRIYANK says:

  GOOD SONGS , OUR CULUTURE RELETED.

 13. NAYAN GANDHI says:

  મસ્ત લ્ગ્ન ગીત વાંચવા મળ્યા હજુ થોડા વાંચવા મળે તો મજા પડી જાય લગ્ન વિષે હજુ વધુ કંઇ વાંચવા મળે તો મજા આવશે…

 14. Piyush Pandhi says:

  Really, its wonderful job done by readgujarati.

  This is very rich culture.

 15. bhavana says:

  ખુબ ખુબ સરસ મજાના ગિતો ચ્હે. આભર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.