ભેટ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[ઈન્ટરનેટ પરથી લીધેલ પ્રસંગોના ભાવાનુવાદ પર આધારીત સુંદર પુસ્તક ‘અંતરનો ઉજાસ’ (મોતીચારો ભાગ-3) માંથી સાભાર.]

ભણવામાં ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ તેજસ્વી હતો.

એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’
બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. એ ઉપરાંત એણે સાચા અર્થમાં તનતોડ મહેનત શરૂ કરી દીધી. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી.

ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી. યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો. પોતાની ભેટની વાત પણ યાદ કરાવી દીધી. પછી એ ઘરે જવા નીકળ્યો. જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા. પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પૉર્ટસ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો. કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો. કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે. દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો. એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા, આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે. આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’ એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.

પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું બાઈબલ હતું. બાઈબલ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. બાઈબલ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું. એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો. ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો. એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી, સ્પૉર્ટસ કારને બદલે બાઈબલ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું. જ્યારે તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’

ચિઠ્ઠી બાઈબલના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો. નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાં જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ, પરંતુ વ્યર્થ ! કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો.

વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ સારાં હતાં. મહેનતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા. પરંતુ એ પ્રેમાળ ચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે સુફિયાણી ફિલૉસૉફી ઝાડવા ફકત બાઈબલ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.

પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી. હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી. આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો. સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા. પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા સાંપડી. સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો.

નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા. એટલે તમે આવી જાવ !’ પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો. પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ? પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું.

ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી. થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો. પછી પોતાના રૂમમાં આવ્યો. એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી. પિતાજી ચોખ્ખાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા, એ બરાબર દેખાઈ આવતું હતું. એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા બાઈબલ પર પડી, આ એ જ બાઈબલ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું. એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી. એણે બાઈબલ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું :
‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે. એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’

એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો બાઈબલના શબ્દો જેટલા જ મહાન લાગ્યા. એ શબ્દોને ચૂમવા એણે બાઈબલને હોઠે લગાડ્યું. એ જ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના પર તારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!

કંઈકેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો.

***

ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લગ્નગીતો અને ફટાણાં – સં. દેવી મહેતા.
નામમાં તે શું છે ? – પલ્લવી મિસ્ત્રી Next »   

91 પ્રતિભાવો : ભેટ – ડૉ. આઈ. કે. વીજળીવાળા

 1. Miral says:

  Amazing!!!

  No word at all

 2. neetakotecha says:

  Mrugesh bhai samandar mathi moti gotiu che tame. khub sandar ane haraday sparshi varta. badhae vanchva jevi vat. aakhi varta pachi j bhagavan. ni vat lakhi che a vat e to man na khuna ne hachmachavi nakhiu. khub sundar

 3. reena gaurang says:

  અતિ…અતિ…અતિ….અતિશય સુન્દર……..ખરેખર આવી વાર્તા ઓ પરથી ઘણુ બધુ શિખવા મળે છે…..

 4. shilpa says:

  very…..very…very….nice story !!!

 5. Krunal Choksi, USA says:

  આખા શરીર મા વીજળી ફરી વળે એવી ઉત્તેજનાપૂર્ણ વાર્તા…….. માતા િપતા ના પ્રેમ ને ઓળખવા મા આપણે ખરા અર્થ મા ઉણા ઊતિરયે ્ છીએ.

 6. urmila says:

  sometimes ‘too late’ in life to rectify the mistakes

 7. pankita.b says:

  really a nice article..

 8. શું લખવુ?? પ્રતિભાવ આપવા માટે મારું ભાષાનું ગ્યાન ટૂંકું પડે છે…

  મૃગેશભાઈ, આ વાત વંચાવવા માટે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે…

 9. વર્ષા says:

  બહુજ સરસ!

 10. Hiral Thaker 'Vasantiful' says:

  Thanks a lot……….

  “Even not a gife from GOD but each and every day is also a gift from GOD with different kind of packing…..!!!!!!!! If we can know the importance of it, we will never complaint to GOD….”

  Realy very nice story……. I agree with Mr. Kunal Choksi

 11. ખૂબ જ સરસ
  આભાર

  ખરેખર હદયસ્પર્શી વાર્તા

 12. tejal thakkar says:

  This can inspires those, who has lots of complaint about gifts given by GOD, even though all the gifts are in favor of his/her

  Thanks a lot for such a inspiring article…..

 13. Dhaval B. Shah says:

  Too good. Thank you very much for such an inspirational story.

 14. sujata says:

  ava lekh shilalekh ni jem kotraai jaye chhey………..Mrugesh bhai no khub abaahar……….

 15. Vishal says:

  ઘણી વખત, આપણે મળેલી વસ્તુઓની કદર કરી શકતા નથી. પછી આખા જીવન ભર વસવસો રહી જાય છે… જોજો, ક્યાક આપણી સાથે પણ એવુંજના થઇ જાય.

 16. કલ્પેશ says:

  આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાના અને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’

  ખરેખર સાચુ. માથુ હકારમા ઘુણાવો છો ને?

 17. કેયુર says:

  ખુબ સરસ વાર્તા.

 18. Keyur Patel says:

  Introspection and retrospection of our own past is very much needed in case to identify greatfulness of almighty GOD. Do it and you will know what you have that you thought was becuse of you, has nothing to do with you. It is there – only and only because GOD gave it.

 19. Shreya says:

  ખરેખર ખુબ જ સુન્દર લેખ્. આન્ખ મા આન્સુ આવિ ગયા. મ્રુગેશ્ભાઇ નો ખુબ ખુબ આભાર્.

 20. Kamlesh Patel says:

  હદ્ય સ્પ્સિ બોધ આ વાર્તા મા છે. અઙધુ જોયેલુ, અઙ્ધુ સાભ્ળએલુ અને અઙધુ અનુભ્વેલુ ઘણી વાર અન્ર્થ સ્ર્જે
  છે.

 21. અંકિત says:

  સુંદર અને લાક્ષણિક ટૂંકી વાર્તા. ઘણી બધી ટૂંકી વાર્તાઓ વાંચ્યા પછી શું અંત હશે એ ખબર પડી જ ગયો હતો. ટૂંકી વાર્તાઓમાં અણધાર્યો વળાંક અને એબ્રપ્ટ એન્ડીંગ એ મુખ્ય લક્ષણ છે જે આ વાર્તામાં પકડાયું છે એટલે અત્યંત આસ્વાદ્ય બની છે.

 22. Trupti Trivedi says:

  Thank you Dr.

 23. Rachana says:

  ખુબ જ સરસ વાત છે. દરેક ભેટ આપણી ધારણા પ્રમાણેના પેકિગમા નથી મળતી.

 24. SHILPA TALAVIA says:

  કુદરત ની દરેક ભેટ આવા પેકિગ મા હોય છે. પણ ફરક એ છે કે પેકીગ આપણી ધારણા પ્રમાણેનુ નથી હોતુ. ……ખુબજ સરસ વાર્તા ……………..excellent……..touching story

 25. Ritesh says:

  ખુબ જ સરસ વાત સાવ સરળ ભાષામાં કહી દીધી…

 26. Jignesh says:

  All the articles of Dr. Vijliwala are excellant….it is really worth reading his all the 3 volumes of “Moticharo”.

  One can expect the change in our mind set of looking to problems and external world….

 27. Bharat Lade says:

  too good, very nice article

 28. hatim hathi says:

  વિજ્લિ વાલા નિ વાત વિજ્લિ નો શોક આપે તેવિ હતિ હ્રદય્દ્રવાક લેખ અભિનદન્

 29. Mukesh says:

  Naam ma shun chhe (Ms.Pallavi)
  &
  Dr. I.K.Vijliwala’s(Antar no Ujaas)

  Both are good articles.
  Ek maanas na aham toh biju maanav samvedanaon pratye isharo karey chhe.
  Good. Pl. keep it up.All the very best.
  Can I be put on your regular mailing list please ?

 30. Rajeshwari Yagneshkumar Bhatt says:

  are vah mast lekh 6.
  vastvikta j 6 ne k je packing jotu hoy,jevu packing jotu hoy evu na pan male.
  kyarek je bhet mate khub rah joi hoy e box j khali male evu pan bane,
  to kyarek akalpniy mangeli bhet karta pan vadhu sari vyakti pan mali jay,sara packing sathe atishay prem sathe..hene???
  mane to mali j 6,i wish darek ne male…

 31. ALKA says:

  માતા-પિતા આ૫ણાં માટે કેટ કેટલું કરે છે જીવન દરમ્યાન પણ ખરા સમયે આ૫ણે તેમને ઓળખી નથી શકતા……..

 32. dharmesh Trivedi says:

  ખુબ જ સુન્દર વાર્તા…વિજલિવાલા જિ ને હાર્દિક અભિનન્દન્.આભાર…..ધર્મેશ ત્રિવેદિ..

 33. Jay says:

  વાહ શુ વાત છે…… સરસ મને આ લેખ ખુબ ગમ્યો…. અતિ ઉત્તમ લખ્યુ છે……..

 34. vivek desai, dubai says:

  ઉત્તમ લખાન્.

 35. ARUN PATHAK says:

  આ પ્ર્રેના લેવા જેવી વાત છૈ. ખુબ ખુબ આભાર

  અરુણ

 36. Mital says:

  સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે

  એક્દમ સાચી વાત્!

 37. Pradip says:

  do not take decision while you are angry, wait till you cool down.
  chandresh

 38. maurvi says:

  Aankh no khuno bhinjai gayo!!!!!!!!!!!
  packing joi ne andar ni vastu vishe khoto andaj bandhi leva ni jane-ajane aadat padi gai chhe. Fari ek var e khoti aadat par dukh thayu.
  Ghana loko ne tev hoy chhe k man ni vaat hoth par n lavavi, sama manas ne self-realize karavani ichha thati hoy chhe. pan ek ANKAI vat jindagi bhar no vasvaso dai jati hoy chhe.

  Friends, Sari vat kahi devi ane kahrab vat gali javi – ema j sukh chhe. ena thi ghani na gamati ghatano tali shakay chhe.
  AGREE OR NOT?

 39. JATIN PANDYA says:

  too good, very nice article

 40. Chirag Desai says:

  mind blowing kev pade

 41. Harikrishna Patel says:

  સરસ આનદ સાથે જિવનનિ સમજણ આપતો
  લેખ

 42. biren says:

  ખરેખર મ્રુગેશભાઇ જેમ હીરા ની ઓળખ ઝવેરી ને હોય છે તેમ સારુ વાન્ચન સાહીત્ય નામના હીરા ને ઓળખનારા ઝવેરી છો તમે……આવા હીરાઓ મુકતા રહેજો

 43. preeti hitesh tailor says:

  શબ્દ ખૂટી ગયા…આંખમાં બે મોતી રહી ગયા…

 44. PALLAVI says:

  હ્ર્દયસ્પર્શિ વાર્તા.
  too GOOD nad TOUCHY,
  Abhinandan!
  પલ્લવિ

 45. PALLAVI says:

  હ્ર્દયસ્પર્શિ વાર્તા.
  too GOOD and TOUCHY,
  Abhinandan doctorsaheb!
  પલ્લવિ

 46. apurva says:

  excellent, true in ttoday’s fast life.

 47. એક ક્ષન માત્ર નો ગુસ્સો તમારુ નુકશાન કરાવે ચે.

 48. BHAUMIK TRIVEDI says:

  WOW,,,,NO WORDS AT ALL ..SIMPLY AMAZING STORY YET MIND BLOWING

 49. Bhavna Shukla says:

  aanu nam te “Nijanand”… Mrugeshbhai
  bahu aabhar..
  Punya nu kam chhe aa to…
  Varta to sundar chhe pan ahi sudhi avi ane vachi ane vagi gai….Kya chho tame badha avu chotdar ane sneh sabhar lakhnara.. Avo.. Nijanand maniye sathe..

 50. kirankumar says:

  After Long time I read this beautiful article, I apriaciate,

 51. Nimish says:

  Amazing !!!

 52. christian kelvin says:

  I was big fan of MR. I.K. Vijadiwala , but now I will be fan of him ever ,forever…..
  He is fantastic , mind blowing writer….
  thank you very much……….

 53. zankhana says:

  excellent…! amazing! fabulous…….no words to appriceate tht…
  we need to accept whtever God Gives us…

 54. Kalpen says:

  I found this website accidently, and found it amazing. i was craving for gujarati stuff online and i found this.

  Recently i came across one book of Dr. I.K. Vijaliwala, and then i completed reading all his books and He is really a gem of a person and a writer who is showing light of goodness in todays dark times. I really want to thank him.

  and to Mr. mrugesh also for running this such a gr8 website which is sure to add oxygen to gujarati language in the world internet (which is dominated by english language)

  Good work Mr. shah.
  (one request if u can get me email id of Dr. I. K. vijaliwala , i would be greatfull to u.)

 55. I. B. Patel says:

  I worship God that every chid have not any kind of short sight. This kind of child’s act breaks parent’s heart whether they speak during their life or not.

 56. Meera says:

  ખુબ જ સરસ વાત. આભાર આ લેખ બદલ્……

 57. Amit says:

  આ કથાએ તો મને એકદમ ઝકઝોળિ નાખ્યો. કૈ કેટલાય આવા કિસ્સા સમજ મા બનતા હસે પણ કોઇ તેમાથિ શિખતુ નથિ. તેમને ” લખિ રાખો આરસ નિ તક્તિ પર” લિ.આચર્ય વિજય રત્ન સુન્દર સુરિ નિ આ નવલકથા જરુર વાન્ચવિ રહિ.

 58. sandeep trivedi says:

  ખરેખર બહુ જ સરસ વાર્તા હતી. આપણે ઘણી વાર કોઇ ની લાગણી ને માન આપતા નથી પણ વસ્તુ ને અને તેનિ કીંમત ને માન આપિએ છીએ.કોઇ નિ લાગણી ક્યાર્રેય ઑછિ હોતી નથી, આપણી અપેક્ષા જ વધારે હોય છે.thaks for this story

 59. malay oza says:

  Amazing!!!!!!!!! This story is subjected to all the youngsters who takes wrong decisions in their life . But after passing the time they must say “It was my great mistake?”. So, read this and let your friends to learn something from this experiment.

 60. GIRISH H. BAROT says:

  BAHU J SARAS ‘BODHKATHA’ . EKDAM SARAL ANE SACHOT RITE SAMJAY EVI VAAT.

 61. Dhaval Khamar says:

  Really very nice…thanks.

 62. Tejal says:

  Very very nice story

 63. himanshu says:

  good story we need more information about I.K. Vijaliwala
  we would like to know which incident draw you to write such kind of books or power from which you have ability to express the real life ……….

 64. Karsan G.Bhakta says:

  For coming generation very nice inspirational story.

  Karsan G.Bhakta Texas.USA

 65. chetna.Bhagat says:

  very nice…Really no words to say… very heart touching ….N mostly the last two lines of the story… !!!

 66. Sapna says:

  Very very nice story, no words to say.

  ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ

 67. rucha says:

  realy a nice story…….. thnx 4 PIRSING SUCH VACHAN

 68. Vijay PAtel says:

  jivan gadava mate Uttam Prasango chhe. darek prasang khub khub sundar chhe.

  Thanks for starting readgujarati.com

 69. A says:

  ડો. સાહેબ, આપે તો આ લેખ લખીને ગુજરાતી સાહિત્યને તેમજ સાહિત્યરસિકોને એક સુંદર ભેટ ધરી છે. આપનો ખૂબ ખૂબ આભાર.

 70. payal says:

  કેટલી હ્રદયદ્રાવક વર્તા!!
  “હા પસ્તાવો વિપુલ ઝરણુ.. સ્વર્ગ થી ઊતરી આવ્યુ છે!!”

 71. ketan shah says:

  i dont have a words how this blog is?
  its real true
  i fill it.
  after i read this i want to my father n say sorry to him what i do with him in past.thanx.
  other wise i ll also become like this man
  ]thanx

 72. Gargi says:

  ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલો તો ઠીક, ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ !……..kash aapade samaji shakata hoie…….:(

 73. Brij Hirpara says:

  ડો. વિજળીવાળાનાં લેખ હોય પછી શું કહેવું?

 74. Veena Dave,USA. says:

  આ વાર્તા વાચી વ્યથિત થઇ ગઇ.

 75. Jigar says:

  Only one word!!!
  Osam!!!
  Thanks for story Sir.

 76. girish says:

  કન કન મા તુ વસ્યઓ એ સમજ વાનિ તુ આપજે નજર
  we got very nice gift from yoy Sir….. Thank you

 77. Umang says:

  બહુજ સરસ…
  આવુ જ અને આના કરતા પન સારુ લખાન કરતા રહો તેવી શુભેચ્છા

 78. Vanraj Dodia says:

  ખુબ ખુબ અભાર અપનો …ખુબ જ સરસ લેખ…!!!! gift !!!!

 79. Dushyant Mahida says:

  it is the fact….thanx for sending me this article……..

 80. Dholakia Angel says:

  Very Nice!!!

  No word at all

 81. jigna says:

  હદયસપર્શી કથા. વાંચવી જરુરી.

 82. dr vishal says:

  vijalivala sir akha sharir ma vijali felavi gaya
  really en excellent story

 83. Preeti Ashar says:

  Respected Sir,
  Very touchable story
  Regards
  Preeti

 84. Yogesh Negandhi says:

  Question of Trust. True but few words from father would have made difference,too.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.