નામમાં તે શું છે ? – પલ્લવી મિસ્ત્રી

[‘હાસ્યકળશ છલકે’ પુસ્તકમાંથી સાભાર.]

‘શું શોધે છે તું આટલી રાત્રે ?’
‘હું નામ શોધું છું.’
‘નામ ? કેમ, તારે તારું નામ બદલવું છે ? એવું તે શું બની ગયું કે તારે તારું નામ બદલી નાંખવું પડે ?’
‘મારે મારું નામ બદલવું પડે એવું કશું જ નથી બન્યું. હું તો આપણી રન્નાના બાબા માટે નામ શોધું છું.’
‘ફોઈના બદલે માસી ક્યારથી નામ પાડતી થઈ ગઈ ?’
‘ફોઈ હોય તો જ નામ પાડે એવું હવે ક્યાં રહ્યું છે ? અને ધારો કે રહ્યું હોય તોપણ મેં કોઈ સારું નામ શોધી રાખ્યું હોય તો એની ફોઈને મદદરૂપ થવાય ને ?’
‘એ કરતાં તું મને મદદરૂપ થાય તો કેવું ?’
‘એ કઈ રીતે ?’
‘બેડરૂમની લાઈટ બંધ કરી દઈને. મને હવે ઊંઘ આવે છે.’
‘પણ પછી અંધારામાં હું નામ શોધું કઈ રીતે ?’
‘અરે ? તારે તો નામ જ શોધવાનું છે ને ? ક્યાં કોઈ વસ્તુ કે વ્યક્તિને શોધવાની છે. અત્યારે કોઈ નામ શોધી રાખ. સવારે લખી લેજે.’
‘સવાર સુધીમાં એમાંના કેટલાક નામો હું ભૂલી જાઉં તો ?’
‘ભૂલી જવાય એવા નામ શોધ્યા તોય શું ને ના શોધ્યા તો ય શું ?’

‘એ તમે નહીં સમજો. તમારાથી થાય તો મને મદદ કરો.’
‘ભલે, કઈ રાશિ પરથી નામ શોધવાનું છે ?’
‘કન્યા રાશિ. પ…ઠ…ણ અક્ષરો પરથી.’
‘લે, એ તો સાવ સહેલું છે. ‘ઠાકોરજી’ નામ લખી લે.’
‘21મી સદીમાં તમે આ કઈ સદીનું નામ લાવ્યા ?’
‘ભગવાનનું નામ સદીઓની સદીઓ સુધી અમર રહેવાનું.’
‘મજાક જ કરવી હોય તો તમે સૂઈ જાવ.’
‘ના, ના…. સીરિયસલી. હવે ચાલ, તું જ નામ બોલ.’
‘બોલું ? તમે સાંભળશો ?’
‘છૂટકો છે કંઈ ?’
‘જાવ ત્યારે. મારે તમને કંઈ નથી કહેવું.’
‘અરે, અરે ! તું તો રિસાઈ ગઈ. ચાલ, બોલ જોઉં !’
‘બોલું ? પાવક.’
‘પાવક ? એ તો ‘શીરા માટે શ્રાવક’ જેવું લાગે.’
‘તો પૌરવ ?’
‘કૌરવના સગાભાઈ જેવું લાગે છે.’
‘તો પછી પાર્શ્વ ?’
‘સારું. પણ કોઈ પાર્શ્વભાઈ કહે ત્યારે કેવું લાગે ?’
‘હં… પાર્થ કેવું છે ?’
‘હવે તો ગલીએ ગલીએ અર્ધોડઝન પાર્થ મળી આવે.’
‘પ્રિયવદન સરસ નામ છે ને ?’
‘ના, અહીંથી ગાંધીનગર જેટલું લાંબુ નામ છે.’
‘તો પછી પ્રસન્ન ?’
‘આટલા બધા ટેન્શન વચ્ચે આજના યુગમાં કોઈ પ્રસન્ન રહી શકે ખરું ? કોઈ એપ્રોપ્રીએટ નામ શોધ યાર.’

‘તમે જ ત્યારે એવું કોઈ નામ શોધી આપો ત્યારે ખરા.’
‘જે વસ્તુ અજરામર નથી. નાશવંત છે તેવી વસ્તુ કે નામ પાછળ આટલો બધો સમય, શક્તિ, બુદ્ધિ અને સૌથી કીમતી એવી ઊંઘ બગાડવાનું કોઈ કામ છે ?’
‘કામ વગર એમ જ કંઈ હું મથામણ કરતી હોઈશ ? આપણે કોઈ સારું, નામ શોધી નહીં રાખીએ અને એની ફોઈ પરેશ, પ્રકાશ, પલ્લવ, પ્રવીણ કે પંકજ જેવું કોઈ ચીલાચાલુ કે આલતુ-ફાલતુ નામ પાડી દે તો ?’ ‘તો આપણે નહીં સ્વીકારવાનું. તો આપને જે નામ પાડીએ એ જ નામે એને બોલાવવો.’
‘તે ના ચાલે. એક વાર એનું નામ પડ્યું એટલે ખલ્લાસ. જુઓને, હેમાબેનની દીકરીનું ‘કાદમ્બરી’ કેવું સરસ નામ છે. પણ એ નામ પાડવામાં વાર કરી અને બધા ‘ભોટી’ કહીને જ બોલાવી એ છીએ ને ? ‘કેયૂરી’ બે છોકરાંની મા બની ગઈ તો પણ ‘ઠકી’ નું લેબલ વાગ્યું’તું તે ઊખડ્યું જ નહીં. આપણી ‘ધરા’ ને આપણે કેટલીવાર ‘ધરા’ કહીને બોલાવી ? કાયમ ‘ડોલી’ કહીને જ બોલાવીએ છીએ ને ?’
‘તને સાચું કહું ? વ્યક્તિનું ગમે તે હોય. વ્યક્તિ પોતે તો જે છે તે જ રહેવાની.’
‘એટલે ?’
‘એટલે એમ કે વ્યક્તિનું નામ હોય ‘પ્રજ્ઞેય’ (ઘણું જાણનાર) પણ એ પોતાના દેશના પ્રાઈમ મિનિસ્ટરનું નામ પણ નહીં જાણતો હોય. કોઈનું નામ હોય ‘પ્રણવ’ (ૐકાર) જેણે જિંદગીમાં કદી ‘ૐકાર’ ન કર્યો હોય, પણ અભિમાનથી બધાંની સામે સદાય ‘હુંકાર’ જ કર્યો હોય, નામ હોય ‘પ્રણય’ (પ્રેમ) પણે એ આખી દુનિયાને નફરતની નજરે જોતો હોય. નામ હોય ‘પારસ’ (જે લોખંડને સ્પર્શે તો સોનું બની જાય.) પણ એવો ડફોળ પાકે કે સોનાને અડે તો સોનું પણ લોખંડ થઈ જાય. નામ હોય ‘પૂજિત’ (પૂજાનાર) ને એ પૂજાય પણ ખરો, પણ ફૂલોથી નહીં લોકોની ગાળોથી. નામ હોય ‘પ્રબુદ્ધ’ (જાગેલું) પણ એણે ક્યારેય અજ્ઞાનની ઊંઘમાંથી ન જાગવાની પ્રતિજ્ઞા લીધી હોય. મારો કહેવાનો મતલબ શું કે…. નામમાં તે વળી શું છે ?

‘તમે નામની એનાલિસીસમાં આટલો સમય બરબાદ કર્યો તે કરતાં મને મદદ કરી હોત તો બીજાં દસ નવાં નામ મળી જાત ને ? અને ભલે તમે એમ કહો કે ‘નામમાં તે બળ્યું શું છે ?’ પણ તમે જ વિચારો કે ‘પતંજલિ’ નામ ઋષિમુનિઓને જ સારું લાગે, એ નામનો, ઍકટર કોઈ દિ’ સાંભળ્યો છે ? પુનિત, પાવન, પુષ્કર, પરમ કે પુંડરિક નામનો કોઈ દાણચોર પાક્યો છે ? પદ્મનાભ, પ્રિયવત, પ્રિયકાંત કે પ્રિયવદન નામનો ભિખારી કોઈ દિ ભીખ માંગતો જોયો છે ? પર્જન્ય, પ્રદ્યુમ્ન, પૌર્વિક, પિનાક કે પાર્થિવ નામનો પટાવાળો કોઈ ઑફિસમાં કામ કરતો ભટકાયો છે ?’
‘માની લે કે નથી ભટકાયો તો શું ?’
‘તો આટલું જ કે નામ પાડીએ તો બહુ વિચારીને એ સમજીને, કોઈ સરસ, સુંદર, મનભાવન, પ્રેક્ટિકલ, એપ્રોપ્રિએટ નામ પાડવું જોઈએ.’
‘તને આશા છે કે એવું નામ મળશે ?’
‘ચોક્કસ, મારી પાસે ‘ગુજરાતી શબ્દકોશ’ છે. એમાંથી મળશે.’
‘ઓહ ! આટલી રાત્રે તું આ ‘દળદાર ગ્રંથ’ માંથી નામ શોધવા બેસીશ ?’
‘તમે ચિંતા ન કરો. હું બેડરૂમની લાઈટ બંધ કરીને નીચેના માળે ડ્રોઈંગરૂમમાં જઈને નામ શોધીશ.’
‘હાશ ! થૅન્ક યૂ ! ગુડ નાઈટ.’
‘ગુડનાઈટ કહેતાં પહેલાં એક વાત કહું ?’
‘કહે, પણ એક જ વાત હોં’
‘તમારી ફોઈએ તમારું નામ ‘કુંભકર્ણ’ પાડ્યું હોત તો વધુ એપ્રોપ્રિએટ ના હોત ???’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભેટ – ડૉ. આઈ. કે. વીજળીવાળા
વળાંક પર – પ્રાગજીભાઈ ભામ્ભી Next »   

30 પ્રતિભાવો : નામમાં તે શું છે ? – પલ્લવી મિસ્ત્રી

 1. Krupa says:

  Ha Ha Ha very very funny………………….. I cant stop Laughing. Really this position creat so many times……..

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Funny article….Now at least if any reader wants to give a name to some one this articles will be helpfull… 🙂

 3. મજા આવી

 4. maurvi vasavada says:

  જો નામમા કશુ ના હોત તો shekspear e “what is there in the name?” લખીને નીચે પોતાનુ નામ ન લખયુ હોત. Philosophically may be we can say “O, What’s there in the NAME? But, practrically everything is there in name. Name must be unique and must be having a meaning. beacuse it is the only identity of yours to the external word.

 5. સરસ લેખ… 🙂

 6. Jignesh says:

  All the articles of Dr. Vijliwala are excellant….it is really worth reading his all the 3 volumes of “Moticharo”.

  One can expect the change in our mind set of looking to problems and external world….

 7. કેયુર says:

  સરસ લેખ. સવાર માં મન પ્રફુલ્લીત થઈ ગયુ.

 8. પલ્લવીબેન
  આખરે કયુ નામ મળ્યું?

 9. Dipika D Patel says:

  મજા આવી ગઈ… મારી દીકરીનું નામ વિધી છે. જે મારે ‘વત્સા’ પાડવું હતું, અને તેનો વસવસો હજુંય છેી.

 10. Dipika D Patel says:

  મજા આવી ગઈ… મારી દીકરીનું નામ વિધી છે. જે મારે ‘વત્સા’ પાડવું હતું, અને તેનો વસવસો હજુંય છે.

 11. Dipika D Patel says:

  મારિ દિકરી નું નામ ‘વિધી’ છે, જે મારે ‘વત્સા’ પાડવું હતુ. મને તેનો વસવસો હજુય છે.

 12. neetakotecha says:

  saras lekh
  mari dikri nu nam tulsi rakhvu hatu mare tyare kyo ki ni tulsi to hati j nahi pan mara kaka sasra kahe badha ene tulsi pan jarda bolavse.etle me kahu thik che. ane n rakhiu. aaje kyoki ni tulsi aavi to mari dikri kahe che saru thau k n rakhui. saras lekh.

 13. neetakotecha says:

  mrugesh bhai maru nam neeta che eno matalab khabar hoy to kahejo ne. pls. vanchko mathi koine khabar hoy to kahejo pls.

 14. hatim hathi says:

  kharekhar maja aavi name ni shodh manas e kari ane eno ej manas ej name ne vhakhode bhagvan ane kudrat ne anusandhi ne manas name rakhi tene bolave 6e saras artical

 15. Mukesh says:

  ખુબ મજા આવિ.
  સરસ્.

 16. Keyur Patel says:

  આ શુ હતુ? વાર્તા કે વાતો? શરૂવાત ક્યાં ને અંત ક્યાં? કોઈ સારી વાર્તા આપો તો સારુ. બાકી તો બધુ વારુ વારુ……………………

 17. Jay says:

  પલ્લ્વી બેન ખુબ સરસ લખ્યુ છે…. થોડુ હાસ્ય્પ્ર્દ છે પણ ઘણુ સારુ લખ્યુ છે

 18. સરસ… 🙂
  હાસ્યકળશ છલકે સરસ પુસ્તક છે…

 19. Harikrishna Patel says:

  પ ઠ ણ રાશિ છે તો પઠાણ નામ શુ ખોટુ છે

 20. Sanjay Gajjar says:

  Hello, Pallaviben Mistry
  Really nice written, Name… What a simple thing.
  But That is very Important when we achive something morethan other… at that time People took our name regarding subject… Importance
  I like …..

 21. reena gaurang says:

  મજા આવી ગઈ……………..

 22. PALLAVI says:

  મનુઃ—નેપોલિયન કહી ગયો, કે ‘વોટ્સ ધેર ઇન અ નેમ? ‘
  કનુ—એ જે વ્યક્તિ કહી ગઇ એનુ નામ ‘નેપોલિયન’ નહિ પણ ‘શેક્સપિયર’ હતુ.
  મનુ–જ્યારે નામ મા જ કશુ નથી ત્યારે એ ‘નેપોલિયન’ હોય કે ‘શેક્સપિયર’શુ ફરક પડે?
  પલ્લવી

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.