પહેલો વરસાદ – બિજલ ભટ્ટ

raining

[સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે ત્યારે સાહિત્યકારોની કલમ પણ સોળે કળાએ વર્ષાને વધાવવા ખીલી ઊઠી છે. આ અહાલાદક વાતાવરણને ધ્યાનમાં લેતાં અહીં કવિયત્રીએ વર્ષાઋતુના સ્પંદનોને પોતાની ભાષામાં અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. વ્યવસાયે રાજકોટની એક કંપનીમાં કાર્યરત હોવા છતાં આ માટીની મહેકને તેઓ અનુભવી શક્યા છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ (અછાંદસ કાવ્યો) મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે પણ સંપર્ક કરી શકો છો : bijalbhattsai@yahoo.co.in ]

[1]
અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?

આમ તો છે લાગણીઓનાં ગૂંચવાડા બહુ,
પણ એકમેકને તાંતણે બાંધે છે આ વરસાદ.

સ્નેહીઓનાં સ્નેહ, મિત્રોની મિત્રતા,
અને બાળપણનાં હૈયાં કેરો સાદ કરે છે આ વરસાદ.

શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ ?
કે પછી વર્ષોનાં વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ ?

કોઈ તો રોકો, કોઈ તો પૂછો,
શું કરવા માંગે છે આ વરસાદ ?

અને વાત કહું ધરાનાં ધૈર્યની ?
મને કહે છે શાનમાં, ભલે આખી રાત વરસતો વરસાદ.

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?

[2]
ઈર્શાદ કહો તો હું કંઈક કહું,
શબ્દોનાં સથવારે, થોડું ઝૂમી લઉં

આમ તો છે આ ભાષાની માયાજાણ બહુ,
પણ લાવને તને થોડું કહી દઉં !

ઈર્ષ્યા આવે છે મને બહુ,
આ આભ અને ધરતીના પ્રણયની,
લાવને, આ ઝરમરતાં સાવનને છીનવી લઉં !

છણકો કરીને બોલી
લીલી ચુંદડી ઓઢેલી ધરા,
‘આઠ મહિનાનાં વિરહની તપશ્ચર્યા,
એમ કેમ તને દઈ દઉં ?’

આ મદહોશ વાતાવરણ રહેશે ક્યાં સદા કે
થોડા જ સમયમાં આ સાવન કહેશે હવે હું જાઉં ?

તું કહે તો વિરહની વેદના, અને પ્રેમની પીડા તને દઈ દઉં ?
ઈર્શાદ કહો તો હું કંઈક કહું, શબ્દોનાં સથવારે, થોડું ઝૂમી લઉં.

[3]
તારા અને મારા વચ્ચે, આટલી બધી ભીડ ક્યાંથી ?
કરવા છે તારા દર્શન પણ હું કરું ક્યાંથી ?

કહે છે કે અમીછાંટણાં તું કરે છે જ્યાંથી,
સર્વે ભક્તોની તરસ છીપે છે ત્યાંથી.

તો પછી માત્ર હું જ વંચિત રહું ક્યાંથી ?
કરવા છે તારા દર્શન પણ હું કરું ક્યાંથી ?

પણ જો કરે ના તું મારી પરીક્ષા,
તો હું ભક્ત અને તું ભગવાન ક્યાંથી ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નો કૉમેન્ટ્સ ! – ધીરુબહેન પટેલ
કંકોતરીઓ વહેંચવાની સેવા – નિરંજન ત્રિવેદી Next »   

46 પ્રતિભાવો : પહેલો વરસાદ – બિજલ ભટ્ટ

 1. hatim hathi says:

  કોઇ તો રોકો,કોઇ તો પુચ્હો ,શુ કર્વા માન્ગે ચ્હે આ વરસાદ્.પોતાનો અન્દાજ ચ્હે દરેક ને સમજાય તેવી રજુઆત આગલ વધો એવી શુભેચ્ચ્હા

 2. Nirav Bhatt says:

  તમારી કવીતા ખુબ જ સરસ છે. તમે ખુબ સરુ લખો છો . આવુ જ લખતા રહો…………………………..

 3. સુંદર……કાવ્યો… અભિનંદન…………………

 4. Rajal Sheth says:

  Wow!! very nice. I dont know that u write so nice poems.

  Impressed!!!

  Good.

 5. MANISH TRIVEDI says:

  very good poems..
  keep it up

 6. Vijay Khimsuria says:

  Very Nice !!! Excellent !!! Keep it Up !!!

  After reading this very nice “kavita” from Miss Bijal Bhatt I am remebering my 16 or 17 years of age. Once again very supreb.

 7. Chirag Chotalia says:

  I feel very glad after read this excellent poem written by most knowledgable person Miss Bijal Bhatt. Really it is very nice and i m sure that a person who read this poem feeling very nice from deep heart. Poem is very nice. And last i would like to give the Best Of Luck to Miss Bijal Bhatt for her bright future. I and Our whole Landmark staff giving her Best Of Luck.

 8. Krinjal says:

  Excellent poem and we all are waiting for such more good poems and also in “HINDI”

 9. Ravin Andharia- Good, Keep it up! Wish u all the best. says:

  Excellent !

 10. falguni says:

  ખુબ સ્ ર સ કવિતા !!!!!

 11. ખુબ જ સુંદર… આમ જ લખતાં રહો… અને વંચાવતા રહો….

 12. Pradip says:

  It is indded touching the hearts. It conveys the love for rain, change in season and also the moods of hearts. Wish to have a more from you.

 13. Nisheeth Pandya says:

  Most people ignore most poetry
  because most poetry ignores most people.
  Where you are?

 14. Raju Pattani says:

  very nice ! keep it up

 15. sohan shastri says:

  excellent. keep it up.

 16. masooma says:

  Its a great effort Bijal. You are truely very very talented. And you better explore your talent in writing. Great work and keep going

 17. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice poems…Keep it up…

  “શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ ?
  કે પછી વર્ષોનાં વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ ?”

  I like this line very much…..Thanks

 18. neha says:

  બિજલ, તારિ કવિતા ગમિ. “શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ ?
  કે પછી વર્ષોનાં વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ ? વધુ ગમિ. આમ જ લખતિ રહે. ખુબ ખુબ આભિનન્દન્.

 19. Ashish Dave says:

  Very good
  Ashish

 20. kiran says:

  su kevu tane ej nethi samjatu, mara j sabdo ni mathaman ma badhu bhulai gayu, samji sakey fakt kavi j kavu nu dil, ana thi vishesh su kevu tane. rasey sath hamesha apno, jo hasey “irshad” apno. god bless u

  love

 21. payal dave says:

  તારા અને મારા વચ્ચે, આટલી બધી ભીડ ક્યાંથી ?
  કરવા છે તારા દર્શન પણ હું કરું ક્યાંથી ?

  બહુ જ સરસ !!!

 22. shailesh pandya says:

  ખુબ સુન્દર કલ્પના ચે . માતે જ કહ્યુ ચે કે જયા ના પહોચે
  રવ્ી ત્યા પહોચે કવ્ી…..

  શૈલેશ પન્દ્યા.

 23. mandar says:

  su vat che mane to aje khabar padi tame ek sara kavi pan cho it’s nice….krshisna dave, ramesh parekh and then bijal bhatt… so lage raho tamari kalam chalti rahe ane teno aanand badhane malto rahe …best luck

 24. Prashant Oza says:

  બહુ જ સરસ

 25. ashalata says:

  ખૂબ જ સરસ!!!!!!

 26. dharmesh bhatt says:

  આવિ સારી કવિતા લખવા અને વાઁચવા નો ઊત્સાહ જળવાય રહે તેવિ આશા

 27. rajesh says:

  very nice bijal ji, khoob j sunder kavita chhe, varsad ni, kharekhar varsar ni season jevi j alhadak lagi. nice

 28. amit says:

  ઘણો જ સરસ કાવ્યો નો સન્ગ્રહ છે.

 29. Jyoti Jadeja says:

  I can’t imagin mayself that i m so lucky that you are near at me. When i see u i feel that i m always “bhinjav chu tamari lagni na varsad ma” I realy like your poem. I m lucky that you are my friend. You keep it up and I read it up.

 30. Kirit says:

  Amazing Kavita – ketlu sundar varnan varsad nu ane ene jodti lagnio nu.

  Keep it up Bijalji

 31. Avani Pujara says:

  અમે શુ તારા વખાણ કરિએ, તારી કવિતા નુ દુનિયા નુ સહુથી મૉઘુ ઈનામ તને મલી ગ્યુ છે……..

  Congratulations………………………….

  -Avani Pujara.

 32. farzana aziz tankarvi says:

  good style of wrinting poetry…
  keep writing……best of luck

 33. nilamhdoshi says:

  વરસાદના તાણાવાણામં જીવનના તાર ગૂંથાઇ ગયા…સુંદર. બીજલ, ખૂબ અભિનન્દન. ફોટાજોવાની..માણવાનો આનંદ..આનંદ..આભાર.
  અભિનંદન કોને આપું? નક્કી કરવુ અઘરુ બની ગયુ છે
  કવિતા પણ સરસ. કવિયત્રી પણ સરસ..સરસ. બધું સરસ..જીવન બની રહે સરસ..સરસ.ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે

 34. બિન્દુમાસી, લીબડી says:

  ચી.બીજ્જ્લ
  તે લખેલો લેખ”પહેલો વર્સાદ” આજે ઈન્ટ્ર્નેટ ઉપર જોયો અને વાચ્યો ખુબજ ગમ્યો છે.
  તો તેના તને ખુબ ખુબ…. અભીન્દ્ન

 35. Suresh J Vagadiya,Architect(uk) says:

  Dear Bijal d Bhjatt,
  I only read & became very happy to read y0ur poem /Kavita in gujarati for first rain.! its wonderfull,u r good writer/ poet.My heartly congratulations. keep it up .Wen can i read your next kavita? Blessings from Sureshkaka.UK

 36. samir says:

  ખુબ જ હ્રદય સ્પર્શિ.

 37. Paresh says:

  The Poem is Young, beautiful and @ the same time ‘Classic’.
  Still thinking on fantastic thoughts like…

  “શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ ?
  કે પછી વર્ષોનાં વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ ?”

  and

  તારા અને મારા વચ્ચે, આટલી બધી ભીડ ક્યાંથી ?
  કરવા છે તારા દર્શન પણ હું કરું ક્યાંથી ?

  -Paresh.
  Milford,
  CT, USA.

 38. Legioner says:

  Только вчера об этом думал, так что пост как нельзя в тему!

 39. Anant Patel says:

  વરસાદના કાવ્યો ખુબ ગમ્યા,અભિનન્દન.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.