રસોડું તમારો ડૉકટર – ડૉ. ઉમા સરાફ

[‘યોગ સંદેશ’ સામાયિક (હરિદ્વાર, ઉત્તરાંચલ)માંથી સાભાર.]

તમારા રસોડામાં ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધીનાં રૂપે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. તેજપાન (તજ), આંબોળીયા, જાયફળ, ચારોળી, મીઠું, રાઈ, કલૌંજી, નાની-મોટી ઈલાયચી, હીંગ, ખસખસ વગેરે મસાલા ફકત ખાદ્ય પદાર્થોનાં સ્વાદને જ નથી વધારતાં, બલ્કે આપણા સ્વાસ્થ્યની રક્ષા પણ કરે છે. જો તેમ આના ઔષધીય ગુણોનો જાણી લો તો પછી તમે આનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

[A] તેજપાન (તજ) :

તજની સુગંધ ભોજનનાં સ્વાદને બમણું કરી દે છે. આમાં ગઝબનાં ઔષધીય ગુણો સમાયેલાં છે. જે લોકો નિયમિત રીતે દરરોજ તજનું સેવન કરે છે તેમનું હૃદય નિરોગી રહે છે. નબળા હૃદયવાળાઓએ આનું સેવન વધું કરવું જોઈએ.

જો તમારા દાંત ગંદા હોય, કોઈ પણ મંજનથી તેમાં ચમક આવતી ન હોય તો સુકાયેલા તેજપાનને ઝીણું પીસી લો અને દર ત્રીજા દિવસે એકવાર આ ચૂરણથી મંજન કરો. તમારા દાંત દૂધની માફક સફેદ થઈ ચમકવા લાગશે.

તમે શરદીથી પરેશાન છો. છીંકો વધારે આવે છે. નાકથી પાણી વહી રહ્યું છે અથવા શરદીને કારણે નાકમાં બળતરા થઈ રહી છે ? જીભનો સ્વાદ બગડી ગયો છે ? શરદીને પાંચ-છ દિવસ થઈ ગયા છે ? – તો આ બધી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે બે ગ્લાસ પાણીમાં પાંચ-છ ગ્રામ તેજપાનનું ચૂરણ નાંખી તેની ચ્હા બનાવો. આમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખી શકાય છે. જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે આને ગાળી લો. અને આમાં દૂધ નાંખી ગરમ ગરમ પીવું. અને પીતી વખતે તેજ હવાથી બચવું તથા કાનને કપડાથી ઢાંકીને રાખો. આ ચ્હા આખા દિવસમાં સવાર-બપોર-સાંજે તથા રાત્રે સૂતી વખતે પીવાથી શરદીવાળા કષ્ટ દૂર થાય છે.

[B] આંબોળીયા :

નાના બાળકોને મોટેભાગે સૂકો રોગ થઈ જાય છે. આ રોગમાં આંબોળીયા બહુ ગુણકારી છે. આબોળીયાને પલાળી પીસી લો. અને તેમાં મધ મેળવી બાળકને દરરોજ બે વાર થોડી માત્રામાં ચટાડો.

વિંછીએ ડંખ માર્યો હોય અને બહુ પીડા થઈ રહી હોય તો લસણ અને આંબોળીયાને સમાન માત્રામાં લઈ ઝીણું વાટી લો. અને જ્યાં વિંછીએ ડંખ માર્યો હોય ત્યાં લગાવી દો. આનાથી વિંછીનું ઝહેર બિનઅસરકારક થઈ ઊતરી જાય છે.

શિયાળામાં મોટેભાગે પગ ફાટી જાય છે જે બહુ પીડાદાયક હોય છે અને ચાલવાથી તેમાંથી લોહી પણ નિકળે છે. આંબોળિયાને પાણીની સાથે ચટણીની જેમ પીસી વાઢિયા પર લેપ કરવાથી તરત જ લાભ થાય છે.

[C] જાયફળ :

શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડી લાગવાનો ભય હંમેશા રહે છે. જાયફળનું સેવન કરવાથી આ ભય ઓછો થઈ જાય છે. દરરોજ થોડી માત્રામાં કોઈ ચોખ્ખા પથ્થર પર જાયફળ અથવા ઘડા પર પાણી સાથે ઘસીને માતાનાં દૂધની સાથે સેવન કરાવવાથી શરદીવાળા વિકારોથી નાનકડા બાળકો સુરક્ષિત રહે છે.

પાતળા ઝાડા થયા હોય, પેટ ફૂલવાની અને પેટ દુખાવાની ફરિયાદ હોય તો એક ગ્રામ જાયફળનું ચૂરણ અડધા કપ પાણી સાથે સવારે-સાંજે લેવાથી બધી ફરિયાદો દૂર થઈ જાય છે.

મોઢામાં ચાંદા પડ્યા હોય તો પથ્થર પર પાણીથી જાયફળને ઘસો. અડધી ચમચી જાયફળને એક ગ્લાસ પાણીમાં ઘોળી કોગળા કરવાથી ફકત મોઢાનાં ચાંદા જ નથી મટતાં પણ બેસેલું ગળું પણ ખુલી જાય છે.

[D] ચારોળી :

ચારોળીને વાટી લેપ જેવું બનાવી લો. અને નહાવાનાં 10 મિનિટ પહેલાં ચહેરાં પર આ લેપને લગાવી દો. આનાથી ખીલ તથા ચહેરાનાં ત્વચાજન્ય વિકાર દૂર થાય છે. અને ત્વચાની શોભા વધી જાય છે.

ચારોળીને ગાયનાં તાજા દૂધની સાથે ખૂબ ઝીણું વાટી લો. અને આખા શરીરમાં આ લેપને લગાવી ધીમે ધીમે માલિશ કરો. દરરોજ નિયમપૂર્વક આ લેપથી માલિશ કરવાથી ત્વચા નો કાળો રંગ શ્યામ થઈ જાય છે. અને શ્યામ રંગ ઘઉંવર્ણ થઈ જાય છે. આનાથી ત્વચામાં કસાવ આવે છે તથા નરમ કોમળ રહે છે.

શીતપિત્ત માટે ચારોળી એક સર્વોત્તમ ઔષધી છે. 20 ગ્રામ ચારોળીને મોઢામાં નાંખી ખૂબ ચાવી ચાવીને ખાવ. આનાથી શીતપિત્ત નષ્ટ થાય છે.

[E] મીઠું :

રસોડામાં રાખેલું મીઠું એક વૈદ્ય છે. ઝીણું વાટેલા મીઠું ને ગાયની છાશમાં 3 ગ્રામ નાંખો, અને પી જાઓ. આ રીતે કરવાથી આઠ દિવસમાં જ પેટનાં કીડા મરી જાય છે.

મીઠું મેળવેલા પાણીથી સ્થાન કરવાથી ત્વચાની ખંજવાળથી મુક્તિ મળે છે. 60 ગ્રામ મીઠુંને 10 કિલો પાણીમાં નાંખી ઉકાળો અને આ પાણીથી દરરોજ સ્નાન કરો. આઠ દિવસ સુધી આ પાણીથી નહાવાથી ખંજવાળનું નામનિશાન પણ રહેતું નથી.

હાથ અને બાહો કડક થઈ ગયા હોય તો હાથ અને બાહોને ભીના કરી એક મુઠ્ઠી મીઠું લઈ ગોળાકારમાં માલિશ કરો આનાથી ત્વચા કોમળ અને સુંદર બને છે. ગરમ પાણીમાં મીઠું મેળવી આ પાણીથી ત્વચા અને પગ ધુઓ. આનાં નિયમિત પ્રયોગથી ત્વચાનું સુકાપણું, હાથ પગનાં વાઢિયા દૂર થાય છે. આ પ્રયોગ અઠવાડિયામાં બે વાર અવશ્ય કરવો. ત્વચા હંમેશા જવાન અને કોમળ રહે છે.

ખીલ મટતાં ન હોય તો ગરમ પાણીમાં દોઢ ચમચી મીઠું નાંખવું. અને આ પાણીથી સવારે-સાંજે આખા ચહેરાને ધુઓ. આનાથી ખીલ ધીમે ધીમે મટી જશે. આ પ્રયોગ કરતી વખતે આંખો બંધ રાખવી અને મોં ધોયા પછી ત્વચાને નરમ ટુવાલથી ધીરે ધીરે લૂછો.

માથાનાં દુખાવા માટે મીઠું ઉત્તમ દવા છે. એક ચપટી મીઠું જીભ પર રાખો. અને 10 મિનિટ પછી એક ગ્લાસ ઠંડુ પાણી પી લો. આનાથી માથાનો દુ:ખાવો તરત જ દૂર થાય છે. માંસપેશીઓનાં દરદમાં મીઠાને તેલમાં શેકી દર્દવાળા સ્થાને માલિશ કરવી તથા એક કપ હુંફાળા પાણીમાં ચપટી મીઠું મેળવી પીવું. આનાથી માંસપેશીઓનું દરદ મટી જાય છે. મીઠું ઝેરનાશક પણ છે. વિંછી, ઝેરીલી માખી અને મધમાખી કરડે ત્યારે તે સ્થાને થોડું પાણી લગાવી તેનાં પર મીઠું ઘસવું આનાથી દરદ અને બળતરા બંધ થઈ જાય છે. અને સોજો પણ દૂર થઈ જાય છે.

ગળામાં દુખાવો તથા સોજો થાય તો ગરમ પાણીમાં મીઠું મેળવી કોગળા કરવા આખા દિવસમાં ત્રણ ચારવાર આ પાણીથી કોગળા કરવાથી જલદી આરામ થઈ જાય છે.

રાત્રે સુતા પહેલાં નિયમિત રૂપે મીઠું મેળવેલા ગરમ પાણીમાં દસ મિનિટ સુધી પગ નાંખો અને પછી ટુવાલથી લૂછી પથારીમાં સૂઈ જાવ. આમ કરવાથી અનિંદ્રાની ફરિયાદ દૂર થઈ ઊંડી ઊંઘ આવે છે. તે ઉપરાંત પગનો થાક પણ દૂર થાઈ સારી ઊંઘ આવે છે. દાદર-ખસ માટે મીઠું ઉત્તમ ઔષધી છે. દર કલાકે મીઠુંને પાણીમાં ઘોળી દાદર પર લગાવવાથી અઠવાડિયામાં જ દાદર નષ્ટ થઈ જાય છે.

બીમારીથી ઉઠ્યા પછી વ્યક્તિએ ગરમ પાણીમાં મીઠું નાંખી દરરોજ નહાવું જોઈએ. આમ કરવાથી રોગી વ્યક્તિને તરત જ શારીરિક શક્તિ મળે છે. દિવસમાં ત્રણચાર વાર મીઠાવાળું પાણી એક અઠવાડિયા સુધી થોડું થોડું પીવાથી, વાત કરતાં કરતાં લાળ ટપકવાની ફરિયાદ દૂર થાય છે.

ઝેરને બિનઅસરકારક કરવા માટે ગાયનાં ઘીમાં મીઠું મેળવી ખાવું જોઈએ. આધાશીશીનાં દર્દમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી મધ મેળવી ચાટવાથી તરત આરામ મળે છે.

[E] રઈ :

ભોજન સારી રીતે પચતું ન હોય તો અને ભૂખ સારી રીતે ન લાગતી હોય તો ચપટી રઈને શાકમાં નાંખી ખાતા રહેવાથી ભૂખ લાગવા માંડે છે. અને ખાવાનું પચે છે. કારણકે રઈ કબજીયાત દૂર કરે છે. અને પાચક ગુણોથી ભરપૂર હોય છે. શરદી થાય તો રઈને મધમાં મેળવી સૂંઘો. આનાથી શરદી દૂર થઈ જાય છે. કફ દોષથી ઉત્પન્ન શ્વાસ રોગમાં અડધો માસો રાઈને 10 ગ્રામ ઘી અને 5 ગ્રામ મધમાં મેળવી સવારે – સાંજે થોડા દિવસ ચાટવાથી આરામ મળે છે. આનાથી શ્વાસ રોગનું શમન થાય છે.

કોઈ કારણસર ગર્ભમાં જ બાળક મરી ગયું હોય તો મૃત ગર્ભને સરળતાથી બહાર કાઢવા માટે રઈનો 3 માસો લોટ અને શેકેલી હીંગ લગભગ ચાર રત્તી જેટલી થોડી કાંજી માં પીસી ગર્ભવતીને પિવડાવો. આનાથી મૃત ગર્ભ સ્વાભાવિક રૂપે બહાર નિકળી જાય છે.

બગલમાં ગાંઠ થઈ હોય તો તે જલ્દી પાકીને ફૂટતી નથી. અને અસહ્ય વેદના થાય છે. ગાંઠને જલદી પકવી ફૂટે તે માટે ગોળ, ગુગળ અને રઈને મેળવી પીસી ગરમ કરીને ચોંટાડી દો. ગાંઠ પાકી ગઈ હોય તો રઈ, લસણને વાટી પોટલી બનાવો. અને ગાંઠ પર એરંડીયાનું તેલ અથવા ઘી લગાવી પોટલી બાંધી દો. આનાથી ગાંઠ જલ્દી ફૂટી સુકાઈ જાય છે. શરીરનાં કોઈ પણ ભાગ પર ગાંઠ થઈ હોય અને તે દિન પ્રતિદિન વધી રહી હોય તો તેનાં પર રઈ અને કાળાં મરીનાં ચૂરણને ઘીમાં મેળવી લેપ કરો. આનાથી ગાંઠ વધતી રોકાય છે.

જે બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરે છે. તેમને 3 માસો રઈનું ચૂરણ જમ્યા પછી ઠંડા પાણી સાથે આપો. દાંતમાં દુખાવો હોય તો રઈને ગરમ પાણીમાં મેળવી કોગળા કરવા આનાથી દાંતનું દરદ મટી જાય છે.

[F] કલૌંજી :

શરીરનાં કોઈપણ ભાગમાં મસો હોય અને તેનાથી તમને નુકશાન થઈ રહ્યું હોય અથવા ખરાબ લાગતું હોય અથવા ખંજવાળ હોય તો સિરકામાં કલૌંજી ચૂરણ મેળવી મસા પર લગાવો. થોડા દિવસનાં પ્રયોગથી મસા કપાઈ જાય છે. ગુર્દા અને મૂત્રાશયની પથરીથી તમે દુ:ખભર્યું જીવન જીવી રહ્યાં હોય તો કલૌંજીને પાણીમાં પીસી મધમાં મેળવી પી જાવ. થોડા દિવસનાં પ્રયોગથી પથરી નિકળી જાય છે.

શિયાળાની ઋતુ ગયા પછી ગરમ ઉનનાં કપડાને જ્યારે તમે કબાટમાં મુકો ત્યારે કલૌંજીનાં કેટલાંક દાણા પણ કપડાની ગડીમાં નાખી દો. આનાથી તેમાં કીડા લાગતાં નથી. એડકી આવવાની બીમારી હોય તો ત્રણ ગ્રામ કલૌંજી ચૂરણ મધમાં મેળવી ચાટો. આનાથી એડકી આવવી બંધ થઈ જાય છે.

વાળ ખરવાની અથવા તૂટવાની ફરિયાદ હોય તો કલૌંજીને વાટી વાળનાં મૂળમાં ઘસો અને એકાદ કલાક પછી વાળ ધોઈ નાંખો. આ પ્રયોગ થોડા મહિના સુધી કરવાથી વાળનું ખરવું રોકાઈ જાય છે અને તે ફરીથી વધી લાંબા થઈ જાય છે.

કૂતરૂ કરડ્યું હોય તો કલૌંજીનો હલવો બનાવી ખાવાથી કૂતરાનું ઝહેર નષ્ટ થઈ જાય છે. આ હલવાને ખાવાથી પેટનો વાયુ, પેટનાં કીડા, પેટનો આફરો અને કફ રોગ શાંત થઈ જાય છે.

[G] નાની ઈલાયચી :

પેશાબ ખુલીને ન થઈ રહ્યો હોય તથા મૂત્રમાર્ગમાં બળતરા થતી હોય તો નાની ઈલાયચીનાં દાણા વાટી દૂધની સાથે પીવું જોઈએ. આનાથી પેશાબ ખુલીને થાય છે અને બળતરા શાંત થાય છે. ભોજન પચતું ન હોય તો નાની ઈલાયચીનાં બીજ, સૂંઠ, લવિંગ અને જીરૂ આ બધાને સમમાત્રામાં લઈ ઝીણું વાટી ચૂરણ જેવું કરી જમ્યા પછી 2 ગ્રામની માત્રા ખાવી. આનાથી ભોજન પચી જાય છે.

પેટમાં દુખતું હોય તો બે નાની ઈલાયચી વાટી મધ સાથે ચાટો આનાથી પેટ દરદ ઠીક થઈ જાય છે. દૂધ વધારે પીવાને કારણે અથવા કેળા વધુ ખાવાને કારણે અજીર્ણ થયું હોય તો નાની ઈલાયચીનાં દાણા ખાવાથી આરામ થઈ જાય છે.


[H] મોટી ઈલાયચી :

મોટી ઈલાયચીનાં દાણાનાં ચૂરણને સાકર સાથે ચૂસવાથી વાત, કફ અને પિત્ત તેમજ ખાંસીમાં તરત જ આરામ મળે છે. મોટી ઈલાયચીને થોડું બાળી વાટી લો. ઉલ્ટી રોકવા માટે આ ઉત્તમ ઉપાય છે. આ ચૂરણને ત્રણચાર કલાકની અંદર બે-ત્રણ વાર ચાટવાથી ઉલ્ટી રોકાઈ જાય છે. મોટી ઈલાયચીનાં છોતરાને કૂટી 125 ગ્રામ પાણીમાં ઉકાળી પીવાથી એડકીઓ બંધ થઈ જાય છે.

[I] ખસખસ :

બે ચમચી ખસખસ સાંજે પાણીમાં પલાળી દો. સવારે આને વાટી સાકર મેળવો. અને પાણીમાં ઘોળી પી જાવ. આનાથી મગજની ગરમી શાંત થાય છે. ખસખસની ખીર ખાવાથી શક્તિ વધે છે. બે ચમચી ખસખસ પાણીમાં નાખી પીસી લો. અને ચર્તુર્થાંસ કપ દહીં મેળવી 6-6 કલાકે દરરોજ ત્રણવાર સેવન કરવાથી ઝાડા અને મરડો મટી જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કંકોતરીઓ વહેંચવાની સેવા – નિરંજન ત્રિવેદી
સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ – સંકલિત Next »   

21 પ્રતિભાવો : રસોડું તમારો ડૉકટર – ડૉ. ઉમા સરાફ

 1. vishwajit mehta (vishu) says:

  આવા લેખ લખવા તે પણ સેવા છે.

 2. maurvi says:

  Rasoda na aushadho yaad karava badal khub aabhar.
  Thak you Dr. UMA.

 3. Aalok says:

  ભાઈ મૃગેશ,

  પહેલો લેખ વાંચીને કોઈ પેટમાં તકલીફ ઊભીથાય તો એના ઉપચારો બીજા લેખમાં છે. એવુ નથી ગોઠવેલુ ને? !! ઃ)
  આ જાણકારી મેળવ્યા પછી રસોડામાઁ પૃયોગો કરવાની મજા આવશે. આભાર.

 4. ખૂબ સરસ સભર માહીતી ભર્યો લેખ છે અને ખૂબ જાણકારી મળે છે. અવારનવાર આવા લેખો મૂકતા રહેશો.

 5. gopal parekh says:

  ઘણીજ ઉપયોગી માહિતી

 6. lorense says:

  very good i really appreciate this one

 7. jignesh says:

  સરસ. અવારનવાર એલોપેથિક દવાઓ લઇને અસરની સાથે આડઅસરનો પણ સામનો કરતા લોકોએ આ ઘરગથ્થુ ઉપચારો અજમાવી જોવા જોઇએ.

 8. hemantkumar b shah says:

  સારો લેખ અભિનન્દન અજ્માવા જેવા નુશ્ખા

 9. Keyur Patel says:

  કેટલુ બધુ ઊપયોગી છે આ. વાહ!!

 10. neetakotecha says:

  bahu upyogi vato.gr8

 11. Anitri says:

  Thanks Murgeshbai,
  it will helpfull to us

 12. ranjan pandya says:

  જરુરિઅત ના સમયમા ઉપયોગિ મહિતિ મલિ. આભાર.

 13. Ramesh Bhayani says:

  Excellent & very useful article . Thanks Dr. Uma for taking time out

 14. Mudra Patel says:

  મને મસાની તકલીફ છે,મારા પગ પર એક મસો છે, જે મને ગમ્તો નથી, અન્હી કલૌંજ નો ઉપચાર લખ્ય છે, પણ મને કલૌંજ એટલે શુ તે ખબર નથી, plz મને કલૌંજ શુ હોય તે સમજાવો, અથવા ડૉ. ઉમા સરાફ નો mobile no. or email address આપો plz.

  thanks n regards,
  Mudra Patel.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.