સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ – સંકલિત

[1] ખમણ ઢોકળા : (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)
સામગ્રી :
500 ગ્રામ ચણાદાળ,
નારિયેળનું ખમણ,
આદું-મરચાં,
હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો.
રીત :
રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો. તૈયાર થયે સમારેલ કોથમીર-મરચાં અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ખમણની ચટણી બનાવવા માટે, 200ગ્રામ ખમણનો ભૂકો, ખાંડ, રાઈ, કોથમીર, તેલ, 100 ગ્રામ અડદ-દાળ, લીમડો, કોપરું અને દહીં તૈયાર કરો. સૌ પ્રથમ અડદની દાળને તેલમાં શેકીને વાટો. કોપરું અને કોથમીર ઝીણાં વાટી, તેમાં મીઠું નાખી ખમણનો ભૂકો ભેળવો. પછી આદું, મરચાં, મીઠું બધું વાટીને તેમાં નાખો. તેલમાં રાઈ, મીઠા-લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં ભેળવો. આ રીતે તૈયાર થયેલી ચટણીનો ખમણ સાથે ઉપયોગ કરો.
[2] રવાની ઉપમા (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)
સામગ્રી :
500 ગ્રામ રવો,
100 ગ્રામ અડદ-દાળ,
100 ગ્રામ કોપરા-છીણ,
વાટેલ આદું-મરચાં,
છાશ, કોથમીર, લીંબુ, મીઠું, તેલ,
દ્રાક્ષ, હિંગ, લીમડો, ખાંડ.
રીત :
સૌ પ્રથમ અડદની દાળને સાફ કરી, ધોઈ કોરી કરો. તેલ ગરમ કરી હિંગ અને મીઠા લીમડાનાં પાનનો વધાર કરી દાળને નાખીને સાંતળો. તેમાં રવો અને દ્રાક્ષ નાખી શેકો. પછી તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું, ખાંડ નાખીને, તેલ છુટું પડે ત્યાં સુધી હલાવો. પછી છાશ ભેળવીને સીઝવો. તૈયાર થયે નીચે ઉતારી તેની ઉપર સમારેલ કોથમીર અને ખમણેલ કોપરું ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ઉપમાની ચટણી માટે 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી નારિયેળ-છીણ, 1 વાટકી દહીં, આદું, કોથમીર, દળેલ ખાંડ, મરચાં અને મીઠું તૈયાર કરો. સૌ પ્રથમ ચણાની દાળને શેકીને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખો. પાણી નિતારી તેમાં આદું-મરચાં, નારિયેળનું છીણ, ખાંડ, મીઠું, કોથમીર ભેગું કરી ચટણી કરો. તેમાં દહીં નાખી રસાધાર ચટણી બનાવો. હવે ઉપર બનાવેલ ઉપમા સાથે પીરસો.

[3] ખાંડવી (5 વ્યક્તિ, તૈ : 45 મિનિટ)
સામગ્રી :
250 ગ્રામ ચણા લોટ
1 લિટર છાશ,
રાઈ, હિંગ, કોથમીર, હળદર,
કોપરું, જીરું, મીઠું, મરચું.
રીત :
સૌ પ્રથમ ચણાના લોટમાં છાશ નાખી તેમાં મીઠું, મરચું, હળદર, સમારેલ મરચાં નાખીને હલાવો. તાપ ઉપર મૂકી હલાવતા રહો. તૈયાર થયે થાળીમાં તેલ લગાવીને પાથરો. ઠંડા થયે લાંબા કાપા મૂકી, તેના વીંટા કરો. તેલ ગરમ કરી રાઈ-હિંગ-જીરાનો વઘાર કરી, વીંટા ઉપર રેડો. છેલ્લે સમારેલ કોથમીર અને કોપરાનું ખમણ ભભરાવો.
[4] મસાલા દાળવડા (5 વ્યક્તિ, તૈ : 40 મિનિટ)
સામગ્રી :
150 ગ્રામ નારિયેળ છીણ
150 ગ્રામ સીંગદાણા
400 ગ્રામ ચણાદાળ
100 ગ્રામ ચણાનો લોટ
વાટેલ આદું-મરચાં, કોથમીર, હળદર,
ગરમ મસાલો, ખાંડ, દ્રાક્ષ, મરચું,
લીંબુ, તલ, મીઠું.
રીત :
સૌ પ્રથમ સીંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળો. સવારે છોડા કાઢી તેમાં નારિયેળનું છીણ, વાટેલ-આદું-મરચાં, કોથમીર નાખી બધું વાટો. તેમાં ખાંડ, દ્રાક્ષ, લીંબુનો રસ, મીઠું નાખી તેના ગોળા વાળો. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી, તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને તેલનું મોણ નાખી, તેને ફીણી સાધારણ જાડું ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ચણાના ખીરામાં તૈયાર કરેલ ગોળા બોળી, બદામી રંગના થાય તેમ તળી લો.
Print This Article
·
Save this article As PDF
mane koi divas pan aavadta n hata dhokla banavvana thanks
તૈયાર રાખજે આગલી વખતે વડોદરા આવું ત્યારે !!
Thanks for nice recipes. I miss my home town Vadodara!!!
And Gandhi na Khaman. Bumiya no Shrikhand.
અરે, કોઈ કહેશે મને કે આ ખાંડવી નો રોલ કેમ નથી વળતો, ગોળ બનવાને બદલે શીરો બની ગયો,
Great! Now, cooking is not a good reason to get married 😉
મસાલા દાળ વડા ની રેસીપી બહુ જ સરસ છે.
તમારો ઘણો જ આભાર.
આશા છે કે આવી સરસ વાનગી ઓ ની રીત મોકલશો.
મોના.
Masala Dalvada ni item unique chhe.Good .Bija feelings bharine pan alag alag method thi try kari shakay.
radhikaben shiro samji ne khai lo better luck next time
આજે જ બનાવિશ ઘરે જઈને….
વોવ્ ઈ હવે મદે અલ્લ ઓફ થેસે રિપેસ્.શુન પન વદોદર નિ જ ચ્હુ, મ રહુ ચ્હુ…મરિ ઘનિ રિપેસ મરિ સિતે પર તમ્ને જોવ મલ્શે. થન્ક્સ ફોર ઓલ ધિસ્!
આવી જ સારી વાનગઓ આપતા રહેજો.
mane pan navi navi vangi banavu khubaj game che