વાચકોની કૃતિઓ – સંકલિત

[A] પ્રતિક મહેતા

[રીડગુજરાતીને આ સુંદર ગઝલો મોકલવા માટે શ્રી પ્રતિકભાઈનો (બ્રાહમટ્ન, કેનેડા) ખૂબ ખૂબ આભાર. તેમની કેટલીક ગઝલો શ્રી સુરેશ દલાલ દ્વારા સંપાદિત ‘કવિતા’ સામાયિકમાં પણ થોડા વર્ષો અગાઉ પ્રકાશિત થઈ ચૂકી છે.]

[1]
શૂન્ય આંખોમાં હતી એક ધારણા,
ખૂલશે ક્યારેક એના બારણા.

શિખરે બેસી સતત ફફડ્યા કરે,
લ્યો થઈ ગઈ એકલી પ્રતારણા,

આંખને ઉપવાસ છે લાંબા સમયથી,
આવ તું, તો થાય એના પારણા !

યાદની કીડીઓ સતત ચટકા ભરે,
કેટલા મીઠા હશે સંભારણા !

શબ્દજી શણગાર પ્હેરે નિતનવા,
ને ગઝલ લીધા કરે ઓવારણા,

[2]
સાવ સૂના આંગણે વિચારણાની આવ-જા,
તું અને તારા વિશેની ધારણાની આવ-જા,

સામસામી બારસાખે આપણે ઊભા અને,
આપણી વચ્ચે સદાયે બારણાની આવ-જા,

ક્યાં હવે તો ધર્મનાં સિધ્ધાંત જેવું કંઈ રહ્યું,
મંદિરે જોયા કરો પ્રતારણાની આવ-જા,

પ્રેમ જ્યારે દેહનો આકાર લઈને આવશે,
લાગણીના મસ્તકે ઓવારણાની આવ-જા

ક્યાં કદી ભૂલી શક્યો તારુ સ્મરણ,તારી સ્મૃતિ,
રિક્ત મનમાં રેશમી સંભારણાની આવ-જા

ચાહવાને બેઉ બાજુની મથામણ જિંદગી,
આયખાભર ચાલતી આ પારણાની આવ-જા.

[3]
માણસોના મનને માપો, સાવ સરખુ છે બધુ,
કે પછી દરિયો ઉલેચો, સાવ સરખુ છે બધુ,

સાત કોઠા પ્રણયના વીંધીને નીકળો આરપાર,
વાંસવનની આગ રોકો, સાવ સરખુ છે બધુ,

પ્રેમના અક્ષર અઢી સમજી શકો જો રીતથી,
વેદ-ઋચા,શાસ્ત્ર વાંચો, સાવ સરખુ છે બધુ,

મ્હેલ ઈચ્છાનો ચણી એને ઉછેરો જતનથી,
કે પવનને બંધ બાંધો, સાવ સરખુ છે બધુ,

કોક પથ્થર દિલ મહીં શ્રધ્ધાનું વાવેતર કરો,
કે પછી મંદિર ચણાવો, સાવ સરખુ છે બધુ,

[B] મનહર પાલનપુરી

[રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ શ્રી મનહરભાઈ મોદી (‘મન’ પાલનપુરી’)નો (ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. તેઓ વિખ્યાત ગઝલકાર છે અને તેમની ગઝલો અનેક સામાયિકોમાં પ્રકાશિત થતી રહે છે.]

[1] શોધું છું….

કાળા ભમ્મર વાદળમાં એક શ્વેત કિનારી શોધું છું
છૂપાઈ રહી નિરાશામાં તે આશ ઠગારી શોધું છું.

વર્ષો વિત્યા છે તો ય હજુ હું માર્યો માર્યો ભટકું છું
તમે લખી નથી જે કદી મને તે ચિઠ્ઠી તમારી શોધું છું.

બચપનથી લઈને પચપનતક સજ્જનતાની સોબતમાં રહ્યો,
હવે અન્ત તરફ આવી શાને એક ટેવ નઠારી શોધું છું ?

ઓ આફત તું આવી તો ભલે સ્વાગત છે તારું મુઝ દ્વારે,
સેહતથી ભરેલા જીવનમાં હું એક બિમારી શોધું છું.

વ્યસ્ત જીવનમાં મસ્ત બની ભૂલ્યો છું સઘળી યાદો, પણ…
‘મન’ ના ખૂણામાં દૂબકેલી એક યાદ બિચારી શોધું છું.

[2] આશિક હૃદયની આહ….

આશિક હૃદયની આહ છે, એમ ખાલી જાય ના,
હૈયે ધધકતી આગ છે, સહેજ મા બુઝાય ના.

આટલું જો હોય તો ઓછું, કર હજુ જ્યાદા સિતમ,
તાતી કસોટી વિણ કદી સુવર્ણને પરખાય ના.

લે મઝા તુ મૌજથી મુજને તડપતો જોઈને,
તારી તડપ તો મારાથી સહેજ પણ સહેવાય ના.

શાયદ તને ના હોય એની જાણ પણ તારી કસમ,
એ મ્હેલ પણ છોડી દઉં, તુઝ માન જ્યાં સચવાય ના.

‘મન’ ની ઊર્મિ મનની અંદર દાબવાતો બહુ મથુ,
શુ કરુ, જો લાગણીના પૂર અટકાવાય ના ?

[C] જીજ્ઞેશ અધ્યારુ.

[રીડગુજરાતીને આ કૃતિઓ મોકલવા બદલ શ્રી જીજ્ઞેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. અભ્યાસે તેઓ યુવા સિવિલ એન્જિનિયર છે અને તેમાં અનુસ્નાતક પદવી તેમણે 2005ના વર્ષમાં મેળવી છે.]

[1] આંખોની ભાષા

એક આંખ માં તારુ સપનું, બીજી આંખ માં આંસુ,
આંસુ ના દરીયામાં, તારા સપનાં તાણી જાશું.

એક આંખ માં સૂનૂં હૈયું, બીજી આંખ માં મેળો,
સપ્તપદી ની કોરે કોરે, ફાડે ભવનો છેડો.

એક આંખ માં ભવનો સાથ, બીજીમાં જાકારો,
કાલે દીધેલા સાથના વચનો, આજના ઇનકારો

એક આંખ માં મારું નામ, બીજીમાં બીજાનું,
આખુંય જીવન એક આંખ માં…મારે કાં જીવવાનું.

[2] કેવી રીતે ?…

કેવી રીતે જીવું તારા વિના એ તું જ મને સમજાવ…
ફોરમ વિનાના ફુલ નો રસ્તો તું જ મને બતાવ….
શ્વાસ મા તું, મન માં તું, ને હૈયામાં પણ તું….
તારા વિનાની ધડકનનો ધબકો તું જ મને સંભળાવ…

આજે ભલે તું ભુલી ગઇ છે, મારા પ્રેમની વાતો,
શમણાંઓ ની રાતો ને એ હૈયાના હાલાતો,
કેમ કરીને ભુસુ હૈયું, તું જ મને શીખડાવ…
તારા વગરના જીવતરનો મર્મ તું જ મને સમજાવ…

આજે ભલે તું ભુલી ગઇ છે, પ્રણયના એ રંગો
આંખો માં આખોનું વસવું, સ્નેહ નીતરતા સંગો
કેમ કરીને રોકું મનને, તું જ મનને ભરમાવ…
તારા વિના મારા જીવતર ને, તું જ જીવી બતાવ…

કેવી રીતે જીવુ તારા વિના એ તું જ મને સમજાવ…
નહીં તો આખર અંત નો રસ્તો, પ્લીઝ મને પકડાવ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ – સંકલિત
ફરી વતનમાં – પ્રબોધ ભટ્ટ Next »   

14 પ્રતિભાવો : વાચકોની કૃતિઓ – સંકલિત

 1. Hiral Thaker 'Vasantiful ' says:

  All gazals are very nice….!!!!!!!!

  “આંખને ઉપવાસ છે લાંબા સમયથી,
  આવ તું, તો થાય એના પારણા !

  યાદની કીડીઓ સતત ચટકા ભરે,
  કેટલા મીઠા હશે સંભારણા !”

  “વર્ષો વિત્યા છે તો ય હજુ હું માર્યો માર્યો ભટકું છું
  તમે લખી નથી જે કદી મને તે ચિઠ્ઠી તમારી શોધું છું.”

  “કેવી રીતે જીવું તારા વિના એ તું જ મને સમજાવ…
  ફોરમ વિનાના ફુલ નો રસ્તો તું જ મને બતાવ….”

  all the best to પ્રતિક મહેતા, મનહર પાલનપુરી, જીજ્ઞેશ અધ્યારુ…..for more creation……….

 2. સુંદર ગઝલો …..અભિનંદન….

 3. શૂન્ય આંખોમાં હતી એક ધારણા,
  ખૂલશે ક્યારેક એના બારણા.

  સામસામી બારસાખે આપણે ઊભા અને,
  આપણી વચ્ચે સદાયે બારણાની આવ-જા.

  -એક જ પ્રકારના કાફિયા પર બે અલગ અને સુંદર ગઝલો… શબ્દોનો પ્રયોગ અને ઊર્મિનું આલેખન ધ્યાનાર્હ છે… અભિનંદન, પ્રતિકભાઈ!

  *****

  ઓ આફત ! તું આવી તો ભલે સ્વાગત છે તારું મુઝ દ્વારે,
  સેહતથી ભરેલા જીવનમાં હું એક બિમારી શોધું છું.

  -સરસ શેર… પરંપરાના લયમાં વહેતી સુંદર ગઝલો… અભિનંદન, મનહરભાઈ!

  ****

  એક આંખ માં તારુ સપનું, બીજી આંખ માં આંસુ,
  આંસુ ના દરીયામાં, તારા સપનાં તાણી જાશું.

  -ખૂબ જ સુંદર અભિવ્યક્તિ… પણ જો બીજી તમામ કડીઓમાં આ જ વાતનું પુનરાવર્તન ટાળીને નવી વાતો કરી શકાઈ હોત તો ચાર ચાંદ લાગી જાત… શુભેચ્છાઓ, જિજ્ઞેશભાઈ!

 4. manoj says:

  ધનુ સરુ

 5. Mehul Dave,Chiman Koli says:

  We read the poems and enjoy it.plz publish more gazhals on readguj

 6. Natver Mehta(Lake Hopatcong,USA) says:

  તું આવશે ક્યારેક એવી છે મારી ધારણા
  ખુલ્લા રાખ્યા છે મેં ઘરના દરેક બારણા

  તારા દિદાર થયાને વિત્યા યુગો સનમ
  હવે તો બસ યાદ છે મને તારા સંભારણા

  સજીધજીને આવ ને રુમઝુમતી તું આવ
  દિલો-દિમાગથી લઉં હું તારા ઓવારણા

  વિરહમાં તારી મેં તો છોડ્યા અન્ન જળ
  જોઉં તારી રાહ, ક્યારે કરાવે તું પારણા

  ‘નટવર’ તો થઇ ગયો પાયમાલ પ્યારમાં
  પ્રેમ-પ્યાર તારો છે એક નરી પ્રતારણા

  પ્રતિક મહેતાને નટવર મહેતાની(USA) સાદર ભેટ!
  તમારા શબ્દો ચોરવા માટે માફ કરજો,
  કરશોને??
  natnvs@yahoo.com

 7. Gaurav says:

  All are tooooooooo good.

 8. Keyur Patel says:

  ઓ આફત તું આવી તો ભલે સ્વાગત છે તારું મુઝ દ્વારે,
  સેહતથી ભરેલા જીવનમાં હું એક બિમારી શોધું છું.

  – કેમ ભાઈ?? શા માટે સારા દિવસો મા માઠા દિવસો શોધો છો????

 9. neetakotecha says:

  badhi j khub sundar gazal

 10. ranjan pandya says:

  દિલની આ કોરી કિતાબમાં,વહેતા રક્ત વડે તમારી યાદમાં,શબ્દ લખી રહ્યા તમારું જ નામ, કલમ અમારી છે અને શાહી તમારી છે.—- જીવન સફરની શરુઆતમાં,તમે જ એક એવા મળ્યા, નજરોથી નજર મળી ગઈ અને મહોબત થઈ ગઈ,પ્રીત અમારી છે અને નિશાની તમારી છે.—-કાજળથી કાળી આ રાતમાં હૈયાના હેતમાં, બીડેલા નયનદ્વારમાં સમાયાં, સપનાં તમારા છે અને આંખો અમારી છે.—– દિલના દરિયાકિનારે મિલાવી હાથમાં હાથને,પાણીમાં સરી જતી રેતીના સાથમાં, મિલનની મધઊર ભીનાશમાં, હૈયાની હોડી અમારી છે અને ધબકાર તમારા છે.——

 11. Harshil Bhatt says:

  Regards
  Harshil Bhatt

  Good Afternoon Sir,

  I request u to mail me forth coming kavita n shayris to my given mail address as i m one the lover of gujarati kavitas n shayris.

  Besides i jst want to tell u tht wt u r doing for gujartati language is appriciated.Coz words are the most supper power for enemy to bacome a friend……..n by reading this kavitas n shayris we get relaxasion in this busy life……

  thx a lot..

  Harshil Bhatt.

 12. czpatel.....toronto.....canada says:

  very nice toread all poems…pl do write old age poems in between 1960 to 1970 primary school level……from 3rd standard to 7th standard….i mean dharmik kaviteo…dharmik poems,poems in which nature’s gungan hoi……ok thanks if u can do so….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.